call center - 55 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૫૫)

નહિ અનુપમ હું નહિ આવી શકું...!!કેમ શું થયું?
કઈ નહિ ધવલ આજ મેં પલવી અને નંદિતાને બંનેને હોટલ ફોરટીફાઈડમાં ડિનર માટે આમંત્રણ આપ્યું છે.હું નક્કી નોહતો કરી શકતો કે મારે કોની સાથે રહેવું આજ તે જ નક્કી કરશે કે મારે હવે કોની સાથે રહેવું.

અલા અનુપમ તું પાગલ તો નથી થઈ ગયો ને?તું તારી બંને ગર્લફ્રેન્ડને એક સાથે ડિનર પર તારા જન્મદિવસ પર બોલાવી ખોટું કરી રહ્યો છે..!!

********************************

ધવલ હવે બંને આવામાં જ હશે.મેં તેને નવ વાગ્યાનો સમય આપ્યો હતો.એ કેકને તું તારી પાસે રાખજે હું મોડી રાત્રે તને મળવા આવીશ.ત્યારે હું કેક કાપી મારો જન્મદિવસ પણ તારી સાથે ઉજવીશ.

ઓકે અનુપમ કોઈ પ્રોબ્લમ થાય તો તરત જ મને ફોન કર જે,અને તું કઈ હોટલમાં છે? હોટલ ફોરટીફાઈડ.

ઓકે ધવલ બાય...!!!

હાય,અનુપમ..!!તું તો આજ વહેલા આવી ગઇ પલવી.તારી યાદ મને આવતી હતી એટલે જ,પણ તું તો મને મળવા મારી પેહલા આવી ગયો છે,મારા કરતાં વધારે તો તને મને મળવાનો વધુ ઇન્તજાર છે.

હોઈ જ ને કેમ ન હોઈ..!!આજ મારા જન્મદિવસ પર તને મળીને જ તો હું ખુશ છું પલવી.અહીં બેસ આ તારા હાથમાં શું છે.તારા માટે હું એક મસ્ત કેક લાવી છું,અને તેની પર પ્રિય અનુ પણ મેં લખાવ્યું છે.

પલવી અનુપમના સામેના ટેબલ પર બેઠી.અને તેણે કેક બહાર નીકાળી કેકની ઉપર લખ્યું હતું પ્રિય અનુ..!!

સાંભળ પલવી મારી કોલેજની એક ફ્રેંન્ડ અહીં આવે છે,તે મને તેના દરેક જન્મદિવસ પર બોલાવે છે,મેં પણ આજ તેને અહીં મારા જન્મ દિવસ પર બોલાવી છે તે આવતી જ હશે.

ઓકે અનુપમ મને કોઈ પ્રોબ્લમ નથી..!!!ત્યાં જ સામેથી નંદિતા આવી.અનુપમ સાથે કોઈ બીજી છોકરીને જોઈને તે ત્યાં જ ઉભી રહી ગઇ. આ અનુપમ સાથે બીજી કોણ છોકરી છે,તેણે તો મને એકને જ આમંત્રણ આપ્યું હતું.તે થોડી આગળ વધી અને અનુપમ પાસે આવી,અનુપમે તેને તેની બાજુમાં બેસવાનું કહ્યું.

આ પલવી છે,મેડીકોલ કોલ સેન્ટરમાં મારી સાથે છે.મેં આજ તેને મારા જન્મદિવસ પર બોલાવી છે.નંદિતાને થયું તારા જન્મદિવસ પર તેને બોલાવાની શું જરૂર હતી.નંદિતા એ ટેબલ પર પડેલ કેક પર નજર કરી તો કેક પર લખ્યું હતું પ્રિય અનુ..!!

અનુપમ તારી ફ્રેન્ડ પણ એક કેક લાવી છે,આજ હું પણ તારા માટે કેક લાવી છું.નંદિતા એ બોક્સ ટેબલ પર મૂક્યું,અને તેમાંથી તેણે કેક બહાર નીકાળી નંદિતા એ કેકની ઉપર લવ અનુ..!! લખાવ્યું હતું.

પલવી એ તે કેક પર નજર કરી તો પલવીને થયું કે આ છોકરી કોણ છે?જેમણે કેક પર લવ અનુ લખાવ્યું છે.નક્કી આજ અનુપમ કંઈક મારી સાથે ગરબડ કરી રહ્યો છે,પણ અત્યારે કઈ બોલવા જેવું હતું નહીં.પલવી ચૂપ જ રહી.

અનુપમે ઉભા થઈને બંને કેક કાપી પાયલ અને નંદિતા બંને એ અનુપમનો જન્મદિવસ એક સાથે સેલિબ્રેટ કર્યો.તમે અને અનુપમ એક સાથે મેડીકોલ કોલસેન્ટરમાં જોબ કરો છો.

હા..!!!

કેટલો સમય થયો..?

હજુ તો મારે એક જ મહિના જેવું થયું છે.અનુપમ ઘણા સમયથી મેડીકોલ કોલસેન્ટરમાં છે.
તમારે જે ડિનરમાં લેવું હોઈ તે વેઈટરને તમેં કહી શકો છો.હું તો પંજાબી શાક લશ પલવી અને નંદિતા એક સાથે બોલ્યા.હું પણ તમારી સાથે પંજાબી શાક લશ.

ઓકે..!!!


થોડીજવારમાં બધા એ વાતો કરતા કરતા ડિનર કરી લીધું,અને અનુપમે બિલ પણ ચુકવી દીધું.હજુ ઘડિયાળમાં દસ થયા નથી આપણે અહીં પાછળની સાઈડ ગાર્ડન છે તેમાં બેસવા જઇએ.પલવી અને નંદિતા પણ તે ગાર્ડનમાં જવા ત્યાર થઇ ગયા.

એક સારી જગ્યા શોધી પલવી અનુપમ અને નંદિતા બેઠા.પલવી અનુપમના જન્મદિવસ પર આવી તે નંદિતાને જરા પણ ગમતું ન હતું,અને નંદિતા આવી તે પલવીને પણ ગમતું નોહતું પણ અનુપમને કોઈ કહી શકતું ન હતું.

હું તમને બંનેને એક વાત કહેવા માગું છું.

બોલને અનુપમ?

પણ જ્યાં સુધી મારી વાત પૂરીનો થાય ત્યાં સુધીમાં તમે બંને એકપણ શબ્દ નહિ બોલો મને પ્રોમીસ આપો.પલવી અને નંદિતા બંને એ અનુપમને પ્રોમિસ આપ્યું.

જીવનમાં કયારેક એવી આફત આવે છે કે તે સમયે શું કરવું કઈ ખબર પડતી નથી.પોતાના લોકો જ પાસે છૂટું પડી જવાની બીક લાગે છે,ડર લાગે છે.શું થશે મારા જીવનમાં એવા પ્રશ્ન થવા લાગે છે.

સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે ફરતું રહે છે.દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે છે. આપણામાં કંઈક ઉમેરાતું રહે છે.થોડુંક ઠલવાતું પણ રહે છે.ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે,તો ક્યારેક કંઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે.દરરોજ આપણી જિંદગીમાં થોડો થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે. અનુભવો, યાદો, સ્મરણો, હૂંફ,તિરસ્કાર, ઝઘડા,નારાજગી,ઉદાસી,એકાંત,એકલતા,સાંનિધ્ય, સુખ,વેદના,વલોપાત,આશા, હતાશા, પ્રેમ, નફરતની કથાઓ જિંદગીમાં ઉમેરાતી જાય છે.થોડાક સવાલ પેદા થાય છે કે, હું ક્યાં છું? હું શું છું? હું જે કરું છું એ બરાબર તો છે ને? મેં જે માર્ગ પકડ્યો છે એ સાચો તો છે ને?

માર્ગ સાચો હતો કે ખોટો એ તો મંજિલ આવે ત્યારે ખબર પડે! ઘણી વખત તો એવો પણ વિચાર આવે છે કે, મંજિલે પહોંચાશે તો ખરું ને? ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવો પણ વિચાર આવી જાય છે કે, આ મંજિલ છે કે એ મુકામ છે?

માણસના દુ:ખનું સૌથી મોટું કારણ સમજણનો અભાવ હોય છે.આપણે જે જોઈતું હોય છે એના માટે આપણે મરણિયા થઈ જઈએ છીએ.હવે તો આ પાર કે પેલે પાર એવું નક્કી કરી લઈએ છીએ. આપણા મન અને મગજમાં ઉશ્કેરાટ છવાઈ જાય છે. તમને કોઈ પ્રોબ્લેમ છે,તો વાત કરો.તમને કોઈ મૂંઝવણ છે તો દિલને ખુલ્લું મૂકો.હું એમાં જ માનું છું.
અને આજ તમને હું મારી અને તમારી બંને વચ્ચેની મુંજવણ કહી રહયો છું.

આપણી બધા વચ્ચેની શું મુંજવણ છે?

પલવી મેં તમને બંનેને કહ્યું હતું કે વચ્ચે તમે નહિ બોલો.તમે મને પ્રોમિસ પણ આપી હતી.
ઓકે અનુપમ..!!!

પલવી આ મારી સામે છે એ નંદિતા છે.જેને હું મારી કોલેજ વખતમાં પ્રેમ કરતો હતો,પણ તે આજ પણ મને પ્રેમ કરી રહી છે.તે કેનેડાથી હજુ હમણાં જ આવી.તેના લગ્ન થઇ ગયા હતા તે વાત ખોટી હતી.મને તેણે ખોટુ કહ્યું હતું,તે તેના અભ્યાસને પૂર્ણ કરવા માટે મારી સાથે ખોટું બોલી હતી પણ મને એમ થયું કે નંદિતા મને ભૂલી ગઇ છે,હજુ બે દિવસ પહેલા જ તે આવી,અને મને બધી વાત કરી કે હું હજુ પણ તને પ્રેમ કરી રહી છું.

તો મારા પ્રેમનું શું અનુપમ?

શું આ પલવી તને પ્રેમ કરે છે?


ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED