call center - 5 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૫)વાઇરસ ક્યાં છે? નામ લેતા જ તે ઓફિસમાંથી દોડીને બહાર આવ્યો.અમે બધા આઠ દિવસ માટે બેંગ્લોર જઈ રહિયા છીએ. અહીં ઓફીસ અને કોલ સેન્ટરનું તારે ધ્યાન રાખવાનું છે જેમ પહેલા તે રાખ્યું હતું તે જ રીતે.

ઓકે વિશાલ સર..!!!

************************

સવાર પડી ગઈ હતી.ટેક્સીમાં બેસીને બધા જ એક પછી એક એરપોર્ટ પર આવી ગયા હતા.થોડીવારમાં બધા ટીકીટ કન્ફોર્મ કરાવી પ્લેનમાં બેસી ગયા.બેંગ્લોર જઇને જે રીતે વિશાલ સરે અનુપમને કહ્યું હતું,તે જ રીતે હોટલ લીલા પેલેસ બેંગલોર અમે પહોંચી ગયા.

આજ નહી,પણ કાલથી અમારી મિટિંગ શરૂ થવાની હતી.હોટલ લીલા પેલેસ બેંગ્લોરની એક શાનદાર હોટલ છે,આજુબાજુનું વાતાવરણ પણ તમારું મન મોહતી કરી દે તેવું છે,આ હોટલમાં જ બધાને આઠ દિવસ સુધી રોકાવાનું હતું,સવારે મીટીંગ અને સાંજે મોજ મસ્તી ભર્યા કાર્યક્રમ હતા,ઘણી બધી ઈવેન્ટ પણ હતી,બધાને પોતાની પર્સનલ રૂમ આપવામાં આવી હતી.

ધવલ અને અનુપમ જાણતા હતા કે લીલા પેલેસ હોટલમાં જ માનસી અને પલવીની થોડા નજીક આવવાનો મોકો મળશે.અહીં કોઈ અમને ઓળખતું નથી કે નથી કોઈ અમને અહીં જાણતું.વિશાલ સર ઓળખી જશે પણ તે તેના બિઝનેસમાં વ્યસ્ત હોય છે.

સાંજે થોડા ફ્રેશ થઈને નીચે અમે બધા ડીનર માટે આવ્યા.ડિનરમાં અમે ચાર લોકો જ હતા.હું પલવી ધવલ અને માનસી,પલવી આ હોટેલમાં પહેલીવાર આવી હતી.તે આ હોટેલના વખાણ કરતા થાકતી નહોતી.આ પહેલા આવી હોટલ તેણે ક્યારેય જોઇ ન હતી.

ડીનર લઈ ને અમે અમારી પર્સનલ રૂમ માં ગયા કાલથી અમારી મીટીંગ સવારે શરૂ થવાની હતી.હજુ તો અનુપમ રુમમાં પ્રવેશ કર્યોં ત્યાં જ ડોરબેલ વાગ્યો અનુપમે દરવાજો ખોલ્યો..!!તો સામે ધવલ હતો.કેમ અત્યારે ફરી મને મળવાનું મન થયું?કઇ નહીં યાર ઘણા દિવસથી તને મારે વાત કરવી હતી,પણ આ કોલ સેન્ટરના ચક્કરમાં હું તને વાત નોહતો કરી શકતો.

હા,તો આજ કરી દે ને એવી તો શું વાત છે તું મને કહેતા ડરે છે.હું ડર તો નથી અનુપમ પણ એક તરફ મને ખાલીફો લાગે છે.તું બધું જાણે છે મારી અને માનસીની વાત.

તું ફરી એ વાત લઇને મારી પાસે આવ્યો..!!

શું કરું અનુપમ હું તેને ભૂલી શકું તેમ નથી.મારા જીવનનો પહેલો પ્રેમ તે છે,અને હું તેને કહી શકતો નથી કે હું તને પ્રેમ કરું છું.હું ડરતો નથી તેને કહેતા પણ આ લપટ વિશાલસરે મારી જિંદગી પર પથારી ફેરવી નાંખી છે.

બે વર્ષથી હું અને માનસી એક સાથે છીએ પણ ક્યારેય માનસીને ખબર પડી નથી કે હું તેને પ્રેમ કરું છું.ધવલ તારે માનસીને કહેવું જોઈએ ને કે હું તેને પ્રેમ કરું છું..!!!હું હંમેશા માટે તારી સાથે રહેવા માંગું છું.હું હંમેશા તારો ખ્યાલ રાખીશ.

તે નહીં માંને અનુપમ..!!!તેને માથે વિશાલ સરનું ભૂત સવાર થઈ ગયું છે,જ્યાં સુધી તેના શરીરમાંથી તેનો આત્મા બહાર નહી નીકળે ત્યાં સુધી તેને મારા પ્રત્યે પ્રેમ નહીં થાય."પણ તારે તેને એકવાર વાત તો કરવી જોઈએ..!!!!એને કે હું તને ખૂબ પ્રેમ કરું છું"માનસી"

તારી વાત સાચી છે,અનુપમ,પણ હું એ કરી શકતો નથી.મને તો ક્યારેક એવું થાય કે આ વિશાલ સરનું ખૂન કરી નાખું,ઘરમાં એક પત્ની છે,તો પણ બીજીની સાથે પ્રેમ લીલા ના રાસ રમે છે,તારે એનું ન વિચારવું જોઇએ ધવલ એકવાર માનસી ને વાત કર પછી શું કરવુંને શું ન કરવું એ આપણે આગળ વિચારીશું.

સારું અનુપમ હું કાલે સાંજે માનસી ને વાત કરીશ,કે માનસી હું તને ખૂબ પ્રેમ કરું છું,પણ મને એ ડર લાગે છે કે જો માનસી મને ના પાડશે તો હું અને માનસી જીવન ભર એકસાથે કયારેય નહીં બોલીએ.તે ક્યારેય મારી નજીક અવાનો પ્રયત્ન પણ નહીં કરે.

હું તો એ પ્રયત્ન કરી રહ્યો છું,કે વિશાલ સર ની પત્ની પાયલને માનસી અને વિશાલ સરની વાત ખબર પડી જાય,તો મારું કામ ઘણું હળવું પડી જાય.હું એ પછી માનસી ને પ્રપોઝ પણ કરીશ.

નહીં ધવલ એ વાત તારી ખોટી છે,જો વિશાલ સરની પાયલને ખબર પડી જાય તો વિશાલ સરની પત્ની તેની સાથે ડિવોર્સ પણ લઇ લેશે,આમ પણ ઘણા સમયથી વિશાલ સર અને પાયલને ઝઘડો શરૂ જ છે,અને વિશાલ સર ને તો એ જ જોઈએ છે,કે પાયલ તેને છૂટાછેડા આપે,અને હું માનસી સાથે ફરી લગ્ન કરું. માનસી પણ એ જ રાહ જોઈ રહી છે,કે ક્યારે વિશાલસર ની પત્ની પાયલ વિશાલને છૂટાછેડા આપે, તારે બંને બાજુથી સાવચેત રહેવું પડશે.જો તું આવું કરીશ તો માનસી તારા હાથ માંથી પણ ચાલી જશે.

હું શું કરુ મને કંઈ સમજાતું નથી.જે ને હું બે વર્ષથી પ્રેમ કરું છું,તેની સાથે દરરોજ બેસું છું,આજ બાજુની જ મારી રૂમમાં તે એકલી રહે છે,પણ હું તેને કહી નથી શકતો કે માનસી હું તને ખૂબ પ્રેમ કરું છું,શું તું મારી જીવનસાથી બનીશ?

તું ચિંતા ન કર ધવલ.!!!મિટિંગની હજુ તો શરૂઆત થઇ છે,મીટિંગમાં છેલ્લા દિવસે માનસી ને પ્રપોઝ કરી જોજે, જો તે હા,પાડે તો ઠીક છે,નહીં તો ફરી આપણે ઓફિસ પર મળીશું,એ પછી માનસી તારી સાથે ન બોલે તો હું તારી અને માનસીને ફરી દોસ્તી કરાવીશ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED