કોલ સેન્ટર(ભાગ-૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર(ભાગ-૧)



મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ
સવારે ૯:૩૦

હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.

હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.

નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો અને વિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.

કેવા સવાલ પલવી?

સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.

વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના જવાબ તારે આપવા જ પડશે. કેમ કે એ જ પ્રોડક્ટમાં આપણે સૌથી વધુ નફો મેળવીએ છીએ.પલવી હજુ તું આ કોલ સેન્ટરમાં આવી એનો પહેલો દિવસ છે.તું ધીમે ધીમે શીખી જઈશ.

આમ પણ તને કોઈ ક્યાં ઓળખે છે. તારે તો ફક્ત જવાબ જ આપવાનો છે.જયારે તું ઈન્ટરવ્યું આપવા આવી ત્યારે તે કહ્યું હતું કે હું બધા જ પ્રશ્નના જવાબ આપીશ.પલવી જવાબ તો તારે આપવા જ પડશે.જો તું ન આપી શકે તો જોબ છોડી શકે છે.

નહીં વિશાલ સર હું જવાબ આપવાની હવે કોશિશ કરીશ.

તારી સાથે ધવલ,માનસી અને અનુપમ પણ આ મેડીકોલ સેન્ટરમાં કામ કરશે. બસ એ આવતા જ હશે. તે ઘણા સમયથી છે. જો કોઈ પ્રશ્ન હોઈ તો તેને તું પૂછી શકે છો,અને આ સામે દેખાય છોકરો તેનું નામ વાઇરસ છે. જે પણ નાના મોટા કામ હોઈ તે કરી આપશે.

“ઓઇ વાઇરસ”

જી વિશાલ સર” આ પલવી મેડમનો આજ પહેલો દિવસ છે” .મેડીકોલ કોલ સેન્ટરની મુલાકાત કરાવી દેજે,અને એમને કોઈ પણ કામ ન ફાવે તો તું કરી આપજે, હું આજે લગ્નમાં જવાનો છું. હમણાં માનસી,અનુપમ અને ધવલ આવશે,એ આવે એટલે એને પણ કઈ દે જે ભૂલી નહિ જતો. આ મારી ઓફિસની ચાવી કોઈ કામ હોઈ તો ખોલીને અંદરથી વસ્તું લઈ આપજે.

“ઓકે સર”

હજુ તો વિશાલ સર બહાર નીકળયા કે તરત જ માનસી,અનુપમ અને ધવલે અંદર પ્રવેશ કર્યો.
વાઇરસને જોઈને ધવલ બોલ્યો કેમ વાઇરસ આજ એટલો બધો તું ખુશ લાગે છે,કઈ નવા સમાચાર તો નથી ને?

બે નવા સમાચાર છે સર જી..!!!અલા ધવલ રેહવા દે ને વાઇરસની વાતોમાં સવાર સવારમાં સમય ન બગાડ એની પાસે એ જ વાત હશે કાલે પહેલો ચા વાળો સામે રહેતા મગનભાઈની છોકરી કવિતાને લઈને ભાગી ગયો.

એ સર મઝાક નહિ હો.એ મારો પહેલા પ્રેમ છે. એ ક્યાંય નો જાય,એ વાઇરસની જ છે અને વાઇરસની જ રહેવાની. એ ભાગી નોહતી તેના પપ્પાને મજા નોહતી તો એ હોસ્પિટલમાં ટિફિન દેવા ચા વાળા ટાલિયા સાથે ગઈતી બાકી પ્રેમ તો એ મને જ કરે છે.

તું તો કાલ મને એમ કહી રહયો હતો કે તે ટાલિયા સાથે ભાગી ગઈ,તે હવે પાછી નહીં આવે.આજ કેમ ફરી ફરીને બોલી રહ્યો છે.કવિતાને તારો પ્રેમ ફરી યાદ આવ્યોને પાછી આવી ગઈ એવું નથી ને?

એ કાલની અમારી બંનેની મીટીંગમાં શંકાનું સમાધાન થઈ ગયું. હવે આગળ વાત કરું કે હું જાવ.

કર ભાઈ કર જલ્દી. આપણા આ કોલ સેન્ટરમાં પલવી મેડમ નવા આવ્યા છે.અહીં બાજુની મીટીંગ રૂમમાં છે. હજુ હમણાં જ આવ્યા છે.

અને બીજી વાત,

આજે અને કાલે જલસો છે. વિશાલ સર કોઈના લગ્નમાં બહાર ગામ ગયા છે, તો બે દિવસ નહિ આવે.વાહ વાઇરસ વાહ આજ તે ખુશીના સમાચાર અમને આપ્યા.

ત્યાં જ મીટીંગ રૂમ માંથી પલવી બહાર આવી.અનુપમ તેની સામે જ એકી નજરે જોય રહ્યો.પલવી રૂપ રૂપનો અંબાર હતી. કપાળ પર નાનકડી એવી બિંદી છુટા વાળ ઉપર ગુલાબી ટી-શર્ટ અને નીચે બ્લ્યૂ જીન્સમાં એકદમ મસ્ત લાગતી હતી.

સર આ પલવી મેડમ. પલવી એ એક પછી એક બધાને મળીને તેની ઓળખાણ આપી.મેડમ આ પહેલા ટેબલ પર માનસી બેસે છે. બીજા ટેબલ પર ધવલ અને આ ત્રીજા ટેબલ પર અનુપમ બેસે છે. તમે આ ખાલી રહેલ ચોથા ટેબલ પર બેસી શકો છો.અમારા આ કોલ સેન્ટરમાં કોઈને બેસવાની ફિક્સ જગ્યા નથી, પણ તમે ત્યાં બેસી શકો છો.

હજુ હમણાં જ અજયભાઈ એ અહીંથી રજા લીધી અને તેમની જગ્યાએ તમારે બેસવાનો વારો આવ્યો.કેમ અજયને કઈ થયું હતું કે એમ જ રજા લઈ લીધી?

પલવી મેડમ તમે ડરો નહીં આ તમારું જ ઘર છે એમ તમે સમજી લો.અજયભાઈને સારી નોકરીની ઓફર આવી એટલે અહીંથી રજા લઇ લીધી.બીજું મેડમ કઈ છે નહીં.

અનુપમ વાઇરસને થોડો એકબાજુ લઈ ગયો. કેમ અલા તું આજ એટલું બધું ખોટું બોલે છે. કોઈએ તને પાય તો નથી દીધો ને?નહીં સર પલવી મેડમનું ધ્યાન રાખવાનું મને સાહેબ એ કહ્યું છે.જો પલવી મેડમને હું એમ કવ કે વિશાલ સર અને અજય સરનો ઝઘડો થયો અને અજય સરે અહીંથી રજા લઈ લીધી તો વાત બોવ લાંબી થઈ જાય, અને પલવી મેડમને પણ પુરી ડિટેલ મારે દેવી પડે એના કરતા ટૂંકું ને ટચ.

વાહ વાઇરસ આ તારું ટૂંકુંને ટચ મને પણ ગમ્યું.સાહેબ એક વાત કહું ,આ પલવી મેડમ મસ્ત છે. તમારી અને એની જોડી પણ જામે એવી છે.અલા તું તારું કામ કર ને સવાર સવારમાં.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)