કોલ સેન્ટર (ભાગ-૫૬) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૫૬)

પલવી આ મારી સામે છે એ નંદિતા છે.જેને હું મારી કોલેજ વખતમાં પ્રેમ કરતો હતો,પણ તે આજ પણ મને પ્રેમ કરી રહી છે.તે કેનેડાથી હજુ હમણાં જ આવી.તેના લગ્ન થઇ ગયા હતા તે વાત ખોટી હતી.મને તેણે ખોટુ કહ્યું હતું,તે તેના અભ્યાસને પૂર્ણ કરવા માટે મારી સાથે ખોટું બોલી હતી પણ મને એમ થયું કે નંદિતા મને ભૂલી ગઇ છે,હજુ બે દિવસ પહેલા જ તે આવી,અને મને બધી વાત કરી કે હું હજુ પણ તને પ્રેમ કરી રહી છું.

તો મારા પ્રેમનું શું અનુપમ?

શું આ પલવી તને પ્રેમ કરે છે?


*********************************


હા,નંદિતા પલવી પણ મને તારા જેટલો જ પ્રેમ કરી રહી છે,અને હું પણ તને કરું છું એટલો જ પ્રેમ પલવી ને પણ કરું છું.

તારા જીવનમાં પલવી આવી કયારે?

બેંગ્લોરમાં હજુ થોડા દિવસ જ થયા.અમે મેડીકોલ કોલ સેન્ટર માંથી મીટીંગમાં ગયા હતા.ત્યાં મારી અને પલવી વચ્ચે પ્રેમની શરૂવાત થઇ.મને ખબર નોહતી નંદિતા કે તું મને હજુ પ્રેમ કરે છે,નહીં તો હું પલવીની નજીક પણ ન આવેત,પણ હવે હું તમને બંનેને પ્રેમ કરી રહ્યો છું,પણ હું નક્કી નથી કરી શકતો કે કોની સાથે મારે રહેવું એટલે જ મેં આજ મારા જન્મદિવસ પર તમને બંનેને બોલાવ્યા છે.

આજ તમે બંને નક્કી કરો કે મારે કોની સાથે રહેવું.પલવી,નંદિતા અને અનુપમ બધા જ એકબીજાની સામે જોય રહ્યા હતા.બધાના મનમાં હજારો સવાલ થઇ રહ્યા હતા કે શું કરવું પણ કોઈ બોલી રહ્યું ન હતું.

હું તો એવું માનું છું કે અમુક ઘટનાઓ બાદ આપણે બધું ખતમ થઈ ગયું એવું માની લેતા હોઈએ છીએ.પણ કઈ ખરાબ થાય એ પછી સારું થવાની શરૂઆત થતી હોય છે.

હા,અનુપમ આજ મારી એક ભૂલને કારણે તું અને પલવી એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છો.મેં તને કહી દીધું હોત કે હજુ પણ હું તને પ્રેમ કરું છું અને મેં કોઈ સાથે લગ્ન પણ કર્યા નથી તો આજ આ પરિસ્થિતિ ન હોત.

જો પલવી અનુપમ આપણને બંનેને પ્રેમ કરે છે.હું પણ અનુપમની પ્રેમ કરું છું,અને તું પણ અનુપમની એટલો જ પ્રેમ કરે છે,પણ મારી આ એક ભૂલને કારણે આજ અનુપમ અને તું આ મોટી મુસીબતમાં મુકાય ગયા.હું તમારા બંનેના પ્રેમમાં હવે આવા માંગતી નથી.હું આ બધું ભૂલી મારુ નવું જીવન શરૂ કરીશ હું એમ માનિશ કે હું કોઈને પ્રેમ કરતી ન હતી.
જેમ બને તેમ હું જલ્દી અનુપમની ભુલવાની કોશિશ કરીશ.



નહિ નંદિતા મેં તો હજુ અનુપમ સાથે પ્રેમની શરૂવાત જ કરી છે,પણ તારો અને અનુપમનો પ્રેમ તો કોલેજ વખતનો છે,એટલે તું જ અનુપમ સાથે રે અને અનુપમ સાથે લગ્ન પણ કરી લે.મને તો કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ થતા વાર નહિ લાગે પણ તને ઘણો સમય લાગશે કેમેક તે મારા કરતાં ઘણો સમય અનુપમ સાથે વિતાવ્યો છે.

નહિ પલવી તું એવું ન બોલ મારી ભૂલ હતી અને હવે મને તે ભૂલનો અફસોસ પણ છે,એટલે તું ખુશી ખુશી અનુપમ સાથે રે.હું મારી જિંદગી જીવી લશ.હું ડોકટર છું,મને કોઈ સારો છોકરો મળતા વાર નહિ લાગે પણ તને વાર લાગી જશે.એટલે તું જ અનુપમ સાથે લગ્ન કરી તારું જીવન શરૂ કરી દે.

અનુપમ રાત્રીના અગિયાર વાગી ગયા છે,મને નથી લાગતું કે આજ અમે કહી શકશું કે તું મારી સાથે અથવા તો તું નંદિતા સાથે લગ્ન કરીશ.અમે બંને તને ખૂબ પ્રેમ કરીયે છીયે એટલે અમે બંને તને કાલે સાંજ સુધીમાં વિચારીને જવાબ આપીશું અમારી બે માંથી કોણ તારી સાથે લગ્ન કરશે.

ઓકે..!!તમે બંને કાલે વિચારી મને ફોન કરજો.હું તમારી રાહ જોશ,

અને હા,અનુપમ તે આ જલ્દી અમને કહી દીધું એ બદલ થેન્ક્સ નહિ તો તારી પર મને અને નંદિતાને બંનેને શક જાત.

ઓકે પલવી..!!!બાય...!!બાય..નંદિતા

બાય..બાય..અનુપમ..!!!!

એક પ્રેમી પાસે બે રમનારી હતી,બંનેના મનમાં હતું કે અનુપમ મારી સાથે લગ્ન કરે પણ અનુપમની સામે તે કહી શક્તિ ન હતી કે અનુપમ તું મારી સાથે લગ્ન કર.
એકબીજાનું સારું દેખાડવા માંગતી હતી.પલવી નંદિતાને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરિલે અને નંદિતા પલવીને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરી લે.રાત્રી થઇ ગઇ હતી કોઈને નિંદર આવી રહી નોહતી.


ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup