પાયલને થયું કે વિશાલનું કોઈ સાથે અફેર હશે જ તો જ તે મને છૂટાછેડા આપવાની વાત કરે ,એટલે તેણે તપાસ કરી અને માનસી અને મારી સાથેનો વીડિયો તેંને ઓફિસ પર હું કોમ્પ્યુટરમાં મેકીને આવ્યો હતો તે જોયો,તેને ખબર પડી ગઇ કે વિશાલનું માનસી સાથે ચક્કર છે.
*******************************
વાહ,વિશાલ બુદ્ધિ તો તારી જ ચાલે હો..!!!
એ પછી મને ખબર હતી કે પાયલ અહીં બેંગ્લોર આવશે મારી સાથે ઝઘડો કરવા અને તે આવી પણ ખરા અને માનસી સાથે ઝઘડી,અને મારી સાથે પણ.
અંતે પાયલની રૂમમાં જઈને મેં કહી દીધું કે પાયલ હું તારી સાથે રેહવા નથી માંગતો.
તો પાયલે કહ્યું કે માહીને હું નહિ રાખું તારે રાખવી પડશે.મને ખબર હતી કે માનસી માહીને નહિ રાખે.
એટલે મેં બધી માનસીને વાત કરી.એટલે માનસી એ કહ્યું માહી તો પાયલ સાથે જ રહેશે.તેણે કહ્યું મારી ઓળખાણમાં એક વકીલ છે,જે માહીને પાયલ સાથે જ રાખવી પડશે તે સાઈન કરાવી દેશે.
મારી પાસે તો એવા કેટલા વકીલ હતા પણ તે કામ માનસીથી જ થાય એમ હતું.માનસીએ મોકલેલ વકીલ પાયલ પાસે ગયો અને સાઈન કરવાનું કહ્યું સાઈન પાયલે ન કરી તો તેમણે ફોર્સ કર્યો.એટલે પાયલે નક્કી કરી નાખ્યું કે વિશાલને હું માહી સાથે નહીં જવા દવ અને હવે તેને છુટાછેડા આપી દશ.
તે જ દિવસે પાયલ મીડિયામાં આવી મને ખબર હતી તે મીડિયા સામે આવશે પણ પ્રુફ કોઈ નહિ આપે.એટલે તે મીડિયા સામે આવીને એટલુ જ કહ્યું કે માનસી સાથે વિશાલનું અફેર છે,અને એ જ મારે જોતું હતું.લોકોને કહેવું હતું કે માનસી સાથે અફેર છે એટલે જ હું પાયલને છુટાછેડા આપી રહ્યો છું.મારા ઘરના અને ફેમેલી લોકોને કહેવાની હવે મારે કોઈને જરૂર ન હતી તેને ખબર પડી ગઇ હતી કે વિશાલ માનસી સાથે લગ્ન કરી રહ્યો છે.
એક દિવસ મેં પાયલને બોલાવી અને મેં તેને બધી વાત કરી.પાયલ વકીલને મેં ઘર નોહતો મેકલ્યો એ કામ માનસીનું હતું.મને તો ખબર પણ નોહતી.એ બધી જ વાત કરી અને પાયલને છુટાછેડાના પેપર પર સાઈન કરવાની મે વાત કરી.તે પણ આ આ મામલાથી હવે કંટાળી ગઇ હતી.તે બહાર નીકળવા માંગતી હતી,એટલે તેણે તરત જ સાઈન કરી આપી,અને મેં પાયલ સાથે છૂટાછેડા લઇ લીધા.જો કવિતા આ પેપરમાં મારી અને પાયલની સાઈન છે.
વાહ,વિશાલ વાહ તે એક પણ વખત કોઈને ખબર પડવા ન દીધી કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું,અને હવે આપણે કાલે કોર્ટ મેરેજ કરી લેશું અને ટૂંક સમયમાં એક મોટું ફંક્શન રાખીશું..!!!
હા,વિશાલ આજ તું અને હું બંને ખુશ છીયે.કાલે હું તને એડ્રેસ આપીશ એ એડ્રેસ પર તું આવી જા જે.આપણે બંને લગ્ન કરી લેશું.
ઓકે કવિતા..!!!
આજ મેડીકોલ કોલસેન્ટરમાં સાંજનો સમય થઇ ગયો હતો.મેડીકોલ કોલસેન્ટરમાં વાઇરસ અને ધવલ બે જ સાંજે આજે રહ્યા હતા.ધવલે વાઇરસને તેની નજીક બોલાવ્યો.વાઇરસ આપણી પાસે જે પ્રિન્ટર છે,તે બગડી ગયું છે.તું આ દસ પેજની ઝેરોક્ષ અહીં બાજુમાં જ કરાવતો આવને.
જેવો વાઇરસ ગીત ગાતો ગાતો બહાર ગયો.તરત જ ધવલે લાઈટ ઓફ કરી દીધી અને ઓફિસની ચાવી ટેબલ પર પડી હતી તે લઇને કબાટ માંથી બી-૨૩૪
નંબરની ફાઇલ લઇ તેની બેગમાં મૂકી દીધી.થોડીજવારમાં વાઇરસ ઝેરોક્ષ કરાવીને આવ્યો લ્યો આ દસ પેજની ઝેરોક્ષ.
ધવલ તે થોડીજવારમાં ફાઈલ લઇને મેડીકોલ કોલસેન્ટરની બહાર નીકળી ગયો.પાયલને ફોન કરી જ દીધો હતો,તે એ જગ્યા પર પહેલેથી હાજર થઇ ગઇ હતી.ધવલ થોડીજવારમાં એ જગ્યા પર પોહચી ગયો,અને પાયલને ફાઈલ આપી દીધી.
મને વાત કરશો તમે આ ફાઈલમાં શું છે?
હા,ધવલ કેમ નહિ..!!આ ફાઈલમાં મારા નામ પર જે પ્રોપર્ટી છે તે બધા કાગળ છે.વિશાલ પાસે મેં આ ફાઇલ માંગી તો એમણે બેંગ્લોર પરથી આવીને હું આપીશ એવું કહ્યું,આ ફાઈલ મને તે આપવા માંગતા નોહતા,પણ હવે આ મારી પાસે આવી ગઇ છે.ધવલ તે ઘણું સારું કામ કર્યું છે,હું તારો આભાર નહિ ભૂલું.ધવલ અને પાયલે એકબીજાના ઘર તરફનો રસ્તો પસંદ કર્યો.
૮:૩૦ થઇ ગઇ હતી.હોટલ ફોરટીફાઈડમાં અનુપમ પલવી અને નંદિતા જવા માટે નીકળી ગયા હતા.આજ અનુપમનો જન્મદિવસ હતો પલવી અને નંદિતા ખુશ હતા.તેના જન્મદિવસ પર આજે તેમણે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.
અનુપમના ફોનમાં રિંગ વાગી.હાય,અનુપમ..!!કેમ ધવલ અત્યારે તે ફોન કર્યો.કઈ કામ હતું.નહિ તારા જન્મદિવસ પર હું કેક લાવ્યો છું.તું મારા ઘરની પાછળ આવી જા.અને મારી સાથે તારો ખાસ મિત્ર કોલેજનો જય પણ છે.
નહિ અનુપમ હું નહિ આવી શકું...!!કેમ શું થયું?
કઈ નહિ ધવલ આજ મેં પલવી અને નંદિતાને બંનેને હોટલ ફોરટીફાઈડમાં ડિનર માટે આમંત્રણ આપ્યું છે.હું નક્કી નોહતો કરી શકતો કે મારે કોની સાથે રહેવું આજ તે જ નક્કી કરશે કે મારે હવે કોની સાથે રહેવું.
અલા અનુપમ તું પાગલ તો નથી થઈ ગયો ને?તું તારી બંને ગર્લફ્રેન્ડને એક સાથે ડિનર પર તારા જન્મદિવસ પર બોલાવી ખોટું કરી રહ્યો છે..!!
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup