એ પેહલી નોકરી Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ પેહલી નોકરી

*એ પહેલી નોકરી*. વાર્તા... ૨૪-૪-૨૦૨૦

એ પેહલી નોકરી જિંદગી ભર યાદગીરી બની રહી....
અવની એક ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પિતા એ નક્કી કરેલા રાજન જોડે લગ્નથી જોડાઈ ગઈ...
રાજન પણ ધનાઢ્ય પરિવારનો નબીરો હતો... અવની બાર જ પાસ હતી અને નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં... પિયરમાં સૌથી નાની અવની અને સાસરીમાં સૌથી મોટી વહુ બનીને આવી....
અવની ચોવીસ વર્ષે બે સંતાનો ની માતા બની..
અને બે દિયર અને નાની નણંદ નાં લગ્ન થઈ ગયાં...
અને આ બાજુ પિયર માં પિતાનું આકસ્મિક અવસાન થયું અને ભાઇઓ એ મિલ્કત માં થી ભાગ નાં આપવો પડે એટલે સંબંધ જ કાપી નાખ્યો....
અને અવની જન્મી અને એની માતા નું દેહાંત થયું હતું...
એટલે પિયર ની વાટ અવની માટે પૂરી થઈ ગઈ...
સાસરીમાં હવે બે દેરાણીઓ આવી હોવાથી ઘરમાં જગ્યા ની સંકડામણ થઈ એટલે સાસુ સસરા એ બધાં ને જુદા રહેવા મોકલ્યા અને નાનાં દિયર દેરાણી ને સાથે રાખ્યા..
આમ બધાં અલગ થયા અને ધંધામાં ભારે ખોટ આવતાં ધંધો પડી ભાગ્યો....
હવે બધાને ઘર ચલાવવાની તકલીફ પડવા લાગી...
અવનીએ રાજનને નોકરી કરવા કહ્યું પણ એ પણ પોતાના ધંધા માં જ હતાં તેથી એ પણ દશ ધોરણ જ ભણેલા હતા એટલે નોકરી મળતી નહીં...
એટલે અનવીએ નોકરી માટે પ્રયત્ન ચાલુ કર્યા પણ એ પોતે પણ બાર ધોરણ પાસ હતી એટલે ઓફિસમાં તો નોકરી મળે જ નહીં...
ઘણી મહેનત પછી એક જીન્સ પેન્ટ ની ફેક્ટરીમાં નોકરી મળી...
મહિને ત્રણ હજાર રૂપિયા...
સવારે આઠ વાગ્યે ફેક્ટરીમાં હાજર થઈ જવાનું જો તમે પાંચ મિનિટ મોડાં પહોંચો તો સાંજે દશ મિનિટ મોડાં છોડે...
પેન્ટ નાં કટીંગ કરેલા પાર્ટસના નંબરીગ કરવાનાં.
એટલે...
જે પેન્ટ નાં કટીંગ નાં ભાગને એક નંબર બે નંબર એમ ચોકથી લખીને મૂકવાના એ પણ ઉભા ઉભા...
બેસવા ખુરશી કે ટેબલ કશું નાં આપે...
નહીંતર કામ ઝડપથી નાં થાય...
એક મોટા ટેબલ પર કટીંગ ની થપ્પી મૂકે એ સવાર નાં આઠ થી સાંજના છ વાગ્યા સુધી પતાવીને જ જવાનું...
જો કામ પૂરું નાં થાય તો ઘરે જવાનું મોડું થાય..
બપોરે એક વાગ્યે જમવાની રીશેષ પડે અને દોઢ વાગ્યે પાછું કામગીરી ચાલુ કરી દેવાની...
રીશેષ માં વોશરૂમ જવું હોય તો જઈ લેવાનું...
ચાલું કામગીરી માં બે વખત જ જવા દે વોશરૂમ...
પાણીની બોટલ પણ ભરીને જોડે જ રાખવાની જેથી પાણી પીવા જવું છું કહીને ઘડી ઘડી કામ છોડી ને ફરવાનું નહીં...
સાંજે છૂટ્યા પછી ટીફીન ની થેલી તપાસે પછી જ જવા દે....
જો ઓવર ટાઇમ કરો તો એ દિવસે ઓવર ટાઇમ નાં દોઢા રૂપિયા મળે...
અવની સુખમાં ઉછરેલી..
પણ સમય અને સંજોગો ને આધિન રહીને આવી આકરી નોકરી કરી...
સાંજે છૂટ્યા પછી ઘરે જઈને રસોઈ કરે અને જમ્યા પછી બાળકોને હોમવર્ક કરાવે...
સવારે વહેલા ઉઠી ને બધાનું જમવાનું બનાવી ને પોતાના માટે ટિફિન ભરીને નોકરી એ પહોંચવા દોડાદોડી કરે...
આમ એ અવનીની પહેલી નોકરી હતી...
જે સખ્ત મહેનત થી જ એ ઘરનાં બે છેડા ભેગા કરવા પ્રયત્નશીલ રહેતી અને ઝઝુમતી...
એક મહિનો થતાં પગાર હાથમાં આવતાં જ અવનીની આંખ માં આંસુ આવી ગયાં...
અને ઘરમાં જઈને એ પગાર રાજન ને આપ્યો...
ઓળખાણ અને ભલામણ થી રાજનને પણ નાની નોકરી મળી ગઈ...
અનવીની એ પહેલી નોકરી નાં અનુભવ પછી પ્રયત્ન કરવાથી બીજી સારી જગ્યા એ નોકરી મળી અને થોડી રાહત પણ મળી...
આમ અનવીની મહેનત રંગ લાવી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....