ચાલ જીવી લઈએ - 15 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ચાલ જીવી લઈએ - 15


😊 ચાલ જીવી લઈએ - ૧૫ 😊


ધવલ અને લખન આખરે પોતપોતાના ઘરે જાય છે. આખા દિવસમાં ધવલને બર્થ ડે ના ઘણા ફોન અને મેસેજ આવે છે ને ધવલ એનો રીપ્લાય આપતો રહે છે. આમ ધીરે ધીરે દિવસ પસાર થતો જાય છે. સાંજે ધવલ જમી ને ફ્રી થઈ જાય છે અને વિચારે છે કે એ નંબરમાં કોલ કરું કે નહીં ? ઘણું બધુ વિચાર્યા બાદ આખરે ધવલ એ નંબરમાં કોલ કરે છે.


હેલો ! પૂજા ?


પૂજા : ઓહ હો ! શુ વાત છે ? માણસોને અમારો નંબર મળી ગયો એમને ?


ધવલ : હા શુ કરીએ ? તમારા જેવી હોશિયાર છોકરીઓ એવી રીતે નંબર આપે તો અમારે નંબર મેળવવો જ પડે ને !


પૂજા : હા હો. વિચાર્યા એના કરતા હોશિયાર છે તું હો !


ધવલ : હા હો તમે પણ.


પૂજા : બસ બસ. કેવું લાગ્યું મારુ ગિફ્ટ ?


ધવલ : અરે એક દમ મસ્ત અને યુનિક પણ.


બસ આમ જ આ બંનેની પહેલી ફોન પરની વાતની શરૂઆત થાય છે. ધવલ અને પૂજા મોડી રાત સુધી વાતો અને ગપાટા મારતા રહે છે. વાતોમાં ને વાતોમાં રાતના બે વાગી જાય છે.


પૂજા : ધવલ હવે મને સખત નીંદર આવે છે. હવે સુઈ જઈએ તો ?


ધવલ : અરે એ ! મને પહેલા ન કહેવાય કે નીંદર આવે છે. મને ખબર હોત તો હું એટલી બધી વાત જ ન કરત.


પૂજા : અરે ના હવે. એવું કશું નહીં પણ જો સાચું કહું તો મને પણ તારી સાથે વાત કરીને મઝા આવી. તારી સાથે વાત કરતા કરતા ખબર જ ન પડી કે ક્યારે રાતના બે થઈ ગયા.


ધવલ : ઓહ. એવું છે એમને ! સારું સારું. હવે સુઈ જાવ. કાલે આપણે કોલેજ પર મળીએ.


પૂજા : ઓહ હો ! કોલેજમાં મળવું પડશે એમ ?


ધવલ : ના એટલે આમ જરૂરી તો નથી પણ પછી જેવી સામે વાળાની ઈચ્છા.


પૂજા : ઓહ એવુ ?


ધવલ : હા તો એવું જ ને. અમે પણ આમ કોઈને ખોટો ફોર્સ ના કરીએ. જો સામે વાળાને અમારા પર સાચી લાગણી ને પ્રેમ હશે તો અમને જરૂર થી મળશે.


પૂજા : શુ કહ્યું પ્રેમ ?


ધવલ : હા એટલે કે લાગણી એમ. ડોન્ટ વરી. બીજું કંઈ ના વિચારતા.


પૂજા : હા સારું સારું. ચાલો હવે સુઈ જઈએ. ગુડ નાઈટ.


ધવલ : હા. ગુડ નાઇટ, ટેક કેર.


બંને જણા આવી વાતો કરી સુઈ જાય છે. સૂરજદાદા ફરીથી પોતાનું કામ કરવા આવી જાય છે અને આકાશમાં ચમકવા લાગે છે. ધવલ માંડ માંડ પથારીમાંથી ઉભો થઇ નાહવા જાય છે. કોલેજ માટે તૈયાર થઈ નીચે રસોડામાં નાસ્તો કરવા માટે જાય છે. હજુ નાસ્તો પૂરો કરે જ છે ત્યાં જ લખન ધવલના ઘરની બહાર આવી જાય છે.


લખન : એ મહારાજા ધીરાજ તમે તૈયાર થઈ ગયા હોય તો બહાર આવો.


ધવલ : હા ભાઈ આયો હવે. આવતા વેંત બોલવાનું ચાલુ જ કરી દેવાનું નહીં !


લખન : હા ભાઈ. શુ કરીએ. અમારી તો ફરજ બને ને તમને બોલાવવાની.


ધવલ : બસ બસ લ્યો. હવે ખોટી નોટંકી બંધ કર અને ચૂપચાપ કોલેજ ચાલ.


લખન : જી આજ્ઞા મહારાજ.


ધવલ : બસ હવે લખન્યા.


લખન : હા ભલે મહારાજ. તમેં જેમ કયો એમ બસ.


ધવલ : એ મહારાજ વાળી હવે ચૂપચાપ બાઈક ચલાવ ને બાકી સવારના પહોરમાં એક ધબ્બો નાખવો પડશે પીઠપર.


લખન : એ ના હો. એ રેવા દે. આમ પણ આજે કમર બોવ જ દુઃખે છે.


ધવલ : અરે કેમ ભાઈ શુ થયું ?


લખન : ખબર નહીં ભાઈ. અચાનક જ દુખવા લાગી પણ એ પહેલા તું મને એ કહે કે તે ભાભી ને કોલ કર્યો હતો કે નહીં ?


ધવલ : કયા ભાભી ? કોના ભાભી ?


લખન : મારા ભાભી ! પૂજા ભાભી . ઓળખાણ પડી કે !


ધવલ : એ ચાપલા એવું કહી નથી. ખોટી વાત ને આગળ ન વધાર.


લખન : હમ્મ. મારા ભાઈએ કોલ કર્યો જ છે એમને ? કેમ કેમ તારા થી ના રહેવાયુ ભાઈ ?


ધવલ : લખન્યા હવે આગળ કઈ પણ બોલ્યો ને તો તારો વારો પાડી દઈશ.


બસ આમ જ બંને મિત્રો વાતો કરતા કરતા કોલેજ પર પહોંચે છે. કોલેજ પહોંચતા જ ધવલની નજર પાર્કિંગ એરિયા પર જાય છે અને પૂજા આવી ગઈ છે કે નહીં એમ આસપાસ જુએ છે. ધવલ અને લખન બાઈક પાર્ક કરી કોલેજની અંદર જાય છે. થોડીવાર આમ તેમ આંટા મારી બીજા મિત્રોને મળે છે. એટલામાં જ છોકરીઓનું એક ગ્રુપ ત્યાંથી પસાર થાય છે. ધવલન અને ધવલના ગ્રુપની પાસે ઉભેલા છોકરાઓ દૂરથી બોલીને છોકરીઓના ચાળા કરતા હોય છે. એટલામાં જ ધવલની નઝર પૂજા તરફ જાય છે જે છોકરીના ગ્રુપ સાથે ચાલતી હોય છે.


પહેલા છોકરા એકબીજા સાથે વાતો કરતા હોય છે અને બોલતા હોય છે. " અરે યાર લાલ ડ્રેસ વાળી શુ માલ છે " એટલામાં જ બીજો છોકરો બોલે છે કે ના હવે પેલી યેલો ડ્રેસ વાળીને જો " સાચો માલ તો એ જ છે " પહેલો છોકરો " અરે હા યાર પેલી ની ચાલ તો જો ! એમ થાય છે કે ...... આ સાંભળતા જ ધવલ અને એના ગ્રૂપને પહેલા છોકરાઓ પર ગુસ્સો આવે છે.


ધવલ અને એનું ગ્રુપ પેહલી છોકરીઓ પાસે જાય છે અને એ છોકરીઓને એની સાથે આવવા કહે છે. ધવલ એ છોકરીઓને પેલા છોકરાઓ પાસે લઈ જાય છે અને કહે છે.


"

લ્યો ભાઈ. તમે જે કહેતા હતા એ તમારી નઝર સામે છે બોલો હવે શુ કહેતા હતા ? "


એક છોકરો : ના અમે તો કશુ જ નહોતા કહેતા.


બીજો છોકરો : અરે બીવે છે શા માટે ભાઈ. કહી દે ને કે અમે આ છોકરીઓને માલ કહેતા હતા.


ધવલ : ઓહ હો વાહ. શુ સંસ્કાર છે તમારા સર. ખરેખર બોવ જ સારું બોલ્યા હો તમે. તો પછી તમે તમારી બહેનને પણ માલ જ કહેતા હશો નહીં ?


બીજો છોકરો : એ ભાઈ. શાંતિ હો. વધારે ના બોલ. તારી લીમીટમાં રહીને વાત કર સમજ્યો અને તું શા માટે વચ્ચે આવે છે ભાઈ. હું જે કહું એ તને કેમ પેટમાં બળે છે ?


ધવલ : અરે સર. આ બધી મારી બહેનો જ છે. તમે સ્કૂલમાં પ્રતિજ્ઞા નથી સાંભળી કે શું ?


બીજો છોકરો : જો ભાઈ હવે તારું વધતું જાય છે. શાંતિથી અહીંથી ચાલ્યો જા બાકી ....!!!!


ધવલ : ( છોકરીઓને ) પૂજા અને મારી બહેનો. આ બધા તમને માલ માલ કહીને બોલાવે છે બોલો શુ કહેશો તમે ? ( થોડી વાર કોઈ બોલતું નથી ) કેમ શુ થયું ? કેમ કોઈ બોલતું નથી ?


એક છોકરી : ના ભાઈ. જવા દો ને. આ લોકોનું દરરોજનું છે. ખોટી શી માથાકૂટ કરવી.


ધવલ : વાહ. દાદ દેવી પડે હો તમારી બાકી. આ લોકો એટલુ બોલે છે અને તમે બધા આમનમ સાંભળો છો ? અને એ પૂજા તને શું થયું ? તું કેમ કઈ બોલતી નથી.


બીજો છોકરો : ઓહ હો હો. ભાઈ ઓ તમે સમજ્યા હવે !? આ હીરોને એટલે પેટમાં બળે છે કેમ કે એની ગર્લફ્રેન્ડ આ ગ્રુપમાં છે.


ધવલ : ( છોકરીઓને ) વાહ સારું કહેવાય હો. સારું સારું તમે લોકો આમ જ સહન કરો. આજે તમને કઈક કહે છે કાલે બીજી છોકરીઓને કઈક કહેશે પણ તમને તો કંઈક ફર્ક પડતો જ નથી ને ! તમારી જેમ સહન કરવા વાળી છોકરીઓ જ આવા લફંગા ને માથે ચડાવે છે. આ તો તમારું પેટમાં બળે છે એટલે તમને કહ્યું બાકી મને શૉખ નથી. સારું તમતમારે આમ જ ચાલવા દો. એમ કહી ધવલને ધવલના દોસ્તારો ત્યાંથી ચાલતા જ હોય છે ત્યાં જ એને પાછળથી આવાઝ સંભળાય છે.


" હરામી કુતરા. ઘરે જઈને તારી બહેન ને માલ કહે જા "


પૂજા અને બીજી છોકરીઓ પેહલા છોકરાઓને વચ્ચે ઘેરી લે છે અને એ છોકરાઓને જેમ ફાવે તેમ બોલે છે અને એક બે છોકરીઓ તો એકાદ બે છોકરાઓને ગાલ પર એક એક ઝાપટ ચિપકાવી પણ દે છે.આ બાધાબાધીમાં ભારે હોબાળો થાય છે અને વાત પ્રિન્સિપાલ સુધી પહોંચી જાય છે. ઓફિસમાંથી છોકરીઓને પૂરતો ન્યાય મળે છે અને છોકરાઓને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.


ધવલ , લખન અને એમના મિત્રો કેન્ટીનમાં બેઠા હોય છે એટલામાં જ પૂજા અને એમની બહેનપણીઓ ધવલ પાસે આવે છે.

ક્રમશઃ

એક વાત જરૂરથી કહીશ કે આપણે જેવા હોય તેવા પણ હંમેશને માટે નારીનો આદર કરવો જોઈએ. માલ જેવા ખરાબ શબ્દો મોઢામાંથી નીકળવા તો શું વિચારમાં પણ ના આવવા જોઇએ. કોઈ છોકરી માલ નહીં પણ કોઈની ઘરની લાડકી દીકરી છે તો કોઈની બહેન તો કોઇની દીદી.

" છોકરી માલ નહીં પણ પરિવારનું માન છે "

જ્યાં સુધી એ છોકરાના ઘરે એક દીકરી નહીં આવે ત્યાં સુધી એને નહીં સમજાય કે છોકરી માલ નહીં પણ પોતાનું માન અને સન્માન છે.



Big Sorry For Late Publishing...


More Updates nd More Poetry Follow Me On Instagram..


@ dhaval_limbani_official


Next Part Coming Soon...


for More Update


follow Me On Instagram


@dhaval_limbani_official.


મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.


@dhaval_limbani_official