Chaal jivi laiye - 9 books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ - 9

☺️ ચાલ જીવી લઈએ - 9 ☺️


બનેં મિત્રો ઘરે જવા માટે રવાના થાય છે. રસ્તામાં લખન ધવલ ને કહે છે કે કાલે ટાઈમ સર ઉઠી જાજે એટલે કોલેજ જવામાં મોડું ન થાય. લખન ધવલને ઘરે ડ્રોપ કરે છે અને પોતે પોતાના ઘરે જાય છે.


ધવલ પોતાના રૂમમાં જઇ , ફ્રેશ થઈ , બેડ પર સુવે છે. વિચાર વિચારમાં પહેલી છોકરીને યાદ કરે છે. યાદ કરતા કરતા ધવલના ચહેરા પર મંદ મંદ મુસ્કાન હોય છે. બસ આમ જ ધવલ મુસ્કાન કરતા કરતા સુઈ જાય છે.


સવારમાં લખન ધવલની ઘરે આવે છે. ધવલ ને પિક કરી બનેં મિત્રો કોલેજ પર પહોંચે છે. કોલેજ પહોંચતા જ લખન બાઇક પાર્ક કરવા જાય છે અને ધવલ એક ઝાડ નીચે ઉભો હોય છે એટલી જ વારમાં પહેલી છોકરી અને એની ફ્રેન્ડ આવે છે. એ છોકરીની ફ્રેન્ડ એને એ ઝાડ નીચે ઉતારી દે છે અને કહે છે કે હું પાર્કિંગ કરીને આવું છું એમ.


છોકરી એક્ટિવા પર થી નીચે ઉતરે છે અને જુએ છે તો બાજુમાં ધવલ ઉભો હોય છે. બંને એક બીજા ની સામું જુએ છે અને હળવી નાની સ્માઈલ આપે છે.


ધવલ - gud morning... કેમ છો ?


છોકરી - સુ પ્રભાત.. બસ એક દમ મસ્ત છું ને તમારી સામે ઉભી છુ..


ધવલ - હા એ તો દેખાય જ છે.


છોકરી - તો પછી પૂછ્યું શા માટે ??


ધવલ - અરે બસ એમ જ.. સવાર નો સમય છે ને તમને જોયા એટલે જસ્ટ પૂછી લીધું. તમને ખોટું લાગ્યું હોય તો રિયલી સોરી..


છોકરી - અરે !!! ના ના.... મને કંઈ ખોટું નથી લાગ્યું. હું તો મસ્તી કરું છું.


ધવલ - ઓહ.. એવું છે એમને... Gud......


છોકરી - હા.. એવું જ.. પણ તમેં કેમ અહીં ઉભા છો ?


ધવલ - અરે મારો ફ્રેન્ડ ગાડી લાર્ક કરવા ગયો છે તો એનો વેઇટ કરું છુ.


છોકરી - બોલો લ્યો મારે પણ એવું જ છે. મારી ફ્રેન્ડ પણ બાઇક પાર્ક કરવા જ ગઈ છે ને હું પણ એનો જ વેઇટ કરું છું.


ધવલ - હા એ તો મેં જોયું હમણાં..


છોકરી - ઓહ તો તમે મને જોતા હતા એમ !????


ધવલ - હા...


છોકરી - સોરી....!!!


ધવલ - એટલે એ રીતે નહીં. એ તો તમે મારી બાજુમાં બાઇક ઉભી રાખી અને તમારી વાતો સાંભળી એટલે ખબર છે. બાકી હું તમને જોતો ન હતો..


છોકરી - ઓહ.. Ok ok...


ધવલ - અરે હા એક વાત તો પૂછતાં જ ભુલાઈ ગઈ.


છોકરી - ઓહ... કઈ વાત...


ધવલ - અરે આપણે એટલી બધી વાર ભેગા થયા , વાતો કરી છતાં આપણને એક બીજાના નામ નથી ખબર........


તો મારે બસ તમારું નામ જાણવું હતું..


છોકરી - અરે હવે નામમાં શુ રાખ્યું છે ? નામ જાણીને શુ કરશો.?


ધવલ - હા એ વાત તો સાચી કે નામ માં શુ રાખ્યું છે પણ જો તમે એવું માનતા હોત તો તમે ના એપલનો મોબાઈલ રાખતા હોત અને ના સોનાટા ની ઘડિયાળ પહેરતા હોત અને ના બાટા ના સેન્ડલ પહેરતા હોત...... સાચું ને.....


છોકરી - ઓહ હો... હો... બોવ શાર્પ નઝર છે હો તમારી... એટલી બધી ખબર છે વાહ વાહ..


ધવલ - શુ કરીએ.. તમારી જેવી કાતિલ આંખો વાળી છોકરીઓ સામે હોય તો શાર્પ નઝર તો રાખવી જ પડે ને.....!!!


છોકરી - વાહ.. i impress....


ધવલ - સો હવે તો કહો કે તમારૂ નામ શું છે ??


છોકરી - કેમ જાણવું જરૂરી છે ?


ધવલ - હા ... જાણવું જ પડશે....


છોકરી - હા તો વિચારો !!!


જ્યાં પણ સારું કામ થાય છે ત્યારે મારી યાદ આવે છે ,


કોઈ પણ સારા પ્રસંગમાં મારાથી શરૂઆત કરવામાં આવે છે ,


અમીર હોય કે ગરીબ બધા માટે એકરૂપ જ હોવ છું


વિચારો હવે કે હું કોણ છું ???


ધવલ - ઓ હો... પહેલી એમને.... વાહ સરસ.....


હવે તો નામ પણ વિચારવું પડશે એમને !!!!!!?


છોકરી - હા... તમારે જ જાણવું હતું ને તો હવે વિચારો....


ધવલ અને છોકરી વાતો કરતા હતા એટલામાં લખન અને છોકરીની ફ્રેન્ડ બંને સાથે ચાલીને આવતા હોય છે અને એ પણ બંને હસતા હસતા. આ જોઈ ધવલ પણ મનમાં વિચારે કે આ વળી શુ ?? અને છોકરી પણ એની ફ્રેન્ડને જોઈને દંગ રહી જાય છે.


ધવલ - ભાઈ .. બોવ વાર લાગી... ગાડી પાર્ક કરવામાં....


લખન - હા ભાઈ...


ધવલ - હા ભાઈ નહીં.... એમ કહે કે કેમ એટલી બધી વાર લાગી...???


લખન - અરે કહી નહીં ભાઈ.. હું ગાડી પાર્ક કરતો જ હતો ત્યાં આ છોકરી આવી અને એનાથી થોડી ટક્કર લાગી ગઈ અને અમે બંને પડી ગયા..


ધવલ - ઓહ... તને ક્યાંય લાગ્યું તો નથી ને ભાઈ ??


લખન - ના ભાઈ ના... કઈ નહીં લાગ્યું.. બસ ગાડીમાં થોડુ નુકસાન થયું છે..


ધવલ - અરે .... ગાડી ને જે થયું હોય તે...પણ તને કઈ નથી થયું ને ?? મારે બસ એ જોવાનું છે ...


લખન - અરે ના ભાઈ ના ... મને કહી નથી થયું... ડોન્ટ વરી....


ધવલ - ( છોકરીની ફ્રેન્ડ ને ) તમને તો કશું નથી થયું ને ??


છોકરીની ફ્રેન્ડ - ના ના. બોવ કઈ નથી થયું. બસ ખાલી હાથમાં સહેજ લાગ્યું છે તો તમ્મર ચડી ગઈ છે અને થોડો થોડો દુખે છે બસ..


ધવલ - ઓહ... બોવ કરી... પણ લોહી તો નથી નીકળતું ને ??


છોકરીની ફ્રેન્ડ - અરે ના ના.. અંદર નો ઘા છે... ચિન્તા ન કરો..


છોકરી - શુ ચિંતા ન કરે... ક્યાં ધ્યાન હતું તારું , ખબર નહીં પડતી ગાડી કેમ ચલાવાઈ ???


ધવલ - અરે શાંત શાંત... ગુસ્સો ન કર એમના પર.. જાણી જોઈને થોડી કઈ કર્યું છે બિચારીએ... ભૂલથી થઈ ગયું તો જવા દે ને....


છોકરી - પણ ધ્યાન તો રાખવું જોઈએ ને....??


ધવલ - હા પણ... જે થવાનું હતું એ થઈ ગયુ છે તો હવે રિલેક્સ......


છોકરી - હા... સારું ચાલો હવે અમે જઈએ.... bye Tc...


ધવલ - હા બાય.. tc....


એ છોકરી અને એની ફ્રેન્ડ બંને જતી રહે છે અને અહીં ધવલ લખનની સામું જુએ છે..


ધવલ - શુ વાત છે ભાઈ... બોવ હસતા હસતા આવતા હતા હે... પેલી સાથે...


લખન - એવું કંઈ નથી ભાઈ....હો..


ધવલ - અલે અલે..એવુ છે... મને તો કઈ ખબલ જ નઈ પલતી હે ને.????


લખન - અરે ખાલી એની હેલ્પ કરી યાર.. બીજું કહી નહીં...


ધવલ - હા ભઈ હવે.. ખબર છે મને..


લખન - પણ હા... તમે બંને શુ વાત કરતા હતા હે...


તમે પણ બોવ એક બીજાની નજીક ઉભા હતા અને વાતો કરતા હતા , હસતા હતા... શુ વાત છે....ભાઈ..


ક્રમશઃ


big Sorry For late Publishing...

આગળ ના ભાગ જલ્દી થી આવશે..


નામ મેં ક્યાં રખ્ખા હૈ અને લવની ભવાઈ વાંચવાનું ના ભૂલતા.
સાથે જ ઇન્સ્ટાગ્રામ પર હું કવિતા વીડિયો બનાવી ને પબ્લિશ કરૂ છું તો એ પણ જોવાનું ના ભૂલતા..

for More Updates...
instagram - @ dhaval_limbani_official..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED