Chaal jivi laiye - 2 books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ - 2

ચાલ જીવી લઈએ - ૧ ?

કોણ છે...???

દરવાજો બંધ કરતા કરતા ધવલ બોલ્યો !!! એ તારો લાડકવાયો એક નો એક દીકરો !!!

અરે મારા લાડકવાયા...ક્યાં હતો તું ??
હું ને તારા પાપા ક્યારના તારી રાહ જોઈએ છીએ...

અરે મારી વાલી વાલી મમ્મી.
હું પેલા લખન જોડે હતો...

હા હા ખબર જ હતી..
એ લખન્યા સિવાય તને ક્યાં કોઇ દેખાય છે!! જ્યારે હોય ત્યારે લખન લખન લખન......

હા હા... હા હો મમ્મી ... મારે મારા લખન સિવાય ખોટું.
કદાચ હું ના જમુ તો ચાલે પણ મારા જીગર જાન દોસ્ત વિના તો ના જ ચાલે..

હા ભાઈ હા...જોયો તારો જીગર જાન......
ચાલ ચાલ હવે ...
હાથ મો ધોઈ લે અને ફ્રેશ થઈ જા.
હું ને તારા પપ્પા ક્યાર ના રાહ જોઈ રહ્યા છીએ કે તું આવ અને આપણે સાથે જમવા બેસીએ.....

હા હા.....
ચાલો મમ્મી પાંચ મિનિટ માં આવ્યો.
(ધવલ પોતાના રૂમમાં જાય છે. હાથ મોં ધોઈ નીચે આવે છે. ડાઈનિંગ ટેબલ પર ધવલના મમ્મી-પાપા વેઇટ કરતા હોય છે. ત્રણેય સાથે જમવા બેસે છે)

ધવલના પાપા - બેટા ક્યાં છે આજ કાલ ?
કેમ આજ કાલ તું ઘરમાં ઓછો અને બહાર વધુ દેખાય છે ??
કોઈ મળી ગયુ છે કે શું ??? ધવલના પાપા મસ્તી કરતા કરતા બોલ્યા.

ધવલ - અરે પાપા...
મને કોઈ મળી ગયુ હોય તો સૌથી પહેલા તમને ખબર હોય ને !!! હા હા હા હા...!!!
અને Dont Worry જો કોઈ મળી જશે તો સૌથી પહેલા તમને આવીને જણાવીશ.. હાહા ..
(આ વાત સાંભળી ત્રણેય જણા હસી પડે છે )

ઉપર જોયું તેમ તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણો હીરો એટલે કે ધવલ !!! થોડો નટખટ અને રમુજી છોકરો છે. ધવલ પોતાના ફેમિલી સાથે રહે છે.તેના ફેમિલીમાં તેમના મમ્મી ને પાપા અને એક ખૂંખાર , ભયાનક , શાતીર દિમાગ બહેન જોડે રહે છે ( હા હા હા ) સોરી ....

ધવલ પોતે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને સાથે સ્ટડી કરે છે.તેના પાપા નો ખુદ નો બિઝનેસ છે અને એમના મમ્મી હાઉસવાઈફ છે અને હા પેલી ખૂંખાર ધવલની બહેન ને કેમ ભૂલી શકાય.એ દસમાં ધોરણમાં ભણે છે અને શિક્ષકોને પણ ભણાવે છે.હા.... હા.....હા...

ધવલ એક હાર્ડ વર્કર છોકરો છે. તે પોતાની જાત ને સતત કામમાં વ્યસ્ત રાખવાનું વધારે પસંદ કરે છે પણ સાથે પરિવાર માટે પણ પૂરતો સમય કાઢી લે છે.આમ તો ધવલ સ્વભાવમાં ખૂબ ગુસ્સા વાળો છે અને વાત વાતમાં નાક લાલ થઈ જાય છે. જોવામાં તો એક દમ હેન્ડસમ , ચાર્મિંગ ટાઈપ છે, ઉંચો અને મસ્ક્યુલર બોડી ધરાવે છે અને એક દમ એટીટ્યુડ વાળો છોકરો છે( પોઝિટિવ એટીટ્યુડ ) પણ એના એક વાત બોવ જ મસ્ત છે એ લોકોને ખુશ જોવા માંગે છે , ભલે ગુસ્સાવાળો હોય પણ ચહેરા ઉપર તો વધારે સ્માઈલ જ રાખે છે અને આસપાસના લોકો જોડે મસ્તી કર્યા કરે છે...બસ તો આ છે આપણો હીરો....

ધવલના પાપા સ્વભાવે મજાકી છે પણ એમનું કામ પણ ચોક્કસ છે. આમ તેમ વસ્તુ હોય એ ના ગમે. બધા ને સલાહ તો આપે જ કે આ વસ્તુ આમ હોવી જોઈએ , પેલું કામ આમ જ કરવાનું હોય વગેરે. પણ સ્વભાવ મજાકી હોવાના કારણે બધા જોડે મસ્તી કરતા. દેખાવમાં તો એક દમ ધવલ જેવા જ લાગે એટલે કે ચોવીસ પચીસ વર્ષના. ધવલની જેમ ઓન્લી જીન્સ ટીશર્ટ જ પહેરે , Alwyas જોરદાર સ્ટાઇલમાં જ હોય

જો ધવલના મમ્મીની વાત કરીએ તો શબ્દો જ ઓછા પડે. કેમ કે આમ પણ માં વિશે તો ગમે તેટલુ લખીએ તો પણ ઓછું જ પડે. ધવલના મમ્મી એક દમ શાંત અને સરળ સ્વભાવના છે. એમના ચહેરા ઉપર હંમેશા સ્માઈલ જ હોય. ગમે તે થાય એ બધી Situation સારી રીતે હેન્ડલ કરી લે છે. કામમાં હંમેશા પોતાને વ્યસ્ત રાખે છે અને બીજા પાસે એક પણ જાતની અપેક્ષા રાખ્યા વિના પોતાના કામની અંદર વ્યસ્ત રહે છે. વાત વાતમાં ધવલનો સાથ આપે છે અને બસ આખા ઘરમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવતા રહે છે

હવે વાત આવી ખૂંખાર , ભયાનક , શાતીર દિમાગ બહેનની. સ્વભાવે એક દમ સરળ છે પણ વાત વાતમાં જીદ કરે છે. નવુ નવું જમવાનો તો ફુલ જ શોખ છે. પોતાની Study માં પણ ખૂબ જ ધ્યાન આપે છે. હંમેશા કોલેજ ફર્સ્ટ જ આવે છે.

ઉફ...... થાકી ગયા નહીં મિત્રો બધા વિશે જાણી જાણી ને !!!!!!
સારું તો હવે તો આપણી સ્ટોરી ચાલુ કરીયે...


સરસ મજાની શિયાળાની સવાર છે. નવ વાગ્યાનો સમય છે. ધવલના મમ્મી ધવલની રૂમમાં આવે છે અને બારી પરનો પડદો હટાવે છે. સૂર્યના સીધા કિરણો ધવલના ફેસ પર પડે છે અને ધવલ જાગી જાય છે..

ધવલ - શુ મમ્મી યાર.... (આળસ મરોડતા મરોડતા )
આ નાનુ એવુ જીવ સૂતુ હોય અને તું પેલા દાદાને ( સૂરજદાદા) મને જગાડવા ડિસ્ટર્બ કરે.. એ કેટલા બીઝી હોય તને ખબર છે !!! તમે પણ સાવ.. બિચારા દાદાને હેરાન કરો.

ધવલના મમ્મી - એ બસ બસ નોટંકી....
સવાર સવારમાં આ તારી ફાલતુની વાતો બંધ કર અને હવે ઉભો થા. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે.

ધવલ - અરે મમ્મી એ કાંટા છે તો વાગે જ ને !! એનું કામ જ એ છે હા હા... પ્લીઝ મમ્મી થોડીવાર સુવા દોને યાર.... આવુ શુ કરો છો....

ધવલના મમ્મી - અરે પણ ધવલ સમજ ને !! રવિવારનો દિવસ હોય તો એવુ ના હોય કે આખો દિવસ સૂતુ જ રહેવાનુ. તારા જેવા છોકરાઓ તો અત્યારે કસરત કરીને ઘરે પાછા ફરતા હોય અને આ બાદશાહ અકબર નવ વાગ્યા સુધી સુતા હોય.

ધવલ - એ બસ મમ્મી હો..
હવે તમે કસરત પુરાણ ચાલુ ન કરતા.
આમ તો હું ઉઠી જ જાવ બાકી તમે મને સંભળાવતા જ રહેશો. કસરત કર કસરત કર..

ધવલના મમ્મી - ઓહ હો કસરત કરવા ઉભો થાય છે. વાહ બેટા વાહ..

ધવલ - અરે ના હવે મમ્મી....
એ કઈ કરવાની વસ્તુ છે.જો તમને ખબર છે રવિવારનો દિવસ કેવો હોવો જોઇએ ??

ધવલના મમ્મી - ના મને નથી ખબર.તમે જ સમજાવો મહારાજા અકબર ( એમ કહી અદબ વાળી ઉભા રહી જાય છે )

ધવલ - જો મમ્મી એક તો રવિવારે મોડું ઉઠવાનુ , આ શિયાળો ચાલે છે તો મસ્ત ગરમ પાણીથી નાહવાનું , મસ્ત નવા કપડાં પહેરી તૈયાર થઈ જવાનુ અને હા બહાર જઇ મસ્ત ગરમા ગરમ ફાફડા , અને ખમણ લઈ આવવાના સાથે પપૈયા નો સંભારો , મસ્ત તીખી ચટણી , તળેલા મરચા લઈ આવવાના અને ઘરે આવી મસ્ત જમવાના.પછી ટી.વી માં મસ્ત મુવી ચાલુ કરી પોપકોર્ન સાથે જોવાનુ. મુવી પૂરું થાય એટલે સુઈ જવાનુ. ( ધવલના મમ્મી વચ્ચે વચ્ચે હા માં હા મેળવતા હોય છે અને ડોકુ હલાવતા હોય છે )
ઉઠીને ફરી પાછી એક દમ મસ્ત કોફી પીવાની. કોફી પિયને પેહલા લખનને ફોન કરી એની જોડે થોડુ રખડવાનું અને ઍયને મસ્ત જલસા કરવાના ( આમ કહેતા કહેતા ધવલ એના મમ્મીની પાસે આવે છે અને બનેં ગાલ ખેંચી કહે છે ) અને સાંજે મસ્ત મારા ક્યૂટ ક્યૂટ મમ્મીના હાથની નવી નવી વાનગી જમવાની અને પછી આઈસ્ક્રીમ ખાવાનો...
આહ હા.....મમ્મી શુ મઝો પડી જાય નહીં.. !!!!!!

ધવલના મમ્મી - ઓહ મહારાજ તમારું થઈ ગયું ?
હવે હુ કહું ??

ધવલ - શુ મમ્મી તમે પણ.. (નખરા કરતા કરતા ) ક્યારેક તો આ નાના એવા જીવને જીવવાદો...

ધવલના મમ્મી - ધવલ હવે કઇ પણ બોલ્યો છો ને તો ...!!!!

ધવલ - હા તો શું કરશો બોલો બોલો....

ધવલના મમ્મી - મમ......મમ...... એક કામ કરતો... પેહલા ટેબલ પર જો તને ત્યાં કઈ દેખાય છે ??

ધવલ - (જુએ છે ) ના... કશું નહીં..
અચાનક જ ... ઓ મમ્મી ફોન ની મસ્તી નહીં હો પ્લીઝ..
યાર તમે દર વખતે આવુ કરો.
તમે મારા બિચારા નાના , નાજુક મોબાઈલની પાછળ જ પડી ગયા છો... આવું ન કરાય હો....
જાવ હું તમારા પર કેસ કરીશ કે તમે બાળ ઉપર અત્યાચાર કરો છો..અને પોતાની રીતે ઊંઘવા નથી દેતા...

ધવલના મમ્મી - હા કઈ વાંધો નહીં ત્યારે હું જોડે આવીશ બસ..
પણ અત્યારે તું પહેલા તૈયાર થઈ જા અને ફટાફટ નીચે આવ મારે તારું કામ છે..

ધવલ - હે ભગવાન કયા છે તું !!
આ જો આજના માનવી નાના બાળકો સાથે કેવું કરે છે...

ધવલના મમ્મી - ધવલ... બસ હવે..
ફટાફટ નાહવા જાય છે કે તારા પાપા ને બોલાવું ??

ધવલ - એ હા ભઈ જાવ છુ...
પણ ( સ્ટાઇલમાં ) યાદ રાખજો..
આનો બદલો હું જરૂરથી લઈશ...

એ સાંભળતા જ ધવલના મમ્મી એની પાછળ દોડે છે અને ધવલને બાથરૂમ સુધી છોડી આવે છે...

આગળ

ક્રમશઃ

હેલો મારા વહાલા વાંચકમિત્રો કેમ છો ??
કેવું લાગ્યુ સ્ટોરીનું starting ???
આપનો અભિપ્રાય જરૂરથી આપશો..
આ નવલકથામાં હજુ ઘણુ બધુ થવાનુ છે , નવા ટ્વીસ્ટ , પ્રોબ્લેમ , પ્રેમ , રોમાન્સ સાથે જ બીજી ઘણી વસ્તુઓ આવવાની છે તો વાંચવાનુ ના ભૂલતા...

? ચાલ જીવી લઈએ...?

અને હા સાથે જ
✍️લવ ની ભવાઈ
✍️મારી માનસી
અને
✍️નામ મેં ક્યાં રખ્ખા હૈ વાંચવાનુ ના ભૂલતા...

Dont Forget To Follow Me in Instagram
id - i_danny7




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED