? ચાલ જીવી લઈએ - ૧ ?
કોણ છે...???
દરવાજો બંધ કરતા કરતા રાજ બોલ્યો !!! એ તારો લાડકવાયો એક નો એક દીકરો !!!
અરે મારા લાડકવાયા...ક્યાં હતો તું ??
હું ને તારા પાપા ક્યારના તારી રાહ જોઈએ છીએ...
અરે મારી વાલી વાલી મમ્મી.
હું પેલા લખન જોડે હતો...
હા હા ખબર જ હતી..
એ લખન્યા સિવાય તને ક્યાં કોઇ દેખાય છે!! જ્યારે હોય ત્યારે લખન લખન ....
હા હા... હા હો મમ્મી ... મારે મારા લખન સિવાય ખોટું.
કદાચ હું ના જમુ તો ચાલે પણ મારા જીગર જાન દોસ્ત વિના તો ના જ ચાલે..
હા ભાઈ હા...જોયો તારો જીગર જાન......
ચાલ ચાલ હવે ...
હાથ મો ધોઈ લે અને ફ્રેશ થઈ જા.
હું ને તારા પપ્પા ક્યાર ના રાહ જોઈ રહ્યા છીએ. કે તું આવ અને આપણે સાથે જમવા બેસીએ.....
હા હા.....
ચાલો મમ્મી પાંચ મિનિટ માં આવ્યો.....
? હેલો કેમ છો મિત્રો......
ખરેખર તમે લવ ની ભવાઈ ને જે પ્રેમ આપ્યો એ બદલ હું તમારા સૌનો ખુબ ખુબ ખૂબ જ આભારી છુ...
સારું ચાલો....
આપણે વાત કરીએ આપણી નવી નવલકથા
જેનું નામ છે " ચાલ જીવી લઈએ "
વાત કરીએ આ નવલકથાના પાત્રની તો...
સૌથી પહેલા પરિચય રાજ નો....( નામ તો સુના હી હોગા ) હા હા હા.....પહેલો DDLJ વાળો નહીં હો....હા હા....
ઉપર જોયું તેમ તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણો હીરો એટલે કે રાજ !!! થોડો નટખટ અને રમુજી છોકરો છે. રાજ પોતાના ફેમિલી સાથે રહે છે.તેના ફેમિલીમાં તેમના મમ્મી ને પાપા અને એક ખૂંખાર , ભયાનક , શાતીર દિમાગ બહેન જોડે રહે છે ( હા હા હા ) સોરી ....
રાજ પોતે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને સાથે સ્ટડી કરે છે.તેના પાપા નો ખુદ નો બિઝનેસ છે અને એમના મમ્મી હાઉસવાઈફ છે અને હા પેલી ખૂંખાર ને કેમ ભૂલી શકાય..
એ દસમાં ધોરણમાં ભણે છે અને શિક્ષકોને પણ ભણાવે છે...હા હા...
રાજ એક હાર્ડ વર્કર છોકરો છે. તે પોતાની જાત ને સતત કામમાં વ્યસ્ત રાખવાનું વધારે પસંદ કરે છે પણ સાથે પરિવાર માટે પણ પૂરતો સમય કાઢી લે છે.આમ તો રાજ સ્વભાવમાં ખૂબ ગુસ્સા વાળો છે અને વાત વાતમાં નાક લાલ થઈ જાય છે. જોવામાં તો એક દમ હેન્ડસમ , ચાર્મિંગ ટાઈપ છે, ઉંચો અને મસ્ક્યુલર બોડી ધરાવે છે અને એક દમ એટીટ્યુડ વાળો છોકરો છે.( પોઝિટિવ એટીટ્યુડ ) પણ એના એક વાત બોવ જ મસ્ત છે એ લોકોને ખુશ જોવા માંગે છે , ભલે ગુસ્સાવાળો હોય પણ ચહેરા ઉપર તો વધારે સ્માઈલ જ રાખે છે અને આસપાસના લોકો જોડે મસ્તી કર્યા કરે છે...બસ તો આ છે આપણો હીરો....
હવે તમે એ વિચારી રહ્યા હશો કે આ બધી વસ્તુ તો ઠીક પણ આ નવલકથામાં છે શું....????
કેવા પ્રકારની છે ?
લવ સ્ટોરી હશે કે હોરર કે બીજી કાઈ...?
વગેરે વગેરે....
સાચું કહ્યું ને ?? એ જ વિચારી રહ્યા હતા ને !!!!!!!
સારૂ ચાલો ચાલો કહી આપુ છુ....
હા તો ભાઈઓ અને બહેનો...
આ નવલકથા ....................
ના ના ના.....
એમ તો નહીં કહું.....
એના માટે તો આગળ ના પાર્ટ વાંચવા પડશે......
સોરી ...પણ...
થોડો વેઇટ તો કરવો જ પડશે.....
અને હા તમેં guess કરીને કમેન્ટ માં કહી શકો છો..
કે આ નવલકથા માં શુ હશે , ક્યાં ટાઈપ ની હશે, આગળ શું શું થશે વગેરે વગેરે...
જેમનો જવાબ સાચો પડ્યો એના માટે હું ખાસ એક કવિતા બનાવીશ.....અને એમનું નામ અને કવિતા આગળ ના પાર્ટમાં જણાવીશ....
તો થઈ જાવ તૈયાર.....
Thank You..?