Chaal jivi laiye - 10 books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ - 10


☺️ ચાલ જીવી લઈએ - 10 ☺️

એ છોકરી અને એની ફ્રેન્ડ બંને જતી રહે છે અને અહીં ધવલ લખનની સામું જુએ છે..

ધવલ - શુ વાત છે ભાઈ... બોવ હસતા હસતા આવતા હતા હે... પેલી સાથે...

લખન - એવું કંઈ નથી ભાઈ....હો..

ધવલ - અલે અલે..એવુ છે... મને તો કઈ ખબલ જ નઈ પલતી હે ને.????

લખન - અરે ખાલી એની હેલ્પ કરી યાર.. બીજું કહી નહીં...

ધવલ - હા ભઈ હવે.. ખબર છે મને..

લખન - પણ હા... તમે બંને શુ વાત કરતા હતા હે...
તમે પણ બોવ એક બીજાની નજીક ઉભા હતા અને વાતો કરતા હતા , હસતા હતા... શુ વાત છે....ભાઈ..

ધવલ - કહી નહીં ભાઈ... બસ અલક મલકની વાતો કરતા હતા..

લખન - સારું સારું હશે ચાલો બસ......

ધવલ - હા હવે.... ચાલો હવે ક્લાસરૂમમાં ભાઈ. અહીં ભણવા આવ્યા છીએ પિકનીકમાં નહીં હો...

લખન - હા...ભાઈ ચાલ..

બંને ક્લાસરૂમમાં જાય છે. લેક્સર એટેન્ડ કરે છે. બે - ત્રણ કલાકો પછી બ્રેક પડે છે. ધવલ અને લખન બંને કાફે માં જાય છે.

ધવલ - લખન કઈ સારું લઇ આવને કાફે માંથી.. આજે ભુખ લાગી છે હો..

લખન - હા ભાઈ... શુ ખાવું છે બોલ ???

ધવલ - તારે જે લાવવું હોય એ લઈ આવ જા...પણ પેલા એક કપ કોફી નું કહી દે.. આજે સવારની કોફી પણ નહીં પીધી એક વાર પણ....

લખન - હા તો મેં ક્યાં ચા પીધી છે.. મારે પણ ચા પીવી છે.
હવે એક કામ કર તું જ લઈ આવ જા..
તારા માટે કોફી અને નાસ્તો તને ભાવે એ અને મારા માટે ચા....

ધવલ - જા ને ભાઈ.. મારે થોડું કામ છે મોબાઈલમાં...

લખન - હા ભાઈ મને ખબર છે તારે શુ કામ છે એ...

ધવલ - અરે સાચે કામ છે...યાર..

લખન - ભલે કામ હોય .. હવે તો તું જ જા અને તું જ લઈ આવ.

ધવલ - આ નહીં માને... એવો છે ને એક નંબર નો જડ ભરત....

લખન - હા છું તો...
જે કીધું એ કર જા પહેલા...

ધવલ - હા જાવ છું હવે...

ધવલ કાફેમાં વસ્તુ લેવા માટે જાય છે અને લખન ટેબલ પર બેસે છે. ધવલ કાફે વાળા ને ઓર્ડર આપે છે અને વસ્તુ આવવાનો વેઇટ કરે છે. વસ્તુ આવતા જ ધવલ નાસ્તા અને કોફી ની ટ્રે લઈને પાછળની તરફ ફરે છે ત્યાં જ પહેલી છોકરી આવતી હોય છે અને એની સાથે ધવક અથડાય છે. અથડાવાથી ધવલ ટ્રે નુ બેલેન્સ ગુમાવે છે અને ટ્રે નીચે પડી જાય છે.

ટ્રે પડતા જ ધવલ એ છોકરી સામું જોઈને ગુસ્સો કરવા જાય જ છે ત્યાં જ એને ખબર પડે છે કે આ તો સવાર વાળી છોકરી છે એટલે ગુસ્સો શાંત કરી બેસે છે.

ધવલ - ઓહ.. સો સોરી હો.. તમને ક્યાંય લાગ્યું તો નથી ને ??? ગરમ ચા કે કોફી માથે તો નથી આવીને ??

છોકરી - અરે ના.. ના... તમે શા માટે સોરી કહો છો.. ?
ભૂલતો મારી છે કે મારું ધ્યાન મોબાઈલમાં હતું અને જોયા વગર ચાલતી હતી. તમેં તો બરોબર જ હતા તમારી જગ્યા એ.. મારી ભુલ છે.. i am so sorry...!!!!

ધવલ - અરે ના ના.. કોઈ વાંધો નહીં... ચાલ્યા કરે એમાં શુ !!!!

છોકરી - હા પણ... તમારો નાસ્તો અને કોફી તો મારા કારણે ઢોળાઈ ગયા ને ...

ધવલ - હા.. પણ... its okey..

છોકરી - Not Okey... એક કામ કરો અમારી સાથે ચાલો , અમે લોકો નાસ્તો જ કરવા બેઠા છીએ. હું અહી કોલડ્રિન્કસ લેવા જ આવી હતી.

ધવલ - અરે ના ના.. તમે નાસ્તો કરી લો... ચાલશે ....

છોકરી - અરે ના ના.. ડોન્ટ વરી... સવારે જે છોકરી મારી સાથે હતી એ જ છે મારા સાથે.. અમે બંને જ છીએ. તમે પણ આવી જાવ..

ધવલ - પણ ... એમા છે એવું કે અમે પણ બે છીએ.. જે સવારે મારી સાથે હતો ને એ પણ...

છોકરી - હા તો કઈ વાંધો નહીં. તમેં બંને આવી જાવ.. એમાં શુ ??

ધવલ - સારું... ચાલો આવીએ છીએ. હું પહેલા લખન ને બોલાવીને આવું છુ.

છોકરી - હા તમે બોલાવીને આવો. અમે જો પેલા ટેબલ પર બેઠા છીએ. ત્યાં જ આવજો..

ધવલ - હા બસ આવીએ હમણાં...

( ધવલ કાફે વાળાને કહીને જાય છે કે અહીં બાય mistake નાસ્તો ઢોળાઈ ગયો છે તો સાફ કરાવી નાખજો..)

આમ ધવલ એ છોકરીને આવીએ એમ કહી ને લખન પાસે જાય છે.

ધવલ - ચાલ ભાઈ...

લખન - ઓહ ભાઈ... ક્યાં ચાલ....?
અને નાસ્તો ક્યાં ભાઈ....?
તું નાસ્તો લેવા ગયો હતો ને !! તો ખાલી હાથે કેમ ??

ધવલ - યાર તું બોવ સવાલો કરે છે હો.. ચૂપચાપ મારી સાથે ચાલ..

લખન - હા પણ ક્યાં... એ તો કહે....

ધવલ - જો સામે પહેલા ટેબલ પર...

લખન - અરે આ તો પેલી બંને છે... સવારે જે છોકરીઓ હતી એ..

ધવલ - હા .. આપણે ત્યાં જ જવાનું છે....

લખન - કેમ ભાઈ... ?
કેમ ત્યાં ??
શુ વાત છે ભાઈ ...?
સાથે નાસ્તો કરવો છે એમને ...?

ધવલ - અરે ના હવે .
એમાં થયું એવું કે ( ધવલ આખી વાત સમજાવે છે )

લખન - ઓહ એવું છે એમને... સારું કઈ વાંધો નહી ત્યાં જઈએ ચાલ...

ધવલ - હા....પણ ...

લખન - શુ પણ ?

ધવલ - અરે ટોપા ખાલી હાથે થોડું જવાશે !!! કંઈક લઈને જવું પડશે ને ? એને તો ખાલી એના માટે નાસ્તો લીધો હશે.. આપણે ત્યાં જઈશું તો !! ના એને નાસ્તો પૂરો થશે ના આપણને...
તો થોડો નાસ્તો લેતા જઈએ...

લખન - હા Right... આજ કાલ તું હોશિયાર થઈ ગયો છે નહીં ભાઈ.....?

ધવલ - શાંતિ રાખીને ડોબા.....

ધવલ અને લખન નાસ્તો લેવા માટે જાય છે. એક ફ્રેચ ફ્રાઈ અને કોકો કોલા લે છે. આ બધી વસ્તુઓ લઈને પેલી છોકરીના ટેબલ પર જાય છે..

છોકરી - ઓહ બાપરે... આ શું લાવ્યા ?? અને કેમ ?

ધવલ - અરે .. આ તો જોઈએ જ ને... ચાર વચ્ચે..

છોકરી - હા પણ... તમે આવો છો એવું સમજ હું ઓલરેડી નાસ્તો વધુ લઈને આવી હમણાં....

ધવલ - ઓહ... બોવ કરી...

લખન - ઓહ બોવ વાળી... કહી નહીં કરી... શાંતિ થી બેસી જા..
બધુ ખવાઈ જશે..

ધવલ - હા... એ તો છે..

બધા એક સાથે ટેબલ પર બેસી જાય છે. ટેબલ પર નાસ્તો પડ્યો છે અને વાતો નો દોર શરૂ થાય છે...

ક્રમશઃ

નોવેલ ના પાર્ટ થોડા મોડા રજૂ થાય છે એ બદલ માફ કરશો.....
આગળ ના ભાગ જલ્દી થી આવશે..

નામ મેં ક્યાં રખ્ખા હૈ અને લવની ભવાઈ વાંચવાનું ના ભૂલતા.
સાથે જ ઇન્સ્ટાગ્રામ પર હું કવિતા વીડિયો બનાવી ને પબ્લિશ કરૂ છું તો એ પણ જોવાનું ના ભૂલતા..

for More Updates...
instagram - @ dhaval_limbani_official..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED