😊 ચાલ જીવી લઈએ - ૧૪ 😊
લખન હજી ટેબલ પર ઉભો થાય છે ત્યાં જ એને પેલી છોકરી રોકે છે અને કહે છે.
ઓહ હેલો....
ત્યાં જ બેસી જાવ.
ડોન્ટ વરી અમે કેક લાવ્યા છીએ હો.
અમને એટલી તો ખબર છે કે કોઈના બીર્થ ડે પર જઈએ તો કેક લઈ જવી પડે.
લખન - ઓહ એવું છે ! પણ અમે તો ગિફ્ટ નું સાંભળ્યું હતું.
છોકરી - ભાઈ પ્લીઝ. તું હવે કશું ના બોલતો હો.
દિકા જાને યાર ( છોકરીની ફ્રેન્ડ ) આપણે ગાડીમાં પેલી કેક છે એ લઈ આવે ને.
છોકરીની ફ્રેન્ડ કેક લેવા માટે જાય છે. ધવલ અને છોકરી વાત કરતા હોય છે ત્યાં જ થોડીવારમાં છોકરીની ફ્રેન્ડ કેક લઈને આવી જાય છે. કેક આવતા જ પેલી છોકરી બધી તૈયારીઓ કરે છે.
છોકરી - ચાલ ધવલ હવે ફૂંક માર અને ફટાફટ કેક કાપ એટલે ફટાફટ અમે કેક ખાઈએ.
લખન - હા ચાલ ચાલ. ફટાફટ કેક કાપ. આ બંને ભૂખડો છે. વાર લગાડીશ ને તો એમ નમ કેક ખાઈ જશે તને ફૂંક પણ નહીં મારવા દે !
છોકરી - એ ભાઈ બસ હો. અત્યારે તો શાંતિ રાખો. હા મેં માન્યું કે તમારું મોઢું બંધ નથી રહેતું પણ મહેરબાની કરીને અત્યારે મોઢું બંધ રાખો.
લખન - હા હવે.
છોકરી - સારું ધવલ ચાલ હવે કેક કટિંગ કર.
ધવલની આસપાસ બધા ઉભા છે. ધવલ મીણબત્તીને ફૂંક મારે છે. પાસે ઉભેલા બધા વ્યક્તિ ધવલને વિશ કરે છે. ધવલ કેક માંથી પહેલો ટુકડો કાપે છે. ટુકડો કાપતા કાપતા વિચારે છે કે પહેલા કોને ખવડાવું ! ટુકડો કપાઈ જતા ધવલ લખન ને આગળ બોલાવે છે અને પહેલો ટુકડો લખનને ખવડાવે છે. થોડીવાર માટે તો પહેલી છોકરીને એમ થાય છે કે મને પહેલા ખવડાવશે પણ ધવલ પહેલો ટુકડો લખનને ખવડાવે છે. ટુકડો લખનને ખવડાવતા જ એ છોકરીની ફ્રેન્ડ બોલે છે.
ધવલ તને નથી લાગતું કે પહેલુ બાઈટ મારી ફ્રેન્ડ ને આપવું જોઇતું હતું ?
ધવલ - હા તારી વાત સાચી છે ડિયર પણ આજે સૌથી પહેલા લખન મારા ઘરે આવ્યો હતો અને એને જ મને પહેલા શુભેચ્છાઓ પાઠવી હતી તો પહેલી બાઈટ તો મારા ભાઈને જ બને ને ?
છોકરીની ફ્રેન્ડ - હશે લ્યો...
લખન - હા તો હોય જ ને. કેમ તમારા બર્થ ડે માં તમે પહેલા કોને કેક ખવડાવો છો ?
છોકરીની ફ્રેન્ડ - Ofcource મારી આ ફ્રેન્ડ ને !
લખન - હા તો બસ. મારા ભાઈએ એ જ કર્યું ને !!
ધવલ - અરે યાર શુ પાછા બંને ચાલુ થઈ ગયા.થોડીવાર તો શાંતિ રાખો.
છોકરી - હા ધવલ. આ બંને સરખા જ છે. ગમે ત્યાં ઝઘડવાનું ચાલુ કરી દે છે.
લખન - સોરી સોરી.
ધવલ - તો હવે મારુ ગિફ્ટ .
છોકરી - ઓહ તો તારે હવે ગિફ્ટ પણ જોઈએ છે એમને ?
ધવલ - હા તો જોઈએ તો ખરા જ ને ! કેમ તમે નથી આપવાના મને ગિફ્ટ ?
છોકરી - હા આપીશ ને ! કેમ નહીં.
છોકરી પર્સમાંથી એક કવર કાઢે છે અને ધવલને આપીને કહે છે " ધવલ હું જાવ પછી તું આ કવર ખોલ જે.
ધવલ - હા
છોકરીને એની ફ્રેન્ડ ત્યાંથી નીકળી જાય છે. છોકરીના નીકળતા જ લખન ધવલને કવર ખોલવાનું કહે છે. ધવલ કવર ખોલે છે. કવર ખોલતા જ એમાં એક કાગળ હોય છે. કાગળમાં એક નામ લખેલું હોય છે. " POOJA "
લખન - આ શું ધવલ ?
ધવલ - કઈ નહીં બકા. એનું નામ કહીને ગઈ છે.
લખન - લ્યો. મને એમ કે પાંચ- છ હજારનો ચેક હશે. હા હા હા.
ધવલ - કઈ નહીં ભાઈ , એનું નામ તો કીધું.
લખન - હા ભાઈ પણ તે એક વાત નોટિસ કરી ?
ધવલ - શુ ભાઈ ?
લખન - ભાઈ આ પૂજા લખ્યું છે એમાં સરખું જો. આપણે જેમ નોર્મલ લખીએ છીએ એમ નથી લખ્યું.
ધવલ - એટલે ?
લખન - જો ભાઈ બધા શબ્દની વચ્ચે કઈક ને કઈક એક આંકડો લખેલો છે અને અમુક શબ્દ આંકડા જેવા લાગે છે.
ધવલ - હા યાર , લાગે છે તો કંઈક એવું જ.
લખન - જો P ઊંધો કર્યો છે એટલે 9 જેવું લાગે છે. ચાલ આખી પહેલી સોલ્વ કરીએ.
ધવલ અને લખન પહેલી સોલ્વ કરવા ત્યાં જ બેસી જાય છે. થોડીવારમાં એ શબ્દની પહેલી સોલ્વ કરતા દસ આંકડાનો મોબાઈલ નંબર મળી આવે છે.
લખન - ભાઈ ભાઈ. શુ વાત છે. ભાઈ તને ખાલી નામ નથી કીધું , તને સાથે મોબાઈલ નંબર પણ આપ્યો છે.
ધવલ - હા યાર. ખરેખર છોકરી છે તો હોશિયાર હો.
લખન - હા ભાઈ હા. હવે તને તો એ જ દેખાય ને !! અને હા હવે એને છોકરી છોકરી કહેવાનું બંધ કર.એનું નામ પૂજા છે સમજાયું મારા ભાઈ.
ધવલ - હા ભાઈ હવે.
લખન - ઓહ હો...... પૂજા..... વાહ વાહ.... પૂજા અને ધવલ !!
શુ નામ છે !!!!!
ધવલ - બસ હો ભાઈ. હવે વધારે કઈ ના બોલતો.
લખન - હા ભાઈ હા.
ધવલ અને લખન આખરે પોતપોતાના ઘરે જાય છે. આખા દિવસમાં ધવલને બર્થ ડે ના ઘણા ફોન અને મેસેજ આવે છે ને ધવલ એનો રીપ્લાય આપતો રહે છે. આમ ધીરે ધીરે દિવસ પસાર થતો જાય છે. સાંજે ધવલ જમી ને ફ્રી થઈ જાય છે અને વિચારે છે કે એ નંબરમાં કોલ કરું કે નહીં ? ઘણું બધુ વિચાર્યા બાદ આખરે ધવલ એ નંબરમાં કોલ કરે છે.
હેલો !! પૂજા ?
પૂજા - ઓહ હો ! શુ વાત છે ? માણસોને અમારો નંબર મળી ગયો એમને ?
ધવલ - હા શુ કરીએ ? તમારા જેવી હોશિયાર છોકરીઓ એવી રીતે નંબર આપે તો અમારે નંબર મેળવવો જ પડે ને !
પૂજા - હા હો. વિચાર્યા એના કરતા હોશિયાર છે તું હો !
ધવલ - હા હો તમે પણ.
પૂજા - બસ બસ. કેવું લાગ્યું મારુ ગિફ્ટ ?
ધવલ - અરે એક દમ મસ્ત અને યુનિક પણ.
બસ આમ જ આ બંનેની પહેલી ફોન પર ની વાત શરૂઆત થાય છે.
ક્રમશઃ
Big Sorry For Late Publishing...
More Updates nd More Poetry Follow Me On Instagram..
@ dhaval_limbani_official
Next Part Coming Soon...
for More Update
follow Me On Instagram
@dhaval_limbani_official.
મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.
@dhaval_limbani_official