Characterless
ગતાંકથી ચાલુ......
બીજા ભાગમાં તમે જોયું કે કાવ્યાનો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો અને અને સાંજે હું અને નિખિલ "દોસ્ત ગાર્ડન" માં ગયા હતા, મજાક મસ્તીની સાથે અમુક ચર્ચા પણ કરી હતી.
સવાર ! સવાર એટલે એક રોમાંચકારી અનુભવ. પરંતુ આજે ફરીથી હું મોડો ઉઠયો યાર ! સવારનું મહત્વ હું જાણું છું પણ ઉઠતો નથી. આ જ જિંદગી છે શાયદ, મહત્વ તો છે પરંતુ અનુશાસન નથી. મેં મોબાઈલમાં નજર કરી તો ૪ મિસ્ડકોલ હતા અને એ પણ મારા પરમ મિત્ર નિખિલના. મેં વિચાર્યું કે નિખિલને ફોન નથી કરવો, ત્યાં કોલેજમાં જ મળીશ. પછી હું ફ્રેશ થવાના કાર્યક્રમમાં આગળ વધ્યો.
મમ્મી ! નાસ્તો આપ ફટાફટ આજે હું મોડો પડયો. મમ્મી એ કહ્યું, બેટા આ તો તારું રોજનું ! અને હસવા લાગી. મેં કહ્યું શુ તું એ મમ્મી. નાસ્તો કરીને હું બાઈક લઈને કોલેજ માટે નીકળ્યો, રસ્તામાં હતો અને ફોન પર સતત રીંગ વાગી રહી હતી. મેં બાઈક રોડની બાજુમા ઉભું રાખ્યું અને ફોન ઉપાડયો. સુરજનો ફોન હતો એણે કહ્યું ભાઈ ! ક્યાં છે તું? ફટાફટ કોલેજમાં આવી જા. મેં કહ્યું શુ થયું? આ શબ્દ પૂરો કર્યો ના કર્યો અને સુરજે ફોન ડિસકન્નેક્ટ કર્યો. હું થોડો ટેન્શનમાં આવ્યો કે શું થયું હશે તોપણ કીધું ચાલને જોઈએ હવે, એમ વિચારીને ફટાફટ બાઈક લઈને નીકળ્યો.
બાઈક લઈને જઈ રહ્યો હતો અને પાછળથી મારા બાઈકને ટક્કર વાગી, હું પડતા પડતા રહી ગયો. ગુસ્સા સાથે પાછળ નજર કરી તો સરલ હતી. મેં એણે કહ્યું કે કેવી સ્કુટી ચલાવે છે તું ? પડતા પડતા બચી ગયો હું. સરલે મારી માફી માંગી અને કહ્યં કે બ્રેક બરાબર લાગી નહીં એટલે વગેરે વગેરે.
મારા બાઈકની સાઈડ લાઈટ સરલની સ્કૂટીની ટક્કરથી તૂટી ગઈ હતી. એણે કહ્યું કે હું ખર્ચો આપી દઈશ. મેં હળવા ગુસ્સામાં કહ્યું એ બધું જવા દે પેલા તારી સ્કુટીની બ્રેક ઠીક કરાવ નહીં તો વધારે તકલીફ થશે. થોડે દૂર એક ગેરેજ હતું ત્યાં અમે ગયા.બાઈક અને સ્કુટીને ઠીક કરાવી અમે બંને સાથે કોલેજ જવા માટે નીકળ્યા.
કોલેજ આગળ પહોંચતા જોયું કે લોકોની બહુ જ ભીડ હતી લોકોની ભીડ ચીરીને અને આશ્ચર્ય સાથે અમે વિહિકલ પાર્ક કર્યું. મને "કુચ કુચ લોચા હૈ" વાળી ફીલિંગ આવી અને તરત જ હું ક્લાસ તરફ આગળ વધ્યો. ક્લાસ ની આગળ સુરજ અને નિખિલ એકબીજાથી કઈંક વાત કરી રહ્યા હતા. તરત જઈને મેં કહ્યું કે કેમ છો મારા દોસ્તો?. સુરજે કહ્યું કે ક્યાં હતો, કેટલી વાર કરી ? પછી મેં કહ્યું અરે હા શુ થયું એમ કહેજે મને ! તો સુરજે કહ્યું, ભાઈ હમણાં થોડીવાર પહેલા એક દુઃખદ ઘટના બની. પછી આગળ ઉમેર્યું કે આપણા એક સિનિયર છે એમના પર એક છોકરાએ એસિડ અટેક કર્યો, અને એ છોકરો એમના ગામનો જ હતો એવી વાત મળી. પ્રથમ તો આ વાત સાંભળીને હું ૨ મિનિટમાં સ્તબ્ધ થઇ ગયો કે યાર આ શુ થઇ ગયું !
એવામાં જ સાગર આવ્યો અને બોલ્યો, કે ભાઈ આ તો થવાનું જ હતું. તું કહેવા શુ માંગે છે એમ કહેજે મને ? હું ગુસ્સામાં બોલ્યો. તો સાગર બોલ્યો મને એવી વાત મળી કે આપણા જે સિનિયર હતા એમને પેલા છોકરાને લગ્ન માટે ના કહીં, પહેલા એ તૈયાર હતા અને પછી અચાનક જ ના પાડી દીધી તો છેલ્લે આ તો થવાનું જ હતું. દગો કર્યો ને એમને અને મને તો એવું લાગે છે કે કોઈ બીજા જોડે પણ ચક્કર હશે. આ એ દેખાડે છે કે એ કેટલા characterless કહેવાય. આ શબ્દો સાંભળીને મને સાગર પર એટલો ગુસ્સો આવ્યો કે હમણાં જ એને થપ્પડ મારી દઉં, પણ મેં ગુસ્સા પર કાબુ રાખીને એને કહ્યું. સૌપ્રથમ એ કે સાગર તને કોઈ જ હક નથી કોઈના ચરિત્ર પર દાગ લગાવવાનો અને બીજી વાત તને જણાવું તો આપણે આખી અને સાચી વાત થી અજાણ છીએ. પછી મેં આગળ ઉમેર્યું, આ તું બોલ્યો જ કઇ રીતે એમ કહેજે મને? કોઈપણ વ્યક્તિ ભલેને તે છોકરો હોય કે છોકરી પણ એના ચરિત્રના પાસા તમે કેવી રીતે નક્કી કરી શકો. તમારા જેવા માણસો ના કારણે જ આ ખરાબ શબ્દ "characterless" પ્રચલિત થયો છે. સાગર મારી સામે જ જોઈ રહ્યો.
નિખિલે કહ્યું કે મિત્રો ચાલો શાંત થઇ જાઓ. વાત જવા દો અને સાથે સાથે નિખિલે સાગરને કહ્યું કે તારે ધ્યાન રાખવાનું ભાઈ કે તું શુ બોલી રહ્યો છે સમજી ગયો ને ! હું, સુરજ, નિખિલ અને સાગર ક્લાસની અંદર ગયા. સાચું કહું તો મારો મૂડ જ ખરાબ થઇ ગયેલો. એવામાં અચાનક મારી પાસે સરલ આવી. આકાશ ! આકાશ ! રાહુલે કહ્યું કે, એ બહેરા તને બોલાવે છે. મારુ ધ્યાન બીજે હતું. મેં કહ્યું બોલ સરલ ! તો એણે કહ્યું કે તારો ચોપડો આપને. મેં એને બેગ માંથી ચોપડો કાઢીને આપી દીધો. એને એ વસ્તુ જોઈ કે મારો મૂડ નહોતો. અને સરલે મને કહ્યું કે કોલેજ પછી સમય મળે તો મને મળજે. હું કંઈ બોલ્યો નહીં ફક્ત ધીમેથી માથું હલાવીને હા પાડી. અને એવામાં જ સર ક્લાસમાં આવી ગયા. અને અમારું લેકચર સ્ટાર્ટ.....
ચાલો દોસ્તો ! આપણું ૩ લેકચર અહીંયા સુધી જ. હવે કોલેજ પછી આકાશ એટલે હું સરલને મળીશ કે નહીં અને એને શુ કામ હશે પાછું? એ જોવા માટે તમારે ૪ ભાગની રાહ તો જોવી જ પડશે.
સ્માઈલ પ્લીઝ
(આવી ગઈને સ્માઈલ, બસ !આ રીતે ખુશ રહો)
વધુ આવતા અંકે