CHARACTERLESS
ગતાંકથી ચાલુ......
ત્રીજા ભાગમાં તમે જોયું કે અમારી કોલેજ માં એક દુઃખદ ઘટના બની હતી, અને એ બાબતે સાગરના વિચારોનો મેં ગુસ્સા સાથે વિરોધ કર્યો હતો અને કરવો જ જોઈને દોસ્ત ! શુ કહેવું તમારું ? પછી ક્લાસમાં આવી ગયા અને સરલે કોલેજ પછી મને મળવા કહ્યું. ચાલો ! હવે જોઈએ આગળ શુ થશે.
આજે એક પણ લેકચરમાં મારુ ધ્યાન જ નહોતું. મગજની અંદર અલગ અલગ વિચારો થનગની રહ્યા હતા પરંતુ એક નિષ્કર્ષ પર નહોતા આવી રહ્યા. વિચારો તો પુરા ના થયા પરંતુ આજના બધા જ લેકચર પુરા થઇ ગયા. અમે ક્લાસની બહાર નીકળ્યા, અને મને અચાનક યાદ આવ્યું કે સરલને મળવાનું છે. મોબાઈલ નંબર તો હતો નહીં.
મેં વિચાર્યું પાર્કિંગમાં ઉભો રહું, ત્યાં તો મળી જશે. પાર્કિંગ તરફ જવા જ ગયો ને પાછળથી મેં મારા નામની બૂમ સાંભળી. અને પાછળ વળીને જોયું તો સરલ જ હતી, એ દોડતી દોડતી મારી પાસે આવી. મેં કહ્યું પેલા શાંતિથી ઉભી રે. ચાલ ! હવે બોલ શુ કામ હતું ? સરલે કહ્યું મારી સાથે આવીશ એક જગ્યાએ ? મેં કહ્યું ક્યાં જવાનું છે. એને કીધું તું ચાલને મારી સાથે પછી બીજી વાત. પ્રશ્નાર્થ ચિન્હ સાથે હું એની સ્કુટી પાછળ મારુ બાઈક લઈને નીકળ્યો.
સિવિલ હોસ્પિટલ આગળ એણે સ્કુટી ઉભી રાખી અને મને કહ્યું ચાલ. મેં કહ્યું હવે તો બોલ ? તો એને કહ્યું ચાલને. પછી અમે અંદર ગયા, હું સરલની પાછળ હતો. અમે પહોંચ્યા "ઈમરજન્સી વોર્ડ"માં, મને બધું અલગ જ લાગતું હતું. હું સરલને કંઈ પૂછવા જઉં એ પહેલા એ થોડી આગળ ગઈ જ્યાં એક માસી બેઠેલા હતા અને એ દુઃખી અને ઉદાસ જણાતા હતા. મને કંઈ જ સમજાતું નહોતું કે આ બધું શુ ચાલી રહ્યું છે અને એવામાં જ એક બીજા માસી આવ્યા અને એ સરલની પાસે જે માસી હતા એમને ગુસ્સામાં બોલવા લાગ્યા. અને સરલ બીજા માસી જોડે આજીજી કરવા લાગી. હવે તો મારી ધીરજ ખૂટી. અને એ લોકોની પાસે ગયો અને સરલને કહ્યું, સરલ ! મને જોઈને પેલા માસી ચૂપ થઇ ગયા. તરત જ સરલ મારી પાસે આવી અને કહ્યું કે આકાશ ખાલી ૨ મિનિટ રાહ જો મારી વોર્ડ બહાર. મેં કહ્યું ઓકે.
હું બહાર નીકળ્યો અને પાટલી પર બેસ્યો અને એવામાં જ મારી બાજુમાંથી એક નર્સ નીકળી તો મને શુ સુઝયું કે મેં એમને પૂછ્યું, સિસ્ટર ! ઈમરજન્સી વોર્ડ માં હાલ કોણ દાખલ છે ? તો એમણે મને જવાબ આપ્યો કે, આજે આ કોલેજમાં (અમારી કોલેજનું નામ લીધું) એક છોકરી પર કોઈ એ એસિડ અટેક કર્યો હતો એ છોકરી અહીંયા દાખલ છે. પાછો હું મૂંઝાણો ? પ્રશ્નોની ગાડી દોડી રહી હતી અને મને એક પણ સ્ટેશન મળતું નહોતું. સરલ, ઈમરજન્સી વોર્ડ, ૨ માસી અને એસિડ અટેકની ભોગ બનેલી અમારી સિનિયર. હું વિચારતો હતો ને સરલ મારી પાસે આવી તો મેં એણે તરત કહ્યું કે આ બધું શુ છે ? અહીંયા કેમ આવ્યા આપણે ? પેલા માસી કોણ છે ? અને આ આપડી સિનિયર તો અહીંયા દાખલ છે. તો સરલે કહ્યું તને બધું જ કહીશ. અને આગળ બોલવા ગઈ એની પેલા એની આંખ માં આંસુ વહેવા લાગ્યા અને એ મારી આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. હું કંઈ બોલવા જતો હતો પરંતુ શબ્દો જ નહોતા મારી પાસે તોપણ મેં કહ્યું કે, દોસ્ત ! શુ થયું ? ચિંતા કર્યા વગર મને જણાવ અને આ શબ્દો પુરા થયા કે ના થયા અને સરલ મને ભેટી પડી અને વધારે રડવા લાગી. હું તો સ્તબ્ધ જ હતો મેં એને શાંતિથી પાટલી પર બેસાડી અને આંસુ લુછ્યા અને ફરી એક વાર પૂછ્યું જે પણ તકલીફ હોય એ જણાવ આ દોસ્ત તારી સાથે જ છે. સાચું કહું તો મને પણ ખબર નહીં કેવી રીતે આટલા શબ્દો નીકળ્યા, હું પણ ભાવુક થઇ ગયેલો. અને એ પણ થોડી શાંત થઇ અને મને કઈંક કહેવા ગઈ એવામાં જ પાટલી પર જે બેસેલા હતા એ માસી આવ્યા અને કહ્યું કે સરલ ! આ દવા લઈને આવ, મારાથી આ વખતે તો રહેવાયું નહીં અને મેં સરલને ધીમેથી પૂછ્યું આ કોણ છે ? તો એણે કહ્યું કે આ મારા મમ્મી સરલાબેન. મેં કહ્યું ઓહ ! બરાબર.
એવામાં જ મારા ફોનની ઘંટડી વાગી મેં સ્ક્રીન પર નજર કરી તો મારી મમ્મી નો ફોન હતો. બેટા, બહુ જ વાર કરી ઘરે આવવાનું છે કે નહીં ? મેં કહ્યું, મમ્મી થોડું કામ છે હું હમણાં જ આવું. અને પછી મેં ફોન મુક્યો. ત્યાં સુધી સરલ દવા લઈને આવી અને સિસ્ટરને આપી. પછી એ મારી પાસે આવી અને કહ્યું સોરી આકાશ ! હું થોડી ભાવુક થઇ ગયેલી. મેં કહ્યું પહેલા મને જણાવ કે વાત શુ છે તું કંઈ બોલતી કેમ નથી ? સરલ મને કઈંક કહેવા ગઈ એટલામાં જ એની મમ્મી એ બૂમ પાડીને ફરીથી બોલાવી પછી સરલે મને કહ્યું, એક કામ કર આકાશ હાલ બરાબર વાત થશે નહીં હું કાલે કોલેજમાં અથવા કોલેજ પછી તારી સાથે વાત કરીશ. હાલ મને મમ્મી બોલાવે છે, તો સરખી રીતે વાત નહીં થાય. મેં થોડું મોઢું બગાડીને ઓકે કહ્યું. અને જતા જતા બોલ્યો કે હવે રડતી નહીં, અને રડીશ તો તારી એક પણ વાત નહીં સાંભળું.
બાઈકને કિક મારી અને હું ઘર માટે નીકળ્યો, રસ્તા માં હજારો પ્રશ્નો મગજમાં ફરી રહ્યા હતા કે સરલ અને એની મમ્મી અહીંયા કેમ વગેરે વગેરે...... આજનો આખો દિવસ જ અલગ પ્રકાર નો રહ્યો.
ઓહ બાપા ! આવું જ કઈંક અનુભવ્યું હશે તમે લોકોએ અને હું પોતે પણ યાર. તમારા અને મારા પ્રશ્નો એક જ છે જેનો જવાબ સરલ જ આપી શકશે. તો હવે મિત્રો એના માટે તમારે ૫ માં ભાગની ધીરજપૂર્વક રાહ જોવી પડશે. રાહ જોશો તો જ જવાબ મળશે ! બરાબર ને !
સ્માઈલ પ્લીઝ
(પરિસ્થિતિ કોઈપણ હોય પણ દવા આ જ છે)
વધુ આવતા અંકે.....