CHARACTERLESS - 9 Parth Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CHARACTERLESS - 9

Characterless

ગતાંકથી ચાલુ......

આઠમા ભાગમાં તમે જોયું કે સાગરે પોતાના દિલની વાત જણાવી અને કહ્યું કે એને સરલ પસંદ છે પછી એ બાબતે અમારી થોડીઘણી વાત થઈ ત્યારબાદ અમે કોલેજની મજા માણી. અને છેલ્લે જયારે અમે પાર્કિંગમાં ઉભા હતા ત્યારે નિખિલ અમારી પાસે દોડતો દોડતો આવે છે અને કહે છે કે એક ખુશખબરી છે, ચાલો હવે આગળ જાણીએ કે શું ખુશખબરી છે ?

બોલ નિખિલ શું ખુશખબરી છે ? તો એણે જણાવ્યું કે "પેલા એસિડ અટેકના અપરાધીને આજીવન કેદની સજા થઇ છે" અને અમે બધા જ ખુશ થયા અને ખાસ તો સરલ. અને એવામાં જ સાગર બોલ્યો કે જોરદાર કહેવાય ! આપણા દેશનો કાનૂન હવે ઝડપી ભાગે છે સરસ. તો નિખિલે કહ્યું કેમ તને સમાચાર ના ગમ્યા કે ? સાગરે કહ્યું એવું કંઈ નહીં ભાઈ હું ખુશ જ છું પરંતુ આ વખતે કેસનો જલ્દી નિકાલ આવ્યો એટલે નવાઈ લાગી. મેં કહ્યું આ અપરાધીની સજા લોકો માટે એક સબક હશે જે લોકો આવું કૃત્ય કરે છે. ચાલો ભાઈ ! ન્યાયની જીત પર આજે મારા તરફથી બધાને લસ્સી ! પછી મેં કહ્યું હાલ આપણે "દોસ્ત ગાર્ડન" માં જવાનું છે ત્યાં જ જમાવટ કરીએ અને લસ્સીની પાર્ટી તો છે જ. અને નિખિલ ! તું એક કામ કર રાહુલ અને સુરજને પણ ફોન કરી દે. નિખિલ હસીને કહે કે કાવ્યા ! મેં કહ્યું હવે એ મારે કહેવાનું એ તો તું ફોન કરવાનો જ હતો. મેં સાગર અને સરલને કહ્યું ચાલો ત્યારે આપણે નીકળીએ ગાર્ડન તરફ. સરલે કહ્યું હું પણ ! તો મેં કહ્યું કે હાસ્તો. પછી અમે બધા નીકળ્યા.

"દોસ્ત ગાર્ડન" માં પહોંચ્યા એની પહેલા મેં લસ્સી લઈ લીધી, અને બધા મિત્રોની જમાવટ થઈ (મિત્રો સાથે જમાવટ કરી લેવી પછી શાયદ કોઈને સમયના મળે તો, સમજાય તેને સલામ) આજે તો અમારા ગ્રુપમાં નવી વ્યક્તિ શામેલ હતી "સરલ". હું બધાને સૂચના આપતો હોવું એ પ્રમાણે કહ્યું કે મિત્રો ! "મીટ અવર ન્યૂ મેમ્બર સરલ" પછી બધાએ જ સરલને આવકારતા હોય એમ અભિવાદન કર્યું. અમે બધાએ ગાર્ડનમાં બહુ જ મજા કરી. પછી બધા જ પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

ઘરે આવીને મમ્મીને મળ્યો અને ખુશ થઈને કહ્યું કે એસિડ અટેકના અપરાધીને આજીવન કેદની સજા મળી. મમ્મી પણ ખુશ થઈ કે ન્યાય એ માનવતાનું અભિન્ન અંગ છે. પછી હું ટી.વી. જોવા લાગ્યો અને એમાં જોયું તો સમાચારમાં ન્યાયપૂર્ણ મુદ્દાની જ વાત ચાલતી હતી કે ભારતમાં પહેલીવાર એવું બન્યું કે આટલી જલ્દી કોઈને આજીવન કેદની સજા કરી નહીં તો આરોપી તો જામીન પર બિન્દાસ ફરતા હોય છે.

મારા ફોનની ઘંટડી વાગી ! મેં નજર કરી તો કાવ્યાનો ફોન હતો. મેં ફોન ઉપાડ્યો અને કંઈ બોલવા જાઉં એની પહેલા જ એના રડવાનો અવાજ આવ્યો. મેં કહ્યું કાવ્યા ! કેમ રડે છે ? તો એણે કહ્યું નિખિલના કારણે, તું જલ્દીથી "દોસ્ત ગાર્ડન" માં આવી જા. મેં કહ્યું તું ચિંતા ના કર હું હાલ જ આવું છું. અને હું બાઈક લઈને તરત જ નીકળ્યો અને બંનેની સામે જઈને જ ઉભો રહ્યો. અને નિખિલ સામે જોઈને કહ્યું શું તું એ ભાઈ છોકરી રડી રહી છે અને આ બધું શું છે ? તો નિખિલ કંઈ કહેવા જાય એ પહેલા જ કાવ્યા બોલી કે આ મારી પર શક કરે છે. મેં નિખિલની સામે જોયું તો એ બોલ્યો એ મને એનું વોટ્સએપ કેમ બતાડતી નથી ? મને ખબર છે એ બીજા જોડે વાત કરે છે. મેં કહ્યું ૧ મિનિટ ભાઈ તરત આરોપ લગાવી દેવાનો, એમ જ બોલે છે કે શું ? નિખિલે કહ્યું કે તો કાવ્યાને કહેને કે જો એ સાચી હોય તો વોટ્સએપ કેમ બતાડતી નથી ? મેં કહ્યું ભાઈ ! દરેક વ્યક્તિનું પોતાનું એક અંગત જીવન હોય આ રીતે કરશો તો કેમનું ચાલશે ? કાવ્યા બોલી આકાશ હું એને બતાવી પણ દઉં પરંતુ એ શક કરે છે ને જે રીતે, તો મને એ પસંદ ના પડ્યું તો હું ના જ બતાવું ને. તો હું નિખિલને સમજાવવા ગયો કે ભાઈ કાવ્યા તારા માટે નવી નથી બરાબર અને આગળ કંઈ કહેવા જાઉં એની પહેલા નિખિલ બોલ્યો ભાઈ તને તો પહેલા વાતની બરાબર જાણ નથી અને બીજી વાત તને શું ખબર પડે છે આ બધામાં મને જણાવજે. કોઈ દિવસ પ્રેમ કર્યો છે જીવનમાં ? જયારે જોઈએ ત્યારે બધાને ભાષણ આપતો હોય છે તને શું ખબર પડે છે પ્રેમની લાગણીઓમાં ? કાવ્યાએ નિખિલને કહ્યું તું આકાશ જોડે આ રીતે વાત ના કર. મેં કહ્યું સોરી ભાઈ ! સાચી વાત મને શું ખબર પડે પ્રેમમાં. પછી નાનકડી સ્માઈલ આપીને કાવ્યા અને નિખિલને કહ્યું કે તમે બંને સમજુ જ છો જે પણ હોય એનું નિરાકરણ લાવી દેજો. હું નીકળું છું ત્યારે તો કાવ્યા એ કહ્યું કે સોરી આકાશ. મેં કહ્યું અરે તું શું કરવા સોરી કહે છે કોઈ બાત નહીં. અને હું ત્યાંથી નીકળી ગયો.

હું ઘરે ગયો અને જમ્યો. આજે બહાર જવાની ઈચ્છા નહોતી મારા રૂમ ગયો અને વિચારતો હતો કે મેં આજે ભૂલ કરી કે શું ? સાલું પ્રેમ કરીએ તો જ લાગણીઓની ખબર પડે, નહીં તો આપણે ખોટા કે શું ? અને એવામાં જ મારા ફોનની ઘંટડી વાગી જોયું તો ખાલી નંબર હતો. મેં ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો હેલ્લો આકાશ ! મેં કહ્યું કોણ ? તો સામેથી અવાજ આવ્યો અરે હું સરલ બોલું છું.મેં કહ્યું સોરી સરલ ! નંબર સેવ નહોતો બોલ શું કામ હતું ? સરલે કહ્યું કેમ કામ વગર ફોન ના કરી શકાય કે શું ? મેં કહ્યું ના એવું નથી આ તો એમ જ પૂછ્યું. પછી તરત જ મેં કહ્યું કે સરલ હાલ વાત નહીં થઈ શકે પછી વાત કરીશુ ઓકે. સરલે કહ્યું વાંધો નહીં અને મેં તરત ફોન કટ કર્યો, સાચું કહું તો નિખિલના શબ્દો મગજમાં ફરતા હતા એટલે કોઈના જોડે વાત કરવાની ઈચ્છા નહોતી.

વિચારોના વંટોળમાં મગજ ફરી રહ્યું હતું અને ફરીથી ફોનની ઘંટડી વાગી અને જોયું તો સુરજનો ફોન હતો. મેં ફોન ઉપાડીને તરત જ એને કહ્યું કે ભાઈ હાલ થોડું કામ છે એટલે વાત નથી કરવી. સુરજે કહ્યું ભાઈ વાત તો સાંભળ સરલ વિશે વાત કરવાની છે અને આ શબ્દ પૂરો કર્યો એટલામાં તો એનો ફોન કટ થઈ ગયો.

મને ફાળ પડી, સુરજ થોડો ગભરાયેલો લાગતો હતો તરત સામે મેં ફોન લગાવ્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. મારી ચિંતા વધી. બહુ જ વાર પ્રયત્ન કર્યો પરંતુ ફોન બંધ જ આવતો હતો.મેં વિચાર્યું થોડી વાર રાહ જોવું નહીં તો તરત સુરજના ઘરે જાઉં.

૧૦-૧૫ મિનિટ રાહ જોઈ અને વિચાર્યું હવે તો નીકળવું જ પડશે અને તરત જ ફોનની ઘંટડી વાગી. ફોનમાં નજર કરી તો નિખિલનો ફોન આવ્યો હતો મેં ફોન ઉપાડ્યો અને તરત જ નિખિલ બોલ્યો અને નિખિલે જે ફોનમાં વાત કરી એ સાંભળતા જ હું સ્તબ્ધ અને મારા હાથમાંથી ફોન નીચે પડ્યો.

એવી તો શું વાત હતી કે વાત સાંભળતા જ મારો ફોન નીચે પડ્યો. પાછું પ્રશ્નોનું વંટોળ ! મારા પરમ મિત્રો હવે એ શું બીના બની એ જાણવા માટે તમારે ૧૦ માં ભાગની રાહ જોવી પડશે.

સ્માઈલ પ્લીઝ
(મને કંઈ જ સૂઝતું નથી પરંતુ તમે તો સ્માઈલ આપો)


વધુ આવતા અંકે...........