Characterless
ગતાંકથી ચાલુ......
દસમા ભાગમાં તમે જોયું કે નિખિલે સુરજના એક્સિડન્ટના દુઃખદ સમાચાર આપ્યા અને અમે બધા જ મિત્રો હોસ્પિટલમાં પહોંચી ગયા. સુરજના માથામાં ઈજા થઈ હોવાથી તેની હાલત ગંભીર છે. અને છેલ્લે નર્સ અમારી પાસે આવે છે અને કહે છે કે તાત્કાલિક o નેગેટિવ બ્લડની જરૂરત છે જે મળવું બહુ જ મુશ્કેલ છે હવે આગળ જોઈએ શું થશે ?
નર્સ અમારી પાસે આવી અને કહ્યું કે દર્દીને તાત્કાલિક લોહી ચડાવવું પડશે અને એમનું બ્લડગ્રુપ o નેગેટિવ છે તેથી જેમ બને એમ જલ્દીથી વ્યવસ્થા કરો. અમારી વાત ચાલુ જ હતી અને ત્યાં જ સુરજના પપ્પા અમારી પાસે આવ્યા અને કહ્યું કે શું થયું બેટા ! મેં કહ્યું કે કાકા ! સુરજને લોહી ચડાવવાનું છે અને એનું બ્લડગ્રુપ o નેગેટિવ છે. કાકાને વધારે ખબર તો ના પડે બ્લડગ્રુપમાં પરંતુ એમને એવી આછીપાતળી ખબર હતી કે સુરજનું બ્લડગ્રૂપ ઓછા વ્યક્તિઓ જોડે થી લઈ શકાય.
રાહુલે કહ્યું કે કાકા તમારા બંનેમાંથી કોઈને આ બ્લડગ્રુપ છે તો કાકાએ કહ્યું ના ! તો પછી મેં કહ્યું કે કાકા તમે તમારા ફોનમાં જેટલા પણ સંબંધીના નંબર હોય એમને ફોન લગાવો અને આ વાત જણાવો ત્યાં સુધી અમે પણ કંઈક વ્યવસ્થા કરીએ છીએ. કાકાએ માથું હલાવીને સંમતિ દર્શાવી.
મેં રાહુલને કહ્યું કે તું બધા મિત્રોને ફોન લગાવ અને હું બ્લડબેન્કમાં ફોન કરીને માહિતી મેળવું ઓકે. પછી અમે બંને કામે લાગી ગયા. મેં અમારા વોટ્સએપના ગ્રુપમાં પણ મેસેજ કરી દીધો. રાહુલે બધાને જ ફોન લગાવી દીધો હતો પરંતુ કોઈને o નેગેટિવ બ્લડગ્રુપ નહોતું. મેં કહ્યું હાલ તો બ્લડબેન્ક વાળા પાસે પણ નથી, આમ તો હોય છે યાર.
અચાનક મેં રાહુલને પૂછ્યું કે રાહુલ ! તે સરલને ફોન કરીને પૂછ્યું ? તો રાહુલે કહ્યું એનો નંબર મારી પાસે નથી. મેં પણ કહ્યું હા ભાઈ તારી પાસે કેવી રીતે હોય અને તરત જ મેં સરલને ફોન લગાવ્યો.સામે છેડેથી સરલનો અવાજ આવ્યો, હેલ્લો કોણ બોલો છો ? મેં કહ્યું આકાશ બોલું છું ઊંઘમાંથી બહાર આવ. સરલ ઝબકી અને બોલી આકાશ ! બોલ શું થયું ? તો મેં કહ્યું તારું બ્લડગ્રુપ કયું છે તો એણે જણાવ્યું કે "o નેગેટિવ" હું તો ખુશ જ થઈ ગયો અને બોલ્યો સરલ ! થેન્ક યુ સો મચ. સરલે કહ્યું પણ શું થેન્ક યુ સો મચ ? અને બાજુમાં ઉભેલો રાહુલ બોલ્યો થેન્ક યુ વાળી જે વાત કરવાની હોય એ કરને અને મેં તરત જ સરલને કહ્યું સરલ સુરજને o નેગેટિવ બ્લડ ચડાવવાનું છે તો હું તને લેવા આવું છું તું તૈયાર રહેજે અને માસી જોડે વાત કરી લેજે. સરલે કહ્યું કે હું આવી જાઉં છું. તો મેં કહ્યું રાત બહુ જ થઈ ગઈ છે હું કહું એટલું માન અને બીજી વાત તારા ઘરનું સરનામું મને સેન્ડ કરી દે, રાહુલ છે જ અહીંયા અને મેં રાહુલને કહ્યું હું સરલને લઈને આવું તું નર્સ અને કાકા જોડે વાત કરી લે ઓકે.
હું સરલના ઘરે પહોંચ્યો એ એના મમ્મી સાથે ઊભી હતી. મેં કહ્યું નમસ્કાર માસી ! હાલ હું તમારી સરલને કામ હોવાથી લઈ જાઉં છું તમે જરાય પણ ચિંતા ના કરતા તો એમણે કહ્યું બેટા ! વાંધો નહીં લઈ જા સરલને, એણે મને બધી જ વાત કરી દીધી છે.
પછી હું અને સરલ તાત્કાલિક ધોરણે એના ઘરેથી નીકળ્યા. અમે હોસ્પિટલ પહોંચ્યા અને હું સરલને લઈને તરત જ નર્સ પાસે ગયો અને એમને કહ્યું કે આ મારી દોસ્ત છે આનું બ્લડગ્રુપ o નેગેટિવ છે તમે આગળ પ્રક્રિયા કરો હવે. પછી સરલ સુરજના રૂમમાં ગઈ. હું તરત જ કાકા પાસે આવ્યો અને કહ્યું કે ચિંતા ના કરતા સરલ હાલ અંદર જ ગઈ છે. તોપણ માં-બાપ એટલે માં-બાપ એમની ચિંતાઓ ક્યાં દૂર થઈ શકે જયારે એમનો દીકરો આવી પરિસ્થિતિમાં હોય.
થોડો સમય વીત્યા બાદ સરલ બહાર આવી અને મેં એને પાટલી પર બેસાડી અને કહ્યું કે ચક્કર તો નથી આવતા ને ? તો એણે કહ્યું ના આકાશ અને એવામાં તરત જ રાહુલ થોડો નાસ્તો લઈને આવ્યો અને સરલને આપ્યો. મેં કહ્યું આ થોડો નાસ્તો કરી લે ઓકે તો એણે કહ્યું ના ! મેં કહ્યું બધી જગ્યાએ નાટક ના કર ફટાફટ ખાઈ લે ! અને હું ડોક્ટર જોડે જાઉં છું. પછી હું અને નિખિલ ડોક્ટર સાહેબ પાસે ગયા અને પૂછ્યું કે સર હવે કેવું છે સુરજને તો એમણે કહ્યું કે તમે સારું કર્યું કે સમયસર લોહીની વ્યવસ્થા કરી પરંતુ દર્દીને હજી પણ ભાન નથી આવ્યું હવે મેં કહ્યું એ પ્રમાણે કાલની સવાર પર આપણે આધાર રાખવો જ રહ્યો. એમ થોડીઘણી ચર્ચા કરીને અમે કાકા પાસે આવ્યા અને એમને બધી વાત જણાવી. મેં પાટલી તરફ નજર કરી અને જોયું તો સરલ ન હતી તેથી મેં પૂછ્યું કે કાકા ! આ છોકરી અમારી સાથે આવી હતી એ ક્યાં ગઈ ? તો કાકાએ કહ્યું કે એણે એમ કહ્યું કે એ પાંચ મિનિટમાં આવે છે.
રાહુલને કહ્યું કે ભાઈ ! તું કાકા એમની પાસે બસ. હું સરલને લઈને આવું, અને તરત જ હું બહારની તરફ ગયો અને ત્યાં જોયું તો સરલ ન હતી, અંદરની તરફ ચક્કર લગાવ્યા પરંતુ ત્યાં પણ એ ના મળી. મેં વિચાર્યું આ ગઈ છે ક્યાં ૫ મિનિટનું કહીને.
હું શોધતો શોધતો ઈમરજન્સી વોર્ડ તરફ ગયો અને ત્યાં એની બાજુના રૂમમાં મારી નજર પડી અને જોયું તો સરલ ત્યાં એક દર્દી જોડે બેસી હતી. અચાનક જ મને યાદ આવ્યું કે સમીક્ષા દીદી અહીંયા જ છે ને ! અને તરત જ એ રૂમમાં ગયો અને સરલને કહ્યું જણાવીને તો આવી શકતી હતી કેટલી શોધી તને.સરલે કહ્યું ચૂપ ! દીદી સુઈ ગયા છે. મેં ધીમેથી કહ્યું ઓકે, પછી હું એની પાસે બેસ્યો અને કહ્યું દીદી જોડે વાત કરવાની ઈચ્છા છે ને તારી ! તો એણે કહ્યું હા બહુ જ યાર. અને પછી મેં કહ્યું હાલ એમને સુવા દે આપણે ત્યાં આગળ જઈએ નહીં તો રાહુલ અને કાકા આપણને શોધવા લાગશે પછી અમે બંને રૂમની બહાર નીકળ્યા અને સામે જોયું તો અમે બંને જ સ્તબ્ધ. અમારી સામે એક વ્યક્તિ હતી જેને જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા.
હવે એ કોણ છે જેમને જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા એ જાણવા માટે તમારે ૧૨ માં ભાગની રાહ જોવી પડશે.
સ્માઈલ પ્લીઝ
(તમે સ્માઈલ આપીને તેથી અમારું કામ થઈ ગયું)
વધુ આવતા અંકે...........