Characterless Part - 10 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 10

Characterless

ગતાંકથી ચાલુ......

નવમા ભાગમાં તમે જોયું કે નિખિલે ખુશખબરી આપી,એસિડ અટેકના આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી અને એ ખુશીથી ખુશ થઈને બધા મિત્રોએ દોસ્ત ગાર્ડનમાં લસ્સીની સાથે જમાવટ કરી. ત્યારબાદ નિખિલ અને કાવ્યાની બાબતે હું એમને મળવા ગયો જેમાં નિખિલે મારા પર ગુસ્સો કર્યો. અને છેલ્લે, નિખિલના શબ્દો મગજમાં ફરી રહ્યા હતા તેથી મિત્રોના ફોન આવતા હતા તોપણ હું ગમે તે બહાનું આપીને વાત નહોતો કરતો અને એમાં પણ સુરજનો ફોનમાં ગભરાયેલો અવાજ સાંભળી હું ચિંતામાં આવ્યો પછી નિખિલનો ફોન આવ્યો અને હવે આગળ જોઈએ શું થશે ?


મારા ફોનની ઘંટડી વાગી. ફોનમાં નજર કરી તો નિખિલનો ફોન આવ્યો હતો મેં ફોન ઉપાડ્યો અને તરત જ નિખિલ બોલ્યો ભાઈ ! ફટાફટ સિવિલ હોસ્પિટલમાં આવી જા સુરજનો એક્સિડન્ટ થયો છે અને આ વાત કરતા કરતા એ પોતે ભાવુક થઈ ગયો. આ સાંભળીને મારો તો ફોન જ નીચે પડી ગયો, મેં નીચેથી ફોન ઉપાડ્યો અને નિખિલને કહ્યું હું હમણાં જ પહોંચ્યો.

મમ્મી ! હું સિવિલ હોસ્પિટલમાં જાઉં છું સુરજનો એક્સિડન્ટ થયો છે આ સાંભળી તો મમ્મી પણ ચિંતામાં આવી ગઈ. મેં કહ્યું મમ્મી તું શાંતિથી સૂઈ જા કંઈ હશે તો તને ફોન કરીશ અને પપ્પાને પણ જણાવી દેજે કે હું હોસ્પિટલમાં જાઉં છું. મમ્મી એ કહ્યું એક મિનિટ ! મેં કહ્યું મમ્મી જલ્દી બોલ મારે જવું છે. મમ્મી રૂમમાં ગઈ અને પછી મને રૂપિયાનું બંડલ આપ્યું અને કહ્યું કે આની જરૂર પડી શકે છે, હું ફક્ત મમ્મી સામે જોઈ જ રહ્યો. મમ્મી એ કહ્યું જા હવે જલ્દી !

હું હોસ્પિટલ પહોંચ્યો અને જોયું તો નિખિલ અને સુરજના માતા-પિતા ત્યાં હતા. નિખિલ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ ગાડીએ ટક્કર મારી, શરીરના બીજા ભાગે તો વધારે કંઈ વાગ્યું નથી પરંતુ માથામાં થોડું વધારે વાગ્યું છે, મેં કહ્યું ભાઈ ચિંતા ના કર બધું જ ઠીક થઈ જશે. અને પછી હું સુરજના માતા-પિતાને મળ્યો અને કહ્યું કે ચિંતા ના કરતા બધું જ ઠીક થઈ જશે. પછી એમના હાથમાં મેં મમ્મીએ આપેલા રૂપિયા આપ્યા અને કહ્યું કાકા આ રાખો હાલ આની ખાસ જરૂર પડી શકે છે. સુરજના પપ્પાએ કહ્યું કે ના બેટા ! ના લેવાય અમારે, મેં કહ્યું કંઈ જ પ્રશ્ન જવાબ ના કરતા લઈ લો હું પણ તમારો દીકરો જ છું ને અને એમની હિમ્મત વધારી એનાથી વધારે આપણે શું કરી શકીએ છીએ.

પછી અમે ત્યાં બેઠા, થોડીવાર પછી ડોક્ટર આવ્યા અને કહ્યું કે સુરજના સંબંધી કોણ છે ? અને અમે ૪ એ જણા તરત જ ડોક્ટર પાસે ગયા અને સુરજના પપ્પાએ કહ્યું કે સાહેબ ! મારો દીકરો ઠીક છે ને ? ડોક્ટર સાહેબે કહ્યું માથામાં વાગ્યું છે તેથી હજી દર્દીને હોશ નથી આવ્યો કાલે સવાર સુધી રાહ જોવી પડશે ! નહીં તો ? નિખિલે કહ્યું તો શું સર ? ડોક્ટર સાહેબે કહ્યું કાલે સવાર સુધી દર્દીને ભાન નહીં આવે તો કોમામાં જવાની સંભાવના છે. આ સાંભળીને તો સુરજની મમ્મી રડવા લાગી અને સુરજના પપ્પા બોલ્યા સાહેબ પ્રયત્ન કરો કે ઠીક થઈ જાય અને કાલ સવાર સુધીમાં ભાનમાં આવી જાય. પછી મેં કાકાને કહ્યું કે તમે માસીને શાંત કરો એ રડે નહીં બધું ઠીક થઈ જશે અમે સર જોડે થોડી વાત કરી લઈએ અને જે પણ હોય એ તમને જણાવીએ. કાકાએ કહ્યું સારું બેટા.

કાકાના ગયા પછી મેં ડોક્ટર સાહેબને પૂછ્યું કે સર ! તમને શું લાગે છે ભાન આવી જશે ને ? તો ડોક્ટર સાહેબે કહ્યું દર્દીની સ્થિતિ પ્રમાણે કહું તો લાગતું તો નથી અને જો કોમામાં જશે તો એની રિકવરી પર આધાર રાખશે કે કેટલા સમયમાં એ ઠીક થશે. તો નિખિલે કહ્યું કે ભગવાન કરે કોમામાં ના જાય પરંતુ જાય તો આશરે કેટલા સમયમાં ઠીક થઈ જશે. તો ડોક્ટર સાહેબે કહ્યું કે ઓછામાં ઓછા ૨-૩ મહિના અને વધારેમાં વધારે ૨ વર્ષ જેટલો સમય લાગી શકે છે. અને આ સાંભળી હું અને નિખિલ એકબીજાની સામે જોવા લાગ્યા. સમજાતું નહોતું કે શું કરીએ.

ડોક્ટરે કહ્યું કે આશા રાખો ! ઠીક થઈ જશે અને તેઓ પછી બીજા દર્દીને મળવા ગયા. હું અને નિખિલ પાટલી પર બેસ્યા અને ત્યાં જ અમે જોયું તો રાહુલ, સાગર અને કાવ્યા ત્રણે જણા ત્યાં આવ્યા અને અમને મળ્યા. નિખિલે કહ્યું મેં જ આ બધાને ફોન કર્યો હતો. પરંતુ મેં કહ્યું કે હાલ કાવ્યાને કેમ બોલાવી તે, ૧૦:૩૦ થયા છે દોસ્ત ! આ ટાઈમે એને ના બોલાવાય સાગર અને રાહુલ તો ચાલે. તરત જ કાવ્યાએ કહ્યું કે આકાશ ! નિખિલ તો મને ના પડતો હતો પરંતુ મેં જ જીદ કરી અને ઘરે મારા મમ્મી-પપ્પાને જણાવીને જ આવી છું.

રાહુલે કહ્યું કે કેવી રીતે થયું ભાઈ ! નિખિલે કહ્યું ભાઈ ! સાગરનો એક્સિડન્ટ મારી સોસાયટીથી થોડે દૂર જ થયો. હું કાવ્યાને મળીને ઘર તરફ જતો હતો અને ત્યાં મારી સામે જ મેં સુરજનો એક્સિડન્ટ જોયો ભાઈ ગાડીવાળા એ ટક્કર મારી એની બ્રેકફેલ થઈ ગયેલી. તો સાગરે કહ્યું એ ગાડીવાળો ક્યાં છે ? તો નિખિલે કહ્યું એ તો ગાડી છોડીને તરત જ ભાગી ગયો મેં પોલીસને ફોન કરીને બોલાવી દીધા હતા અને પપ્પાને પણ ત્યાં જ બોલાવી દીધા કે તમે પોલીસને મળીને આગળ બધી વાત કરી દેજો. પહેલા સુરજને હોસ્પિટલ લાવવો જરૂરી હતો. અને હાલ ડોક્ટરે કહ્યું છે કે કાલ સવાર સુધી સુરજને ભાન નહીં આવે તો એ કોમામાં જવાની સંભાવના છે. અને આ સાંભળી તો સાગર, રાહુલ અને કાવ્યા પણ સ્તબ્ધ.

મેં કહ્યું કાવ્યા તું માસી પાસે જા એમને સાંત્વના આપ અને સાગરને કહ્યું તું જઈને બધા માટે ચા લેતો આવ હું ૨ મિનિટમાં એક ફોન કરીને આવું છું, હું હોસ્પિટલની બહાર ગયો અને સરલને ફોન કર્યો.એણે ફોન ઉપાડ્યો અને કહ્યું કે આકાશ ૧૦:૪૫ થઈ આટલા મોડા કેમ ફોન કર્યો. મેં કહ્યું કે સરલ સુરજનો એક્સિડન્ટ થયો છે અને સરલ બોલી શું વાત કરે છે હાલ ક્યાં છે સુરજ ? મેં કહ્યું અમે સિવિલ હોસ્પિટલમાં છીએ ત્યાં એને દાખલ કર્યો છે અને ડોક્ટરે કહેલી બધી વાત સરલને જણાવી. સરલ પણ આ બાબતે દુઃખી થઈ પછી મેં એને પૂછ્યું સરલ મને એમ જણાવજે હાલ તને કંઈ તકલીફ જેવું કંઈ છે નહીં ને ? સરલે કહ્યું કેમ આવું પૂછે છે ? હું તો એકદમ ઠીક છું મને શું તકલીફ હોય. મેં કહ્યું અરે ! એમ જ પૂછ્યું આ તો કીધું સમીક્ષા દીદીને લઈને ચિંતામાં ના હોય. સરલે કહ્યું કે આકાશ થોડી ચિંતા તો હોય પરંતુ એમ તો હું ઠીક જ છું અને આકાશ હું આવું ત્યાં ? મેં કહ્યું ના. તારે અહીંયા આવવાની જરૂર નથી સમય તો જો, તું કાલે આવજે તો સરલે કહ્યું બધી વાતમાં કેમ ના પાડતો હોય છે ? મેં કહ્યું પ્રશ્ન ના કર સૂઈ જા હવે અને આટલું બોલ્યો એમાં તો એ ગુડ નાઈટ એમ કહીને કટ કરી દીધો મેં વિચાર્યું આ છોકરીઓ બહુ જ જલ્દી રિસાઈ જાય છે.

મારા મગજમાં એક વિચાર ફરી રહ્યો હતો, સુરજે મને કહ્યું તું કે સરલ વિશે વાત કરવાની છે હવે સરલને પૂછ્યું તો ખરી પરંતુ એને પણ કેવી રીતે જણાવું કે સુરજે આ વાત કરેલી, હવે સુરજને ભાન આવે ત્યારે વાત. અને ત્યાં જ સાગરનો અવાજ આવ્યો ભાઈ ! અહીંયા આવ હવે ચા પીલે. હું અંદર ગયો અને અમે બધાએ ચા પીધી પછી મેં પૂછ્યું કાકા એમને ચા આપીને ? ત્યાં જ કાવ્યા આવી અને કહ્યું કે બંને જણા ચા પીતા નથી અને હું તરત જ એમની પાસે ગયો અને કહ્યું કે કાકા ચિંતા ના કરો બધું જ ઠીક થઈ જશે અને આ ચા પીલો અને ચિંતા ના કરો, તમે ચિંતા કરશો તો કેમનું ચાલશે ? મહાપરાણે એમને સમજાવ્યા અને પછી મેં કાવ્યાને કહ્યું તું હવે ઘરે જાય તો સારું બહુ જ સમય થઈ ગયો છે કાલે આવજે.

નિખિલને ઈશારામાં કહ્યું કે તું કાવ્યા સાથે જા એના ઘર સુધી, અને બધાને કહ્યું કે તમે પણ ઘરે જાઓ હું અહીંયા જ રોકાવું છું બરાબર. તો બધા કહેવા લાગ્યા અમે પણ રહીએ ભાઈ, તો મેં કહ્યું કે વધારે ભીડ નથી કરવી આ સ્ટાફવાળા આવશે તો પાછા બોલશે. રાહુલે કહ્યું આકાશ હું તો રોકાઈશ જ ઓકે. મેં કહ્યું ચાલ વાંધો નહીં અને બીજા બધાને કહ્યું કે તમે જાઓ.

મેં ઘરે મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે હું આજે અહીંયા રોકાવાનો છું અને રાહુલને પણ કહી દીધું કે તું તારા ઘરે જણાવી દેજે. અમે બેઠા જ હતા અને ત્યાં જ નર્સ અમારી પાસે આવી અને કહ્યું કે દર્દીને તાત્કાલિક લોહી ચડાવવું પડશે. અને એમણે એમ પણ કહ્યું કે દર્દીનું લોહી o નેગેટિવ છે તો એ મળવું મુશ્કેલ છે તો તરત જ એની વ્યવસ્થા કરો કારણ કે હાલ હોસ્પિટલમાં પણ એ ઉપલબ્ધ નથી. અમે પાછા ચિંતામાં મુકાઈ ગયા કે હવે શું કરીએ એમ અને નર્સને કહ્યું કે સિસ્ટર અમે તરત જ વ્યવસ્થા કરીએ છીએ.

બહુ જ તકલીફનો સમય છે હવે જોઈએ કે અમે લોહીની વ્યવસ્થા કેમની કરીએ છીએ હવે એના માટે તમારે ૧૧ માં ભાગની રાહ જોવી પડશે.

સ્માઈલ પ્લીઝ
(અમે દુઃખી તો છીએ પરંતુ તમે અમારી મદદ ફક્ત મસ્ત સ્માઈલ આપીને કરી શકો છો)


વધુ આવતા અંકે...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED