રાધા ઘેલો કાન - 23 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 23

રાધા ઘેલો કાન : 23 (કિશનના લગ્નની વાત )

ના.. ના.. તુ મારાં ગામમાં આવી છે એટલે તુ બોલ.. અંજલી પાછું એની તરફ જ સંકટ ઢોળે છે..
ઓકે.. ચલ તારી પસંદનું મંગાવી લે કઈ પણ..
એમ?
મેં તો સાંભળ્યું હતું કે આપડી પસંદ એક જ છે.. અંજલીએ કટાક્ષમાં રાધિકાને જવાબ આપ્યો અને હસવા લાગી..

ઓહ કઈ રીતે? રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું..
કેમ તને નથી ખબર? અંજલીએ સામે પ્રશ્ન કર્યો..

" કઈ ની છોડ.. બે કટીંગ મંગાવી લવ છું.. "
અંજલીએ વેઈટર સામે જોતા રાધિકાને કહ્યું..
" હા મને તો બવ ગમે છે ચા.." રાધિકા બોલી..
" ઓહો તને પણ?? " અંજલીએ ત્રણ જ શબ્દોમાં બવ મોટો પ્રશ્ન કર્યો..
" હા.. કોઈની અસર છે.."
રાધિકા એ નજર ફેરવતા જવાબ આપ્યો..
" લાગતું જ હતું કે આ જ કહીશ તુ.. " અંજલીએ રાધિકાના જવાબનો જવાબ સાંભળીને બોલી..
" તુ તો એની ખાસ ફ્રેન્ડ છે ને તુ તો એને સારી રીતે ઓળખતી હોઈશ ને? " રાધિકાએ અંજલીને પ્રશ્ન કર્યો..
"હા.. હું તો એની ખાસ ફ્રેન્ડ છું અને માનું પણ છું.. પણ એ મને નથી માનતો ને.. " અંજલિએ ઉદાસ ચેહરે જવાબ આપ્યો..
" કેમ એવુ?" રાધિકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું..
" હા.. એને એવુ લાગે છે કે હું એની અને નિકિતાની વચ્ચે આવું છું.. અને એને નિકિતા વિરોધ ખોટી રીતે ચડાવું છું.."
અંજલીએ રડમસ અવાજે જવાબ આપ્યો..

" હા.. એને હવે એવુ જ લાગે છે કે નિકિતા કેહ એજ બધું સાચું એમ.. એટલે તે બીજા કોઈની વાત માનવા તૈયાર નથી..
એ એના કાકા પર હવે શંકા કરવા લાગ્યો છે તો બીજી તો વાત જ દૂરની છે.. " રાધિકાએ અંજલીને સાંત્વના આપતાં જવાબ આપ્યો..

" હા.. યાર તો હું તો એ વિચારીને હેરાન છું કે નિકિતાની સાચી વાત એની આગળ લાવશું કઈ રીતે?"
અંજલી હેરાન થતા બોલી..

" જો કોઇ એનો એવો ફ્રેન્ડ હોય જેના પર એ વિશ્વાસ કરતો હોય તો કદાચ એને સમજાવી શકે.."
રાધિકા ચાનો કપ હોઠે અડાડતા બોલે છે..

" એના કોઇ એટલા ખાસ ફ્રેન્ડ નથી કે એની વાત પર તરત વિશ્વાસ કરી જ લે.." અંજલી એ ઉતર વાળ્યો..

" એનો મતલબ કે એને હવે સબૂત જ આપવું પડશે એમને?" રાધિકા બોલી..
" હા પણ, એવુ સબૂત લાવશું કઈ રીતે?"
અંજલીએ ફરીથી હેરાન ચેહરે પ્રશ્ન કર્યો..

" એ જ તો વિચારવાનુ છે યાર.. " બન્ને બોલ્યા..

" હું નિખિલને ઓળખું છું જો એને ગમે તે રીતે બ્લેકમેલ કરવામાં આવે તો તે બધું સાચું સાચું કહી દેશે.. "રાધિકાએ ચેહરા પર એક હકારાત્મક્તા લાવતા કહ્યું..

" પણ શુ બ્લેકમેલ કરીશ તુ એને?"
અંજલીએ સામે પ્રશ્ન કર્યો.
" એને ઈમોશનલ બ્લેકમેલ જ કરવું પડશે..નહિતર એમનેમ તો એને શુ બ્લેકમેલ કરી શકાય? "
રાધિકા ફરીથી ઠંડા અવાજે બોલી..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

અહીં કિશન નિકિતાને મળીને ઘરે જતો હોય છે એટલામાં જ ત્યાં તેને મનીષ મળે છે..

" ઓહ ક્યાંથી આવતો છે?" મનીષ બોલ્યો..
" બસ આ નિકિતાને મળવા ગ્યો તો.. " કિશને ચહેરા પર હાસ્ય લાવતા જવાબ આપ્યો..
" ઓહો.. એટલે પેચ અપ એમને?" મનીષે એ પણ હસતા હસતા પૂછ્યું..
હા.. કિશન બોલ્યો..
" એટલે અમારો હવે તારી સાથે ચા પીવાનો ચાન્સ ગયો એમને? " મનીષ કિશનને કટાક્ષ કરતા કહે છે..
" ના..ના એવુ થોડી હોય યાર.. " કિશન પણ હસતા હસતા તેને કહે છે..

" મેં કીધું હતું ને જે પણ નિર્ણય લે એ વિચારીને લેજે કારણકે લોકો તો બધું કહેશે પણ તને જે સાચું લાગે એજ કરજે.. " મનીષએ મૂડ વાત પર આવતા કહ્યું..
" હા.. યાર જે લોકોએ મને એના વિરુદ્ધ વાતો કીધી હતી એ બધી ખોટી નીકળી..
અને અમુક તો મારી ફ્રેન્ડસને જ નહોતું ગમતું કે હું એની સાથે સંબંધ રાખું એટલે એ લોકોએ આ બધું કર્યું હતું..
અને અમારા સ્વભાવના કારણે દર વખતની જેમ આ વખતે પણ ખરાબ ઝગડો થઈ ગયો.." કિશને વિસ્તૃત જવાબ આપ્યો..
" કઈ નઈ.. ચાલ જે થયું સારુ થયું..
હવે બધું બરાબર છે ને? " મનીષે ટૂંકમાં જવાબ વાળ્યો..
" હા હા.. એકદમ કમ્પલિટ..
બસ એક આ મારાં કાકાએ કેમ મારી સાથે આવું કર્યું એ સમજાતું નથી.. " કિશન બોલ્યો..
" છોડને હવે એ બધું..
જે થયું એ થયું.. હવે બધું યાદ ના કર ખોટું.. "મનીષે તેનું ધ્યાન વાળતા કહ્યું..
" ના હું એમને એક વખત તો પૂછીશ.. પણ શુ પૂછું યાર એમને?
મર્યાદા નડી જાય છે.." કિશન બોલ્યો..
" હા તો એટલે જ કહું છું કે છોડ એ બધું અને આગળ વધ.. " મનીષ વાતને પૂર્ણવિરામ આપતાં બોલ્યો..
" હમમમ.. જોયુ જશે.. "
" ઓકે ચલ મળીએ.. "
આટલુ કહી મનીષ ત્યાંથી નીકળી જાય છે..
કિશન એના ઘરે પોહચે છે..
એની મમ્મીએ એના માટે સમાજમાં અમુક છોકરી જોઈ હોય છે..
તો એ છોકરીઓના ફોટા મમ્મી એની સામે લાવીને મૂકે છે..
" આ બધું શુ છે પાછુ ? " કિશન અકળાટ કરતા એની મમ્મીને પૂછે છે..

" જો આ અમુક છોકરીઓ છે.. જે તને ગમે એ કેહ તારા પપ્પા એ કીધું છે પસંદ કરવાનું બરાબર.. "
એની મમ્મી વાત પર વજન મુકતા બોલી..
" અરે મમ્મી પણ આટલી બધી શુ ઉતાવળ છે? "કિશન શાંત થઈને ફરી બોલ્યો..
" તારા કાકાનો પણ કોલ આવ્યો હતો કે કિશનને કહો હવે છોકરી જોઈ લે.. " એની મમ્મીએ જવાબ આપ્યો..
" કાકાનું તો નામ જ ના લઈશ મારી આગળ.. ઓકે.. " સોફામાંથી ગુસ્સામાં ઊભો થતા બોલે છે..
" કેમ આવું બોલે છે? " એની મમ્મીએ સવાલ કર્યો..
" બસ એમ જ.. " કિશન વાત બદલતા બોલ્યો..

" તારા પપ્પાને ખબર પડી છે કે તુ હજી પણ પેલી છોકરીને મળે છે એટલે જ તારા પપ્પાએ કીધું છે કે એને કે આમાંથી કોઇ પણ એકને પસંદ કરી લે.. હવે રાહ નથી જોવાની..
એક વખત તો જેલભેગો કર્યો છે હવે વારંવાર એવી તાકાત નથી કે તને છોડાવે.. " મમ્મી નિકિતાની જૂની વાતો ખુલ્લી મુકતા કહે છે..
" મમ્મી એ બધી જૂની વાતો શુ કામ કાઢીને બેસે છે? " કિશન વાતને પૂર્ણવિરામ તરફ લઇ જતા બોલે છે..

" તમને બધાને ખબર છે જેલમાં એના કારણે નહોતું જવુ પડ્યું..
પણ એની સાથે.." આટલુ બોલી કિશન અટકી જાય છે..

" કેમ હવે અટકી ગ્યો બોલ?
છોકરીમાં કોઇ જ ભૂલ ના હોય તો આમ અટકવું ના પડે આપણે.. "
મમ્મીએ મોકાનો ફાયદો ઉઠાવતા બોલી..

" અરે મમ્મી એવુ નથી..
હમણાં પપ્પાને કેહ ને કે આ બધું મૂકી દે હજી મારે ભણવાનું બાકી છે.. " કિશન ફોટાને ભેગા કરતા બોલે છે..

" ભણવાનું બહાનું ના કાઢ હવે બરાબર.."
મમ્મી બોલી..
" બહાનું નથી કાઢતો બાપા.. " કિશન ગુસ્સે થતા જવાબ આપે છે..
સારુ.. એ તુ જાણે ને તારા પપ્પા જાણે મારે શુ..
મમ્મી પણ એ ફોટા ભેગા કરીને પાછા બેગમાં મૂકી દે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આ બાજુ રાધિકા અને અંજલી ઉપાય શોધતા હોય છે..

" એને રંગે હાથે જ પકડાવી પડે તો જ કિશન માનશે બાકી લાગતું નથી કે માને.. " રાધિકા અંજલીને કહે છે..

" એક કામ કરને એક વખત તુ કિશનને કહી જો કે એ અને નિખિલ હજી પણ મળે છે અને હજી પણ વાત કરે છે .." અંજલી રાધિકાને કહે છે..

" તુ એની સૌથી જૂની મિત્ર અને ખાસ ફ્રેન્ડ છે તારી વાત પર વિશ્વાસ ના કર્યો તો તને શુ લાગે એ મારી વાત માનસે?? "
રાધિકાએ પણ મોટો પ્રશ્નાર્થ મુકતા પાછો પ્રશ્ન કર્યો..

" હા કારણ કે તુ એની માત્ર ફ્રેન્ડ નથી.. ચાઇ પાર્ટનર પણ છે..
અને એ ચાઇ પાર્ટનરની વાત ના માને એ હું માનતી નથી.. "
અંજલીએ ફરી એક વખત ફોર્સ કરતા કહ્યું..

" કેમ તુ ચાઇ પાર્ટનર નહોતી?? રાધિકાએ ફરી એજ પ્રશ્ન ઊભો કર્યો..

" હું તો હતી જ પરંતુ મારે પેલા ફોટાના કારણે નિકિતાએ એને મારાં વિરુદ્ધ ખુબ ચડાવી છે એટલે એ હવે મારાં પર બિલકુલ ભરોસો કરતો નથી.. " અંજલી વાતને પુરી કરતા જવાબ આપે છે..

તુ ટ્રાય તો કરી જો..
અંજલી રાધિકાને એનો ફોન આપતાં કહે છે..
ઓકે..
રાધિકા કિશન પર ફોન લગાવે છે..

ક્રમશ ::::

વાંચતા રહો.. ઘરમાં રહો..
જય દ્વારકાધીશ 😊🚩