ozon day books and stories free download online pdf in Gujarati

ઓઝોન દિવસ

૧૬ સપ્ટેમ્બર ઓઝોન દિન :
સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરાય છે.
પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન એક ઝાંખા આસમાની રંગનો વાયુ છે જે પાણીમાં અંશત: દ્રાવ્ય છે. અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બનમાં તે ખુબ દ્રાવ્ય છે, અને તેમની સાથે મળી વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુનું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે અને ગલનબિંદુ -૧૯૩ °C છે. આ તાપમાનથી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપનું પ્રવાહી અને કાળા-જાંબલી રંગના ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોનને ગરમ કરી ઉત્કલનબિંદુ પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુમાં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/molથી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરિન-બ્લીચને મળતી વાસ અનુભવી શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથામાં દુખાવો, આંખોમાં બળતરા અને નાક-ગળામાં પીડા કરે છે. ઓઝોનની સુક્ષ્મ માત્રામાં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓના ફેફસાંની કોષિકાઓને નુકશાન પહોંચાડે છે.
પ્રાણવાયુ કે જે એક પેરામેગ્નેટીક પદાર્થ છે, ઓઝોન તેનાથી વિપરીત એક ડાયામેગ્નટીક પદાર્થ છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે.જે સૂર્યના હાનીકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે.ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી.આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.પણ માનવીની સ્વાર્થી વૃતિ અને વગર વિચાર્યે કરતા કાર્યોને પરિણામે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. ઓઝોન છિદ્ર સૌથી પહેલાં 1956માં ધ્યાનમાં આવ્યું હતું. "ઓઝોન છિદ્ર" એ ઓઝોન સ્તરમાં થયેલું એક કાણું છે.જયારે "ઓઝોન છિદ્ર" રચાય છે, ત્યારે અનિવાર્યપણે નીચલા ઊર્ધ્વમંડળમાંનો તમામ ઓઝોન નાશ પામ્યો હોય છે. ઉપલું ઊર્ધ્વમંડળ પ્રમાણમાં ઘણી ઓછી અસર પામે છે, જો કે તેથી, ખંડ પરના ઓઝોનનો એકંદર કુલ જથ્થો 50 ટકા કે તેથી વધુ જેટલો ક્ષીણ થાય છે. ઓઝોન છિદ્ર આખા સ્તરમાંથી પસાર થતું નથી; તો બીજી તરફ, તે સ્તરનું એકસમાન રીતે "પાતાળા" થવું પણ નથી. અહીં "છિદ્ર" શબ્દપ્રયોગ "જમીનમાંનું છિદ્ર", એટલે કે, ખાડો-ના અર્થમાં થયો છે; નહીં કે "વિન્ડશિલ્ડમાંનું છિદ્ર"ના અર્થમાં.આમ ત્યારબાદ એમાં મોટું ગાબડું પડી રહ્યું છે,પરિણામે આ પડ વધુ પાતળું થઇ રહ્યું છે.એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી.એફ.સી.(કાર્બન,ફ્લોરીન,ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે.ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. જાગૃત નાગરિકો,સંસ્થાઓ,ઉત્પાદકોએ આશરે ૯૧૯૦ ટન ઓઝોનવાળા પદાર્થોનો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે.ઉપરાંત ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછા કરી નાખ્યા છે.
માનવીના ભૌગોલિક સુખની ચીજવસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે.જેના મુખ્ય 3 વાયુઓ ક્લોરીન,ફ્લોરીન અને કાર્બન એટલે સી.એફ.સી. જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓકસજન વાયુ છૂટો પડે છે અને ઓઝોનનું પડ તૂટે છે. આ માટે જવાબદાર રેફ્રીજરેટર,એરકન્ડીશનર,પરફ્યુંમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે.આમાંથી નીકળતો ઓઝોન વાયુ ખુબ જ હલકો અને ગંધવિહીન હોવાથી વાતાવરણમાં ઉપર જી ૧૮ કિમીએ આવેલા પટ્ટાને તોડે છે.જે આપણા માટે રક્ષા કવચ છે,એ ગાબડું મોટું થતા થતા જો સાવ ખતમ થશે તોદક્ષિણધ્રુવ જેવી પરિસ્થિતિ સર્જાશે.આ રક્ષાકવચ તૂટવાનું ભયંકર પરિણામ આપને અત્યારે અનુભવી રહ્યા છીએ તે ગ્લોબલ વોર્મિંગ..
આમ આપનું રક્ષાણાત્મક ઓઝોનનું આ પડ તૂટશે તો.....
-ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે,
-વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે,ઉત્પાદનમાં ઘટાડો થશે.
-છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થશે.
ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજીંદા જીવનમાં આટલું અપનાવીએ..
- ઠંડા પીણા,ફ્રીજ,એસી.નો ઓછો ઉપયોગ,
-ડીસ્પોજેબલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરીએ.
-ઓઝોન સહાયક ઉપકારણોનો ઉપયોગ કરીએ.
-ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.અને સ્વયમ એ ન જ વાપરવા શપથ લઈએ.
જો આપણે આપણી રહેણી કરણીમાં ફરક નહિ લાવીએ તો ૨૦૫૦ સુધી વિશ્વ એક થનગનતો ગોળો બનીને રહી જશે.સરેરાશ તાપમાન ૧૦૫ થી ૪૦૫ સે.થઇ જશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરની માત્ર એક ગ્રહ બની રહી જશે.આવું લોકડાઉન પહેલા કહેવાતું પરંતુ કોરોના વાઇરસને પરિણામે ઉદ્ભવેલી મહામારી કોવિડ 19ને કારણે સમગ્ર દેશમાં લોક ડાઉનને કારણે જાણે કે કુદરતે પર્યાવરણ દિવસ જાતે ઉજવવાની શરૂઆત કરીને સ્વયં આનંદ માણ્યો જાણે કે કુદરતે માનવીના ત્રાસમાથી મુક્તિ મેળવી !! સમગ્ર દેશના વાહનોના પૈડાં થંભી ગયા ,મિલોના ધુમાડા બંધ થયા જેના પરિણામે આપોઆપ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ અનેકગણું ઘટ્યું.અને ઓઝોનનું ગાબડું પુરાવા લાગયાના ખુશખબર વૈજ્ઞાનિકો એ આપ્યા. જે આપણને ઘણું સમજાવી ગયું
તો આવો આજે વિશ્વ ઓઝોન દિન નિમિતે અત્યારે જ શપથ લઈએ,કેજ્યારે હવે આપણે લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોક થઈ રહ્યા છીએ, ત્યારે આપની જીવનશૈલી જ આવી બનાવી દઈએ કે જેથી ઓઝોનના આ પડને સુરક્ષિત રાખી સ્વયંની રક્ષા કરીએ અને ઓઝોન આવરણને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED