હું સનમના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યો કે,"ના એવું નહિ થાય...સનમ....પચીસ હજાર કરોડ એટલે....આપણા છોકરાઓના છોકરાઓ પણ રાજાશાહીમાં જીવશે...તું એક રાણી ની જિંદગી જીવીશ...હું તને આપણા ટાપુ પર લઈ જઈશ...બધું આપણું હશે...કોઈ આપણેને નહી હેરાન કરે...આપણી અલગ જ દુનિયા હશે...બસ હવે એક આ છેલ્લુ કામ કરી નાખું..ભરોસો કર મારો...હું તને કશું જ નહીં થવા દઉં.."
સનમ : આજ સુધી તે જે કંઈ પણ કર્યું મેં તને બધામાં એકપણ સવાલ પૂછ્યા વગર સાથ આપ્યો છે કે નહીં કાર્તિક...
સનમ થોડી દૂર ખસી મારાથી અને બોલી...
હું એની નજીક ગયો...
me : હા.અને તું હજુ પણ સાથ આપીશ મને એવો મને વિશ્વાસ છે...
સનમે મારો હાથ પકડ્યો અને ધીમેથી બોલી,"સાથ તો તને આખી જિંદગી તો શું મર્યા પછી પણ આપીશ...પણ હવે તું મને પ્રોમિસ આપ કે તું ભવાનને તે જે માંગશે એ બધું આપી દઈશ...."
"પણ શું કામ??હું એને મારી શકું છું...પાછું બધું વસાવી શકુ છુ...તો હું શું કામ હાર માની લઉં...સનમ કેવી વાતો કરે છે તું...તને અહેસાસ પણ છે કે પછી આપણું શુ થશે...મારા પાસે કોલેજની ડીગ્રી પણ નથી...સસ્પેન્ડ થઈ ગયો છું કોલેજમાંથી પણ...રાજ્યમાં મારા નામનો વોરંટ છે કે હું મોટો ભ્રષ્ટાચારી છુ..મારા બાપને કરોડોનો બિઝનેસ નથી કે હું એ ચલાવીને જીવન કાઢું...સનમ પ્લીઝ યાર આવા પ્રોમિસ ના માંગ..."હું થોડો ભડક્યો...કોઈ પણ ભડકે...જ્યારે ખબર છે બાજી આપણા તરફ છે છતાં પણ જો કોઈ આવી વાત કરે તો વાજબી છે કે મગજ ફરી જાય...
"તને એ જ ચિંતા છે ને કે ભવિષ્યમાં શુ થશે...મેં તારા પર આટલો ભરોસો કર્યો...તું મારા પર આટલો વિશ્વાસ પણ ના કરી શકે??કાર્તિક આ રૂપિયા ઝંઝટ સિવાય કશું જ નથી...આપણે કશું જ જરૂરત નથી એવા રૂપિયાની કે જે તને અને મને વારંવાર અલગ કરી દે...મને બસ તું જ જોઈએ છે...બીજી છોકરીઓ બોલતી હશે કે ઝુંપડીમાં જિંદગી કાઢી નાખીશું...પણ હું કરીને બતાવીશ...ફક્ત એક વાર મારી વાત માની લે..."સનમ ધીમે ધીમે વધારે આત્મવિશ્વાસ સાથે બોલતી જતી હતી....
મારો દિમાગ હવે છટકતો હતો કે અબજો રૂપિયા છે છતાં પણ ભિખારીની જિંદગી જીવવા પર ફોર્સ કરે છે આ...એટલે હું ગુસ્સામાં જ સનમનો હાથ છોડાવી બહારની તરફ જવા લાગ્યો...
સનમ પ્લીઝ કાર્તિક માની લે મારી વાત....એમ કહી રહી હતી..પણ હું એને રડતા અંદર મૂકીને જ બહાર આવ્યો...
"જો તે મને ક્યારેય પૈસા કરતા વધારે પ્રેમ કર્યો હશે તો તું આવું નહિ કરે કાર્તિક....યાદ રાખી લેજે.."સનમ એકલામાં જ બોલતી હતી...
ભવાન અને નૈતિક મારા આવતા મારા સામે જોવા લાગ્યા..
ભવાન : બેસ કાર્તિક....આ જો તારૂ લેપટોપ...હવે બોલ શુ કરવાનું છે...અને સનમ ક્યાં...
me : સનમ હમણે આવશે આપણે આપણું કામ કરીએ...
એના અમુક માણસો ત્યાં જ ઉભા હતા...મને ખબર હતી કે આ લોકો હશે તો હું મારું કામ નહીં કરી શકું..તે લોકો ભવાનને બચાવી લેશે..
"આ લોકોને થોડીક વાર માટે રૂમની બહાર મોકલી દે ..આ બહુ જ ખાનગી કામ છે...હું કોઈ પર ભરોસો નથી કરવાનો..."હું એ લોકો તરફ ઈશારો કરતા બોલ્યો..
નૈતિકને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું બધા રૂપિયા ભવાનને દેવા જઇ રહ્યો છું...એને મારા પ્લાનની નહોતી ખબર...
સનમ પોતાના આંસુ લૂછીને બહાર આવી રહી હતી..મનમાં વિચારતી હતી કે કાર્તિક ખૂની બનતો જઇ રહ્યો છે...એના દિમાગમાં રૂપિયા ઘર કરી ગયા છે...એ બધું નહિ મૂકી શકે...એ હવે પેલાનું ખૂન કરી જ નાખશે...પાછી જિંદગી રિપીટ થશે...ખબર નહિ કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને..
એ પછી મારી બાજુમાં આવીને બેઠી અને મારા હાથમાં હાથ નાખીને આંખો મીંચીને બેસી ગઈ...મને ખબર તો હતી જ કે સનમ મને સાથ આપશે જ..એટલે જ તો હું ખૂન કરવા સજ્જ હતો..
ભવાને એના માણસોને બહાર મોકલી દીધા..એ પણ મારી ખાતરી આપવા પર કે...મેં કહ્યું એને કે,"મારા પાસે કોઈ હથિયાર નથી...તું સેફ છો મારાથી. .હું તને કઈ નુકશાન નહિ કરું...બસ તને પૈસા દઈને હું છુટ્ટો..."
હવે રૂમમાં ફક્ત હું ભવાન,નૈતિક અને સનમ બેઠા હતા....એ વાત અલગ છે કે રૂમની બહાર ઢગલો બોડીગાર્ડ હતા...મગજમાં બધો પ્લાન રેડી જ હતો..અને એ પ્રમાણે જ થયું..
ભવાન લેપટોપ એના ખોળામાં રાખીને બેઠો...અને ચાલુ કર્યું...હું જરાય મલકાયો...સનમ તો આંખો મીંચીને મને પકડીને જ બેસી ગઈ હતી...નૈતિકને ખબર પડી ગઈ કે કાર્તિક કંઈક તો ખીચડી પકાવીને બેઠો છે...એ થોડો સચેત થઈને બેઠો...એને પણ ખબર હતી કે કાર્તિક એમ હાથમાં નહીં આવે...
ભવાન સનમને જોઈને મને પૂછ્યું,"આ કેમ આટલી ડરેલી છે??શું થયું આને હવે...એને બોલો કે હમણે એ ઘરે જતી રહેશે એના.."
મેં હસીને ફક્ત હા માં જવાબ આપ્યો..
મેં સનમ સામે જોયું..એના ખભા પર હાથ મુક્યો..એ ડરેલી હતી...એ જે રિતે મને પકડીને બેઠી હતી કે જાણે કે હું એનાથી દૂર થઈ જવાનો છુ...મારૂ મગજ ઢીલું પડ્યું..મેં નૈતિક સામે જોયું...એને જાણે મારા પ્લાનની ખબર હોય એમ બોલ્યો કે,"હું સાથે જ છુ તારી.."
ભવાન બોલ્યો,"આ માં પાસવર્ડ છે...જરાક જોતો.."
અને હું ભાનમાં. આવ્યો....બે ઘડી સનમના પ્રેમમાં વહી ગયો હતો...પણ હવે ભાનમાં આવ્યો...
એકદમ પ્લાન મુજબ જ હતું...બધું જ મેં મારા મગજમાં વિચારેલું કે સ્ટેપ બાય સ્ટેપ આમ થશે...અને એમ જ થયું..
ભવાને લેપટોપ મારા તરફ કર્યું...
મેં કહ્યું,"સનમ...બસ હવે સમય આવી ગયો છે...તૈયાર થઈ જા...."
મેં એનો વીંટાયેલો હાથ મારા હાથપરથી દૂર કર્યો..એને મારા સામે જોયું...એની આંખો...મને ભૂતકાળ આખો એક સેકન્ડમાં જ યાદ આવી ગયો...
નૈતિક મને ભાનમાં લાવતા બોલ્યો,"કાર્તિક સમય આવી ગયો ચલ ને ભાઈ...મુશ્કેલી પતે.."
હું યંત્રવત આગળ ચાલ્યો...
કાર્તિક તારી આટલી મહેનત..તારું અને સનમનું ભવિષ્ય બસ હવેની બે મિનિટ પર ટકેલું છે....તું એને બરબાદ ના કરી શકે...સનમ તો બધું ઈચ્છે પણ તું એ જ કરીશ જે બધા માટે બેસ્ટ છે..તારા અને સનમ માટે બેસ્ટ છે...સનમ કરતા તારું દિમાગ બહુ જ ઊંચું વિચારે છે તું આજે પણ જીતીશ...અને હવે દુનિયાથી દુર જઈને એક રાજાની જિંદગી જીવીશ..તારું અને સનમનું વિચાર....તમારા આવનારા બાળકનું વિચાર...
હું ભવાન જે સોફા પર બેઠો હતો એની પાછળ જઈને ઉભો રહ્યો..ભવાન સાવ ભય વગર હતો...એને એમ કે કાર્તિક મારા જેટલો શક્તિશાળી તો નથી જ....બાહર મારા આટલા બોડીગાર્ડ છે..મને ભય નથી...તે મારાથી ડરી ગયેલો છે...એનાથી કોઈ ખતરો નથી..
મેં એના પાછળ ઉભા રહીને પાસવર્ડ બોલ્યો જેને ભવાન નાખતો હતો..
wait
wait
wait
ત્યાં લેપટોપમાં સિસ્ટમ લોડ થતી હતી...અને એ ત્યાં એક નાના બાળકની જેમ ઉત્સાહથી જોઈ રહ્યો હતો..મેં જીભની બાજુમાંથી બ્લેડ કાઢી એકદમ સિફતથી...
ભવાન બેઠો હતો સોફા પર એનું ધ્યાન એકદમ લેપટોપની સ્ક્રીન પર..નૈતિક બાજુમાં બેઠો મને આવી રીતે બ્લેડ કાઢતા જોઈને મનોમન નાચતો હતો કે હવે તો જીતી જ ગયા...
હું મારા મનમાં અડગ જ હતો..અને બ્લેડ પેલાના ગળામાં ફેરવવા જ જતો હતો..ત્યાં જ સનમના શબ્દો ફર્યા મગજમાં...છતાંય એને અવગણીને આગળ વધ્યો..અને ત્યાં જ ભૂલથી સનમ સામે જોવાય ગયું...તેની આંખો કહેતી હતી કે પૈસા કે હું??પૈસા કે હું??
મારુ મગજ કહેતું હતું કે બે ઘડીના લાગણીના પુરમાં વહીને અબજો રૂપિયા અને આવી રાજાની જિંદગી જતી ના કરાય...
ત્યાં જ અચાનક મારુ મન બોલી ઉઠ્યું કે,"કાર્તિક તે છેલ્લે મારા પાસેથી કામ ક્યારે લીધું હતું યાદ છે જ્યારે તે સનમને પ્રથમ વખત જોઈ હતી...પછી તો તું ખબર નહિ કઈ દુનિયા માં હતો.."
મેં વિચાર્યું કે મેં આખી જિંદગી મગજ પાસેથી કામ લીધું....અબજો રૂપિયા બનાવ્યા..રાતોરાત નેતા બની ગયો...મુખી બન્યો...પણ કોઈ દિવસ એક પળ શાંતિથી સનમને કોઈ પણ ચિંતા વગર વળગીને સૂતો જ નથી..
મુરખો તો હું જ છુ...મારુ મગજ બોલ્યું કે સનમ નું દિમાગ મારા કરતાં નીચું છે સાચી વાત....કારણ કે એ પાગલ બધા કામ દિલથી જ કરે છે...અને એનું દિલ મારા કરતાં તો ક્યાંય ઊંચું જ છે...મમ્મી આ જ તો સમજાવતી હતી...જીવનની બે મહત્વની સ્ત્રીને હું અવગણીને અબજોપતિ બની જાવ તો ય નકામું...
તરત જ પેલી બ્લેડનો નીચે ઘા કરી દીધો...આ બધું થયું સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં...
"અરે કાર્તિક કરને યાર....શુ કરશ તું??"નૈતિક અચાનક બરાડયો...
ભવાન : શુ થયું તને..??
નૈતિક : કંઈ નહીં...એ પાસવર્ડ નાખીને ઉભો રહી ગયો એટલે કહ્યું કે ભાઈ આગળની પ્રોસેસ જલ્દી કર ઘરે જઈએ...
એને પરસેવો છૂટી ગયો...
ભવાન : ખુલી ગયું હવે....કાર્તિક બોલ હવે શું કરવાનું છે.???
હું પાછળથી ખસીને આગળ આવ્યો.. સનમ બધું જોઈ રહી હતી...એને જોયું કે કેવી રીતે મેં બ્લેડ નીચે ફેંકી દીધી...એને લાગ્યું કે પૈસા કરતા કાર્તિક માટે હું વધારે છુ...એને રડવું કે ખુશ થવું એ નહોતું સમજાતું....એને લાગ્યું કે હવે અમારો પ્રેમ જીતી ગયો...હવે સુખી જિંદગી જીવીશું...
મેં ચુપચાપ લેપટોપ મારા પાસે લઈને જેટલા પડ્યા હતા એ બધા ભવાને જે એકાઉન્ટ નંબર આપ્યો એમાં નાખ્યા....અને સનમ સામે જોયું તે હસી...લાગ્યું કે એ જંગ જીતી ગઈ છે..
ભવાન : આ પુરા નથી...મારે પુરા જોઈએ...હજુ પચાસ કરોડ ખૂટે છે..
બ્લેડ તો કાઢી નાખી હતી હવે એટલે હવે હું મારા અવાજમાં બોલ્યો,"વપરાય ગયા છે....જે છે હવે આ જ છે...."
ભવાન : આ હું નહિ ચલાવી લઉં...તમને લોકોને અહીંયાંથી બહાર પગ પણ નહીં મુકવા દઉં...
મેં સનમ સામે જોયું...આંખોથી જ બોલ્યો,"આ સાલા લાલચીને હમણે અહીંયા જ ટપકાવી દેત...પણ તારા લીધે બચી ગયો છે...આટલા પણ આને ખૂટે છે બોલ શુ કરું હવે"
સનમ સમજી ગઈ..
નૈતિક ને તો હવે છાતીએ ધક ધક થવા લાગ્યું કે હવે આ તો ગયા...પચાસ કરોડ માંગે છે પચાસ રૂપિયા...તો ખિસ્સામાથી કાઢીને આપી દઉં...
સનમ મારી આંખોમાં આંખો નાખીને બોલી," સોનગઢમાં મારી હવેલી છે...મારા બાપદાદાના ખેતર છે..જા લઈ લે..આજ થી તારા....અને હવે અમારી જિંદગીમાં ના આવતો..."
એના માં જે મારા સાથે રહેવા માટે જીવ દઈ દેવાની પણ તૈયારી હતી...એને એમ પણ ના જોયું કે બાપની યાદો છે...પૂર્વજોની જમીન છે....બધું આપી દીધું....અને પેલો લાલચી મારી મિલકત તો કેટલીય લઈ ગયો....ફાર્મ હાઉસ,મારી કાર્સ એ બધું તો સરકારે પચાવી લીધું હતું...અને વધેલું ઘટેલું આ લઈ ગયો....
ભવાન ખુશ થયો હસ્યો,"મારે હજુ બોનસ પણ જોઈએ...કાર્તિક જૂઠું બોલ્યો એની સજા મળશે...એને મને કિધેલું કે બધા પુરેપુરા છે....એની સજા સ્વરૂપે હું તારા બાપના ઘરને પણ હડપી લઈશ..."
હું ઉભો થવા જતો હતો કે હમણે પેલી બ્લેડ પાછી લઈને આનું ગળું જ કાપી દઉં..સનમે એની પહેલા જ મારો હાથ પકડ્યો...
સનમ : કાર્તિક એ તને ઉશ્કેરે છે કે તું કંઈ કરે અને એ તને મારી નાખે...એમપણ તું અહીંયા આરોપી છે...એની વાતમાં ના આવ...ભલે બધું લઈ લે...આપણે સાથે રહીશું બસ...
me : સનમ....મારુ ઘર નથી...મારા બાપનું ઘર છે...મેં નથી બનાવ્યું કમાઈને..હું કેવી રીતે ફેંસલો કરી શકું....
ભવાન સાંભળી ગયો....તે હસ્યો,"આ જો કાગળિયા...તારા બાપે ક્યારના સહી કરી દીધા...ધમકી આપી કે તારી વહુ ને કિડનેપ કરી છે....બોલ શુ કરીશું...બિચારા એ તરત જ ધ્રુજતા ધ્રુજતા સહી કરી દીધા..."
પપ્પા એવું કરશે એ મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું...એમને સનમ માટે પોતાનું ઘર આપી દીધું...
ભવાન હસતા હસતા બોલ્યો કે બસ હવે એક વાર મારા પર હુમલો કરી દે એટલે જો બીજી જ સેકન્ડે શુ કરું છું હું...જીવન તો હરામ કરી જ નાખ્યું ને તારું...બહુ જલસા કર્યા...ધનજીને મારી નાખ્યો એના દીકરાને માર્યો....કેટલાયના ખૂન કર્યા...તને એમ કે તું બચી જઈશ..એક નેતા તરીકે જીવીશ..રહીશની જિંદગી જીવીશ...આ તારી સજા છે..અને હું તને સજા આપવા વાળો ભગવાન....
હું તો ચૂપ જ રહ્યો..
સનમ : હવે કોઈ મિલકત નથી બચી તને ભીખમાં દેવા...નહિતર એ પણ દઈ દેત...તો હવે કાર્તિક પર લાગેલા આરોપ તું હટાવી દઈશ ને....હવે તો અમે અમારી જિંદગી જીવી શકીએ ને??
ભવાન : પૈસા આવી ગયા...હવે કાર્તિક સાવ નિર્દોષ છે એમ સમજી લે...પણ હવે તમે લોકો કેમ જીવશો??એ વિચારીને હસવું આવે છે...
નૈતિકને મારી હાલત જોઈને દયા આવતી હતી...કારણ કે મેં તો જેટલું પામ્યું હતું એ તો ગુમાવ્યું જ પણ જેટલું મારા પરિવારનું હતું એ પણ ગુમાવ્યું..
હું શોકમાં હતો કે મારા પરિવારને શુ મોઢું દેખાડીશ કે મારા લીધે એમનું ઘર પણ ગયું...
સનમ ભવાનને જવાબ દીધા વગર મને લઈને જવા લાગી...નૈતિક પણ સાથે આવી ગયો...ભવાને એના માણસોને કહી દીધું કે કોઈ રોકે નહિ...હવે તો એ અમને રોકીને શુ લઈ શકત??હવે તો ખાલી જીવ બચ્યો હતો...એને તો મારી કારની ચાવી પણ ઝૂંટવી લીધી...એનો ઉદ્દેશ મને હવે સમજાયો...બસ મને બરબાદ કરવો હતો...અને સનમના લીધે કરી પણ નાખ્યો...
રાતના સાડા ત્રણ થતા હશે કદાચ...હું બહાર નીકળતા રોડ વચ્ચે જ ઉભો રહ્યો..સનમ અને નૈતિક મારી સામે જોઈ રહ્યા...એકદમ સુમસાન રોડ..
me : નૈતિક...મને માફ કરી દેજે કે હું હવે તમારી સાથે નહિ રહુ...તમે લોકો તમારા પરિવાર પાસે જતા રહો...પેલા બંને સોનગઢ છે...એને પણ કહી દેજે કે હવે આજ પછી મને કોઈ મળે નહીં...મારી લીધે તમારી જિંદગી બરબાદ થઈ છે...મેં વચન આપેલું કે તમને બધાને કરોડોપતિ બનાવીશ...પણ આજે મારી ભૂલોના લીધે તમારે પાછું હવે એ જ જૂની જિંદગી જીવવી પડશે...આજ થી આપણા રસ્તા અલગ છે....
નૈતિક મને અટકાવતા બોલ્યો,"ભાઈ એવું કંઈ નથી...આપણે સુખમાં અને દુઃખમાં ભેગા જ રહીશું.."
me : મારે તારો એક શબ્દ પણ નથી સાંભળવો હવે...જો કોઈ દિવસ મને ભાઈ માન્યો હોય તો હાલ જતો રે અને કોઈ દિવસ મને મોઢું ના દેખાડતો અને આ વાત પેલા બે મૂર્ખાઓને પણ કહી દેજે...
નૈતિક રડવા જેવો થઈ ગયો...."પણ આપણે તો ભાઈઓ છીએ...કેમ તું યાર....સનમ આને સમજાવને કે રૂપિયા તો આવે ને જાય..."
હું કડકાઇથી બોલ્યો,"એકવારમાં ખબર નથી પડતી...જતો રે...મારુ મરેલું મોઢું જોઇશ જો હજુ પણ ના ગયો તો. ."
સનમ શુ કરવું એ વિચારી રહી હતી...નૈતિક હવે રડતો રડતો એના ઘર તરફ ચાલતો થયો..
હું એને જતા જોઈ રહ્યો...સનમ મને ઘુરી રહી હતી.
સનમ : કાર્તિક શુ કામ તું બધો ગુસ્સો આવી રીતે ઉતારે છે??મને ખબર છે તને ખોટું લાગ્યું છે..આટલા રૂપિયા ગુમાવીને આમાં એનો શુ વાંક...જો તું પણ રડી જ રહ્યો છે...મને ખબર છે..
હું રોડની ફૂટપાથ પર બેઠો...સનમ પણ બેઠી બાજુમાં..
મારી આંખો ભીની હતી ના નહિ...પણ હું એટલો કમજોર નહોતો કે રડી પડુ...જો હું રડીશ તો સનમ પણ રડશે...એને મારે જ સંભાળવાની છે...
"હું હવે નિરાધાર છુ...મારે ઘર નથી...ખિસ્સામાં એક રૂપિયો નથી...મને એ પણ ખબર નથી કે જીવનમાં હજુ કેટલી તકલીફો આવશે...પણ એ લોકો પાસે એમનો પરિવાર છે..ઘર છે...એ લોકોને તો હમણે કોલેજ પણ કરીને નોકરી કરી શકે છે...જો હું હજુ એમના સાથે રહીશ તો એ લોકો કોઈ દિવસ બહાર નીકળી જ નહીં શકે...એમના જીવનમાં તકલીફ મારા લીધે જ હતી...અને જો હજુ એ લોકો મારા સાથે રહેશે તો એ લોકો કોઈ દિવસ લાઈફમાં કઈ મોટું નહિ કરે...જે હું કરીશ એમાં જ મને સાથ આપશે...એ લોકો હવે મેચ્યોર છે...એમને એમની લાઈફ મારા વગર જીવવા દેવી છે...તો જ સારું રહેશે બધા માટે..."હું ગળગળા અવાજમાં બોલ્યો...
સનમ મારા ચેહરા પર હાથ ફેરવતા બોલી કે,"અરે વાહ!તમે તો બહુ સમજદાર થઈ ગયા છો...મારા પતિદેવ.."
"તું ચિંતા ના કરતી સનમ....આટલા રૂપિયા ગયા છે...હું એના કરતાં પણ વધારે ભેગા કરી લઈશ...તું મને બે મહિના નો સમય આપ.."હું ઉત્સાહમાં આવતા બોલ્યો...
એને મારો હાથ ઊંચક્યો..પોતાના માથા પર રાખતા બોલી કે,"હું કંઈ પાગલ નથી કે આટલા રૂપિયા જતા કર્યા...મને તારા પર વિશ્વાસ હતો જ કે તું એને મારી નાખીશ...છતાં પણ મેં તને રોક્યો...એટલે નહિ કે તું ફરી આવા કાંડ કરીને રૂપિયા ભેગા કરે...મારા માથાના સમ ખાઈને કહે કે તું કોઈ દિવસ રૂપિયા પાછળ નહિ ભાગે...કોઈ પણ આડુ અવળું કામ નહીં કરે અને કરીશ તો ત્યારે મને મરેલી જોઇશ.."
"પાગલ છે..મેં નૈતિકને જે ચૂરણ આપ્યું તે તું મને આપે એ જરૂરી છે.."હું હાથ હટાવતા બોલ્યો...
"કાર્તિક હું સિરિયસ છુ.."
" તો લાઈફ માં કરીશું શુ??ખાવા માટે રૂપિયા જોઈએ ડાર્લિંગ...ભૂલી ના જા..."
"ડાર્લિંગ,જાનુ,હની મને તારા બધા તરીકા ખબર છે...વાતને બદલ્યા વગર સીધી રીતે પ્રોમિસ આપ..લાઇફમાં જે પણ થશે સાથે મળીને ફોડી લઈશું..."
છેલ્લે નાછૂટકે પ્રોમિસ આપ્યું...એના માથા પર હાથ રાખીને કે કોઈ દિવસ ખરાબ કામ નહીં કરું...મહેનત જ કરીશ..અને એ ફૂટપાથ પરથી ઉભી થઇ...મારા તરફ હાથ લંબાવ્યો,"ચલ જાનુ...નવી લાઈફ શરૂ કરીએ..."
એના અવાજમાં એક ઉત્સાહ હતો...જાણે એને કશું ગુમાવ્યું જ નહોતું...અને હું પણ એના હાથમાં હાથ નાખીને ચાલતો થયો ઘર તરફ...
સવાર તો પડવા આવી હતી...બધા જાગીને સમાન ભરતા હતા...હું અને સનમ પહોંચ્યા...
મમ્મી તો સનમને વળગી જ ગયા...
સનમ : મમ્મી તમારો દીકરો છેલ્લે સુધરી જ ગયો...હવે કોઈ ઝંઝટ જ નથી...
મમ્મી મારા તરફ આવ્યા...માથા પર હાથ મુકતા બોલ્યા," તે જે ફેંસલો કર્યો...બહુ સરસ કર્યો...મને પેલું કહેવાયને અંગ્રેજીમાં...પ્રાઉડ..હા પ્રાઉડ છે તારા પર..."
me : શુ કામનું..પણ આપણે આપણું ઘર પણ આપી દેવું પડ્યું એ શેતાનને..
પપ્પા જોઈ રહ્યા હતા....
પપ્પા : ઘર તારું નહોતું મારું હતું...હું જેને આપવું હોય એને આપું...હવે આવ્યો છો તો સીધી રીતે સમાન પેક કરાવવામાં મદદ કર...હમણે જવાનું છે...બીજા ઘરમાં..
એમના અવાજમાં ગુસ્સો હતો પણ એ ગુસ્સા પાછળનો પ્રેમ મને આજે દેખાતો હતો..
હું વિચારતો હતો કે કયા ઘરમાં..મેં દાદીને ગોત્યા..બિચારા ચૂપચાપ જઈને અંદર બેઠા હતા...ઘરના મંદિરમાં..
me :દાદી બધું શુ ચાલે છે??ક્યાં જઈએ છીએ આપણે...
દાદી : તારી માં એ બધા દાગીના વેચી નાખ્યા....અને તારા બાપાએ એની એફ.ડી. તોડાવી નાખી અને અમુક પાસેથી પૈસા રાતોરાત માંગીને એક જૂનું ઘર ખરીદ્યું છે કોક નું..
me : તો એમાં તો રાજી થવું જોઈએ ને...
દાદી : શુ રાજી??સાવ નાની ઓરડીઓ છે...એમાં આપણે કેવી રીતે રહીશું...એ બોલ્યો કે ઘરમાં વહુ છે....તો ભાડાના મકાનમાં સારું ના લાગે...એમ બોલીને બહુ રખડીને કર્યું એને બધું ભેગું..
પપ્પાએ આટલું બધું કર્યું...સનમ માટે...બહાર આવ્યો...એ લોકોને સનમે બધું જ કહી દીધું હતું કે શું થયું હતું અમારી સાથે...
કોઈને એ ગમ જરાય નહોતો કે મેં આટલા રૂપિયા ગુમાવ્યા....લોકોને એ ખુશી હતી કે મેં સનમ માટે બધુ જતું કર્યું...એ લોકો રાજી હતા...અને અમે લોકોએ બપોર સુધીમાં તો નવા ઘરમાં પ્રવેશ પણ કરી દીધો...સનમના પગલાં પાડીને ઘર પણ શુભ કરી નાખ્યું...સનમની ખુશી નો પાર નહોતો...ઘર ભલે ખંડેર જેવું હતું..પણ પોતાનું હતું...મહેનતનુ હતું...બાકી સનમે મારા ફાર્મ હાઉસની અમીરી પણ જોયેલી જ હતી...હું સનમની ખુશી જોઈને હું પણ ખુશ થઈ જતો...પણ મેં ત્યાં રહેવાની પણ ના પાડી દીધી...સનમ સાથે બધા બોલી ઉઠ્યા કે શું વાંધો છે??
me : અહીંયા અમુક લોકો હજુ મારા ખિલાફ છે...અહીંયા મને કોઈ કામ પણ નહીં આપે...બધા મને નેતા તરીકે ઓળખે છે...અને હજુ હું બધી બાજુથી સેફ છુ એવો ભરોસો પણ નથી...હું મારી ઓળખાણ છુપાવીને એવી જગ્યાએ રહેવા માંગુ છુ કે કોઈ તકલીફ જ ઉભી ના થાય...તો સનમ તું તૈયાર થઈ જા....સાંજે જ આપણે નિકળીશું...અને મને આશીર્વાદ આપજો તમે ત્રણેય...કે હું સુખી સુખી સનમ સાથે રહું...
મમ્મી અને દાદી નહોતા માનતા પણ પપ્પા મારી વાતને સમજતા હતા...એમને પેલા લોકોને પણ સમજાવ્યા..અને એ લોકો તૈયાર થયા..
સાંજે જમીને,વાતો કરતા કરતા...જવાનો સમય આવી ગયો ખબર પણ ના પડી...મમ્મીને બહુ રડવું આવતું હતું...એમને એમ કે એમની દીકરી સનમ એમનાથી દૂર જઇ રહી છે...થોડા ઘણા પૈસા જ હતા પપ્પા પાસે છતાંય એમાંથી થોડાક અમને આપ્યા...નવી શરૂઆત કરવા કહ્યું...ફોન કરતા રહેવા કહ્યું....દાદી તો ચૂપ જ રહ્યા...
*
સોનગઢમાં નૈતિકે ખબર અપાવી દીધા હતા...કે કાર્તિક જતો રહ્યો છે...હર્ષ અને ધ્રુવને બહુ સમજાવ્યા ત્યારે એમને ખબર પડી કે બધું પતી ગયું છે...હર્ષ અને ધ્રુવ તાત્કાલિક પોતાના પરિવાર પાસે જતા રહ્યા...કારણ કે કાર્તિકે કહ્યું હતુ..
હર્ષ ને કાર્તિક પર બહુ ગુસ્સો આવતો હતો કે આટલો સારો મિત્ર હોવા છતાં એ મૂકીને જતો રહ્યો...એટલે થોડા દિવસો બાદ એ પણ કોઈ બીજા શહેરમાં ચાલ્યો ગયો..એના બાપાની લાગવગના લીધે એને એમ જ નોકરી મળી ગઈ...નૈતિક એના પપ્પાના ધંધાને આગળ ચલાવવામાં લાગી ગયો..ધ્રુવ ને કોઈ નોકરી ના મળી...કે એના બાપનો કોઈ ધંધો નહતો સારો એવો...એને છેલ્લે પિત્તળ ઓગાળવાની ભઠ્ઠીમાં કામ ચાલુ કર્યું...આ ત્રણ લાઈફમાં સારા એવા સેટ થઈ ગયા એમ કહી શકાય...કોઈ એટલી ગરીબીમાં નહોતું જેટલું હાલ હું હતો..
*
સોનગઢમાં બીજલમોટા છેતરપીંડી કરીને છેલ્લે મુખી બની જ ગયા...મારા વિશે જાત જાતની અફવાઓ ઉડતી હતી કે કાર્તિક જાયસરમાં જ મરી ગયો છે...બધાએ એવું જ માની લીધું હતું...કાનો બધાને સમજાવતો રહ્યો કે હું સારો માણસ હતો..પણ કોઈ માનતું નહોતું...સોનગઢ પાછુ હતું એવું બની ગયું...પણ હવે ગામમાં કોઈ લોહિયાળ જંગ ખેલનાર નહોતું...
પ્રિયંકા જબરદસ્તી જિંદગી જીવી રહી હોય એવું લાગતું હતું...એ મરવા માંગતી હતી...કારણ કે એને એમ કે કાર્તિક એના લીધે મર્યો....એને કાનાની વાતો ખોટી લાગતી..સેજલ પિયુને હંમેશા સંભાળતી...
મીનળબેન આરામની જિંદગી જીવી રહ્યા છે એમના બાળકો સાથે..એમના પાસેથી કોઈએ દસ કરોડ લીધા નથી..એ વાપરે છે અને જલસા કરે છે...
વર્મા અને ભવાન પાર્ટી કરતા હતા કે કાર્તિક નામનો કાંટો જતો રહ્યો...પચીસ હજાર કરોડ કરતા પણ વધારે એ લોકો ઝૂંટવી ગયા હતા મારા પાસેથી...કંઈ નહીં..મેં તો મારા ભલા માટે આપી દીધા...
*
આ બધાથી દૂર...હું હવે એક મોંઘી કાર લઈને મારા અને સનમના ઘર તરફ જઈ રહ્યો છું...ના...ખોટું ના વિચારતા...આ કાર મારી નથી...મારા સાહેબની કાર છે...હું તો હાલ એક સાધારણ ડ્રાઇવર છુ...સવારે સાહેબને ઘરેથી લઈને ઓફિસે મુકવાના...ઓફિસેથી ઘરે લઈ જવાના..તો બસ આજે એમને વહેલા કામ પતવાનું હતું તો હવે હું એમને મૂકીને હવે મારા ઘર તરફ જાઉં છુ...આ કારને મારે જ રાખવાની..કારણ કે સાહેબ પાસે ઘણી કાર છે...આજે વહેલા ઘરે જઈશ તો સનમ સરપ્રાઈઝ થઈ જવાની છે...એ વાત તો પાક્કી...
અને આ લો આવી ગયું મારુ ઘર...મારુ તો નથી...પણ હા ભાડું જરૂર હું જ ભરૂ છુ...શેરીમાં થઈને જવું પડે છે...ગરીબ વિસ્તાર છે એટલે..અને આ અમારી શેરીના છોકરાઓ કોઈ દિવસ શાંતિ નહિ રાખે...હું હાથમાં એક મોટી કેડબરી લઈને ઘર તરફ જઈ રહ્યો છુ..."સોરી બાળકો....તમારા માટે કોઈ બીજા દિવસે...આજે નહિ..મળે"હું હસતો હસતો એમને પાર કરીને ઘરમાં ઘૂસ્યો..
આગળના અમારા નાનકડા રૂમમાં તો કોઈ નહોતું...હું રસોડા તરફ ગયો..રસોડું આમ તો સારું એવું હતું...બહુ નાનું નહોતું...હોય તો પણ હવે શું ફરક પડે છે...
ઉભા ઉભા રોટલી બનાવતી હતી....અડધો લોટ તો એના ચહેરા પર લાગેલો હતો...પણ હવે પહેલા કરતા પણ વધારે ચમક મારતી હતી...સાડી પહેરેલી હતી એકદમ ગુજ્જુ સ્ટાઈલમાં...પેટ થોડું બહાર આવી ગયું હતું...ખબર નહિ છોકરી હશે કે છોકરો....જે પણ હોય સનમ જેવો જ હોવો જોઈએ...
"ઓ સનમ...તને ના નથી પાડી યાર...હું જાતે બનાવી લઈશ...જમવાનું..."એમ બોલીને મેં ગેસ બંધ કર્યો...એને ઉપાડીને બહારના રૂમમાં લઈ આવ્યો...
"તારા હાથનું જમવાનું નથી ભાવતું...યાર શુ કામ ટોર્ચર કરે છે મને.."
"તારા નખરા વધી ગયા છે....છાનીમાની બેસી રે..હું હમણે બનાવી નાખું જમવાનું જો તું...ત્યાં સુધી આ લે રિમોટ ટીવી જો"
તે ચેનલ બદલતી બદલતી હસવા લાગી....
થોડાક સમયમાં જમવાનું બનાવ્યું....થાકી ગયો હતો પણ શું કરીએ...દોસ્ત...મહેનતના રસ્તા આવા જ હોય...પણ પ્રેમ અખૂટ હતો..એમાં ના નહીં...
થોડાક જ સમયમાં સનમનો ફેવરિટ શો આવવાનો સમય થયો....અને એક તો જાડી થઈ ગઈ હતી થોડીક...અને આવીને મારા ખભા પર માથું રાખીને બેસી ગઈ...
"કાર્તિક કમ સે કમ અવાજ તો કર "
"શાંત રે..બાજુના મકાન વાળા બોલે છે કે આ કંઈ બાપનો બંગલો નથી કે ડીજે બેસાડ્યુ હોય એવા અવાજ રાખો છો..."
એ હસવા લાગી...
" કાર્તિક કોઈ દિવસ સોનગઢ જવાની ઈચ્છા છે ખરી...."
"એક વાર જાયસર ગામમાં જવું છે...પેલી કાજલને મળવું છે...પણ નથી જવાનો હું..."
" કેમ??તું એને પ્રેમ કરવા લાગ્યો હતો ને"
"સનમ...હું કોઈને પ્રેમ કરું છુ...મને એ વાતનો ડર જ નથી...પણ એ જે રીતે કરતી હતી...હું એની સામનો નહિ કરી શકું..એનો પ્રેમ બહુ ઊંચા દરજ્જાનો હતો"
"આપણે જશું એને મળવા...મારે એને મળવું છે...બહુ વખત વખાણ સાંભળ્યા છે એના..."
એને કોણ સમજાવે કે કાજલ તો ક્યારની મરીને મટી ગઈ...એનો નામોનિશાન પણ નહીં રહ્યો હોય જાયસરમાં...પણ એ જીવતી રહેશે મારી યાદો માં..
કાજલ માં પણ એ ખાસિયત હતી કે અને સનમમાં પણ એ ખાસિયત છે...ના કંઈ વધારે પામવાની અપેક્ષા,ના લાલચ...જે છે એમાં સંતોષ છે...એને જોઈતું હતું કે હું અને એ સાથે રહીએ...બાકી જો પૈસા જ વાંધો હોય તો મને આજે પણ સલીમનો ફોન આવે છે...યાદ છે કે નહીં...પેલો રાજુ ટી સ્ટોલ વાળો હતો એનો પાર્ટનર....બોલે કે ,"ભાઈ ઓફર છે...કરોડો ઘરભેગા થઈ જાશે...કાર્તિક તું કરી શકે છે...કોઈ જોખમ જ નથી.."પણ હું એને બહુ પ્રેમથી ના પાડી દઉં છુ...સનમ માટે ,અમારા આવનારા બાળક માટે મને જ્યારે લાગશે કે જરૂરત છે...તો ય નહિ કરું...સનમના સમ ખાધા છે...રૂપિયો વચ્ચે આવે તો પ્રેમની જગ્યા ભરાઈ જાય છે...એવું સનમ માને છે....હું વધુ ના કહી શકું. કારણ કે હવે જેમ એ બોલે છે હું એમ જ કરું છુ. ..મેં મારા દિમાગને રજા આપી દીધી છે...અને એ જ સારું છે...હવે જલ્દી સુઈ જઈશું...નહિતર સવારે વહેલા નહિ ઉઠાય....સવારે મમ્મી પપ્પા આંટો મારવા આવવાના છે...મમ્મી એ કહ્યું હતું કે થોડા સમયમાં એ લોકો પણ મારી સાથે જ રહેવા આવવાના છે...કારણ કે સનમને કોઈ તકલીફના પડે.મારા દોસ્તોના ફોન અમૂકવાર આવે છે...હસીને બે વાત કરી લઉં છુ...પણ કોઈ દિવસ મળવાની વાતમાં રાજી નથી થયો....અને મળવાનો પણ નથી...શક્ય છે ત્યાં સુધી..
સુતા પહેલા મેં ટેબલ પર પડેલા છાપા પર નજર પડી....મને લાગ્યું કે એ ફોટો ભવાનનો છે...મેં સરખી રીતે જોયું...
" અમુક અંડરવર્લ્ડના મોટા માથાઓએ ભવાન અને આપણા અધ્યક્ષ કેશવજી ને મોતને ઘાટ ઉતારી દીધા....સૂત્રોના જણાવ્યા મુજબ....બેનામી પચીસ હજાર કરોડના કારણે જ હુમલો થયો..પાર્ટીમાં મશગુલ હતા અને હુમલો થયો..કહેવાય છે બહુ સારા દોસ્ત હતા ભવાન અને કેશવજી...રાજ્યમાં હાઈ એલર્ટ...અંડરવર્લ્ડ પાછુ સક્રિય..."
સાલા કેશવ વર્મા મારી બરબાદી પાછળ તારો પણ હાથ હતો...મને તો આજે ખબર પડી....મેં સનમ સામે જોયું...સુઈ ગઈ હતી એકદમ નિર્દોષ મારા ખભા પર માથું રાખીને...મેં એને સરખી રિતે સુવાડી...ટીવી બંધ કરી...એના કપાળ પર ફોરહેડ કિસ કરીને થેંક્યું કીધું કે ઠીક છે એ વખતે મેં ભવાનને ના માર્યો...નહિતર આજે લગભગ ભવાનની જગ્યાએ હું હોત...અને તું ખબર નહિ શુ કરત...
"સનમ તો હવે સોનગઢની હવેલી પર તારો અધિકાર થઈ ગયોને પાછો?ભવાનને આપણે દસ્તાવેજ નહોતા આપ્યા...હવેલીના..મતલબ કે આપણે સાવ ગરીબ પણ નથી..."
"ખુશ ના થા...આપણે આપણા જીવનમાં ખુશ છીએ...બોવ સુખી છીએ...હવે એ દલદલમાં નથી ઉતરવું....હવે સુઈ જા."
એ બંધ આંખે જ હસી...અને મને એનો ટેડી બિયર સમજીને વળગીને સુઈ ગઈ...
બસ આ જ જિંદગી માટે...આ જ અહેસાસ એ કોઈ પણ આવનારી ઘાતની ચિંતા વગર જીવી શકે મારા સાથે...મને વળગીને...એટલે જ તો એને બધું ત્યાગી દીધું...બસ એને પસંદ કર્યો તો મને..અને આપણી વાર્તા જયાંથી શરૂ થઈ હતી ત્યાં જ આવી ગઈ...પેલું સોન્ગ છે ને સર્કલ્સ...એમાં બોલે ને કે આપણે ગોળ ગોળ ભાગીએ છીએ એવું જ થયું...પણ મેં ભલે ગમે એ ગુમાવ્યું પણ એક વસ્તુ તો પામી અને એ હતી સનમ...અને મારા માટે તો એ મારા જેટલા રૂપિયા ગયા એના કરતાં પણ ક્યાંય કિંમતી છે...મારા જીવનમાં બે મહત્વની સ્ત્રી...મારી માં અને મારી વાઇફે મને જિંદગીની સૌથી મોટી વસ્તુ સમજાવી દીધી કે પ્રેમથી વિશેષ કાંઈ નથી...એને પામી લો...બાકી વધુ પડતા પૈસા તો પ્રેમને છીનવી લે છે...મસ્ત બે વખતની મહેનતની રોટલી સાથે એ પ્રેમથી એ રોટલી ઘડનારી...એ જ હવે તો આ હીરોની જિંદગી.
*
" કાર્તિક કોઈક દિવસ તો જરુર આવશે...સોનગઢની ગાદી પર એનો હક છે...વિરજીની પાછળ વારસદારી સાચવવા એને આવવું પડશે..."કાનો સાંજે એકલા એકલા હોકો તાણતા નિસાસા નાખતો હતો...
પણ એને શુ ખબર કે સનમે મને સંતોષ સાથે જીવતા શીખવાડી દીધું હતું...પ્રેમ એટલે એમ નહિ ને તમે એને મોંઘી મોંઘી કારમાં ફેરવો,હોટેલોમાં લઈ જાવ,ટ્રાવેલ કરો....પ્રેમ એટલે શું...પ્રેમ એટલે ગરીબી હોય તો પણ એકબીજા સાથે ગમે એ હાલતમાં ખુશી ખુશી સાથે રહેવું....પ્રેમ એટલે માંગણીઓ નહિ...પ્રેમ એટલે સંતોષ..પ્રેમ.એટલે ગમે ત્યાં રહીને એકબીજાનું સારું ઇચ્છવું...પ્રેમ એટલે બલિદાન...
પછી આ પ્રેમ ગમે એનો હોય શકે...માતાનો પ્રેમ,પિતાનો પ્રેમ,દોસ્તનો પ્રેમ,એક તરફી પ્રેમ,કે પછી બસ એમ જ મળ્યા હોય તો એ પ્રેમ પણ હોય શકે...જેવી રીતે કે શામજીબાપા અને એમની પત્ની જે મરી ગયા...અને હું એમનો બદલો પણ ના લઈ શક્યો...આમ તો કાજલ પણ મરી ગઈ...ગામવાળાઓએ મારી નાખી સળગાવીને...પણ બદલામાં હવે હું નથી માનતો....બધા પાસેથી બદલો હું ના લઈ શકું...કદાચ હું ખોટું બોલ્યો હાલ...પણ જિંદગી બદલો લેવા કરતા પણ વધારે છે...જે છે હવે મારા પાસે એ સનમ છે...એને હવે હું ખોવા નથી માંગતો..પણ એનો મતલબ એ પણ નથી કે જેને મારા માટે કંઈક કર્યું છે એને હું ભૂલી જાઉં..એ લોકોને હું હમેશા દિલમાં સ્થાન આપીશ...
*
કહેવા તો ઘણું માંગુ છુ...પણ આ નવલકથાને અહીંયા હું વિરામ આપું છુ...સાથ દેવા બદલ આભાર...મળતા રહીશું😉
💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜
On insta : @cauz.iamkartik