એક સંબંધ દોસ્તીનો - 3 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સંબંધ દોસ્તીનો - 3

એક સંબંધ- દોસ્તીનો


આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.

હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં‌ શું થાય છે.
કોઈ વખત એવું થાય છે ને કે બીજા ફ્રેન્ડ બનાવવાના ચક્કરમાં આપણે આપણા સૌથી સારા ફ્રેન્ડ ને કોઈ બેસીએ છીએ. એવું જ આ બંને સાથે થયુ. બંને એમની જીંદગી માં ખોવાઈ ગયા. એવું ના હતું કે બંને વચ્ચે વાત નહોતી થતી પણ એ એકબીજાને સમજી નહોતા શકતા.
કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે એમનામાં સમજણ હતી જ કેટલી ? નવા માહોલમાં , માતા પિતા ની રોકટોક વગરની જિંદગી અને એમાં સમજણ તો દૂર દૂર સુધી હતી જ નહીં. એમનુ પહેલું સેમેસ્ટર પૂરું થતાં થતાં એમની વાત એકદમ ઓછી થઈ ગઈ. કોલેજમાં મળતા ત્યારે થોડી વાત કરતા પણ પહેલા ના જેમ નહિ. એવામાં નિવૉને એની ફ્રેન્ડ પાસે થી જાણવા મળ્યું કે કોલેજમાં એને અબીર ગલૅફ્રેન્ડ તરીકે ઓળખાય છે . નિવૉ માટે આ નવું હતું કે એમના વચ્ચે કંઈ હતું નહીં તો પણ એવું સાંભળવા મળતું.

નિવૉએ અબીર જોડે આના વિશે વાત કરી. અબીર કહે તું આ લોકો ને જેટલું સમજાવે એટલું ઓછું છે. એ લોકો નથી માનવાના . આપણી વચ્ચે એવું કશું છે જ નહીં તો શું કામ બીજા ને સમજાવવાના. એમ પણ એ બધા માનવાના નથી જ . તો આ બધું મગજ પર ના લઈશ.

નિવૉ વિચારે છે કે એણે સાચું કહ્યું કે આ બધાની જિંદગી માં હું એટલી પણ ખાસ નથી. તો મારે શું જરૂર એમને કહેવાની. એમ વિચારીને જેમ ચાલતું હોય એમ ચાલવા દે છે.

એમની કોલેજમાં એક પ્રોગ્રામ રાખવામાં આવે છે. જેમાં આ બંને ભાગ લે છે. બંને એમની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. એક દિવસ એમને ખબર પડે કે આજે આપણે જ્યાં પ્રોગ્રામ છે ત્યાં પ્રેક્ટિસ કરવા જવાનું હોય છે. નિવૉ અબીરને મેસેજ કરે છે.

નિવૉ - હાઈ
અબીર - હાઈ
નિવૉ - શું કરે છે??,
આવે છે ને આજે પ્રેક્ટિસ માટે?
અબીર - હા , તું આવવાની છે?
નિવૉ - હા
અબીર - તો મળીએ .
નિવૉ - ચોક્કસ ના કહી શકું સીનીયર પણ હશે સાથે
અબીર -‌ઓકે , પણ એકદમ અજાણી ના બની જઈશ.
મને ઓળખવાની ના નઈ પાડી દેતી.
નિવૉ - હા બાબાજી ના નહીં પાડું. હવે બાઈ , મળીએ
અબીર - હા, બાઈ.


એ જ દિવસે સાંજે એમનું મળવાનું થયું. એકબીજાને દૂરથી જ હાઈ- હેલ્લો કરી દીધું. એમ કરતાં એમના પ્રોગ્રામ નો દિવસ પણ આવી ગયો. નિવૉ ની સામેની બાજુ જ અબીર બેઠો હતો . અબીર એ નિવૉને ફોન કરીને કહ્યું કે આજે તો બવ સરસ દેખાય છે ને . આજે તો એક બે ઘાયલ જ થઈ ગયા હશે ને? નિવૉ કહે જા ને હરામી. અબીર કહે પછી મળ મને ફોટા પાડશુ આપણે . નિવૉ કહે ઠીક છે.


પ્રોગ્રામ પૂરો થતાં જ બંને મળે છે. એક બે ફોટા પાડી ને નિવૉ ત્યાં થી જતી રહે છે. એ બંને એમના ફ્રેન્ડ સાથે પ્રોગ્રામ માણે છે. પ્રોગ્રામ ના એક બે દિવસ પછીથી એમની પરિક્ષા ચાલુ થતી હોવાથી બંને પરિક્ષાની તૈયારીમાં લાગી ગયા.


પણ અબીરના મનમાં કંઈક ગડમથલ ચાલતી હતી જેની કોઈને ખબર નહોતી.


અબીરના મનમાં શું ચાલી રહ્યું હતું?
શું એમની દોસ્તી આજીવન સાથે રહેશે?

આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી છે.
‌- મિનલ પટેલ.