એક સંબંધ- દોસ્તીનો
આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.
હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં શું થાય છે.
આપણું મન ખૂબ જ ચંચળ છે. જે વાત આપણે યાદ રાખવા મથતા હોય એ જ વાત ભૂલાવી નાખે છે. આવું જ થયું નિવૉ જોડે . એને અબીરની બથૅ ડે ના આગલા દિવસ સુધી યાદ હતું કે કાલે અબીરની બથૅ ડે છે અને પરિક્ષાના કારણે ભૂલી ગઈ. બીજી તરફ અબીર નિવૉના ફોનની રાહ જોઈને બેઠો. અબીરને થયું હમણાં ફોન આવશે અને એ બોલી બોલીને મારું મગજ ખાઈ જશે. પણ નિવૉનો ફોન ના આવ્યો.
અમુક વાર આપણે વિચાર કરીએ એવું જ થાય એમ ના હોય ને. આપણે જેમનાં ફોન ની રાહ જોઈએ અને એમનો ફોન ના આવે તો નિરાશ થઈ જઈએ પણ અબીર એ વિચારયુ કે રહેવા દે આ મેડમને ક્યારે યાદ આવે છે કે આજે મારો બર્થ ડે છે અને ક્યારે વિશ કરશે એ જોવ. એમ તો મને કહે છે કે મારો બર્થ ડે યાદ રાખજે નહીં તો તું ખૂબ જ હૈરાન થશે અને મારો બર્થ ડે ભૂલી ગઈ.
બીજી તરફ નિવૉ પરિક્ષા આપીને હોસ્ટેલ પર આવતાની સાથે જ ઊંઘી જાય છે. સાંજે ઉઠીને એ ફોન વાપરવા માટે લીધો ત્યારે એને યાદ આવ્યું કે આજે તો અબીરની બથૅ ડે છે . નિવૉ તરત જ અબીર ને ફોન લગાડે છે.
અબીર - હરામી , કમીની , મોટા માણસો,
ફાઈનલી તમને ટાઈમ મળ્યો એમને!!
નિવૉ - સોરી યાર , મને પરિક્ષા ની તૈયારી માં ભૂલી
સોરી
અબીર - હા તમે તો મોટા માણસો એટલે અમારો બથૅ
ક્યાંથી યાદ હોય . તારો બથૅ ડે મારે યાદ
રાખવાનો પણ મારો યાદ નહીં રખાતો.
વાહ.
આવી મારી બેસ્ટ ફ્રેન્ડ જેને એના બેસ્ટ ફ્રેન્ડનો
બથૅ ડે પણ યાદ નહીં . મારે તારી જોડે વાત
જ નહીં કરવી. તું પરિક્ષાની તૈયારી કર મારો
બથૅ ડે યાદ રાખવાની જરૂર નથી.
નિવૉ - એ નંગ , બોલી લીધું?
અબીર - ના , હજુ બાકી છે.
નિવૉ - તો બોલો , અમે સાંભળવા તૈયાર છીએ.
અબીર - ના , હવે મારે કઈ નથી કહેવું.
નિવૉ - ના બોલ તું હવે તો બોલો જ મારે સાંભળવું જ
છે.
અબીર - પણ મારે કહેવું જ નહીં.
નિવૉ - પણ મારે સાંભળવું જ છે.
અબીર - બસ કર મારી માં. મારી પાસે કંઇ નથી કહેવા.
નિવૉ - પણ મારી પાસે છે. ચલ વીડિયો કોલ કરું છું
જલ્દી થી ઉપાડ.
ને સાંભળ જન્મદિન મુબારક
અબીર - ઓહો , આભાર તમારો.
નિવૉ - હા હવે જલ્દી વીડિયો કોલ ઉપાડ નહીં તો કૈંક
પીગળી જશે.
અબીર- કેક?
તું કેક લાવી ?
નિવૉ - તું કોલ ઉપાડ ને. સવાલ પૂછવા વગર.
અબીર - હા , ઉપાડુ છું.
વીડિયો કોલ ઉપાડતા જ નિવૉ કેક લઈને બેસી ગઈ. અને જોર જોરથી બથૅ ડે ગીત ગાવા લાગી.
અબીર - બસ માતાજી બસ
આખા ગામને નથી સંભળાવવુ.
નિવૉ - એ તો સંભળાવવુ જ પડે કારણ કે આજે તારી
એટલે કે મારા બેસ્ટ ફ્રેન્ડ ની બથૅ ડે છે.
અબીર - હા હવે.
અને તું કેક કેમ લાવી ?
મારાથી તો કપાશે પણ નહિં.
નિવૉ - એ તો મારા માટે લાવી તારા માટે નહીં. એમ
કેક ઘણા સમયથી ખાધી નથી ને એટલે .
અબીર - ઓકે તો તું કેક ખા હું કોલ મૂકું.
નિવૉ - ઓય મિસ્ટર ફિલોસોફર, કેન્ડલ ને તો ફૂંક મારી
જા પણ એના પહેલા ઘરની બહાર નીકળ
અને જો કંઈ મોકલ્યું છે.
અબીર અને નિવૉ નો કોલ પૂરો થતાં જ અબીર બહાર નીકળી ને જોયું તો ત્યાં એના કોલેજફ્રેન્ડ , સ્કૂલફ્રેન્ડ , મમ્મી-પપ્પા બધા એની રાહ જોતા હતા . અબીરની બથૅ ડે પાર્ટીમાં બધાંએ ખૂબ મજા કરી. બીજી તરફ નિવૉ પરિક્ષાનુ વાંચવા માટે બેસી ગઈ.
વાચકમિત્રો તમને જણાવવાનું કે અબીર અને નિવૉની દોસ્તીનો સંબંધ હવે અંત તરફ જઈ રહી છે. તો આપણે બધા સાથે મળીને એમની દોસ્તીને એક ખૂબસૂરત અંત આપીએ.
તમારા મુજબ એક સંબંધ દોસ્તીનો અંત શું હોવો જોઈએ એ મને કહો. અને આશા રાખું છું આપને એક સંબંધ દોસ્તીનો ગમી હશે.
આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી છે.
- મિનલ પટેલ.