Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

એક સંબંધ દોસ્તીનો - 6 - છેલ્લો ભાગ

એક સંબંધ- દોસ્તીનો



આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.





હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં‌ શું થાય છે.



નિવૉ અને અબીર ના વચ્ચે કિલોમીટરનું અંતર હતું પણ એ બંને એકબીજા પર નિર્ભર હતા . કારણ કે જે વાત ‌આ બંને એકબીજા સાથે કરતાં એવી વાતો એમના બીજા કોઈ ફ્રેન્ડ સાથે નહીં થતી.



નિવૉ અને અબીર કોલેજના છેલ્લા વર્ષમાં હતા. નિવૉ અબીરને કહેતી કે હવે તો છેલ્લુ જ વર્ષ છે આવી જા ને છેલ્લીવાર . એમ પણ પછી તો અવાશે નહીં. અબીર કહેતો હું ‌આવીશ , શાંતિ રાખ.




એવામાં નવરાત્રી આવી ગઈ અને આ ઘરથી બહાર છેલ્લી નવરાત્રી હતી તો નિવૉ અને એની બધી ફ્રેન્ડ ખૂબ જ મસ્તી કરવાનું અને ગરબા રમવાનું વિચાર્યું. એક દિવસ અબીર સાથે નિવૉ વાત કરતી હતી કે આ નવરાત્રી છે બધા ખૂબ જ ઉત્સાહિત છે.


નિવૉ - તને યાદ છે આપણી પહેલી નવરાત્રી?
અબીર - હા , યાદ છે ને . તું બવ ગરબા રમેલી.
નિવૉ -‌ હા , તને ગરબા રમવા આવવા કહ્યું પણ તું
તો આવ્યો જ નહીં.
અબીર -‌ હા હવે .
તને બીજા વર્ષ ની નવરાત્રી યાદ છે?
નિવૉ -‌ હા , યાદ છે . મારાથી ભૂલમાં ફોન થઈ
ગયેલો.
અબીર - હા અને એના પછી હું ફોન કરુ તો ફોન પણ
નહીં ઉપાડે.
નિવૉ -‌ હા , તો ગરબા રમતી હતી ને.
ને તારા ૧૪-૧૫ ફોન જોઈને મને ચિંતા થઈ ગઈ.
અબીર -‌ ‌હા , તે સવારે ફોન કરીને પૂછ્યું કે શું થયું?
ને મેં કહ્યું કે ગરબા નું મ્યુઝિક સાંભળીને મને
પણ ગરબા રમવા નું મન કરાવી દીધેલું.
નિવૉ -‌ હા .
પણ આ વખતે આવી જા યાર.
અબીર -‌ મેં ચોક્કસ ના કહી શકું યાર.
નિવૉ -‌ ઓકે. મેં પછી ફોન કરુ હમણાં તૈયાર થવાના.
અબીર -‌ હા, સાંભળ
નિવૉ -‌ હા ,બોલ
અબીર -‌ જેટલા ગરબા રમવા હોય એટલા રમી લેજે.
પછી એમ ના કહેતી કે ગરબા નહીં રમાયા.
નિવૉ -‌ હા , નહીં કહીશ . બાઈ
અબીર -‌ હા . બાઈ.




નિવૉ અબીરને રોજ રોજ જ્યાં ગરબા રમવા જતી ત્યાંના ફોટા અને વીડિયો મોકલતી. અબીર કહેતો કે મોડે સુધી ગરબા રમતી છે તો ધ્યાન રાખજે.



એક રાતે અબીર પર નિવૉનો ફોન આવે છે .
અબીર -‌ હેલ્લો ,નિવૉ?
હેલ્લો ,
નિવૉ -‌ આવી જા ને અહીંયા યાર પ્લીઝ.
અબીર -‌ શું થયું?
નિવૉ -‌ તું આવી જા અહીંયા . તું આવ એટલે આવ.
અબીર -‌ હા પણ શું થયું?
નિવૉ -‌ કશું નથી થયું પણ તું આવી જા.
અબીર -‌ હા . હું કાલે આવું છું. તું હમણાં રુમ પર
જા ને ઊંઘી જા.
નિવૉ -‌ હા .




બીજા દિવસે સવારે બંને ની ફોન પર વાત થાય છે. નિવૉ કહે છે કે કાલે મને કંઈ સારું નથી લાગતું હતું એટલે .



૧૦ વર્ષ પછી આ બધું શું કામ યાદ આવે છે એવું નિવૉ ને થાય છે. અને ત્યાં જ ડોરબેલનો અવાજ સાંભળીને નિવૉ દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ એક પરિચિત ચહેરો જોવા મળે છે. એ અબીર હતો. બંને એકબીજા ની માફી માંગે છે.
અબીર -‌ સોરી યાર , મેં તને ફોન કરવામાં વધારે જ
વાર લગાડી દીધી.
નિવૉ -‌ મેં પણ વાર લગાડી દીધી યાર.
આજે સવારથી જ તારી ખૂબ જ યાદ આવતી
‌ હતી.
અબીર -‌ તો ફોન કરાય ને ,પાગલ.
નિવૉ -‌ મને એમ કે તું હજી પણ ગુસ્સો કરશે.
અબીર -‌ પહેલાં તો નથી બીતી મારા ગુસ્સાથી ને હવે
શું થયું?
નિવૉ -‌ ખબર નહીં યાર.

( અબીર અને નિવૉનો પરિવાર એક સાથે બોલે છે)
હવે જો એક બીજા નું નામ લઈને અમારુ માથું ના દુખાવતા. તમે બંને એકબીજા નું જ દિમાગ ખાજો.

છેલ્લે બધાં જ અબીર અને નિવૉના કોલેજ ના દિવસો યાદ કરી છે.



આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી છે.
‌- મિનલ પટેલ.
સમાપ્ત.