એક સંબંધ દોસ્તીનો - 1 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

એક સંબંધ દોસ્તીનો - 1

એક સંબંધ - દોસ્તીનો


આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.

હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં‌ શું થાય છે. આ કહાની છે નિવૉ અને અબીરની.
દોસ્તીમાં ઝઘડા તો થતા જ હોય છે પણ આ વખતેનો ઝઘડો કઈ અલગ જ હતો . બંને નાની નાની વાતમાં ઝઘડતા. એમનો ઝઘડો એક કલાક થી વધારે ચાલતો જ નહીં. બધાને જોઇને તો એમજ કહેતા કે બેસ્ટ ફ્રેન્ડ જેવું કશું ના હોય સમય પસાર થતા તમે રિલેશનમાં આવી જશો. બંને આ વાત સાંભળીને હસતા ને કહેતા જોઈએ છીએ . પણ આ વખતે એમનો ગુસ્સો એમની સામે જીતી ગયો . એ ગુસ્સો આ વખતે ક્યાં સુધી ચાલુ રહેશે તેવી કોઈ ને ખબર ના હતી. બંને ગુસ્સામાં જિંદગીની અલગ અલગ રાહ પકડી લીધી હતી અને હવે ખબર નહીં કે આ બંને ક્યારેય મલશે કે નહીં.




૧૦ વર્ષ બાદ


લોકેશન - નિવૉનુ ઘર


આજે આ વરસાદ નું મૌસમ જોઈને નિવૉને અબીર ની યાદ આવી. ખબર નહીં ક્યાં હશે એ ? શું કરતો હશે? આજે મન ખૂબ જ બેચેની અનુભવે છે. નિવૉને એની અને અબીરની પહેલીવાર વાત થયેલ એ યાદ આવે છે. બવ ખાસ નહોતી અને એમને ખબર પણ નહોતી કે એ આગળ જતાં એ બંને એકબીજા માટે ખાસ બનશે.



નિવૉ અને અબીર એમનું હાઈસ્કૂલ પૂરું કરીને એન્જિનિયરિંગ કોલેજમાં માં ફૉમ ભરે છે ત્યારે નિવૉને ખબર પડે કે એની સ્કૂલમાં નો એક છોકરો પણ આ જ કોલેજમાં હોય છે. એક ફ્રેન્ડ પાસે થી નંબર ની આપ-લે થઈ.
નિવૉ - હાઈ , નિવૉ હિયર
અબીર - હાઈ
નિવૉ - મેં સાંભળ્યું છે કે તમારી અને મારી કોલેજ
સરખી જ છે.
અબીર - હા
નિવૉ - તો મળીએ કોલેજમાં?
અબીર-‌હા
નિવૉ- ઓકે. બાઈ
અબીર- બાઈ.


નિવૉ વિચારે છે કે કંઈ ખાસ ના હતી એમની પહેલી વાતચીત ‌અને આ વાત પછી મહિના સુધી એમની વાત પણ ના થઈ. પણ ખબર નહીં શું હતું પણ કોઈ સાથે છે ની અનુભૂતિ બંને ને થઈ હતી .
આ હતી એમની પહેલી વખત ની વાત. પરંતુ ભવિષ્યની ગતૉમા શું છુપાયેલું છે એ કોઈ ને જ ખબરના હતી. એ બંને એમની મસ્તીમાં જ રહેતા . અબીર એના મનનું કરવામાં માનનારો અને નિવૉ કેઈ પણ હોય એ ઘરે પૂછીને કરવામાં માનવાવાળી. બંને ગામડામાંથી આવવાવાળા તો‌ થોડું બંનેમાં લોકો શું કહેશે એવી માન્યતા ધરાવવાવાળા. પણ કહે છે ને કે સમય બધું જ બદલી નાખે છે એમ આ બંને ની પણ જીંદગી પણ બદલાવવાની હતી.

કહે છે ને કે" પરિવર્તન એ જીવન નો નિયમ છે". આ પરિવર્તન એમની જીંદગી માટે સારો રહેશે કે ખરાબ એ તો સમય જ બતાવશે.



આપણે આગળ જોઈએ કોન બદલાય છે અને કોન નથી બદલાતું. બંને માં શું બદલાવ આવે છે એ.

આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી .
‌- મિનલ પટેલ.