vaishyalay - 14 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 14

આગળ ચમેલી ચાલતી હતી અને પાછળ અંશ ને ભરત ધીરે ધીરે પગલાં ભરી રહ્યા હતા. જાણે કોઈ રહસ્યમય જગ્યાની સફર કરતા હોય એવી બન્ને ને ભ્રાતી થતી હતી. સામાન્ય દુનિયાથી કઈક અલગ જગ્યા પર એ લોકો આવી ચૂક્યા હતા. જીવનની કહાનીઓ અહીંયા બદલાઈ રહી હોય અને પોતે મૌન બની ચાલ્યા જતા હોય એવું લાગી રહ્યું હતું. ચમેલીને તો આ જગ્યા પર રોજનું થયું હતું. કદાચ જીવનના અંતિમ શ્વાસ પણ તેને આ જગ્યા પર જ લેવાના હતા. અંદર જતા ચાર રૂમ હતા. ચારેયના દરવાજા ખુલ્લા હતા. અંદર થી પરફ્યુમ અને અત્તરની ખુશ્બુ આવી રહી હતી. દીવાલો પર અદ્ભૂત ચિત્રો દોરેલા હતા. બધા ચિત્ર કઈકને કઈક ઘટના કહેવા માંગતા હોય એવું પ્રતીત થતું હતું. ખજુરાહોના મંદિરમાં કામશાસ્ત્ર અને ક્રીડાના શિલ્પ કંડારવામાં આવ્યા છે એમ જ અહીંયા પણ એવા અનેક ચિત્રો હતા. પણ આ ચિત્રોમાં એક વ્યથા હતા. એક એક ચિત્રમાં ભયાનક દાસ્તાન હતી. અત્યાચાર અને સ્ત્રીઓ પરના જુલ્મની કહાની હતી.ચિત્રોને બન્ને નીરખીને જોઈ રહ્યા હતા ત્યારે ચમેલી બોલી, " આ ચિત્રો માસીએ પોતાની જવાનીમાં દોરાવ્યાં છે, શહેરના એક ઉત્તમ ચિત્રકારને ખૂબ મોટી રકમ આ ચિત્રો દોરવા માટે આપી હતી."

અંશ બોલી ઉઠ્યો, " આ ચિત્રો કોના વિશે છે. ચિત્રોમાં એવું લાગે છે કે કોઈ પુરુષ એક કિશોરી પર પરાણે હાવી બની રહ્યો છે. જુવો પેલું ચિત્ર કિશોરી લાચાર અને ભયભીત લાગે છે અને પેલો પુરુષ અટ્ટહાસ્ય કરતો હોય એવું લાગી રહ્યું છે. આ કઈક કહાની છે. આ કોની દાસ્તાન છે?"

ચમેલીએ નિસાસો નાખતા કહ્યું, " આજ સુધી માસીએ મને પણ નથી જણાવ્યું કે આ ચિત્રો કેમ રૂમની બહારની દીવાલ પર ચીતર્યા છે અને આ ચિત્રમાં કોની ક.હાની છે. હું જેટલું જાણું છું એ તમને બધું કહીશ કારણ કે માસીનો હુકમ છે. આટલા વર્ષમાં તમે પહેલા છો જે ગ્રાહક નથી છતાં માસીએ આટલી ચર્ચા કરી એટલું જ નહીં પણ એમનું જ્યાં અતીત વીત્યું છે એ મકાનનો ખૂણે ખૂણો બતાવવા માટે એ રાજી થઈ ગયા. બાકી અહીંયા શરીરની ભૂખ માટે જ લોકો આવતા હોય છે. ચાલો રૂમમાં તમને રૂમ બતાવું..."

ભરત અને અંશ રૂમમાં ગયા . આહ શુ સ્વર્ગીય રૂમ હતો. ટેબલ પર શરાબના ખાલી ગ્લાસ પડ્યા હતા. એક બોટલમાં થોડીક શરાબ હતી. સિગારેટનું ખાલી એક ખોખું હતી. લાઈટર હતું. રૂમની વચ્ચોવચ બેડ ગોઠવ્યો હતો. બેડ પર ગુલાબની થોડી છૂટીછૂટી પાંડડી વિખેરી દેવામાં આવી હતી. કોઈ વધુ પૈસા વાળો આવવાનો હોઈ અને એને ખુશ કરવામાં કોઈ કમી ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હતું. રૂમની દીવાલો પર કામુક ફોટો લગાવ્યા હતા. એક અરસી હતી, ત્યાં શણગાર કરવાનો સામાન પડ્યો હતો. બે બારીઓ હતી ત્યાં પરદા લગાવવામાં આવ્યા હતા. આ રૂમની દીવાલો અનેક ચીખોની ગવાહ હતી. ઉપરની છતે હવસખોરોના આ ગણિકા પર થતા જુલ્મોને જોયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં સ્ત્રીએ પોતાની કામવૃત્તિને મારી ખુદને એક મશીન બનાવી દીધી હતી. અહીંયા હૈયા, લાજ કે શરમ કશું ન હતું. દીવાલોમાં દફન થયેલ ચીખો હતી, પુરુષની કામવૃત્તિને સંતોષવાના પ્રયાસ હતા. આ બેડ પર ચૂથાયેલ કુમળા ગુલાબની કલીઓ પ્લાસ્ટિકના ગુલાબની પાંદડી બની ખુદને ખૂબસૂરત સાબિત કરવા મથી રહી હતી.

ત્રણેય બીજા રૂમમાં દાખલ થયા. શરાબનો ગ્લાસ તૂટી ગયેલો નીચે પડ્યો હતો, બેડની ચાદર પણ અસ્તવ્યસ્ત હતી. કોઈ ચીખો હમણાં જ અહીંયા પાડીને ગયું હોય અને પડઘા સંભળાતા હોઈ એબી ભ્રમણા થતી હતી. અને ચમેલીએ આ દ્રશ્ય પર પડદો ઉઠાવતા કર્યું કે, ગઈ રાતે આ રૂમમાં એક મોટો પૈસાવાળો આવ્યો હતો અને મેં એને પુરી રાત શેર કરાવી હતી." ત્યારે અંશનું ધ્યાન પહેલીવાર ચમેલીની થોડી ખુલી પીઠ પર ગયું, થોડાક લાલ અને થોડાક કાળા નિશાન હતા. લાલ નિશાન તાજા હોઈ એવું લાગી રહ્યું હતું. અંશે પૂછી લીધું, " તમારી પીઠ પર આ લાલ અને કાળા નિશાન શેના છે." ચમેલીએ પોતાનું દર્દ છુપાવી લીધું અને હળવાશથી કહ્યું, " અમુક માણસોને શરીરથી સંતોષ ન થાય એટલે એમને મારવાની ટેવ હોઈ છે. વધુ ચીખો સાંભળવાની એમની આદત કારણે આ ડાઘ છે." અંશ અને ભરત આ સાંભળીને આવક થઈ ગયા. કેવા હેવાનો હશે જે એક શરીરની ઈજ્જત નથી કરી શકતા. આવા અત્યાચાર કરીને એમના હાથમાં શુ આવતું હશે? પૈસા આપ્યા એનો મતલબ એ પણ નથી કે શરીર પર આવા જુલ્મ કરવા, આ જ લોકો જાહેરમાં નારીશક્તિની વાતો કરતા ફરતા હોઈ છે. જે રૂમમાં આવેલ નારી પર જુલ્મ કરે છે.

બીજા બે રૂમ જોયા અને અનેક વિચાર, અનેક વ્યથા, અનેક મજબૂરી, અનેક ચીખો, અનેક હેવાનોની મૌન કહાની સાંભળી એ ત્રણેય બહાર આવી ગયા. ચમેલીએ કહ્યું, " માસી મેં બધું અંદર બતાવી દીધું છે, હવે હું થોડો આરામ કરું, પીઠ ફરી ચમેલી જતી હતી અને ભરત ને અંશ એની પીઠ પરના જખ્મો જોઈ રહ્યા હતા.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED