પરી - ભાગ-12 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરી - ભાગ-12

" પરી "ભાગ-12

શિવાંગ ક્રીશા સાથે મજાક કરે છે.અને બોલે છે કે, " એય કુશન ન ફેંકતી મારી ઉપર..." અને પછી ખડખડાટ હસી પડે છે.
ક્રીશા: નહિ ફેંકુ હવે, મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...હવે આગળ...

શિવાંગ ક્રીશાને તેના બિલ્ડીંગની નીચે ડ્રોપ કરીને ચાલ્યો જાય છે...

શિવાંગ પોતાના રૂમમાં બેડ પર આડો પડ્યો અને છત સામે તાકી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે ઘણાં બધાં દિવસ પછી, જિંદગી જાણે જીવવા જેવી લાગી છે...!!

બાકી અત્યાર સુધી તો માધુરીને છોડીને આવ્યા પછી...જાણે તેને જીવનમાંથી રસ જ ઉડી ગયો હતો. પણ આજે તેને લાગ્યું કે, કોઈના છોડીને ગયા પછી જિંદગી એટલી બધી પણ નિરસ નથી બની જતી અને તેને એક સેકન્ડ માટે પણ ક્રીશા યાદ આવતાં જ ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું. અને તે એકલો એકલો જ હસી પડ્યો.

ક્રીશા પણ ઘરે જઇને શિવાંગ સરની વાત તેની મોટી બેન અને મમ્મી-પપ્પાને કરવા લાગી અને શિવાંગના વખાણ પણ કરવા લાગી અને કહેતી હતી કે, ગુજરાતી એટલે ગુજરાતી... બીજા બધાથી કંઈક અલગ જ હોય...!! અને તેના ચહેરા ઉપર એક ગજબનું સ્મિત રેલાઇ ગયું....

બીજે દિવસે એઝ યુઝ્વલ શિવાંગ ઓફિસ જાય છે. તેને પણ ક્રીશાની કંપની ખૂબ ફાવી ગઇ હતી. બોલકણી અને સ્માર્ટ ક્રીશા સાથે તેને કામ કરવાની ખૂબ મજા આવતી હતી.

ક્રીશાને પણ શિવાંગ સાથે ખૂબ લગાવ થઇ ગયો હતો. બંને અવારનવાર સાથે સી.સી.ડી.માં કોફી પીવા જતા અને સાથે ઇડલી-વડા પણ ખાવા જતા. ક્યારેક વરસાદ વધારે આવી જાય તો શિવાંગ ક્રીશાને ઘરે પણ ડ્રોપ કરી આવતો અને રસ્તામાં શિવાંગને મગફળીનો ઓળો ખૂબ ભાવે તો રસ્તામાંથી લઇને ખાઇ લેતા અને વરસતા વરસાદમાં રસ્તામાં કાર ઉભી રાખીને નારિયેળ પાણી પણ બંને સાથે પી લેતા. શિવાંગનો ક્રીશા સાથે ટાઇમ તો સારી રીતે સ્પેન્ટ થઇ જતો પણ તે હજી માધુરીને ભૂલી ન હતો શક્યો. એકલો પડતો એટલે તરત તેને માધુરી યાદ આવી જતી...!!

ક્રીશાની મોટી બહેન પ્રાચી એક દિવસ ક્રીશાને પૂછે છે કે, " તને શિવાંગ સર ગમે છે...?? તું આખો દિવસ શિવાંગ સર આમ શિવાંગ સર તેમ, એમ શિવાંગ સરની જ વાતો કર્યા કરે છે તો તું શિવાંગ સરના પ્રેમમાં તો નથી પડી ગઇ ને...?? " બંને બહેનો વચ્ચે સવા વર્ષનો જ ડીફરન્સ હતો એટલે બંને બહેનો એકબીજાની સાથે ઓલ્વેઇઝ બધીજ વાતો શેર કરતી હતી...
ક્રીશા: ના ના દી, એવું કંઇ નથી શું તું પણ..કંઇપણ બોલ્યા કરે છે...!!

પ્રાચીએ આવું પૂછ્યું એ રાત્રે ક્રીશાને પણ ઊંઘ ન આવી અને તે વિચારવા લાગી કે દીની વાત સાચી છે. કદાચ, તેનું કહેવું સાચું તો નથીને...!! મને ખાલી એટ્રેક્શન જ છે શિવાંગ સર પ્રત્યે...?? કે પછી હું તેમને ચાહવા લાગી છું...?? પણ મેં તો એવું ડીસાઇડ કર્યું હતું કે, મારે કદી લવ- બવના લફડામાં પડવાનું નહિ અને મારી ડેફીનેશનમાં જે છોકરો ફિટ બેસે તે છોકરા સાથે જ મેરેજ કરવાના તો પછી આ દી કહે છે... તે શું છે...?? હે પ્રભુ, સો મેની કન્ફ્યુઝન...!!

અને પછી તો તેને ચેન જ પડતું નથી, તે તરત રાત્રે ને રાત્રે જ પ્રાચીને ઉઠાડે છે.

પ્રાચી: અરે યાર, શું છે તારે અત્યારે અડધી રાત્રે...??કાલે સવારે આપણે વાત કરીશું, અત્યારે તું શાંતિથી સૂઈ જા યાર...
ક્રીશા: ( જબરજસ્તીથી પ્રાચીને ઉઠાડે છે. ) અરે ઉઠને દી તું, મને ઊંઘ નથી આવતી તે જ તો પ્રોબ્લેમ છે...!!
પ્રાચી: ( બગાસું ખાતા ખાતા ઉઠે છે. ) બોલ, શું પૂછતી હતી તું...??

ક્રીશા: એજ કે તું કહે છે કે મને શિવાંગ સર સાથે લવ થઇ ગયો છે...?? પણ મેં તો કોઈની સાથે લવ નહીં કરવાનું ડીસાઇડ કર્યું હતું...!!

પ્રાચી: અરે બુધ્ધુ, લવ કરવાનો ન હોય એ તો થઇ જાય અને તેને જ તો લવ કહેવાય...!!
ક્રીશા: ઓહ, માય ગૉડ...!! હવે મને ખબર પડી, તું કહે છે તેવું જ છે. રીઅલી આઇ લવ હીમ. પણ તેમણે તો મને કોઈ દિવસ એવું કંઇ કહ્યું નથી...??

પ્રાચી: તો તું કહેજે એમને...અને હવે બહુ લેઇટ થઇ ગયું છે ચલ હવે સૂઇ જા અને મને પણ સુઈ જવા દે.

ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...!! કાલે જ હું શિવાંગને મારી વાત કરીશ...!! અને ચહેરા પર એક સુખના સુકૂન સાથે શાંતિથી સૂઈ જાય છે.

સવારે શિવાંગને મળીને ક્રીશા શું વાત કરે છે....વાંચો આગળના ભાગમાં.....

રેટ કરો અને રિવ્યુ આપો

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Nita

Nita 3 વર્ષ પહેલા

Sheetal

Sheetal 3 વર્ષ પહેલા

Nathabhai Fadadu

Nathabhai Fadadu 3 વર્ષ પહેલા

Keval

Keval 3 વર્ષ પહેલા