" પરી " ભાગ-11
ક્રીશા બોલી રહી છે અને શિવાંગ સાંભળી રહ્યો છે...
હવે આગળ....
બંને જમવા માટે 'ઉડીપી હોટલ શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ફેવરીટ સેટ ઢોંસા મંગાવે છે અને શિવાંગ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે.
શિવાંગ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે...અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું...ક્રીશા આ જોઇ ગઇ એટલે તેણે તરત જ પૂછ્યું, " કેમ સર શું થયું એકલા એકલા હસો છો..?? "
શિવાંગ: ના ના એતો કંઇ નઇ બસ એમજ...
ક્રીશા: ના તમારે મને કહેવું જ પડશે સર.. નહિ તો..
શિવાંગ : ઓકે, ઓકે કહું છું. એતો હું એમ વિચારતો હતો કે, આ પાગલ છોકરીને કોઈ બોયફ્રેન્ડ. હશે કે નહિ હોય...?? એટલે જરા હસી પડ્યો.
ક્રીશા: ના ના, આપણે કોઈ બોયફ્રેન્ડ નથી. કોલેજમાં ગૃપ હતું. પણ બોયફ્રેન્ડ કોઈ નઇ. અત્યાર સુધી એવો કોઈ છોકરો મળ્યો જ નથી જે મારી હસબન્ડની ડેફીનેશનમાં ફિટ બેસતો હોય અને જેણે મારા દિલને જીતી લીધું હોય...!!
શિવાંગ: એટલે તારી હસબન્ડની ડેફીનેશન શું છે એ તો કે...
ક્રીશા: ( થોડી સીરીયસ થઇ જાય છે અને બોલે છે. )
મને એવો હસબન્ડ જોઈએ છે જે મને બેસુમાર મુહોબ્બત કરતો હોય, મારાથી વધારે પૈસા કમાતો હોય, જેથી તે મારી ઉપર ડીપેન્ડ ન હોય, તેનામાં એવા વરચ્યુઝ ( ગુણો ) હોય જેના માટે મને તેની ઉપર માન થાય,મને પોતાની લાઇફમાં મહત્વ આપતો હોય, પોતાના કામમાં એકદમ પરફેક્ટ હોય. એકદમ હેન્ડસમ અને પર્સનાલિટીવાળો હોય. અને હું ઓફિસથી ઘરે જવું એટલે મને ઘરકામમાં પણ હેલ્પ કરે.
શિવાંગ: હસતાં હસતાં બોલે છે. આટલું બધું તો કોઈ એક છોકરામાં ના મળે તેના માટે તો તારે બ-ત્રણ છોકરાઓ સાથે લગ્ન કરવા પડે...!! અને પછી મુક્ત મને હસી પડે છે... ( ઘણાં લાંબા સમય પછી શિવાંગ આવું મુક્ત મને ખડખડાટ હસ્યો હતો. )
ક્રીશાને પણ હસવુ આવે છે અને શિવાંગ ઉપર ગુસ્સો પણ આવે છે. અને તે બોલી ઉઠે છે, " સર, મારી મજાક નહીં કરો, નહિ તો આ કુશન છુટ્ટુ ઘા કરીશ તમારી ઉપર.
અને શિવાંગને ક્રીશાના હાથમાં કુશન જોઇ તેની નાદાનીયત અને ભોળપણ ઉપર વધારે હસવુ આવે છે. ( આજે જાણે તેનું હસવું બંધ જ નથી થતું. તે ઘરેથી નીકળ્યો ત્યારે તેને ખબર ન હતી કે તેનો આજનો દિવસ આટલો બધો મજેદાર જશે અને ઓફિસ ટ્રીપ આટલી બધી ફેન્ટાસ્ટીક જશે...!! તેણે તો બસ જસ્ટ કંપની માટે ક્રીશાને સાથે લીધી હતી કે ગુજરાતી છે તો થોડી વાતો કરવાનો ચાન્સ રહેશે, ટાઇમ પાસ થઇ જશે અને બોર નહિ થવાય. ક્રીશા આટલી બધી ફ્રેન્ક હશે, તેની સાથે આવી હસી-મજાક ની દોસ્તી થઈ જશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. થોડા સમય માટે જાણે પોતાનું બધું જ દુઃખ ભૂલી ક્રીશામય થઇ ગયો હતો...!! )
બંનેની દિલચશ્પ વાતોમાં ને વાતોમાં રસ્તો ઘણો કપાઈ ગયો હતો. એટલે શિવાંગે ક્રીશાને પૂછ્યું કે, " આપણે બરાબર તો જઇ રહ્યા છીએને...?? "
ક્રીશા: હા હા સર, આપણે બરાબર જ જઇ રહ્યા છીએ. મેં જીપીએસ ઓન કરી દીધું છે, જે સીધું આપણને મારા ઘરે જ લઇ જશે.
શિવાંગ: અરે યાર બહુ ટ્રાફિક છે આ રોડમાં તો, બીજો કોઈ રસ્તો ન હતો...?? કેટલો ટાઇમ બતાવે છે...?? જરા જોને...?
ક્રીશા: બસ, હાફ એન અવર બતાવે છે સર. સર, આર યુ ટાયર્ડ...?? હું કાર ડ્રાઇવ કરી લઉં...??
શિવાંગ: ( આશ્ચર્ય સાથે )તને આવડે છે ડ્રાઇવિંગ..??
ક્રીશા: યસ, અફકોર્સ સર.
શિવાંગ: ( મજાક કરીને થોડું હસતાં હસતાં બોલે છે.)
મને એમ કે તને ખાલી બક બક કરતાં જ આવડે છે.
ક્રીશા: શું સર તમે પણ...!!
શિવાંગ: એય, કુશન ન ફેંકતી મારી ઉપર...અને પછી ખડખડાટ હસી પડે છે...
ક્રીશા: નહિ ફેંકુ,હવે મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...