એક સંબંધ દોસ્તીનો - 2 Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સંબંધ દોસ્તીનો - 2

એક સંબંધ- દોસ્તીનો


આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.

હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં‌ શું થાય છે. આ કહાની છે નિવૉ અને અબીરની.


‌‌ એમની પહેલી વખતની ફોન પરની વાતો , ખબર નહીં શું વાત કરેલી પણ એ વાત પછી જ ફ્રેન્ડ બન્યા. એક કલાક સુધી ચાલેલી એમની વાત. હોય છે ને કે અમુક લોકો સાથે વાત કરવા કોઈ ટોપિકની જરૂર નથી હોતી એમ એ દિવસે એમની વાતોનો કોઈ અંત જ નહોતો. એમને સ્કૂલની વાતો કરી, ટયૂશનની વાતો કરી. સ્કૂલ સમયમાં હતા ત્યારથી હમણાં સુધી શું બદલાઈ ગયું એવી વાતો કરીને એ બંને ખૂબ જ હસ્યા. એ લોકોની વાતો ચાલુ જ રહેત પણ નિવૉની ફેનડૂ એને જમવા માટે કહી ગઈ એટલે એમની વાતો ત્યાં જ અટકી.
આમ ને આમ એ વિતતા દિવસો સાથે એ લોકો વચ્ચે વચ્ચે વોટ્સએપ પર વાત કરી લેતા. એમાં જ એક દિવસ એવી જ વાતમાં અબીરએ કીધું કે આપણે એ દિવસે વાત કરેલી એમાં મારૂ બેલેન્સ પૂરું થઈ ગયેલું. આ વાત સાંભળીને બંને જણા ખૂબ જ હસ્યા. આમ એક દિવસ બંને ફોન પર વાત કરતા હતા ત્યારે જ નિવૉએ કહ્યું કે બાઈ હું જમવા બનાવવા જવાની અને નિવૉ એ કોલ કાપી નાખ્યો. એટલામાં જ અબીરનો મેસેજ આવ્યો કે વાત ચાલુ હતી ને કોલ તે કાપી નાખ્યો.
આમ ને આમ સમય વિતતો રહ્યા . એવામાં જ એમની કોલેજની પરીક્ષા આવી. બંને પરિક્ષાની તૈયારી કરવા માંડી પડ્યા. એક દિવસ અબીર નિવૉને મેસેજ કરે છે કે કાલે છેલ્લૉ પેપર છે તો આપણે બહાર નાસ્તો કરવા જઈએ. નિવૉ એ કહ્યું ઠીક છે. હું પેપર પતશે એટલે કોલ કરીશ.
બીજા દિવસે પેપર પૂરું કરીને નિવૉ અબીરને કોલ કરે છે. પણ અબીરનો ફોન સ્વીચ ઓફ હતો છે. એટલીવાર માં જ અબીર સામે થી આવતો દેખાય છે. બંને એકબીજા સાથે વાતો કરતા કરતા કોલેજની બહાર આવે છે. બંને એક સારી જગ્યાએ નાસ્તો કરે છે. એના બીજા જ દિવસે બંને ઘરે જવા નીકળી જાય છે. ઘરે પહોંચ્યા ના બીજા જ દિવસે એમનું હાઈસ્કૂલનું ગૃપ મળવાનુ નક્કી કરે છે. આમ ને આમ દિવસો વિતતા ગયા અને બંનેએ એકબીજાની સાથે સારી એવી દોસ્તી વધારી દીધી જેમ કે એકબીજા ના ફેવરિટ હિરો હિરોઈન થી લઈને એકબીજાના ક્રશનુ નામ લઈને ચીડવવુ. એમની દોસ્તી ને જોઈ ને કોઈ ને પણ લાગતું જ કે એમની વચ્ચે દોસ્તી થી પણ વધારે કંઈ છે. એટલે જ નિવૉના ઘરની આજુબાજુવાળા‌ પણ પૂછવા લાગ્યા કે અબીર નિવૉનો બોયફ્રેન્ડ છે કે શું?
નિવૉ ના મમ્મી પપ્પા લોકો ને શું જવાબ આપે કે એમને સમજાવે કે જમાનો હવે આગળ વધી રહ્યો છે તો આપણે પણ આપણી માનસિકતા બદલવી જોઇએ.



એમની દોસ્તી આગળ વધી રહી હતી પરંતુ એક ચીજ એમના બંને માં ખૂટતી‌ અને એ ચીજ એ જ એમને દૂર કરી નાખ્યા.
કઈ ચીજ એ એમની દોસ્તી છીનવી?
શું ખૂટતું હતું એ બંનેમાં?

આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી છે.
‌- મિનલ પટેલ.