ડાયરી - ભાગ - 6 Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - ભાગ - 6

ડાયરી ભાગ – ૬
પપ્પા મમ્મીએ રડવાની નાં પડી છે ને ? આ સાંભળી રડતી આંખો હસી પડી અને પપ્પાએ નિયતિનાં માથે ચુંબન લીધું.
બીજે દિવસે ગાર્ડનમાં નિયતિ એની બેનપણીઓ સાથે રમતી હતી..જ્યાં નિયતિ દોડતી આવી..
હું તમારા માટે કઈક લાવી છું..
શું લાવી છે અમને બતાડ..?
આ જુઓ..કહેતા નિયતીએ એમની બેનપણીઓને એક એક ડાયરી , પેન્સિલ ગીફ્ટ આપવા માંડી..
આ તમારા માટે જ છે..
સરસ છે ને..?
આ પેન્સિલ હું રાખીશ.
આ ડાયરી મને જોઈએ..કહેતા બે ત્રણ બેનપણીઓ તો લડી પડી..
આ શું કામ આવે ? એક સખીએ પૂછ્યું..
પપ્પાએ કહ્યું છે કે આમાં લખવાથી અક્ષર સારા થાય..નિયતિ તરત બોલી.
તો તો હું રોજ આમાં લખીશ..
અને હું પણ..
આમાં લખીને મમ્મીને દેખાડીશ..
રાજેશ ભાઈ આવ્યા અને બધા પાસે ડાયરી જોઈ ખુશ થઇ ગયા અને બોલ્યા..
હા, બેટા, રોજ જે જે થાય એ આમાં લખવાનું આ જાદુઈ ડાયરી છે આમાં લખવાથી અક્ષર સારા થાય...
પપ્પા અ રાખોને મારે હિંચકે બેસવું છે..
નિયતિ પપ્પાને ડાયરી આપી બેનપણીઓ સાથે હિંચકે બેસવા ચાલી ગઈ..
સરોજ બેન બોલ્યા : રાજેશ ભાઈ બાળકોના અક્ષર સારા કરવાનો સરસ રસ્તો શોધ્યો તમે...
જે થાય તે સારું થાય..જો કે એક રીતે જોવા જઈએ તો ડાયરી લખવાની ટેવ આપણે પણ પાડવી જોઈએ..ગાંધીજી પણ ડાયરી લખતા.
ગાંધીજી જેટલા મહાન નથી થવું..અમે તો ઘરના હિસાબ ડાયરીમાં લખી શકીએ તોય બસ..કહેતા સરોજબેન હસી પડ્યા..
દર વખતની જેમ સવારે નિયતિ તૈયાર થઇ અને રાજેશભાઈ એને સ્કુલ બસ સુધી મુકવા આવ્યા..
બાય પપ્પા..
સ્કુલ બસ આંખોથી દુર થઇ ત્યાં સુધી પપ્પા લાડકી નિયતિને હાથ હલાવતા બાય કરતા હતા..આખરે રાજેશભાઈ પણ ગાડીમાં બેઠા અને ઓફિસે રવાના થયા.
સ્કુલેથી આવ્યા બાદ રાજેશભાઈ નિયતિને બરાબર નોટ કરતા હતા નિયતિ એક ચિત્તે ડાયરી લખતી હતી..રાજેશભાઈ પણ પોતાના લેપટોપમાં ઓફીસના કામ માં પરોવાયેલા હતા..
નિયતિ ને જ્યાં જ્યારે સમય મળે કે એ ડાયરી કાઢીને લખવા લાગતી..સ્કુલ, ગાર્ડન, ક્લાસ, ઘર અને પોતાના રૂમમાં પણ એ ડાયરી સાથે ને સાથે જ રાખતી..અચનાક જ જાણે એને કઈ યાદ આવે કે એ તરત ડાયરીમાં લખવાનું શરુ કરી દે..
અઠવાડિયામાં તો નિયતિનાં વર્તનમાં પરિવર્તન દેખાવા લાગ્યું...નિયતિ થોડી ગભરાયેલી લાગતી હતી...એ એકલી એકલી રૂમમાં હોમવર્ક કર્યા કરતી..પપ્પા સાથે ઓછુ બોલાતી પોતાનું કામ પોતે જાતે જ કરી લેતી...પપ્પા રાજેશ ઘરમાં લેપટોપમાં કામ કરી કરતા હતા ત્યાં એણે નિયતિને જોઈ જેની વર્તણુક થોડી અજીબ લાગી..
શું થયું બેટા..?
કઈ નહિ..
અહિયાં આવ..
ક..ક..ક..કઈ નથી થયું પપ્પા..
મારી પાસે આવ બેટા..અચાનક ઉભા થઇ પપ્પાએ નિયતિનાં ખભે હાથ મુક્યો કે નિયતિ ગભરાયેલા પારેવડાની જેમ સંકોચાઈ ગઈ..અને ડરી ગઈ..એની આંખોમાં ભય દેખાઈ રહ્યો હતો..પણ વાત શું છે એની ખબર નહોતી પડતી..
શું થયું બેટા..??
પપ્પા..પપ્પા..
હા બોલ બેટા..શું થયું..?
પપ્પા...બાબુ..બાબુ..
બાબુ..? કોણ..બાબુ..?
બાબુ..
બાબુ મને બસ માંથી ફેંકી દેશે...કહેતા નિયતિ લગભગ ડરી ગઈ અને એકદમ પપ્પાની બાંહોમાં સમાઈ ગઈ..
બાબુ મને ફેંકી દેશે..બસ માંથી...
નાં..નાં..એવું કઈ નહિ થાય. બસ ચુપ થઇ જા એકદમ..
પપ્પા મને વેરી ગુડ મળ્યું..જુઓ..
પપ્પાને ડાયરી દેખાડતા નિયતિએ વિષય બદલવાનો પ્રયત્ન કર્યો પણ હજુ એની આંખોમાં ભય હતો જ. નિયતીએ રાજેશભાઈના હાથમાં એક નોટબુક મૂકી જેમાં સારા અક્ષર માટે નિયતિને વેરી ગુડ મળ્યું હતું.
અરે વાહ..મારી ઢીંગલીને વેરી ગુડ મળ્યું..નિયતિ ખુશ હતી પણ એની આંખોમાં આશ્ચર્ય પણ હતું..એ કઈક છુપાડતી હોય એવું લાગ્યું..થોડીક ટેન્શનમાં નિયતિ હોમવર્ક કરી રહી હોય એવું લાગ્યું...એની આસપાસ સ્કુલની બુક્સ પડી હતી.
ચાલો બેટા હવે સુઈ જાઓ..
પપ્પા આ છેલ્લું લખી લઉં..
હા, ચાલો સવારે સ્કુલ જવાનું છે ને ? વએહ્લા ઉઠવાનું છે..નિયતિનાં માથે હાથ ફેરવતા ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ નહિ પડી..પપ્પાનાં ખોળામાં જલ્દી સુવાની આદત હતી નિયતિને. રાજેશે નિયતિને બેડ પર બરાબર સુવડાવી અને અને તકિયા નીચેથી એની ડાયરી અડધી બ્હાર દેખાતી ડાયરી પર ધ્યાન ગયું..રાજેશે ડાયરી કાઢી અને વાંચવાની શરૂઆત કરી..
ક્રમશ :