Diary book and story is written by Ashok Upadhyay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Diary is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડાયરી - નવલકથા
Ashok Upadhyay
દ્વારા
ગુજરાતી વાર્તા
“ડાયરી”નિયતિને હું નાની હતી ત્યારથી ઓળખું છું, એમ કહોને કે એ મારા ખોળામાં જ મોટી થઇ છે. આમ તો ઘણા સમયથી નિયતિની ડાયરીનાં પાના આંખ સામે દેખાતા હતા, પણ એને શબ્દોમાં ઉતારવા રોજ વિચારતો અને અટકી જતો, “નિયતિ” એ હંમેશા આંખ સામે આવી જતી અને જ્યારે જ્યારે નિયતિ સામે આવે ત્યારે આંખો ભરાઈ જાય. છતાંય નિયતિ સાથે નિયતિએ કરેલા વ્યવહારને આપ સૌ સાથે શેયર કરવાની ઈચ્છા રોકી ન શક્યો અને આજે કલમ ઉપાડી. દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર , એ સુએ તો રાત પડેને જાગે તો સવાર...પપ્પા રાજેશ ભાઈની લાડકી નિયતિ, પપ્પાના મોઢે હાલરડું સાભળ્યા વગર સુતી જ નહિ. અમદાવાદનાં વરાછા
“ડાયરી”નિયતિને હું નાની હતી ત્યારથી ઓળખું છું, એમ કહોને કે એ મારા ખોળામાં જ મોટી થઇ છે. આમ તો ઘણા સમયથી નિયતિની ડાયરીનાં પાના આંખ સામે દેખાતા હતા, પણ એને શબ્દોમાં ઉતારવા રોજ વિચારતો અને અટકી જતો, “નિયતિ” એ ...વધુ વાંચોઆંખ સામે આવી જતી અને જ્યારે જ્યારે નિયતિ સામે આવે ત્યારે આંખો ભરાઈ જાય. છતાંય નિયતિ સાથે નિયતિએ કરેલા વ્યવહારને આપ સૌ સાથે શેયર કરવાની ઈચ્છા રોકી ન શક્યો અને આજે કલમ ઉપાડી. દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર , એ સુએ તો રાત પડેને જાગે તો સવાર...પપ્પા રાજેશ ભાઈની લાડકી નિયતિ, પપ્પાના મોઢે હાલરડું સાભળ્યા વગર સુતી જ નહિ. અમદાવાદનાં વરાછા
ડાયરી – ભાગ ૨ નાં. નિયતીએ પપ્પા ને જોઈ એની આંખોમાં જોયા જ કર્યું અને ગોઠણ પર હાથ ઘસતા ફરી ઇશારે બોલી. નાં નાં. નથી વાગ્યું.રાજેશ ભાઈ હજુ પણ ઝળઝળિયાં સાથે દિકરીને જોઈ રહ્યા વ્હાલી ઢીંગલીએ એના નાનકડા હાથથી ...વધુ વાંચોઆંખો લૂછતાં ફરી કહ્યું.સોરી. હું પડી ગઈને ? હવે આવું નહિ કરું. મંદબુદ્ધિની દિકરીની ભાષા એના પપ્પાને જ સમજાતી હતી, પપ્પા એને ભેટી પડ્યા. આસપાસથી અમુક હજુય બાપ દિકરીને જોતા હતા. આખરે બન્ને ગાડીમાં બેસી ઘરતરફ રવાના થયા. ગાડીમાં પપ્પાની બાજુમાં આગલી સીટ પર બેઠેલી નિયતિ ઘર તરફ જતા રસ્તામાં આવતી અમદાવાદની નાની મોટી દુકાનો, રીક્ષા, અને ક્યારેય ન અટકતા લોકોને જોતા જોતા
ડાયરી ભાગ – ૩ આખરે રાજેશે નિયતિને લખતા શીખવ્યું અને જોતજોતામાં તો કોઈ સ્કોલર સ્ટુડન્ટની જેમ નિયતિએ લેસન પૂરું કરી નાખ્યું, કહેવાય છે કે સ્પેશ્યલ ચાઈલ્ડ ને ઉપરવાળો કોઈ આંતરિક શક્તિ આપે છે. જે સામાન્ય લોકોથી અલગ હોય છે. ...વધુ વાંચોપણ કોઈક એવી શક્તિ ઉપરવાળાએ આપી જ હશે. લેશન પૂરું થયું પપ્પાએ નિયતિનાં ચોપડા બેગમાં મુક્યા. અને નિયતિ ને સ્કુલ બેગ પહેરાવતા વોટર બોટલ આપી.ચાલો બેટા બ્હાર નીકળો હું ઘરને તાળું મારીને આવું છું. નિયતિ પોતાને વ્યવસ્થિત કરતા ઘરની બ્હાર નીકળી અને રાજેશ ભાઈએ બુટ મોજા પહેરીને હાથમાં લેપટોપની બેગ લીધી અને ઘરને તાળું માર્યું. નિયતિની સ્કુલ બસ ઘરની બ્હાર થોડા અંતરે
ડાયરી ભાગ – ૪ હા, ક્યારે ચા પીધી, શું નાસ્તો કર્યો. સ્કુલમાં શું કર્યું. સાંજે શું રમી. રાત્રે શું જમી. બધું જ લખવાનું. તું જો આમ લખીશ ને તો તારા અક્ષર એકદમ સરસ થઇ જશે.લખીશ ને ??હા હા હું ...વધુ વાંચોબધું જ લખીશ. આમાં હું રોજ રોજ લખીશ.બહુ બધું લખીશ. સરસ મજાની ડાયરી ને જોતા પપ્પા રાજેશભાઈને જુએ અને અચાનક નિયતિ એના વ્હાલા પપ્પાને વળગી પડે અને વ્હાલી બકી કરે.રોજની જેમ સવારે વહેલી ઉઠી આજે નિયતિ જાતે ફટાફટ તૈયાર થઇ ગઈ હતી, પપ્પાને ખબર ન પડે એમ ચુપચાપ રસોડામાં ગઈ અને ચા બનાવવાની તૈયારી કરવા લાગી, સૌથી પહેલા એણે ગેસ ચાલુ કર્યો,
ડાયરી ભાગ – ૫ હા સાહેબ, મોટા સાહેબે કહ્યું કે તમારું કામ પૂરું થાય પછી જ હું જાઉં એટલે હું રોકાયો.ચાલ ચાલ ભાઈ મારે જલ્દી ઘરે પહોચાવાનું છે નિયતિ મારી રાહ જોતી હશે. ગાડી કામિની બેન નાં ઘર પાસે ...વધુ વાંચોઉભી રહી કે કામિનીબેન અને એમની દીકરી જયશ્રી ઘરની બ્હાર ટેન્શનમાં ઉભા હતા. શું થયું અવની બેન ? કામિનીબેન મને જોવા લાગ્યા એમની આંખોમાં ઝળઝળિયાં હતા..એ રડમસ સવારે બોલ્યા : નિયતિ સ્કુલેથી આવી અને મેં એને બોર્નવીટા પણ બનાવી આપ્યું , તમારા ઘરની ચાવી હતી એટલે મેં એને ઘર ખોલી આપ્યું. એને ફ્રેશ થાવું હશે. હમણાં એ ક્યાં છે ? ગાર્ડનમાં રમવા નીકળી હતી પણ..રાજેશ ભાઈનાં