Diary - 5 books and stories free download online pdf in Gujarati

ડાયરી - ભાગ - 5

ડાયરી ભાગ – ૫
હા સાહેબ, મોટા સાહેબે કહ્યું કે તમારું કામ પૂરું થાય પછી જ હું જાઉં એટલે હું રોકાયો.
ચાલ ચાલ ભાઈ મારે જલ્દી ઘરે પહોચાવાનું છે નિયતિ મારી રાહ જોતી હશે.
ગાડી કામિની બેન નાં ઘર પાસે આવીને ઉભી રહી કે કામિનીબેન અને એમની દીકરી જયશ્રી ઘરની બ્હાર ટેન્શનમાં ઉભા હતા.
શું થયું અવની બેન ?
કામિનીબેન મને જોવા લાગ્યા એમની આંખોમાં ઝળઝળિયાં હતા..એ રડમસ સવારે બોલ્યા : નિયતિ સ્કુલેથી આવી અને મેં એને બોર્નવીટા પણ બનાવી આપ્યું , તમારા ઘરની ચાવી હતી એટલે મેં એને ઘર ખોલી આપ્યું. એને ફ્રેશ થાવું હશે.
હમણાં એ ક્યાં છે ?
ગાર્ડનમાં રમવા નીકળી હતી પણ..
રાજેશ ભાઈનાં મનમાં ધ્રાસકો બેઠો અને એ નિયતિ નાં નામની બુમ પાડતા ઘરમાં ગયા , આખા ઘરમાં નિયતિ ને શોધી પણ નહિ દેખાઈ અંતે ગાર્ડન તરફ દોડ્યા.સાવ અંધારું નહોતું થયું હજુ ગાર્ડનમાં બાળકો રમતા હતા.
નિયતિ...નિયતિ...ક્યા ચાલી ગઈ આ છોકરી...
મારી પાછળ પાછળ કામીનીબેન અને એની દીકરી પણ હતા. ગાર્ડનમાં રમતી એક છોકરીને મેં પૂછ્યું : બેટા નિયતિ રમવા આવી હતી ?
હા અંકલ પણ એ તો ક્યારની જતી રહી.
ક્યાં ગઈ ?
એના ઘરે.
રાજેશ ટેન્શનમાં મોબાઈલ ડાયલ કરે.
હલ્લો વંદના બેન નિયતિ તમારે ત્યાં છે..? શું..?
બેબાકળો બનેલા રાજેશભાઈ દીકરી ક્યા ગઈ હશે એ વિચારમાં ગળગળા થઇ ગયા હતા. એક પછી એક નંબર ડાયલ કરવા લાગ્યા. બીજો નંબર ડાયલ કરે.
હલ્લો સુધાબેન નિયતિ ત્યાં છે..? નથી ?
મોબાઈલ કટ કર્તાની સાથે જ હતાશાની ગર્તામાં ડૂબેલ રાજેશ ગાર્ડનમાં જ એક બેંચ પર બેસી જાય.
આ નિયતિ ક્યા ગઈ હશે ?
જ્યાં ગઈ હશે ત્યાંથી આવી જશે.
કામીનીબેને સાંત્વના આપતા કહ્યું.રાજેશભાઈએ એમની સામે જોયું આ વખતે પિતાની આંખોમાં ઝળઝળીયા હતા. પણ કામીનીબેન નાં સ્વરમાં મક્કમતા હતી.
તમે ફરી એકવાર ઘરે જુઓ. કદાચ એ ઘરે આવી ગઈ હોય.
કામિનીબેન ની વાતમાં વિશ્વાસ બેઠો અને રાજેશભાઈ ઘર તરફ ગયા
નિયતિ..નિયતિ બેટા...
નિયતિને ઘરમાં શોધવા લાગ્યા. ત્યાં અચાનક એનાં પગ પાસે નિયતિનો કમ્પાસ બોક્સ આવે. રાજેશ ભાઈ નીચે જુએ પેન્સિલ,રબર,સંચો લગભગ કમ્પાસમાંથી બ્હાર આવી ગયા છે. અને આશ્ચર્ય સાથે રાજેશભાઈ ગોઠણીએ નીચે બેસે કે પગથીયા પાસે ડાયનીંગ ટેબલની નીચે નિયતિ હાથમાં પપ્પાએ આપેલી નવી ડાયરીમાં કઈક લખી રહી છે, નિયતિને જોઈ રાજેશભાઈ નાં શ્વાસમાં શ્વાસ આવ્યો.ધમણની જેમ ચાલતા શ્વાસ હવે રાબેતા મુજબ થવા લાગ્યા. નિયતિએ પપ્પાને જોઈ ને એક સ્માઈલ આપી. શું કરે છે મારી ઢીંગલી..??
ડાયરી માં લખું છું.
અહિયાં છુપાઈને ?
ડાયરી કોઈને ન બતાડાય , તમે જ કહ્યું હતું ને પપ્પા ?
હા , બેટા તું ગાર્ડનમાંથી ઘરમાં ક્યારે આવી ?
ક્યારની, પપ્પા મારી બેનપણીઓ ને પણ આવી ડાયરી જોઈએ છે.
ઓકે હું લઇ આવીશ તું તારી ફ્રેન્ડ ને તારા તરફથી ગીફ્ટ આપજે . આવ..ભાર આવ જોઉં.
નિયતિ ડાયનીંગ ટેબલ નીચે થી બ્હાર આવે અને પપ્પા દીકરીને ભેટી પડે એની આંખોનાં એકાદ ખૂણેથી આંસુ ટપકી પડે. ઈશ્વરનો પાડ માને જેમણે દીકરીને હેમખેમ રાખી. વ્હાલાતી દીકરીનાં માથે કિસ કરે.
પપ્પા મમ્મી પણ હસે છે જુઓ.
રાજેશભાઈ ભારતીનાં ફોટો ને જુએ. અને ઉભા થઈને એની પાસે જાય. નિયતિ પણ એમની સાથે જાય.
હા...તારી મમ્મી હસે છે. તું મળી ગઈ ને એટલે ખુબ ખુશ થઇ ગઈ. એણે કઈ કહ્યું તે સાભળ્યું..??
નાં..શું બોલી મમ્મી..??
એણે કહ્યું કે પપ્પા ને હેરાન નહિ કરવાનું, અને પપ્પા નું કહ્યું માનવાનું.
નિયતિ ખુબ જ આશા ભરી આંખે મમ્મીના ફોટા ને જોઈ રહી.
પપ્પા મને ઉચી કરોને,
શું ?
મારે મમ્મી ને વ્હાલી વ્હાલી કરવી છે.
રાજેશે નિયતિને તેડી અને નિયતીએ મમ્મી ભારતીનાં ફોટા પર વ્હાલથી હાથ ફરેવ્યો.
મમ્મી....આજથી હું પપ્પાને હેરાન પણ નહિ કરું અને એમનું કહ્યું માનીશ.
દીકરીને નીચે ઉતારી કે નિયતિ ડાયરી લઈને એના રૂમમાં ઉપર જતી રહી. રાજેશભાઈ હજુ ભારતીના ફોટા સામે જ ઉભા હતા.
ભારતી, તારા ગયા બાદ નિયતિ ને મેં ક્યારેય ઓછું આવવા નથી દીધું..એક બાપ ની સાથે સાથે એની માં બનવાનો પણ પ્રયત્ન કર્યો છે, અને તું એની ચિંતા જરાય નહિ કરતી, એને હું ખુબ ખુશ રાખીશ.કહેતા રાજેશ ની આંખમાં આંસુ આવી ગયા અને નિયતીએ ખુબ જ પ્રેમથી એમના આંસુ લૂછ્યા અને કહ્યું.
પપ્પા મમ્મીએ રડવાની નાં પડી છે ને ? આ સાંભળી રડતી આંખો હસી પડી અને પપ્પાએ નિયતિનાં માથે ચુંબન લીધું.
બીજે દિવસે ગાર્ડનમાં નિયતિ એની બેનપણીઓ સાથે રમતી હતી..જ્યાં નિયતિ દોડતી આવી..
હું તમારા માટે કઈક લાવી છું..
ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED