Priya - 7 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 7

પ્રિયા એંગેજમેન્ટ થયાં પછી હવે ઇગલ ઇન્ટરનેશનલ કુટૂબનો એક ભાગ બની હતી. અને હવે તેને માટે એક એવી કેબીન બનતી હતી કે એવી રવિ અને મોટાં મેમની પણ નહોંતી.
હવે પ્રિયા નેે બે ચાર દિવસે રવિ સાથે કંપની ની મીટીંગમાં પણ જવાનું થતુું અને
એમ છ મહીના ક્યા પસાર થઇ ગયાં તે ખબર ના પડી અને લગનની તારીખ પણ આવી ગયી.
પ્રિયાના લગ્ન એક શાનદાર પાર્ટી પ્લોટ માં એરેન્જ થયાં હતાં. તેમાં પચાસ ટકા ખર્ચ પ્રિયાનુ કૂટૂબ કરશે તેવી વાત હતી પરંતું રવિએ બધું પોતે કરશે એમ કહી એક પણ પૈસો લેવાની ના પાડી દીધી હતી. અને પ્રિયા પરણી ગયી.
આજે પ્રિયા એક પૂર્ણ સ્ત્રી સ્વરૂપે ઊભરી રહી હતી. તેનું શરીર એક નવી ઉર્જાનો સ્ત્રોત્ર બન્યું હતું. તેમણે હનીમૂન માટે એક પ્રાઇવેટ ફાર્મ મા આયોજન કર્યું હતું. પ્રિયા આજે સહેજ ગભરાટ માં હતી પરંતું રવિ આજે કાયમ દેખાતો તેનાથી વધારે સોબર બન્યો હતો. આજે તેનું સ્વપ્ન પૂરું થયું હતું.
તેણે પ્રિયા ને ખબર પણ ના પડે તેવી રીતે તેનાં અંગ ઊપરથી બાહ્ય શણગાર ઉતારી દીધો હતો. પ્રિયા તો આંખો મીચીને જાણે સ્વર્ગ માં સૂતી હોય તેવી અનૂભુતિ કરતી હતી. અને રવિએ પહેલું હોઠે ચુંબન લીધું અને પોતાનાં બાહુપાશમાં જકડી. પ્રિયા ના શરીરના હાડકાની એક મૃદુ કડેડાટી બોલી અને પ્રિયા સંપૂર્ણ બેભાન બની હતી.
રવિ નો હાથ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને પ્રિયાની ઉત્તેજના વધતી જતી હતી. જેમ સાગરને કાંઠે પહોંચેલી નદી એક ક્ષણ પછી સાગરમાં વિલીન થઇ જવાની હોય તેમ પ્રિયા રવિના તન મનમાં ઓગળી જવાની હતી. અને જાણે સમયને પણ ઇર્ષા થતી હોય તેમ એક જોરદાર પવનનું લહેરખુ આવ્યું અને રૂમમાં સળગતી મીણબતીઓ બુઝાઇ ગયી અને રવિએ પ્રેમની પરાકાષ્ઠા સર કરી લીધી. પ્રિયા ઓગળીને જેમ દૂધમા સાકર ભળી જાય તેમ પોતાનું અસ્તિત્વ ભૂલી ગયી હતી.
બરાબર એક કલાક બાદ પ્રિયા હોશમાં આવી હતી. ત્યારબાદ બંન્ને જણાએ લાઇટ નાસ્તો કર્યો અને વાતોએ વળગ્યા તે ફરી એકવાર પ્રેમનો ઉંભરો આવી ગયો અને ત્યારે સવારના છ વાગી ગયાં હતાં.
પ્રિયા પરવારી ઊભી થયી અને ફ્રેશ થઇ બહાર આવી ત્યારે બહાર નાસ્તો અને ચ્હા આવી ગયેલી હતી. તે પતાવી બંન્ને બંગલે જવાં રવાના થયાં. બધા જાણે તેમની વાટ જોઈ ઊભાં હતાં. બધાએ આશીર્વાદ આપ્યાં અને પ્રિયા પોતાના બેડરૂમમાં દાખલ થયી.
આજથી આ રૂમ તેનો હતો. અંદર આવી તેણે કપડાં બદલ્યા અને પોતાને પિયર ફોન લગાવ્યો. અને નસીબ જોગે તે ભાભીએ જ ઊપાડ્યો. ભાભીએ કોડવર્ડમા પૂછીએ લીધું કેવુ રહ્યું અને પ્રિયા કહે લાજવાબ અને પછી તેની મમ્મી ને ફોન આપ્યો . તેમણે આશીર્વાદ આપ્યાં.
સામાન્ય કૂટુબની માફક પ્રિયાએ તે દિવસે રસોઈ જાતે બનાવી. બાકી બે રસોઇયા હતાં. બધાં ખૂશ હતાં. અને પ્રિયા પણ. ત્રણ દિવસ લગન નિમિત્તે ઓફીસ બંધ હતી. ચોથા દિવસથી પ્રિયા ઓફીસ જતી થઇ ગયી. બરાબરન એક મહીનો થયો અને રવિ અને પ્રિયા બંન્ને ને અમેરિકા જવાનું થયું.
આ વખતે એક નવી જ ડીલ કરવાં તે જઇ રહ્યા હતાં. ત્યાની એક ખોટમાં ચાલતી હોટલ તેઓ ચલાવવા માટે લેવાનાં હતાં. અને જો ડીલ પાકી થાય તો શરુઆતમાં ત્રણ મહીના રવિ અને પ્રિયા બંન્ને ને ત્યાં રહેવાનુ હતું અને તે પછી અવારનવાર પ્રિયાને પોતાની નિગરાની માં તેને ડેવલપ કરવાની હતી.
જોકે આ કામ પ્રિયા માટે અગ્નિ પરીક્ષા જેવું હતું પરંતું પ્રિયા હવે એક બીઝનેશમેન બની ગયી હતી. આખી ડીલમા ઓનરશીપ પણ તેનાં નામે જ થયી હતી. અને રવિ સાથે તેણે ત્રણ મહીના ત્યાં અમેરીકામાંજ સેકન્ડ હનીમૂન મનાવ્યું. અને આનંદના અતિરેકમાં તેમનાથી એક ભૂલ થયી હતી જે હવે સામે દેખાતી હતી. પ્રિયા ને સવારમાં થોડી બેચેની લાગતી હતી અને થોડાં ઉબકા જેવું લાગતું હતું અને તેમણે ત્યાં મેડીકલ કરાવ્યું અને પ્રિયા નો પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો....
( ક્રમશઃ)........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED