Priya - 4 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 4

પ્રિયા હેડ ઓફીસથી ફોન આવ્યાં પછી કલકત્તાથી પેક અપ કરી મુંબઇ આવી ગયી. ધેર આવી એક દિવસ સંપૂર્ણ આરામ કર્યો. અને ભાભી સાથે કલકત્તા ના આખાં અનૂભવની ચર્યા કરી.
આખી વાત સાંભળ્યા પછી ભાભી એ કહ્યું કે કદાચ તારી મેમ તને એક પછી એક પરીક્ષામાં અજમાવી જૂવે છે. તેમની ગણતરી કાંઈક જૂદી હોય તેવું દેખાય છે. કારણકે છ મહીનાની નોકરીમાં કોઈ મેનેજર ના બનાવી દે અને તેમાંથી ત્રણ મહીનામાં પરત ના બોલાવે. કદાચ આનાથી પણ ભારે પરીક્ષા તારે આપવી પડશે. મનથી મકકમ રહેજે. પ્રિયા હવે ઉપરથી મૂંઝાઈ કે મેનેજરથી મોટી પરીક્ષા કઇ હોઈ શકે? તે છતાં જોયું જશે એમ વિચારી સૂઇ ગયી
બીજાં દિવસે તે તૈયાર થઇને ઓફીસ ગયી. આજે તેને કયાં બેસવાનું હતું તેનકકી નહોતું તેથી તે સીધીજ મેનેજર રવિ સાહેબ ની કેબીનમાં પ્હોંચી. ત્યાં રવિ સાહેબ અને મોટાં મેમ બંન્ને હાજર હતાં. બંન્ને કોઇ વાત પર ડીસકસ કરતાં હતાં. પરંતુ તેને જોઈને શાંત થઇ ગયાં.
પ્રિયા ને સામે ખૂરશી પર બેસવા કહ્યુ અને કલકત્તાના અનૂભવ વિષે પૂછ્યું. તેણીએ કહ્યું કે સારું રહ્યું. તે પછી મોટા મેમે વાત હાથમાં લેતાં કહ્યું કે કંપની તને મેનેજમેન્ટ નો કોર્સ કરવાં અમેરીકા મોકલવા વિચારી રહી છે તો તારો શું વિચાર છે.
પ્રિયા કહે વાત તો સારી છે. પરંતુ ઘેર આ વાત પૂછવી પડે. એટલે રવિ સાહેબે કહ્યું કે બધો ખર્ચ કંપની ભોગવશે તારે ચિંતા કરવાની જરુર નથી. તેછતા ઘેર વાત કરીને જણાવજે. અત્યારે આ ફાઇલો ઉપર સહી કરવાની છે તે કરી દે.
તેણે જોયું તો તે બધા વીઝા માટેના પેપર્સ હતાં. તેમાં તેનું અને મોટાં મેમ બેયનુ નામ હતું. અનેતે પછી પ્રિયાએ ઘેર ફોન કરી ખબર આપ્યાં. તેના ફાધરે ઓનટાઇમ પરમિશન આપી દીધી. અને ભાભી તો બહું ખૂશ હતી.
સાંજે પ્રિયા ઘેર આવી ત્યાંરે ભાભીને બાઝી પડી. અને ભાભી કહેતી કે મેં કહ્યું હતું ને કે તારે હજી મોટી પરીક્ષા આપવી પડશે. તુ આવીશ પાછી ત્યારે તારાં માટે લગનની ઓફર આવી હશે. કંપની તને પાવરફૂલ બનાવ્યાં પછી તને વહુ બનાવશે અને આખું સામ્રાજ્ય તારાં હાથમાં હશે. કંપની બહું પ્રીપ્લાનીગ થી ચાલેછે.
અને પ્રિયાએ અમેરિકા જવાનો પોગ્રામ ફીક્સ કરવાં રવિ સાહેબને જણાવી દીધું અને બરાબર એક મહિના પછી તેનાં સાથમાં એર અમેરિકા કંપનીની એર ટીકીટ અને વિઝા કાર્ડ અને ઇન્ટરનેશલ ડેબીટ કાર્ડ હતાં. એક અઠવાડીયાની રજા મલી હતી.
પ્રિયાએ અઠવાડિયામાં બધી તૈયારી કરી લીધી અને જે દિવસે જવાનું હતું તેના આગલા દિવસે રવિસાહેબ અને મોટાં મેમ બંન્ન પ્રિયાને ઘેર આવ્યાં હતાં. તેણે પોતાના ફાધર અને મધર તેમજ ભાભી સાથે બધાની ઓળખાણ કરાવી. મોટા મેમે એકજ વાત કહીં કે તમારી દિકરી એ અમારી દિકરી છે. કાલ સવારે કદાચ મેનેજીંગ ડિરેકટર પણ બની જાય તેટલાં માટે તેને ટ્રેઇન કરવી જરૂરી છે. મેમ ઘરનાં બધાનાં સ્વભાવ જોઈ આનંદ પામ્યાં.
તેદિવસે સાંજે કંપનીની ગાડી આવી ગયી અને પ્રિયા ને એરપોર્ટ પર મૂકી આવી. સાથે તેની ભાભી પણમૂકવા આવી હતી. તોરવિ સાહેબ પણ ડાયરેક્ટર આવ્યાં હતાં. અને પ્રિયા અમેરિકા જવા રવાના થયી. એરપોર્ટ થી પાછાં વળતાં ભાભી અને રવિ એકજ કારમાં પાછાં આવ્યાં હતાં.
રસ્તામાં રવિ જે હિસાબે પ્રિયાના વખાણ કરતો હતો તે ઉપરથી ભાભીને વિશ્ર્વાસ બેસી ગયો કે રવિ એ કંપનનો સીધો માલિક અને વારસદાર છે અને જે મોમ હતી તે કદાચ રવિની મધર જ હતી અને તેમણે પ્રિયા ને પૂત્રવધુ તરીકે સ્વીકારી નેજ આખો પોગ્રામ મેનેજ કર્યો હશે.
જે થશે તે જોયું જશે તેવું વિચારી બધું ભગવાન ભરોસે છોડી ભાભી ઘેર આવી ગયી હતી. અને તેનાં સસરાને પણ પોતાનાં મનનાં ભાવો કહ્યાં હતાં. તેમણે પણ રવિને જોયો હતો અને ગમવાલાયક પણ હતો. આમ પ્રિયાનુ ભવિષ્ય એક ચોક્કસ આકાર લઇ રહ્યું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED