Priya - 5 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 5

પ્રિયા અમેરિકા આવવાં નિકળી ગયી પરંતું તેનાં મગજમા ભાભીના શબ્દો ગૂંજતા હતાં. અને તેને હવે સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે કંપની આટલી બધી મહેનત કેમ તેની પાછળ કરી રહી છે. અને તેને એક ઝોકું આવી ગયું. અને અચાનક એરહોસ્ટેસ તેને હલબલાવી રહી હતી.
" મેડમ ગેટ રેડી." વી આર નીઅર ટુ અમેરીકા. પ્રિયા ને હવે ભાન આવ્યું કે તેણે પાણી સિવાય કશું લીધું નહોતું. અને પ્લેન લેન્ડ થયું. તે પોતાની હેન્ડ બેગ સાથે બહાર આવી. લોન્જમાં કન્વેયર બેલ્ટ પર પોતાની બેગ આવી તે લઇને બહાર રીસેપ્શનમાં આવી. અને તેની સામે બહાર એક લેડી 'ઇગલ ઈન્ટરનશનલ ' નું બોર્ડ અને નીચે વેલકમ પ્રિયા લખેલું હતું.
પ્રિયા તેની પાસે પહોંચી. તેણે સામેથી બે હાથ જોડી નમસ્કાર કર્યાં. પ્રિયાને કોરોના ઇફેક્ટ યાદ આવી ગયી. તેણે પણ નમસ્કાર કર્યાં અને તે લેડી એ ગુજરાતીમાં જ કહ્યું કે અમને ત્રણ દિવસથી બધી માહીતી આપી દેવાઇ હતી અને અમે તમારાં માટે કંપનીના ગેસ્ટહાઉસમાં બધી ગોઠવણ કરી દીધિ છે.મારું નામ રીટા કંસારા છે.
અને બંન્ન સામાન સાથે બહાર આવી. ટેક્ષી કરી અને છ કલાકની મુસાફરી પછી કંપનીના ગેસ્ટહાઉસના કમ્પાઉન્ડમાં ટેક્ષી પહોંચી.ત્યાં
બધો સામાન ઉતારી પ્રિયાને તેનો રૂમ અને કિચન બતાવી દેવાયા અને એક રૂમ બોય ની ઓળખાણ કરાવી દેવાઈ. અને રીટા કંસારા રવાના થઇ ગયી.
તે દિવસે પ્રિયાએ આરામ કર્યો અને પોતાને જે કોલેજ જવાનું હતું તેનું લોકેશન અને ટાઇમ વગેરે ચોક્કસ કરી લીધું અને જમવા માટેની બોયને સુચના પણ આપી દીધી. અને રાત્રે જમ્યા પછી ધેર ફોન કરી દીધો. અને બધું વ્યવસ્થિત છે તેમ કહી તેમને ચિંતા મૂક્ત કર્યા.
બીજે દિવસ તે એક સિટી બસની માહિતી મેળવી કોલેજ પહોંચી ગયી. ટાઇમ બપોરે બારથી ત્રણનો હતો એટલે જમવાનું પતાવીને નિકળી હતી. તેને અઠવાડીયામા ચાર લેકચર એટેન્ડ કરવાનાં હતાં. બાકી ધેરથી વાંચવાનુ હતું. સાંજે તે ગેસ્ટહાઉસ આવી પછી રવિ સાહેબનો ફોન આવ્યો હતો અને તેમણ બેસ્ટ ઓફ લક કહ્યું હતું.
હવે પ્રિયા બરાબર સેટ થઇ ગયી હતી અને રીટા કંસારા એક દિવસ ત્યાં આવેલી "ઇગલ ઇન્ટરનેશનલ " ની ઓફીસ લઇ ગયી હતી. પ્રિયા ઓફીસ જોઇને ખૂશ થતી હતી એટલામાં તેને ઓફીસના લેન્ડલાઈન નંબર પર મોટા મેમનો ફોન આવ્યો. અને દર શનિવારે તેણે બે કલાક આ ઓફીસ આવી જવું બાકી કામ ત્યાં વિજય પટેલ છે તે સમજાવશે. અને તેની સામે બે મિનિટ પછી વિજય પટેલ હતાં. તે તેનાંથી દસેક વરસ મોટાં હોય તેમ લાગ્યું. તેમણે તેને આખી ઓફીસ બતાવી. તેને માટેનું ટેબલ હજું ગોઠવાતું હતું તે બતાવ્યું. અને તેણે રજા માંગી.
પ્રિયા ગેસ્ટહાઉસ પાછી આવી. શરૂઆતમાં થોડી લેગ્વેજ તકલીફ લાગી .પરંતુ તે ટેવાઈ ગયી. અને ત્રણ મહીના ફટાફટ પૂરાં થઇ ગયાં. તેને માસ્ટર ડીગ્રીનુ સર્ટીફીકેટ મલી ગયું અને તેણે ઓફિસ અને ઘેર ખબર આપી દીધાં. અને તેને મોટાં મેમનો ફોન હતો કે તેને વિજય પટેલ બે દિવસ એટલામાં જોવાં જેવી જગ્યાઓ બતાવી દેશે. અને બીજે દિવસે રીટા કંસારા અને વિજય પટેલ બંનને ટેક્ષી સાથે હાજર હતાં. બે દિવસ ત્રણે જણાં સાથે રહ્યાં. એક નાઇટ હોટલમા પણ સાથે રહ્યાં.
ચોથે દિવસે મેલ થી તેની ટીકીટ આવી ગયી હતી અને પ્રિયાને રીટા કંસારા અને વિજય પટેલ બંન્ન એરપોર્ટ પર મૂકવાં આવ્યાં. અને વિજય પટેલે કહ્યું કે મિસ પ્રિયા, મેમને અમારાં તરફથી અભિનંદન કહેશો. અને પ્રિયા ફરી વિચારમાં પડી ગયી કે આવી વાત તો પટેલ ફોનમાં પણ કરીજ શકેને? તો રૂબરુ કહેવા કેમ કહ્યું. અને તે પ્લેનમાં બેસી ગયી. આ ફલાઈટ વાયા દૂબાઈ હતી.
તેણે ભાભીને ફોન કર્યો અને દૂબાઇથી એરપોર્ટ પર ત્રણ કલાકનો હોલ્ટ હતો તેથી તેમનાં માટે એક સરસ એક તોલાનો ચેઇન ખરીદી લીધો અને બીજે દિવસે તેનું પ્લેન મુંબઈ એરપોર્ટ પર આવી ગયું ભાભી અને ભત્રીજો બે જણાં રીસીવ કરવા આવ્યાં હતા....
( ક્રમશઃ)..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED