Priya - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 1

પ્રિયાને આજે ઇન્ટરવ્યુ આપવાં જવાનું હતું અને તેનાં માટે તેને હોટલ સનરાઇઝ મા બોલાવવામાં આવી હતી. પ્રિયાએ પેપરમાં આવેલી એડ જોઇને ક્મ્પ્યુટર માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરેલી સાથે તેનો આખો બાયોડેટા પણ મંગાવેલા. તો તેણે બાયોડેટાની એક ફાઇલ બનાવેલી તે પણ કંપનીનું ઇ- મેઇલ એડ્રેસ હતું તે પર સેન્ટ કરી દીધું. ઊતાવળ માં તેમાં તેનાં જન્માક્ષર અને પીડીક્શન ની કોપી હતી તે પણ સેન્ટ થઇ ગયી..
હવે તેે બરાબર પાંચ. વાગે હોટલ પર
પહોંચી તો તેને એવું લાગતું હતું કે એક વેલ એજ્યુકેટેડ અને શૂૂૂટેડ યુુવક તેની રાહ જોઈ ઊભો હતો. જેવી તે આગળ વધી કે તેણે તરત નામ પૂછ્યું મીસ પ્રિયા પટેલ. અને પ્રિયા જરાક ચમકી પરંતું તેણે કહ્યું. યશ આઇ એમ. અને તેણે કહ્યું આઇ એમ રવિ એન્ડ વેઇટીંગ ફોર યુ. આઇ એમ એ મેનેજર ઓફ ઇગલ ઇન્ટરનેશનલ.
પ્રિયા સહેજ હસી અને તેની સાથે છેલ્લ
ખૂણામાં રીઝર્વ ટેબલ હતું તે તરફ ગયાં અને ત્યાં સીટ લીધી. તરત કૉફી ઓર્ડર થયી અને રવિ એ પ્રિયા એ અપલોડ કરેલી ફાઇલની પ્રિન્ટ તેણે બેગમાં થી કાઢી. અને થોડાક તેનાં અભ્યાસ બાબતે અને થોડાક વર્તમાન સંજોગો એટલેકે કોરોના માટે ના વિચારો અને થોડાક રાજકારણ ના સવાલો
મોદી વિષે અને તેમની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ વિષે વાતચીત કરી અને ઇન્ટરવ્યુ પૂરો થયો
પ્રિયા ને ત્રણ ચાર દિવસ પછી આગળ ની માહીતી ફોનથી અને ઇ-મેઇલથી મલી જશે કહી બંન્ને સામ સામે હાથ જોડી છૂટાં પડ્યાં. પ્રિયા હજું વિચાર કરતી હતી કે જનરલી ઇન્ટરવ્યુ કંપનીની ઓફીસમાં બે ચાર એક્યુકેટીવ ની હાજરીમાં લેવાય અને ભણતર અને અનુભવના સવાલો પૂછાય. પણ અહીં તો જાત જાતનાં પૂછાયા હતાં.
પ્રિયા એક સાધનસંપન્ન કુટુંબ ની છોકરી હતી તેની ઉંચાઈ લગભગ સાડાપાંચ ફૂટ હશે અને દેખાવે ઊજળી અને આગળ નો ઊભાર જરા વધારે હતો તે ચુસ્ત કપડામાં દેખાઈ આવતો હતો. તે વાંચવાની વધારે શોખીન હતી અને તેજ ટેવ આજે તેને ઇન્ટરવ્યુ માં લાભદાયી બધી હતી.
બરાબર ત્રીજાં દિવસે તેને ફોન આવ્યો
કે તમારું સીલેકન થયું છે અને એપોઇન્ટમેન્ટ લેટર તમને ઇ-મેલ કરી દીધો છે.પ્રિયા તો લેટર વાંચી ખૂશ થઈ ગઈ હતી અને સોમવારથી જોઇન થવાનું હતું. આ સમાચાર તેણે તેનાં પપ્પા ને દુકાને આપી દીધાં. તેમની સેનેટરી અને સિરામિક ટાઇલ્સ ની દૂકાન હતી. અને તેની મમ્મી એક હાઇસ્કુલ માં ટીચર હતાં. તે પણ મોર્નિંગ સ્કૂલ હતી. તેથી સ્કૂલે હતાં તેમને પણ ફોન કરી દીધો.
તેના મમ્મી લક્ષ્મી બેન સ્કૂલેથી બાર વાગે આવી જતાં અને બાકી કચરા પોતાં વાસણ બધું કામવાળી કરતી. બીજું પ્રિયાને એક મોટોભાઈ વિજય હતો તે પણ પપ્પા સાથે દૂકાને બેસતો અને તે પરણેલો હતો અને તેને રીતુ નામે સૂદર અને ખૂબસૂરત ભાભી હતી. પરંતુ તે પ્રિયા માટે ભાભી ઓછી અને બહેનપણી વધારે હતી કારણકે તે પ્રિયા કરતાં બેજ વરસ મોટી હતી અને તેને સ્વીટી નામે ત્રણ વરસની એક છોકરી હતી જે પ્રિયાને આખો દિવસ ફોઈ ફોઈ કરી થકવાડી દેતી હતી.
હવે આ નોકરીનો ઓર્ડર આવી ગયો એટલે ત્રણે જણાએ થોડી ધીંગામસ્તી કરી લીધી અને બજારમાંથી મોટું ફેમીલી પેક લઇ
આવ્યાં અને એક એક ડીશ ઝાપટી બીજું ફ્રીઝરમા મૂકી દીધું.
બાકીના બે દિવસો થોડી ખરીદીમાં વીત્યાં અને સોમવાર આવી ગયો. પ્રિયા એ મરીનલાઇન્સ માટે બોરીવલી થી ચર્ચગેટ અપ
ડાઉન ફસ્ટ કલાસ પાસ કઢાવી લીધો હતો.
મરીનલાઇન્સ થી ઓવરબ્રીજ ના છેડે જ ઇગલ ઇન્ટરનેશનલ ની ઓફીસ હતી.
પ્રિયા બરાબર રાઇટ ટાઈમ ઓફીસે પહોંચી ગયી અને અંદર સીધી એન્ટર થયી એટલે પેસતાં એક એટેન્ડન્ટ ત્યાં હતાં. જે જરાક ઉમર લાયક હતાં. તેમણે પ્રિયાને જોતાં જ પૂછ્યું કે મીસ પ્રિયા?
અને તે ચમકી કે તેની આવવાની ખબર પહેલે થી ઓફીસમાં અપાઈ ગયી હતી. અને તેમણે ઊભાં થઇ એક રજીસ્ટર આપ્યું તેમાં તેનું આખું નામ , સરનામું,મો.નંબર અને ઇમરજન્સી માટે ધરનો નંબર જાતે લખવા અને સહી કરવા કહ્યું અને મેનેજરની કેબીન તરફ જવાં કહ્યું...
(ક્રમશઃ).....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED