Priya - 3 books and stories free download online pdf in Gujarati

પ્રિયા - ભાગ 3

પ્રિયા ની તે દિવસે મિટિગ પૂરી થયી. આ વખતે મેમ પણ હતાં. અને તેમણે પણ પ્રિયા ને સવાલો પણ કર્યા હતાં. જોકે પ્રિયા ટેવાઇ ગયેલી હતી તેથી ગભરાતી નહોતી.
પ્રિયા બીજે દિવસે ઓફીસ પહોંચી અને હજું તે પોતાનું કામ ચાલું કરે તે પહેલાં તેને ઓફીસમાં થી બૂલાવો આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે કંપનીની કલકત્તા ઓફીસમાં તેની મેનેજર તરીકે બદલી કરવામાં આવે છે તો તેને ફાવશે કે કેમ?
તો પ્રિયા એ કહ્યુ કે આ વિષયમાં પહેલાં ઘેર વાત કરવી પડે અને પપ્પા ની સંમતિ એ મોટી વાત છે . જોકે મારાં પપ્પા પહેલાં આઇ પી.એસ. હતાં ત્યારે કલકત્તા અમે પાંચ વરસ રહેલાં છીએ અને તેમનાં એક મિત્ર પણ છે જે વાર તહેવારે ફોન કરતાં રહે છે. એટલે એ વાતનો નિર્ણય આવતી કાલે થશે એમ કહી પ્રિયા સાંજે ઘેર આવી અને તેનાં ફાધરને વાત કરી. અને તેમણે વગર આનાકાનીએ હા પાડી દીધી. તેમના વિચાર એવાં હતાં કે છોકરીઓએ બીક રાખવાની જરાય જરૂર નથી. જ્યાં સૂધી છોકરી નમતું ના જોખે ત્યાં સૂધી એક પૂરુષ તેને હાથ પણ અડકાડી શકતો નથી.
અને બીજે દીવસે પ્રિયાએ તેના મેડમને કલકત્તા જવા માટે યશ કહ્યું અને મેડમ ઊભાં થઇને પ્રિયા ને ભેટી પડ્યાં. જાણે તે તેમની જ દિકરી હોય એટલી આત્મીયતા તેમણે બતાવી હતી. પ્રિયા ને ત્રણ દિવસની ઓફીસીયલ રજા આપવામાં આવી અને જવાં માટે તૈયારી કરવાં કહી દીધું . એક ત્યાની ઓફીસના નામે એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો. અને સાંજ સુધીમાં ત્રીજા દીવસની હાવડા એક્સપ્રેસ ની ફસ્ટ એ.સી. ની ટીકીટ પણ મેઇલ થી આવી ગયી.
આમ હવે પ્રિયા એ ધેર આવી બધી હકીકત જણાવી દીધી અને તેની ભાભીએ તેનાં એક માસી ત્યાં રેલ્વેસ્ટેશન ની પાસેજ રહે છે. તેમની સાથે વાત કરાવી દીધી. અને તે માસી માસા એકલા જ રહે છે અને ઘર મોટું છે તેથી રહેવા પણ ત્યાજ આવે તેવું તેમણે દબાણ કરીને કહી દીધું.
આમ પ્રિયાની એક મોટી મૂશ્કેલી કહેવાય તે બાબત સોલ્વ થઇ ગયી હતી. અને માસા સામે લેવાં પણ આવવાનાં હતાં. અને બરાબર ત્રીજાં દિવસે પ્રિયા એક મોટી બેગ લઇ રેલ્વેસ્ટેશન આવી ગયી હતી. અને તેની ભાભી તેને મૂકવાં આવી હતી તો મેનેજર
રવિ પણ તેને શીઓફ કરવાં આવ્યાં હતાં. તે દિવસ ભાભીએ પહેલીવાર રવિને જોયો અને મનોમન વિચારી લીધું કે પ્રિયા માટે જો કોઈ પરફેક્ટ મેરેજ મેચ હોયતો રવિ એકજ. પ્રિયા આ માણસ સાથે ચોકકસ ખૂશ થશે તેવું તેનો આત્મા કહેતો હતો
અને પ્રિયા હાવડા ટ્રેનમાં સવાર થયીને કલકત્તા ઊપડી ગયી હતી અને તે બે દિવસે કલકત્તા પહોંચી.પહેલાં તો તેભાભીનામાસીને ઘેર પહોંચી ગયી હતી. એક દિવસ આરામ કરી બીજા દિવસે તેને ઓફીસ જવાનુ હતું. તેણે સવારમાં બે કલાક ઉંઘ ખેંચી લીધી અને અગિયાર વાગે ફ્રેશ થઇને માસા અને માસીને પગે લાગી અને માસી ને મદદ કરવા રસોડામાં લાગી ગયી. લીલા માસી પણ આવી બ્રિલિયન્ટ છોકરી જોઈને વિચારતાં હતાં કે આવી રૂપાળી એટલેકે દેખાવડી અને ગૂણીયલ વહુ જો તેમનાં મોટાં છોકરાના દિકરા મેહુલ માટે મળી જાય તો કેવું સારું.
તે દિવસે પ્રિયાએ માસી અને માસા સાથે વિતાવ્યો અને બીજે દિવસે બરાબર દસ વાગે ઓફીસ પહોંચી ગયી. તો તેની નવાઇ વચ્ચે બધો સ્ટાફ હાથમાં એક એક કલગી લઇ તેને આવકારવા ઉભાં હતાં. પ્રિયા બધાને થેન્કસ કહી પટાવાળા ને સાથે લઇ તેણે બતાવી તે ઓફીસમાં દાખલ થયી. તે ઓફીસ જોઈને બહુજ આભારવશ બની.
તે પછી બધાં વારાફરતી આવીને ઓળખાણ આપી ગયાં. અને તે દિવસથી જ તેણે કામ કાજ ચાલું કરી દીધું. અહીં ના સ્ટાફને નવી અપનાવેલી ક્મ્પ્યુટર સીસ્ટમની બધી સમજ ધીરે ધીરે આપી દીધી અને જે જૂના સ્ટાફને તકલીફ હતી તે સોલ્વ કરાવી દીધી. સામાન્ય રીતે સ્ટાફ નવા મેનેજરને નફરતથી જ જોતો હોય છે. પરંતુ પ્રિયાએ ત્રણ મહીનાના ટૂંકા ગાળામાં બધાને ખૂશ કરી ને જોઇતું બધું કામ શીખવાડી દીધુ અને બધાય નાના મોટાં તેને મેમ કહીને બોલાવતાં. તે છતાં તે જેટલાં વડીલ હતાં તેમને ઇવન પટાવાળા ને પણ મુરબ્બી કહીને અથવાતો કોઈ કોઈ દિવસ કાકા કહીને બોલાવતી. અને બધું તંત્ર જે હિસાબે રવિ સાહેબે માંગ્યુ હતું તે પ્રમાણે સેટલ કરી દીધું અને બીજો એકમહીનો વિત્યો અને દૂર્ગાપૂજાનો તહેવાર આવ્યો. તેનો પણ આનંદ માણ્યો અને બરાબર છમહીના થયાં ત્યાં મોટાં મેમનોઆ ફોન આવ્યો કે પ્રિયા એ હેડઓફીસ એટલેકે મુંબઈ પાછા આવવું પડશે. અને તેની જગ્યાએ નવાં એક ભાઇની નિમણુંક થયી છે તેને બે દિવસ સાથે રહી બધું સમજાવી દેવું. બીજુ રવિ સાહેબ સંભાળી લેશે.
પ્રિયા ને હજુ તે વાત નહોતી સમજાતી કે રવિ સહેબ મોટા મેમ કરતાં નાનાં હતાં તોય કાયમ રવિ સાહેબ કહીને જ બોલાવતાં. પરંતુ કોઈ કોઈ વાર એવું લાગતું કે બે મા દિકરો હોય. જે હોય તે પોતાને તો નોકરીનો જ સંબંધ હતો ને....
(ક્રમશઃ)......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED