એક અનામી વાત - 12 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 12

એક અનામી વાત ભાગ-12

ચસ્કેલ ગાંડી છોકરી?

તે દિવસે પ્રિન્સીપાલ ઓફિસની બહાર ઘણી ભીડ જમા થયેલી હતી બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એ છોકરીને જોવા આવ્યા હતા જેને શિખામેડમે કોલેજના પહેલા જ દિવસે આઠ દિવસ માટે બરતરફ કરી હતી. આખરે છેલ્લા અઠવાડીયાથી સતત લાખા પાસેથી બધા તેના જ પરાક્રમો સાંભળતા આવ્યા હતા. આખરે કોણ હતી એ ગાંડી છોકરી જે સ્ટુપીડ લેક્ચર્સ ભરવા માટે કોલેજમાં આવવા માંગતી હતી? નક્કી ચસ્કેલ જ હશે. આજે તે ફરી પાછી કોલેજમાં આવી હતી અને પ્રીન્સીપાલસરે તેને પોતાની કેબીનમાં મળવા માટે બોલાવી હતી. આ વાતની ખબર પડતાજ બધા વિદ્યાર્થીઓ આજે ઓફીસ બહાર તે છોકરીની રાહ જોવા લાગ્યા હતા.

અરે યાર અડધો કલાક થયો હજી સુધી કેમ બહાર નથી આવી? આતુરતા સાથે એક છોકરો બોલ્યો.

લાગેછે ક્યાંક એ કાયમ માટે અહીંથી આવતાજ આઉટ નાં થઇ જાય પાસે ઉભેલો બીજો છોકરો બોલ્યો.

અચાનક ઓફિસનું બારણું ખુલ્યું અને એક સુંદર મઝાના ડ્રેસમાં સજ્જ એક સુંદર છોકરી બહાર નીકળી.દેખાવથી તો તે ખુબજ સૌમ્ય અને સંસ્કારી લાગી રહી હતી શું આ એ જ છોકરી હતી કે આ બીજી છે? બધાના મનમાં એકસાથેજ આ સવાલ આવ્યો . બહાર આવતાજ તે છોકરીનો દુપટ્ટો ઓફીસના ડોરમાં ફસાયો અને જે ઝટકા સાથે તેણે તે ફસાયેલા દુપત્તાને કાઢીને ફાડ્યો છે તે જોઇને ત્યાં ઉભેલી દરેક છોકરીને અને છોકરાને આ વાતની ખાતરી થઇ જ ગઈ આખરે આવી રીતે જાહેરમાં પોતાનો સરસ દુપટ્ટો કોઈ જ છોકરીના ફાડી શકે. અને ફાડે તોઠીક પણ ફાટ્યા પછીથી પણ આટલી સાહજીકતાથી બધાને સ્માઈલ આપીને તો ના જ નીકળે. નક્કી આ છોકરી ચસ્કેલછે .

અને આ રીતે કોલેજના પહેલા ઓફીશીયલ દિવસેજ ગાંડી અને ચસ્કેલ છોકરીનું બિરુદ મેળવી ચુકેલા આપણા મેડમ. હસતા-હસતા પ્રિયંકા બોલી.

અને યાર તે દિવસ યાદછે જ્યારે આપણા ક્લાસમાં તે પહેલા દિવસે આવેલી.....

શારદાદેવી ઇન્સ્ટી. ઓફ ફાઈન આર્ટ્સનો એમ.એ. ફર્સ્ટ સેમ નો ક્લાસ પુરા 40 વિદ્યાર્થીઓથી ભરાયેલો અને દરેક વિદ્યાર્થી તન્મયતાથી લેકચર સાંભળી રહ્યો હોય છે. અને ત્યાજ કલાસરૂમની બહાર એક અવાજ આવે છે . હજી કોઈ કઈ સમજે એક છોકરી હાઈ હિલનો ટપ-ટપ અવાજ કરતી લોબીમાંથી પસાર થઇ. તે પહેલા તો આગળ ગઈ અને પછી તરત પાછી આવી,તેના પરફ્યુમની સુગંધ આખા વાતાવરણમાં પ્રસરી ગયેલી અને આસપાસમાં બેઠેલા બધાજ છોકરાઓ તેને જોઈ રહ્યા કેટલાકના મનમાં હતું કે તે અહી નાં આવે તો સારું તો કેટલાક તેને વેલકમ કરવા માટે થનગની રહ્યાં હતા. તે છોકરી ક્લાસના દરવાજા પાસે ઉભી રહી અને એ પહેલા કે તે અંદર આવવાની પરમીશન માંગે તે સીધી પ્રોફેસર મયંકને ગૂડ મોર્નિંગ સર બોલી અને એ પહેલા કે તેઓ કઈ જવાબ આપે તે જઈને સીધી પેલ્લી પાટલી પર બેસી ગઈ આમ જોવા જાવતો મયંક સરના લેક્ચરમાં કોઈજ પેલી બેંચ પર નહોતું બેસતું વાત એમ થતી કે મયંક સર ખુબ જડપી નોટ્સ લખાવતા અને એ લખાવતા લખાવતા તેમનું ધ્યાન હંમેશા પાસે ફર્સ્ટ બેંચ પર બેઠેલા સ્ટુડન્ટ પર જ રહેતી અને જેવું તે કોઈ ભૂલ કરે કે તરત તેમની માર્કરનો છેડો એ વિદ્યાર્થીને ગોંચે. પેલો બિચારો ડબલ મારથી અધમુઓ થઇ જાય. એટલે ભૂતપૂર્વ વિધ્યાર્થીઓની અભૂતપૂર્વ સલાહ માનીને બધાજ વિદ્યાર્થીઓ હંમેશા બે બેંચ છોડીનેજ બેસતા. અને આપડા મેડમ જઈને એ જ ટાઈમ બોમ્બ પર બેઠા.

પછી..તો... સર અહી બોલે હિન્દી અંગ્રેજી મિક્ષ અને મેડમ સમજે ટાય ટાય ફીશ. કહીને હેલી અને પ્રિયંકા જોરથી હસી પડ્યા સરે તેને બે વાર પેન મારીને ચેતવી પણ આતો પ્રાષા હતી એમ કઈ સમજે તે તો તન્મય થઈને બસ ક્યારેક સર સામે તો ક્યારેક તેની નોટ્સ સામે જોઈ રહેતી અને તેનું મિસતેક્સ થી ભરાયેલું ખીચડો લખાણ વાંચીને મયંક સર જે ગુસ્સે થયા છે...કે સીધો મેડમને બહારનો રાસ્તો બતાવીને બોલ્યા હવે બરાબર હિન્દી અને અંગ્રેજી શીખીને જ અહી પગ મૂકજે એ સિવાય અહી મારા ક્લાસમાં આવતી નહિ .પછી મેડમ સર સામે રીતસર એવું જોઈ રહ્યાં કે સર રીતસર ખીજવાઈ ગયેલા.

પછી જ્યારે અમે ફ્રી લેક્ચરમાં બહાર આવ્યા ત્યારે તે કેન્ટીનમાં બેઠી-બેઠી બિન્દાસ પોહાં ખાતી હતી. અને અમને જોઇને સરકીને ધરેથી બોલી બહુ પકાઉ હતો ને નહિ?

ત્યાં સડવું એના કરતા આ ટેસ્ટી પોહાં ખાવા શું ખોટા? હેવ ઇત? મારી તરફ ડીશ લંબાવતા તે બોલી. અને એ પહેલા કે હું કઈ જવાબ આપું તે મારી સાથે તેની મિશ્ર ભાષામાં વાતો કરવા લાગેલી. અને જોત જોતામાં તો એ એક દિવસમાં જાણે કઈ કટલાય દિવસથી તેને ઓળખતી હોઉં તેવું મને લાગવા લાગ્યું. તે થોડી ચસકેલ તો હતી જ પણ સાથે તે સેન્સીટીવ પણ એટલી જ હતી. બહાર જોતા પ્રિયંકા બોલી.

હા યાર ફક્ત તારી સાથેજ નહિ અમારા બધાની સાથે એ થોડાજ સમયમાં એટલી પોતીકી થઇ ગઈ કે અમે બસ ઘરે જઈએ ત્યારે પણ ફક્ત તેની જ વાતો કરવા લાગ્યા. અરે એટલે સુધીકે મારા ઘરનાઓ માટે કોલેજનો પર્યાય એટલે પ્રાષા તેમ મનાવા લાગ્યું.

..................................................................................................................................................................................................................................................................................