એક અનામી વાત - 2 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 2

એક અનામી વાત -૨

જિંદગીનું નવું સ્વરૂપ.

તો આગળ ના ભાગમાં આપને જોયું કે પલાશ, પ્રાશાને શોધતો એક એવી જગ્યાએ આવ્યો છે જે શહેરથી ઘણી દુર છે. એક એવી જગ્યાએ જે ચારે તરફથી ડુંગરોથી ગેરાયેલી છે. પણ પ્રાષા માટે તે સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે. અને કેમ છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે પ્રાશાને જાણો તેના ભૂતકાળ ને જાણો અને તેનો વર્તમાન જાણો . તો હવે હું તમારી સમક્ષ લઈને આવી રહી છુ આપણી આ અનોખી ‘ અનામી વાર્તા’ નો બીજો ભાગ.

વિચાર માત્ર એ જ નહોતો કરવાનો કે પ્રાશાને ફરી પોતાની જીંદગીમાં કેવી રીતે લવાશે, હવે વિચાર એ વાત નો પણ કરવાનો હતો કે પ્રાશાને હવે જુના ઘાવમાંથી કેવી રીતે બહાર લવાશે. કારણકે હૃદય પર પડેલા ઉઝરડા બહુજ ઊંડા બહુજ ઘાતક હોય છે.જેને કદાચ સમય અને હુંફ ધ્વારા જ ભરી શકાય છે. પણ આજે તો એ વાતને પુરા ત્રણ વર્ષ વીતી ગયા છે. પુરા ત્રણ વર્ષ.... પલાશથી એક ઊંડો નિ:સાસો નખાઇ ગયો. તે પ્રાશાને જાણતો હતો, શું સાચેજ તે જાણતો હતો? આ સવાલ તે પોતાને પૂછી રહ્યો હતો.

આ એ પ્રાશા તો નહોતી જ જેને તે જાણતો હતો. હાલ તેની સામે જે પ્રાષા હતી તે એકદમ ગંભીર, અને કૈક સુલ્જાયેલી લાગી. જેવી તે પહેલા તો નહોતી જ. પહેલા તે તેજ અને મજાકિયા સ્વભાવની હોવાની સાથે ગમે તેની સાથે ગમે ત્યારે ઝગડો કરીલે તેવી, બિન્દાસ્ત પણ સાથે ડરપોક પણ ખરી. કઈ ખબર પડી , નાં પડીને ! એવી જ હતી તે ના સમજાય તેવી એક કોયડા જેવી પરીસ્થિતિ ગમે તેવી હોય પણ સદા હસતી અને હસાવતી. પોતે ફ્રીજ ખોલીને ઉભી હોય પણ સતત એ વિચારતી હોય કે લેવાનું શું હતું? અરે કોલેજમા આવે પણ ક્યારેક ધૂનમાં ને ધૂનમાં એ ભૂલી જાય કે ક્લાસ કયો હતો અને પોતે થર્ડ યર ની જગ્યાએ ફર્સ્ટ નાં ક્લાસમાં બેસી જતી પછી ? પછી શું તેનું આ ધૂની પણું અને ભૂલકણાપણું જગજાહેર એટલેકે કોલેજ જાહેર થયું અને બસ પછી વાત ખતમ. બીજું ચાહે કંઈપણ હોય પણ રોતા ના મોઢા પર ખુશી કેવી રીતે લાવવી તે કોઈ તેની પાસેથી શીખે. જબરદસ્ત નકલો કરતી પ્રોફેસર થી માંડીને પ્યુન અને વિદ્યાર્થીઓ કોઈ નોતું બચી શકતું. પણ..... પણ હવે બધુજ બદલાઈ ગયું છે.

આજે જે પ્રાષાને એણે જોઈ શું તે એ પ્રાષાને જાણતો હતો? કદાચ નાં આજે જે પ્રાષાને જોઈ તે તેનું મૂળથી બદલાયેલું સ્વરૂપ હતું. પ્રાષા અને પલાશ ની સંપૂર્ણ જિંદગીનું સ્વરૂપ પાછલા ત્રણ વર્ષોમાં પૂર્ણ રીતે બદલાઈ ગયું હતું. બંને અત્યારે જિંદગીના એક એવા પડાવ પર હતા જ્યાં પહોચવાનું કોઈ ના ઈચ્છે.

પલાશ માટે એક તો નવી જગ્યા અને પ્રાષાની એક અલગ જ અજાણી દુનિયાનો પૂર્ણત: એક નવો અનુભવ આજથી શરુ થયો છે. મનમાં થોડી શંકા અને થોડા અજંપા સાથે તેણે આ બધા વિચાર કરતા કરતા પ્રાશાની સાથે પર્વતના ઢોળાવ ચડવા અને ઉતરવાનું શરુ કરી દીધું, કદાચ આ ઢોળાવો, આ પહાડો પ્રાષાને એટલે જીવંત લાગ્યાછે કારણકે આ ઢોળાવો તેની જીંદગીમાં આવેલા ચડાવ ઉતાર જેવા જ છે પ્રાષા અત્યારે કોઈક રોબોટ હોય તેમ એકદમ ભાવવિહીન થઈને ચાલી રહી હતી. રોબોટ એટલેકે યંત્રમાનવ પલાશને ભૂતકાળનો એક અનુભવ યાદ આવી ગયો અને અમસ્તાજ તેનાથી જોરથી હસી પડાયું . પ્રાષાએ પાછુ વાળીને તેની સામે પ્રશ્નાર્થ સાથે જોયું અને ફરી પાછી ચાલવા લાગી. ઢોળાવો પુરા થતા એક સુંદર ગામ દેખાયું, આમ તો ગામ નાં કહેવાય કેમકે માંડ પચાસ કે સાઈઠ ઘરો સાથેનો એક નાનકડો કસબો જરૂર કહેવાય. પલાશને યાદ આવ્યું કે તેની સોસાઈટી માં લગભગ ૧૫૦ થી વધારે બંગલા છે. અને આ જે છે એને ઘર કહેવા કે નઈ તે પણ એક મોટો કોયડો હતો. બધાજ ઘરની બાંધણી લગભગ સરખી ગોળાકાર ઝુંપડા ટીપીકલ શોલેનુ રામગઢ જેવું.

આ ગામ નાં ઘરોની બાંધણી અને સંખ્યા જોઇને પલાશને હવે ટેન્શન થવા લાગ્યું છે કારણકે .. તે A .C . વગર ના જીવનારો હતો જ્યારે આ ઘરમાં A.C . ફીટ ક્યા કરવું તે જ મોટી જફા થઇ જાય તેમ હતું. હવે A.C. , ફ્રીજ, અને મોબાઈલ નેટ વગર અહીના લોકો ની જીંદગી કેવી હશે તે પલાશ માટે જીજ્ઞાસા નો વિષય હતો.

તો મિત્રો આગળ શું થાય છે? પલાશ પ્રાષાને મનાવી શકે છે કે નઈ ?શું છે પ્રાષા અને પલાશ નો ભૂતકાળ? વગેરે જેવા બધાજ સવાલો નાં જવાબ મેળવવા માટે વાંચતા રહો “ એક અનામી વાત”. અને બીજો ભાગ લખતા થયેલ વાર બદલ આપની સૌની માફી પણ માંગું છુ. Sorry .