એક અનામી વાત - 7 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 7

ગમ કા ખજાના તેરાભી હે.....મેરાભી....

ધીમાં-ધીમાં કોયલના ટહુકાએ અચાનક પ્રાષાની આંખ ખોલી સવારનો મંદ ઠંડો પવન અને સાથે સંભળાતો ભદ્રુની પૂજાના ડોકના ઘંટનો રણકાર રોજ આ અવાજો સાંભળીને પ્ર્રાષાનું મન એક નવી ઉર્જાથી ભરાઈ જતું, પણ આજે વાત કૈક અલગ હતી આજે દિવસ હતો પલાશ પાસેથી જવાબો લેવાનો.

બેન....બેન આ તમારો મહેમાન ક્યા ગયો..?

પલાશ ... પ્રાષાનું હૃદય થડકાર ચુકી ગયું, શું તે ફરીથી... નાં... નાં.. તે ફરી આવું...

હે ભગવાન.. શા માટે?...શા માટે મેં તેની પર વિશ્વાસ મુક્યો? ધિક્કાર છે મારી પર.

પ્રાષાના મનની ગડમથલને જાણે ભદ્રું પારખી ગયો હોય એમ બોલ્યો, બેન એનો થેલો અને બીજો સામાન તો આયાં જ છે. પણ એ ક્યાય ભળાતો નથી.

“સુહાના સફર ઓર યે મોસમ હસી..

હંમે ડરહે હમ ખો ના જાયે કહી.....સુહાના સફર...”પલાશનો સિટીનો અવાજ પ્રાષાને છેક અંદર સુધી સંભળાતો હતો. એક તરફ તે ખુશ હતીકે તેનો વિશ્વાસ ના તુટ્યો. અને એક તરફ ગુસ્સે પણ.

શું? આ..મ... શું... જુએ છે યાર.. બીક લાગેછે તારી મને હવે.. આમ વિફરેલી વાઘણની માફક નાં જો. અરે યાર માણસ ન્હાવા પણ ના જાય, એકતો ઓપન બાથરૂમ અને એમાય પાછો ઉપર પડતો સોલાર વરસાદ, નાહ્યા વગર નહાઈ જવાય એવો.તો વહેલા ઉઠીને માણસ ન્હાવા ના જાય તો કરેશું? ચાલ ફટાફટ બ્રેકફાસ્ટ બનાવી દે, અને હા પ્લીસ મેગી ના બનાવતી સાલી પચતી નથી. ટોસ્ટ ચાલશે.

અને....હા જુસ અને બ્લેક કોફી પણ. ત્યાં થોડો રોકાઇને અરે યાર... તને તો ત્યારેય કોફી નહોતી આવડતી .શીટ યાર શું ખાઈશ હું. સિરીયસલી પ્રાષા યાર કાલે ભૂખના માર્યા બેહાલ થઇ ગયો હતો. ભદ્રું સામે ફરીને, દોસ્ત અહી લગભગ બીજા મેમાન પણ આવી શકેછે. જગ્યા થઇ જશેને?હા વધારે નઈ રોકાય...પ્રાષા સામે જોઇને ફક્ત એક જરૂરી કામ પૂરું કરીને નીકળી જશે.દોસ્ત વ્યવસ્થા કરવી પડશે.

વ્હોટ નોનસેન્સ? શું માંડ્યું છે તે આ બધું? પ્રાષાએ જટકા સાથે પલાશની સામે જોયું.

શું માંડ્યું છે મેં? કઈ નઈ બસ વાતો માંડવી છે, જૂની પુરાની,નવી અને બીજી કેટલીયે અરસ-પરસની.

અચ્છા તો તમારે વાતો માંડવી છે. ઉભોરે હું બોલવું માંજુમાંસીને, કંકુબેનને બધાને એ સ્ત્રીઓ વાતો માંડવામાં ઘણી પાવરધી છે.પણ મારી સાથે ના કર, કારણકે અહી તને કોઈ જ તક મળશે નહિ.

અમ.. કઈ વાધો નઈ તું સાંભળતી નઈ હું બસ એમજ બોલતો રહીશ. તું..તું હા.. કાનમાં રૂ નાખીદે. અથવા હા આ રૂમ છોડીને જતી રહે. આમે ભાગવામાં તો તું પાવરધી જ છે. તને તો આમપણ તે જે જોયું જે અનુભવ્યું એ જ એક સત્ય લાગેછે. બીજાના સત્યને સાંભળવાનો પ્રયત્ન પણ તું ક્યા કરેછે.

પ્રાષા પલાશના આ વાક્યો સાંભળીને જાણે રીતસર ગુસ્સે થઇ ગઈ, પલાશને ખેંચીને એક તમાચો મારવાની ઈચ્છા થઇ આવી તેને પણ ભદ્રુની હાજરીને કારણે તેણે પોતાને રોકી લીધી. ભદ્રુની સામે ફરીને બોલી, ભદ્રું પૂજા ક્યારનીયે ભૂખી હશે જા જઈને તેને પાણી પીવડાવી આવ.

ત્યા પલાશ બોલ્યો અરે ભદ્રું તારી બેનને એ પણ ખબર નથી ભૂખ લાગી હોયતો ગાયને ચારો નખાય પાણી નાં પવાય. આમે અર્થનો અનર્થ કાઢતા તો તનેજ આવડે યાર.

હવે પ્રાષાનો ગુસ્સો તેના કાબુ બહાર જતો રહ્યો હતો. તે ભદ્રુની હાજરીની પરવાહ કર્યા વગર પલાશ તરફ ધસી ગઈ અને જોરથી તેને એક તમાચો લગાવી દીધો. પણ હજી જાણે તેનો ગુસ્સો ઠંડો ના થયો તેમ તેણે પલાશને ફરી ધક્કો મારીને તેનો કોલર પકડીને તેને હચમચાવી દીધો... અને જાણે કઈ કેટલીયે વાર તે તેને તમાચા મારતી રહી અને પલાશ બસ જાણે આની રાહ જોઈનેજ ઉભો હોય તેમ આંખોમાં આંસુ સાથે પ્રાષાને બાથ ભીડીને ઉભો રહ્યો.પ્રાષા રડતી રહી ક્યાય સુધી અને પલાશ પણ જાણે એ અશ્રુ બિંદુઓમાં જાણે પોતાનું પ્રાયશ્ચિત શોધતો હોય તેમ તેની સાથે તે પણ ભેગો આંસુ સારી રહ્યો. ક્યારનો આ બંનેને રડતા જોઈ રહેલા ભદ્રુને પણ જાણે પોતાના દુઃખોના સાગરને વહેતો મુકવાનું આમંત્રણ મળ્યું હોય તેમ પ્રાષા અને પલાશની પાસે જઈ બેઠો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

પલાશ જેવો પ્રાષાને પોતાના બાહુપાશમાં જક્ડવા જતો જ હતો કે એકજટકા સાથે પ્રાષા ત્યાંથી ઉભી થઇ ગઈ અને પોતાના આંસુઓની રેખાઓને લુછતા બોલી,

“ જસ્ટ ગો અવે...મી.પલાશ શકાલચંદ મેહતા જસ્ટ ગો. મને જીવવા દે હવે ...માંડ જીવવાનું ચાલુ કર્યું છે મેં, પરાણે આ જીંદગીમાં..જીવતા શીખીછુ, માનતા શીખીછું કે જીંદગી જીવવાની છે જીવી નાખવાની કે વેડફી નાખવા માટે નહિ.”

અને તું જ કહે, કોની માટે આવું હું ત્યાં? છે કોણ મારું ત્યાં?

અરે શું છે મારું ત્યાં? કઇજ નથી મારું, કોઈ જ નથી મારું ત્યાં, એક નહિ પણ અનેક દુ:ખદ દસ્તાવેજો સિવાય ત્યાં કઇજ નથી મારું.આટલું બોલાતાજ પ્રાષા ફરી ધ્રુસકે રડી પડી, રડતા-રડતા બોલી અને તું મને સત્ય શું અને અસત્ય શું તેનો ભેદ કહેવા બેઠોછે. તો સાંભળ જે મેં મારી સગ્ગી આંખે જોયું છે, જેને મેં અનુભવ્યું છે, અરે જે સત્યને જોવાથી હું આખેઆખી અસ્તિત્વ વિહીન થઇ ગઈ તેને તું અસત્ય કહે છે ...અને જો એ માત્રને માત્ર જુઠાણા જ હોયને પલાશ તો હું તને આજીવન માફ નહિ કરી શકું. કારણકે તારા એ જુઠાણાઓએ મારી માંનો જીવ લીધો છે. મારા નાનુંનો જીવ લીધોછે, અને મને...મને તો જીવતેજીવ હતી નહતી કરી દીધી છે.

વાહ! મી.પલાશ શકલચંદ મેહ્તામેહતા વાહ શું એક કાંકરે એક બે નહિ પણ ત્રણ શિકાર કર્યા છે તમે! કહેવું પડશે. કદાચ શકુની હોતને તો તે પણ અત્યારે તારી પાસે આવત ટ્યુશન લેવા કે કેવી રીતે એકીજટકે આખા કુટુંબનું નિકંદન કઢાય અને એ પણ હથિયાર ઉઠાવ્યા વગર.

શું વાંક હતો મારો પલાશ? કહેને શું વાંક હતો મારી માં નો મારા નાનુંનો ? છે જવાબ તારી પાસે નાં નથી. કોઈજ જવાબ નથી . જવાબ હું કહું વાંક એટલોજ કે વિશ્વાસ, આંધળો વિશ્વાસ જે મારા નાનુએ કર્યો હતો તારા બાપ પર,અને મેં કર્યો હતો તારા પર. પ્રાષાના આ બધાજ

વાક્બાણો પલાશને છેક અંદર સુધી ભોંકાતા હતા પણ પ્રાષા સાચી હતી તેણે તેનો વિશ્વાસ તોડ્યો હતો. ફક્ત વિશ્વાસ જ નહિ તેને પણ તોડી હતી જેના ટુકડા તે હજી જોઈ રહ્યો હતો અનુભવી રહ્યો હતો.

થોડીક ક્ષણો માટે વાતાવરણ એટલું ગંભીર બની ગયું કે ત્રણમાંથી એકેય શું બોલવું, તે સમજી નાં શક્યા. ભદ્રું ઉમરમાં તે બંને કરતા નાનો જરૂર હતો પણ પરિપક્વતા અને સમજદારીમાં બેઉથી ચડિયાતો હતો. જે ઉમરમાં પ્રાષા અને પલાશ શાળાકીય જ્ઞાન લેવામાં પડ્યા હતા તે ઉમરમાં તેણે આ સંસારનું જ્ઞાન લીધું હતું. અને એટલેજ તે આ પરિસ્થિતિની ગંભીરતાને જોઇને સમજી શક્યો હતો કે બંનેનો ભૂતકાળ જે તે બંનેની આજને કોરીને ખાઈ રહ્યો હતો. આમાં ભૂલ કોની હતી અને ભોગવી કોણ રહ્યું છે, સવાલ તે નહોતો સવાલ હતો તો તે ભૂલના ઘાને વારંવાર ખોતરવાનો અને તે પીડાને ભૂલવાની જગ્યાએ તે પીડા સાથેજ જીવવાનો. જ્યાં પ્રાષા પોતાના દુઃખોને રોતી હતી અને પલાશ પોતાના. બંનેમાંથી કોનું દુઃખ મોટું અને કોનું નાનું તે કોઈ નક્કી કરી શકે તેમ નહોતું. કારણકે પલાશ જે પ્રાયશ્ચિત ના અગ્નિમાં બળી રહ્યો હતો તેનો ખ્યાલ પ્રાષાને નહતો પણ પ્રાષા જે જીવી રહી હતી તેનો ખ્યાલ પલાશને વારંવાર ભસ્મ કરવા માટે પુરતો હતો.

જ્યાં એકતરફ પ્રાષા ડુસકા ખાઈ રહી હતી ત્યાં પલાશ પણ એકધારું જમીન પર જોઇને ધીરે ધીરે પોતાના સજળ નેણોને તે બંનેથી છુપાવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. જાણે તે પણ ધ્રુસકેને ધ્રુસકે એક બાળકની માફક રડવા માંગતો હતો પણ નહોતો રડી શકતો ખબર નહિ કેમ એક ડૂમાને પોતાના અંતરમાં સમાવીને તેણે તેનો મોટો પહાડ બનાવ્યો હતો જેની ઊંડાઈ તેના સિવાય કોઈજ માપી શકે નહોતું. કારણકે પહાડની ઊંચાઈ જેટલી હોય છે તેટલીજ ભયંકર તેની ઊંડાઈ હોય છે. અને જે માણસ તે ઊંચાઈ અને ઊંડાઈ ને સમજી શકેને તેવો તેને આજ સુધી નથી મળ્યો. એક પ્રાષા જ હતી જે તેને જાણતી હતી, પણ તે તેને પણ ગુમાવી ચુક્યો હતો. હવે તેની પાસે એક જ ઉપાય હતો અને તે તે અજમાવી ચુક્યો હતો.

ક્રમશ: