એક અનામી વાત - 6 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 6

એક અનામી વાત

પાર્ટ -૬

પ્રાષા.... પ્રાષા... બહાર ઉભો ઉભો પલાશ તેને બોલાવી રહ્યો છે. પણ છતાં તે જાણે આ નામ સાથે કોઈપણ રીતે જોડાયેલી ના હોય અને તે કોઈ બીજાને બોલાવી રહ્યો હોય તેમ પ્રાષા ત્યાં ઉભી જ રહી.

પ્રાષા...પ્રાષા ....પ્લિઝ લિસન યાર મને એક વાર બોલવાનો મોકો તો આપ. મારી વાત તો સાંભળ.. પ્લીઝ. હું તું જે સજા આપીશ તે ભોગવવા તૈયાર છું. ફક્ત એકવાર... એકવાર મને તારા બધા સવાલોનો જવાબ આપવાનો મોકો તો આપ. પ્લીઝ... પલાશ લગભગ આંખોમાં આંસુ સાથે જમીન પર ઘૂંટણ પર પાડીને બે હાથ જોડીને તેને રડમસ અવાજે વિનવી રહ્યો હતો. તે એટલું જોરથી બોલી રહ્યો હતો કે ત્યાંથી રસ્તા પર જતા પેણાએ આ સાંભળ્યું અને કૌતુક સાથે પલાશની સામે આવી ઉભો. પલાશ હજી આંખોમાં ઝળઝળીયા સાથે ત્યાં રેતમાં બેઠો ..બેઠો પ્રાષાના નામની બુમો જ પાડી રહ્યો હતો કે પેણાએ તેના ખભે હાથ મુકીને પૂછ્યું, “ હું થયું ભઈલા કાં રડેછ? અને આ કોના નામની બુમો પડે છ? આયાં ગાંડા કાં કાઢે? કાય વરગાળ તો નથીને?”

પેણા ના આ બધા અસંબંધ સવાલો પલાશને બેચેન કરી રહ્યા હતા. તેના મનમાં જે છેલ્લા ત્રણ વર્ષથી ઘુંટાઈ રહ્યું હતું, જેને બહાર કાઢવા માટે જે દોષમાંથી મુક્તિ મેળવવા માટે તે અહી આવ્યો હતો તે પ્રાષાની આ હાલત જોયા પછી તેને તકલીફમાં જોયા પછી તેને સતત પોતાના પર નફરત થવા લાગી હતી. કે પોતે જ જવાબદાર છે પ્રાષાની આ હાલત માટે. કાશ એ રાતે તેણે પોતાને સંભાળ્યો હોત.... તો આજે બધુજ બરાબર હોત..કાશ આમ થયું હોત.

અલે એ ભાઈ કાં ખોવાયો? જબરું તારું હો, ઘડીમાં બુમો પાડેછ ને ઘડીમાં રડેછ, કરેછે હુ? ઉભો રે, અરે બેન... અનામિકાબેન... આ તમારો મેમાન લાગેછ ગાંડો થયો છ. લાગેછ પીપળીયો વળગ્યો છે...

પીપ્લીયો.... નામ સાંભળતાજ ભદ્રું કુદ્યો. જો બેન હું કેતો તો ને કે પીપ્લીયો વળગે છે. નક્કી આં મેમાનને વળગ્યો છે. ખબરની કોના નામના રાગડા તાણે છે. આને કેશી કાકી પાહે લઇ જાવો પડશે ઈ જ આંનું ભૂત કાઢશે. આટલું બોલીને જ્યાં ભદ્રું બહાર જવા જાય છે ત્યાં પ્રાષા તેને રોકીને સજલ આંખે તેની આંખોમાં આંખો નાખી માથે હાથ ફેરવતા બોલી, ભદ્રું એને ત્યાજ રેવાદે એને એના કર્મો ભોગવવા દે. તું અહી જ રહે મારી પાસે મને છોડીને નાં જા પ્લીઝ. અને જાણે એક ડૂસકું ધોધ બનવાની રાહે નીકળી ગયું. તે પોતાને રોકી જ નાં શકી અને જાણે પોતાના મનનો ઉભરો ઠાલવવા એક ખભો શોધતી હોય તેમ આજે ભદ્રુના ખભે માથું નાખીને એક બાળકની જેમ રડી પડી.

આજે પહેલીવાર ભદ્રુએ તેની અનામિકાબેનને રડતા જોઈ હતી. સામાન્ય સંજોગોમાં પણ ભદ્રું હંમેશા તેને ખોવાયેલી જોતો પણ લાગતું કે આ તેનો સ્વભાવ છે તેમ સમજી કઈ જ ના બોલતો. પણ આજે પ્રાષાના ડુંસકાઓએ તેને બહુ મોટી વિમાસણમાં નાખી દીધો હતો તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે એક એવી છોકરીને મળ્યો હતો જે સુનમુન થઇ બસ સ્ટેશન પર બેઠી હતી, નાતો તેને પોતાનું ભાન હતું ,નાં તેના સામાનનું. બસ રડમસ આંખે આવતી જતી દરેક બસને જોઈ રહી હતી. જાણે પોતાના અસ્તિત્વને શોધતી ના હોય. એક જડવત મૂર્તિ જ જોઇલો. તેણે જ્યારે તેનો હાથ પકડેલો ત્યારે પણ તે જાણે કોઈ નાનું બાળક તેના પિતાનો હાથ પકડીને દોરાઈને ચાલતું હોય તેમજ તેની સાથે ચાલતી,ખાતી,પીતી,ક્યારેક ખુબ હસતી તો ક્યારેક એકદમ ચુપ.. પુરા બે મહિના પછી તેણે તેનું નામ પોતાના મોએથી લીધું હતું ત્યાં સુધી તે ફક્ત ખોવાયેલી જ રહી હતી જાણે આજે એ ધોધ જે દુર અંતરના ઊંડાણમાં ધરબાયો હતો તે વહી ગયો હતો.

ધડામ....પ્રાષા અને ભદ્રું બંને અચાનક ચોંકી ગયા આ અવાજ બહારથી આવ્યો હતો બંને તે દિશામાં જઈને જુએ છે તો.... પલાશ બેશુદ્ધ થઇ જમીન પર પડ્યો છે અને તેનાથી થોડે દુર પેણો ઉભો છે તે પણ જાણે ડગાયેલો છે અને અચાનક શું થયું તે સમજવા માટે પોતાની જાતને તૈયાર કરતો હોય તેમ ઘડીમાં ભ્દ્રુની સામે તો ઘડીમાં પલાશની સામે જોઈ રહ્યો હતો અને હજી કઈ બોલે તે પહેલા પ્રાષા અને ભદ્રું તેને હોશમાં લાવવાની તજવીજ માં લાગ્યા. પ્રાષા દોડીને પલાશનો સામાન ફેંદવા લાગી અને આખરે તેને તેમાંથી થોડી ઘણી ટેબ્લેટ્સ મળી પણ ખરી પણ શું આમાંથી કોઈ પણ આપવી અત્યારે યોગ્ય છે તે પોતાની જાતને પૂછી રહી હતી અને પછી બહાર આવીને ભદ્રુને રામજીની ગાડી લાવવા મોકલ્યો અને પછી કૈક યાદ આવતા બોલી રહેવાદે હું જ જાઉં છુ . તને ડ્રાઈવિંગ ફાવશે નહિ અને રામજી મુન્દ્રે ગયો છે. આટલું બોલી સીધી ગામ તરફ દોટ મુકીને ભાગી. હજી તો માંડ તેણે એક વળાંક પાર કર્યો હશે ત્યાં તેને સામે કેશીકાકી મળ્યાં.

ક્યાં હાલી રે બેન? આમ રઘવાઈ શીદ થઇ ? એ પહેલા કે પ્રાષા તેમને કઈ જવાબ આપે કેશીકાકીએ પ્રેમથી રોજની જેમ તેના માથે હાથ ફેરવ્યો કઈ ગજબનું વશીકરણ હતું તેમના હાથમાં જે પ્રાષાના માથે અડતાજ પ્રાષાનું ઉદ્વિગ્ન મન એકદમ શાંત થઇ ગયું. અને તેણે કેશી કાકીને પલાશની પરિસ્થિતિ વિષે જણાવ્યું અને તેના ઘર પર લઇ આવી. પલાશને જોતાંજ કેશીકાકી એ પ્રાષા ઉર્ફ અનામિકાના ગાલે નાની ટાપલી મારીને કહ્યું અરે ગાંડી આ તો અપ્પા નો પરતાપ લાગે છ. પણ આણે તો કોઈ ઉપવાસ કર્યો જ નથી પ્રાષા બોલી અને ભદ્રુની સામે જોઈ રહી.

તે મેમાન આયો તે દનનું ક્યાં હખે ખાય છે. એક ડૂચો મારીને ઉભો. વારે વારે કીધે રાખે છ કે પ્રાષાને વાત કરવી છે...પ્રાષાને વાત કરવી છે....ખબર ની કઈ પ્રાશાની વાત કરવી છે આને. ભદ્રું પલાશનો હાથ પકડતા બોલ્યો.

કેશીકાકીએ અનામિકાની આંખોમાં જોયું અને ધીરેથી બોલ્યા દીકરા વાત શું છ એ હું નથ જાણતી પણ એટલું જરૂર કહીશ કે મૌન ક્યારેક સંબંધોને કોતરી ખાય છ. એટલે જે વાત આપણા મનને ખોતરતી હોય અને જે વાત થી આપણા સવાલોના જવાબ મળતા હોય તો વાત કરવીજ સારી બેટા. આજે આને જે ભાર થયો છે તે લઈને ક્યારેક તું પણ આય આંવીતી તો મારું માન તો તે પ્રશ્નો ના જવાબ ખોળીલે દીકરા.

પ્રાષાએ હકારમાં માથું ધુણાવ્યું અને પેણા અને ભદ્રુની મદદ લઇ પલાશને ઘરમાં સુવાડ્યો.

જાણે કઈ કેટલાયે વખતે કોઈ ચિર પરિચિત ચહેરો જોતી હોય તેમ પ્રાષા પલાશને જોઈ રહી.ચળકતો ગોળ ચહેરો ઉપર ઘટ્ટ ભૂરા વાંકડિયા વાળ થોડું જાડું પણ ચહેરા પ્રમાણે બંધબેસતું નાક અને આછી દાઢીમાં ખીલેલા ગુલાબ જેવા તેના હોઠ. કેટલાયે સમય બાદ તે તેને આવી નિકટતાથી જોઈ રહી હતી. તે આજે પણ એટલોજ સોહામણો છે જેટલો પહેલા હતો.

પ્રાષા હજી પલાશને જોઈ જ રહી હતીકે પલાશે ધીમો કણસતો અવાજ કર્યો મને એક મોકો તો આપ પ્રાષા બસ વાત કર મારી સાથે.

પલાશનું આ વાક્ય સાંભળતાજ પ્રાષાથી એક ડૂસકું નખાઈ ગયું જે આવતાજ ઓરડામાં સમાઈ ગયું.

ક્રમશ: