An untold story - 4 books and stories free download online pdf in Gujarati

એક અનામી વાત - 4

એક અનામી વાત ભાગ–૪

નવી સવાર

તો મિત્રો આગળ ના ભાગોમાં આપણે જોયું કે પ્રાષા અને પલાશ હવે એકબીજાની સામે એકબીજાના અતીત સાથે આવી ઉભા છે. પલાશને એ નથી ખબર કે તે જે કામ માટે અહી આવ્યો હતો શું તે પૂરું કરી શકશે? પ્રાષા અહી એક અલગ જીંદગી જીવી રહી હતી, એવી જીંદગી જેની કલ્પના પણ તેણે કદાચ નહિ કરી હોય.

પલાશની પૂરી રાત પ્રાષાના ઘરમાં સખત અજંપા સાથે વિતિ. ના તે સુઈ શક્યો હતો નાં તો પ્રાષા...બંને જાણે પોત પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા. કોઈકે કહ્યું છે કે ભૂતકાળની ભૂલોને ભૂલી ના જાઓ પણ એમાંથી સબક લઈને તમારી વર્તમાનની કેડી કંડારો, કારણકે આપણો ભૂતકાળ આપણો સૌથી પહેલો શિક્ષક છે. જે પાઠ આપણને ભૂતકાળ શીખવે છે તે બીજું કોઈ જ નથી શીખવી શકતું. ભૂતકાળ... આખર શું હતો એ ભૂતકાળ? શું એ ભવ્ય હતો કે ભયાનક?

સવારે ઉઠીને પ્રાષા જ્યારે તેની નજીકના નળમાંથી પાણી ભરેલી ડોલ લઈને ઘરમાં આવી રહી હતી ત્યારે તેને જોઇને પલાશને સહેજેય તે ગામની ગોરી જેવી લાગી. તે પાણી ભરતી પ્રાશાને તન્મય થઈને એ રીતે જોઈ રહ્યો હતો જાણે કે મોર ઢેલને, ચકોર શશીને અને દુષ્યંત ઋષિકન્યા શકુંતલાને જોઈ રહ્યો હશે.

પલાશ પ્રાષાને જોવામાં એટલો તો મશગુલ થઇ ગયો કે તેને સ્થળ અને સમય બંનેનું ભાન ના રહ્યું, તે એ પણ ભૂલી ગયો કે તે ક્યાં ઉભો છે. રાત્રે સુતી વખતે પલાશે રોજની ટેવ મુજબ માત્ર શોર્ટ્સ પહેર્યા હતા જે પરાણે તેના સાથળ સુધી લાંબા હતા આમ જોવા જાવ તો શહેરની ફેશન મુજબ તે યોગ્ય હતા પણ ગામડામાં જ્યાં પુરુષો માટે પણ એક નિશ્ચિત પોષાક હોય છે ત્યાં તેનો આ શોર્ટ કૈક વધારેજ શોર્ટ હતો. અને આ જોઇને ગામમાં નળે પાણી ભરવા આવેલી બધીજ સ્ત્રીઓ પલાશને જોઇને ખુસર પુસર કરવા લાગી આ વાત થી પ્રાષા અને પલાશ બંને અજાણ હતા પણ ભદ્રું બાયું ની આ હિલચાલ તુરંત પારખી ગયો અને જોરથી બરાડીને બોલ્યો,

એય... હુ છે? હાં હુ જોઈ રયા સો? પેલા કોઈ ભાયડાની જોયો નથ તે આને આમ જોવોસો?

અને જો મંગીકાકી આ શી ને તે શહેર માથી આયાશી તેમને આયનું ભાન નથ, પણ ભલા તમને તો છેને. તો મહેરબાની કરીને જાવને ભા તમ તમારે કામે વળો, જાવ હાલો. અને પછી તરત પલાશની બાજુ જોઇને બોલ્યો ફ્રેન્ડ તડકો ખાઈ લીધો હોય તો નાવાની ઈચ્છા ખરી? કે પછી બસ આખો દિ આમજ આ ચડ્ડીમાં જ કાઢશો? આમતો વાંધો નય પણ મને લાગેછે ત્યાં હુધી તમે ઉપરનો લેગો પેરતા ભૂલી જ્યાશો, કોઈ ની હાલો નાઈલો. નકર પછી નાવાની મઝા નહિ આવે. પલાશને પણલાગ્યું કે હવે તેણે નાહી લેવું જોઈએ તેણે ભદ્રુને બાથરૂમ માટે પૂછ્યું. ભદ્રું પલાશને બાથરૂમ પાસે લઇ ગયો અને પોતે પાણીની ડોલ ભરવા માટે હેન્ડપમ્પ પાસે ગયો.

પલાશે જ્યારે બાથરૂમ જોયું તો તેના હોશ ઉડી ગયા કારણકે આવા બાથરૂમની તેણે ક્યારેય અપેક્ષા નહોતી રાખી . તે એક ઓરડી હતી જેની ઉપર છજુ નહોતું, એ તો ઠીક પણ તેમાં બારણાને બંધ કરવા માટે અગણિત સુતરીઓ બાંધવામાં આવેલી જેનો એક છેડો નહિ બે.. ત્રણ ચાર...પાંચ. હા પાંચ છેડા હતા જે અલગ અલગ એન્ગલે બાંધવામાં આવેલા. જો એમાંથી એક પણ છેડો તૂટે તો બારણું રીતસર લટકે અથવા બંધ નાં થાય તેવી પરિસ્થિતિ હતી. પલાશને હેરાફેરી ફિલ્મનો સિન યાદ આવ્યો અને એ પરિસ્થિતિ કરતા પોતે કઈક સારી પરિસ્થિતિમાં છે તેમ માનીને ભાદ્રુની રાહ જોવા લાગ્યો ભદ્રુને પાણી લઈને આવતો જોઈ તેણે ભદ્રુને ટોયલેટ માટે પૂછ્યું અને એક મોટું સરપ્રાઈઝ ત્યાં પલાશની રાહ જોઈ ઉભું હતું બાથરૂમની ડાબી તરફ થોડેક દુર એક બીજી તદ્દન આના જેવી જ બીજી ઓરડી હતી જેનો ઉપયોગ ટોયલેટ તરીકે થતો હતો. પલાશ પોતાના મનને સમજાવીને તે ટોયલેટમાં ગુસ્યો પણ આ શું, દરવાજા અને છત સિવાય અહી અહી બીજું એક મોટું ડીસાસ્ટર હતું કે ત્યાં ટીપીકલ ઇન્ડિયન સ્ટાઈલ ટોયલેટ હતું કમોડ નઈ. અને ત્યાં નાતો ટોયલેટ પેપર હતા કે નાતો ફ્લશ કે ના વોશર. વ્હાટ ધ હેલ્લ !...... આજ સુધી પલાશ ક્યારેય આવા... હે ભગવાન શું કરીશ હું? નહિ હું આવી રીતે બાલટી વડે સોરી હાથ વડે નઈ...છી....અને પલાશ મોઢું ચઢાવીને આ એટલી જોરથી બોલ્યો કે બહાર ઉભેલી પ્રાષા આ સાંભળીને ત્યાં ઉભી રહી અને પછી બારણું ખખડાવીને બોલી મિ. મેહતા શું થયું? ટોયલેટમાં ક્યાય વીંછી તો નથી આવ્યોને, આમે આ સિઝનમાં બહુ નીકળે છે સાચવીને. અને હા આજે… બસ છે જો તમારે જવું હોય તો અડધા કલાકમાં નીકળી જશે.પેકિંગ તો રેડી જ હશેને? આટલું કહીને પ્રાષા ત્યાંથી નીકળી ગઈ. પલાશ ઘડીભર ઉભો રહ્યો પછી પોતાની આંખો મીંચીને બધું કાર્ય પાર પાડવાની ગડમથલ કરવા લાગ્યો. તે ઘડીમાં ત્યાં રાખેલી ડોલ તરફ જુએ છે તો ઘડી પોતે કેવી રીતે એડજસ્ટ થશે તેની સેટિંગ કરેછે. તેને આજે કોલેજનો એક કિસ્સો યાદ આવ્યો જ્યારે પ્રાષા કોલેજમાં નવીસવી આવેલી તેને ભારત આવ્યે હજી માંડ દસેક દિવસ થયા હશે અને કોલેજમાં માંડ ત્રણ દિવસ, પણ એ ત્રણ દિવસોની અંદર તેને કોલેજમાં એક કેઓસ સર્જી દીધેલો. જ્યાં જુઓ ત્યાં બધા બસ તેની જ વાત કરતા હતા, કોઈક તેને ગાંડી,ચસ્કેલી કહેતું તો કોઈક તેને બધાની મદદગાર પણ. મદદગાર તો ઠીક પણ ચસ્કેલી કેમ કહેતા હશે ખબર છે? અને પલાશના મોઢાપર હાસ્ય ફરી વળ્યું, બનેલું એવું કે કોલેજ થી જતા રસ્તામાં જે ઝુંપડીઓ આવતી તેમાં તે એક વાર બસ એમજ ક્યુરીયોસીતી ખાતર ગયેલી અને અને ત્યાં આવું ટોયલેટ જોઇને તે એટલી ખુશ થઇ કે પોતાના મોસ્ટ ફેવરીટ ફોટોસ માં તેણે તે ટોયલેટ અને તે ટોયલેટ માં બેઠેલા છોકરાને લીધેલો જેને તેની માએ ચડ્ડી માથે પેરાવી બેસાડેલો. આ ફોટો પ્રોફેસરથી લઈને દરેકને માટે સૌથી વધુ ચકિત કરનારો હતો, અને ત્યારથી અમુક વિદ્યાર્થીઓએ તેને ચસ્કેલ ઉપનામ આપેલું. અને તેને બહુ ગમેલું પણ ખરું. કદાચ કોલેજમાં તે પહેલી એવી છોકરી હતી જે પોતાની સ્ટાઈલ કે ફેશન નાં કારણે નહિ પણ પોતાના અટપટા કામોને કારણે છવાઈ ગયેલી.અને ક્યારે તે પોતે તે અટપટી છોકરીના પ્રેમ માં પડ્યો તેને ખુદને ખબર જ નાં રહી. આ બધું વિચારતા તેણે ક્યારે પોતાની ક્રિયાઓ પતાવી તેને ખબર જ પડી અને જયારે નાહીને તે અંદર ગયો તો પ્રાશાની સાથે એક બીજા માજીને જોઇને તે થોડો ઝંખવાઈને અંદરના ઓરડામાં જવા લાગ્યો પણ પ્રાષાએ તેને રોકીને ત્યાં બોલાવ્યો અને તે માજીની ઓળખ આપતા બોલી , પલાશ આ કંકુ માસી છે ભદ્રુની ફોઈ બાજુની ઓરડી માં જ રહે છે તારો સામાન ત્યાં શિફ્ટ કરાવી દીધો છે તને ત્યાં સારું ફાવશે તે વળી સારું જમવાનું પણ બનાવે છે. આઈ જસ્ટ હોપ કે તને ત્યાં સારું ફાવશે. પલાશ પ્રાષાની સામે જોઈ રહ્યો જાણે તેના મનના ભાવ વાંચવા માંગતો હોય તેમ બાથરૂમ ની સામે જોઈ બોલ્યો,

“અરે યાર મને તો મઝા પડી ગઈ આ ઓપન બાથરૂમમાં નહાવાની, એ ઠંડો પવન ,ખૂલું આકાશ, ખરતા પત્તાઓનો વરસાદ અને પક્ષીઓનો કલકલાટ આ બધું મારા માટે એટલું જ અવર્ણનીય છે જેટલી તું. “

ઘડીભર પ્રાષા પલાશની સામે જોઈ રહી અને બોલી તારો સામાન શિફ્ટ થઇ ગયો છે. તું... તું.. ત્યાં મઝામાં રહીશ.... પ્રાષા એ રીતે અટકીને પરાણે શબ્દો ગોઠવી બોલી રહી હતી કે તે કન્કુમાંસી થી અછાનું નાં રહ્યું. તેઓ પ્રાષાને વચ્ચે અટકાવીને બોલ્યા, “બેન કાઈ નહિ બેન જો આ મેમાન ને આય મારા ઘેરે નાં ફાવે તો હું વાંધો છે, ‘ને આમે બેન તમારો મેમાન એ ગામનો મેમાન રહી વાત જમવાની તો હું મારા ઘેરેથી બનાવી અહી આપી જઈશ એમાં વળી ફર્ક શું? આમે તું તો બેન અમારું છોરું છો.” આટલું બોલી કન્કુમાસી ત્યાંથી નીકળી ગયા.

પલાશ જાણે મનોમન જુમી રહ્યો હતો, હા વાત જાણે એમ બની હતી પેલા માઝીને કારણે ઉતાવળમાં જેવો તે અંદરના ઓરડામાં ગયેલો ત્યાં સામેજ તેને એક ફોટોફ્રેમ જોવા મળેલી, જે કદાચ કપડાની વચ્ચે થી કઢાઈ હશે કેમકે તેની આસપાસ ઘણા બધા કપડાનો ઢગ પડેલો જે કદાચ પ્રાષા આને છુપાવા માટે કરતી હશે. વાહ! સવાર સુધરી ગઈ. તે એટલીજ તીવ્રતા સાથે બહાર આવેલો એ જોવા કે શું હજી તેનો પ્રેમ જીવતો છે કે નહિ, પણ પ્રાષાના એ ઝળઝળીયા એ તેનો બધોજ સંશય દુર કરી દીધો. વાહ! થેન્ક્સ ગોડ! તે મનોમન ઈશ્વરનો આભાર માની રહ્યો હતો, આખરે તેને એક આશાનું કિરણ દેખાયું હતું જે હાલના સમયમાં તેનો એક માત્ર સહારો હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED