AFFECTION - 47 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 47

























સેજલ અને પ્રિયંકા હવે કોના ઘરે જવું એ વિચારતા હતા કારણ કે હજુ સોનગઢ આવ્યું નહોતું અને આ રેવતીએ એ લોકોને મોહનભાઈના ઘરની બહાર ઉતારી દીધા હતા...પણ એમને નહોતી ખબર કે મોહનભાઇ મદદ કરશે...ઘોડી ઘર આગળ આવીને પોતાના ડાબલાથી અવાજ કરવા લાગી...એટલે અંદર મોહનભાઇ ના છોકરાઓ એ સાંભળીને બહાર આવી ગયા..આટલી રાતના કોઈએ દરવાજો ખોલ્યો તો સેજલને ડરવું કે ખુશ થવું એ સમજ ન પડી..પણ પેલા છોકરાઓએ બે સ્ત્રી ઘર બહાર જોઈ તો એને એના બાપા મોહનભાઈને તરત જ બૂમ પાડી અને એમને ઊંઘમાંથી જગાડીને બહાર લાવ્યા..

મોહનભાઇને ખબર પડી ગઈ કે આ કાર્તિકે જ મોકલ્યા છે..પણ એમને ખબર ના પડી કે કાર્તિક કયા છે..મોહનભાઈએ એમને અંદર બોલાવ્યા..એમની વહુને કિધુ તો એ પણ ખુશ થયા છે કાર્તિકે છેલ્લે કરીને બતાવ્યું..

મોહનભાઇ : કાર્તિક ક્યાં છે??એ પણ હોવો જોઈએ ને...

પ્રિયંકા રડવા જેવી થઈ ગઈ...એને બધામાં પોતાનો દોષ દેખાતો હતો..સેજલ મોહનભાઈને સમજાવે છે કે કેવી રીતે તે ભાગ્યા અને કાર્તિક ત્યાં ફસાઈ ગયો..મોહનભાઇ પણ દુઃખી થઈ ગયા...

મોહનભાઇ : હમણે જ હું એની પત્ની સનમને મળ્યો હતો...બિચારી કેટલી ઉત્સાહિત હતી..એ એટલી ઉતાવળી હતી એને મળવા માટે...પણ હવે તો એને જિંદગી આખી એકલપંડે કાઢવી પડશે...

પ્રિયંકા રડતા રડતા ગુસ્સે થઈને બોલી,"એવું કેમ બોલો છે તમે??"

મોહનભાઇ : દીકરી તને પણ ખબર જ છે ને કે તે લોકો કેવા છે...તેજો મરી ગયો તો શું થયું એનો છોકરો,એના માણસો નહિ મૂકે કાર્તિક ને...

સેજલ હવે ગભરાઈ ગઈ હતી...એને એમ કે કાર્તિક ગમે એમ કરીને બચી જશે પણ આ લોકોની વાતો સાંભળીને એને પણ હવે ડર લાગવા લાગ્યો હતો..

મોહનભાઇ એમને આરામ કરવાનું કહી ગયા...સવારે તેમને મુકવા સોનગઢ આવશે...એવું કહીને પોતે પણ ક્યાંક બહાર ચાલ્યા ગયા...કારણ કે હવે ચાર તો વાગી જ ગયા હતા..

*

સનમ,હર્ષ અને નૈતિક કારમાં બેસીને જાયસર ગામ તરફ આગળ વધી રહ્યા હતા...એક તો સુમસાન રસ્તો હતો..એમાંય સાવ અંધારું.

હર્ષ : સવારે આપણે ત્યાં પહોંચી જશું..લગભગ..રસ્તો તો મને સરખો નથી ખબર..પણ આ તરફથી જ જવાય છે..

નૈતિક અને હર્ષ એકબીજા જોડે વાતો કરી રહ્યા હતા...સનમ પાછળની સીટમાં એકલી બેઠી બેઠી...મારો ફોન હાથમાં રાખીને બેઠી હતી..

એને પછી મારો ફોન અનલોક કર્યો...વોલપેપર જોઈને હસી...એને કંટાળો પણ આવતો હતો એટલે એને આગળની તરફ થી હેડફોન લઈને કાનમાં ભરાવ્યાં...અને વિડિઓ ગેલેરી ખોલી..

તે ઘડીક વાર ચોંકી ગઈ...એમાં સૌથી ઉપર મારો બનાવેલો વિડિઓ જોઈને એને તરત જ પ્લે કર્યો..પેલા લોકો તો આગળ પોતાની વાતો માં મસ્ત હતા...

"સનમ..ચૂપચાપ આ વિડિઓ બહુજ ધ્યાન થી સાંભળજે...હું આવું કઈ મૂકીને ગયો છું કોઈને ખબર ના પડવી જોઈએ...વિડિઓ એટલા માટે કે હું જાવ તો છુ પણ બની શકે કે પાછો ના પણ આવું...તો જેટલી પણ જાયદાદ છે..પચીસ હજાર કરોડ ની...એમાંથી જેટલા પણ વપરાયા છે...કોને કોને આપ્યા છે...બેન્ક ડિટેલ બધુજ મારા લેપટોપમાં જ છે...અને એ લેપટોપ મેં હાલપુરતું મારી કારની પાછળની જમણી તરફની સીટ ચીરી નાખીશ તો અંદર એક બોક્સમાં પડ્યું છે..હવેલીમાં તો કોઈ પણ ઘૂસીને તપાસ કરી શકે...એટલે ત્યાં નથી મૂક્યું..કંઈ પણ થાય તો એ કાર લઈને ભાગી જજે..ક્યાંક દૂર..મારી રાહ ના જોતી...બની શકે કે મને કોઈ ફસાવી રહ્યું છે...એમાં હું નથી ઇચ્છતો કે તને કોઈ હેરાન કરે...આ વિડિઓ મળે કે તરત જ ભારત જ મૂકી દેજે..બહારની તરફ ભાગી જજે..લેપટોપમાં બધી ડિટેલ છે જ..એના જોડે પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ પણ પડ્યા છે...અમુક ફોન નંબર છે હર્ષ કે કોઈને કહેજે એટલે એ લોકો મદદ કરશે.તું કોઈ પણ ઝંઝટ વગર વિદેશ પહોંચી જઈશ..મેં પહેલાથી જ બધુ પ્લાન બનાવીને રાખ્યો છે...એટલા રૂપિયા છે કે કોઈની જરૂરત જ નથી..મારા મમ્મી પપ્પાને પણ થોડા સમય પછી પોતાની સાથે બોલાવી લેજે...પણ કંઈ પણ થાય...સોનગઢમાં રહેતી નહિ...હું તને કહેવા માંગતો હતો..પણ જ્યાં સુધી હું છું તારા સાથે...તને તકલીફ પડવાની જ...અને તું મારી વાત જ્યાં સુધી હું સાથે હોવાનો તો માનવાની જ નથી....મને ખબર છે....મારી ચિંતા ના કરતી...ચલ હવે જાવ છુ...અડધી રાતના વિડિઓ બનાવ્યો છે એ જો મારી આંખો....એકદમ લાલ...જમી લેજે સમયસર...હજુ કહું છુ રડતી નહિ...મને નથી ગમતું...અચ્છા મળીએ પછી..પ્રોમિસ નથી કરતો પણ મળીશું...એવી રીતે જોઇશ નહિ વિડિઓ સામે..અઘરું કામ છે.પિયુને ગોતવી..તું ગુસ્સાથી ના જોઇશ..હાલ ભલે હવે ડીલીટ કરી નાખ વિડિઓ....લવ યુ..."

*
*
*
*
*
"સનમ સાંભળે છે કે નહીં તું??સનમ??"હર્ષ અને નૈતિક એને બોલાવતા હતા...અને સનમ હોશમાં આવી...

નૈતિક : જવા દે ને એને સોન્ગ સાંભળે છે...
એમ બોલીને પાછા એ બે વાતોએ વળગી ગયા..

એવી કેવી ચિંતા ના કરું??દર વખતે બોલે કે ચિંતા ના કરતી...ચિંતા ના કરતી..પણ શું કામ એવું કરે છે તું??દેશ મૂકીને ભાગવું જ હતું તો તું પણ આવી જ શકતો હતો...તો તું કેમ ના આવ્યો??હું શું કરું પૈસાનું...દર વખતે બધા ડીસીઝન તું એક જ લઇ લે છે...કેમ પણ યાર??કેટલી વખત તને ખોવાનો મારે??બોલ કેટલી વખત....પ્રોમિસ નથી આપતો એમ ને મને મળવાનું...મને સાથે લઈ જઈશ પિયુને લઈ આવીશું આપણે બંને....સાવ ખોટો...ભાગી ગયો એકલો...અને એને ગુસ્સામાં આવીને રડતા રડતા હેડફોન અને ફોન બંને ચાલુ કારે બારીની બહાર ફેંક્યા...

પેલાએ તરત જ કાર રોકી....અને પાછળ ફરીને જોયું તો સનમ એકદમ લાલ થઈ ગઈ હતી ગુસ્સામાં અને રડ્યા જતી હતી..

નૈતિક : સનમ શુ થયું??અચાનક કેમ આવું કરે છે...

હર્ષ : નૈતિક તું જરાક જોજે ને પાછળ...એને ફોન ફેંક્યો એને ગોતીએ હું કારને રિવર્સમાં લઈ રહ્યો છુ..ધ્યાન રાખજે તો...

નૈતિક : હવે યાર તું અંધારું તો જો બહારની તરફ...કેવી રીતે મળશે???કેવી વાતો કરે છે...

હર્ષ : અરે યાર કાર્તિકનો ફોન હતો...જરૂરી ડિટેલ હશે ઘણી બધી....બહુ જરુરી હતો યાર...કાર્તિકને ખબર પડી જશે તો??એ આવે એની પહેલા ગોતીને સાજો કરાવી નાખીશું...

નૈતિક : પણ આ સનમે ફોન શુ કામ ફેંક્યો એ પૂછને પહેલા

હર્ષે પાછળ ડોકિયું કરીને જોયું બારી બાહર તો એને એક કાર આવતી દેખાઈ...એને તરત જ કારને ફૂલ ઝપાટે ભગાવી...

નૈતિક : શુ થયું ભાઈ??શુ કામ મરાવવા માંગે છે અમને...

હર્ષ : અબે પાછળ જો...પેલા લોકો આપણો જ પીછો કરે છે..

નૈતિક : તને કેમ ખબર??

એમ બોલીને એને બહાર ડોકી કરીને જોયું તો એને દેખાયું કે અમુક લોકો અંદર ગન લઈને બેઠા છે...એને તરત જ સીટ બેલ્ટ એકદમ કસીને પહેરી લીધો...

હર્ષ : તારો ગુસ્સો જે પણ વાત ને લઈને હોય...સમજુ છુ કાર્તિક પર ગુસ્સો આવે...અમને પણ આવતો હોય અમુક વાર...પણ એને જે પણ કર્યું કંઈક લાંબુ વિચાર્યું હશે...તો અત્યારે એને સાઈડ માં મુક...પ્લીઝ જરાક નીચેની તરફ ઝુકીને બેસજે...

સનમ : શુ ફરક જ પડે છે???કાર્તિક કેટલું ખોટું બોલે છે દરેક વાતે....હું શાંત કેવી રીતે થાવ....એ બોલ્યો કે હું એની ચિંતા ના કરું....કેવી રીતે....ના કરું....બોલ તું બોલ...

ત્યારે જ કારના પાછળના ટાયરમાં ગોળી મારી પેલા લોકોએ અને ટાયર પંચર થઈ ગયુ....અને હર્ષનો કાર પરથી કાબુ છટકી ગયો...અને કાર રોડ પરથી નીચે ઉતરીને અથડાઈ જ જાત...પણ એને બ્રેક મારી દીધી...અને એવા માં જ પેલા લોકો પોતાની કારને નજીક લઈને આવી ગયા..અને ગન લઈને નીચે ઉતર્યા...એવા માં પાછળ એમની બીજી કાર પણ આવી ગઈ...એ બધા ભેગા થઈને ઉતર્યા..

હર્ષ અને નૈતિકને પોતાની ગન કાઢવાનો વિચાર જ ના આવ્યો...તો ખબર નહિ શુ જોઈને ગન ભેગી કરીને બેઠા હતા...

સનમ તો કઈ બોલવાની હાલતમાં જ નહોતી...તે પોતાના અલગ જ ગમમાં ખોવાયેલી હતી...

હર્ષ અને નૈતિક હજુ અંદર જ ફસાયેલા હતા...કારની..પેલા લોકોએ સનમને બહાર કાઢી..અને એ બૂમો પાડતી હતી પણ એને દવાથી બેભાન કરી નાખી...

પેલા લોકો હજુ બહાર આવીને રોકટોક કરે એની પહેલા તો પેલા લોકો બેહોશ સનમને કારમાં બેસાડી દીધી...અને હર્ષ અને નૈતિક ને પણ બેભાન કરી દીધા..બહુ સહેલાઇથી એનું કામ થઈ ગયું...

એ લોકો હસતા હસતા પોતાની બંન્ને કારને ભગાવી ભવાન પાસે...જે અત્યારે હતો કંડલામાં..

*

ધ્રુવ બીજલમોટા સહિત કેટલાક મોભીઓ સાથે સવારના છ વાગે વૈદના ઘરે બેઠો હતો..

પણ છેલ્લે કમનસીબે શામજીબાપા ના બચ્યા..એમના પેટમાં ગોળી લાગેલી એ એમની ઉંમરના કારણે વધારે જ નુકશાન કરી ગઈ...

પણ છેલ્લે છેલ્લે મરતા મરતા શામજીબાપા ધ્રુવને બોલ્યા કે,"દીકરા....અમે ભલે મરી જઈએ...પણ મારી વાડી અને ઝુંપડી બંને સાચવજો...કાર્તિકને કહેજે કે એ બધું હવે એ જ સંભાળે..માફ કરી દે મને હું એની હવેલી હવે વધુ નહિ સાચવી શકું." એમ બોલીને સુતા તો પછી સુઈ જ ગયા..

બીજલમોટાએ ધ્રુવને પૂછ્યું કે,"બધું ચાલી શુ રહ્યું છે સરખું સમજાવીશ.."

ધ્રુવને ખબર હતી કે સાચું અત્યારે આ લોકોને કહેવાય નહીં...કે આ લોકો કાર્તિકની મદદ કરવા ગયા છે..નહિતર આ લોકો જ મારી નાખશે...

ધ્રુવ : પેલા લોકો એ અચાનક હુમલો કર્યો...સદનસીબે મારુ ધ્યાન પડ્યું...તો મેં હર્ષ અને નૈતિકને કીધું તો એ લોકો માંડ માંડ બચીને કાર લઈને ભાગી ગયા...પણ હજુ એ લોકોનો પીછો થઈ રહ્યો હશે..

બીજલમોટાને હવે શું જવાબ આપવો એ ખબર જ ન પડી...ત્યાં બીજા વડીલ બોલ્યા,"સોનગઢ તો જાણે મંદિર બની ગયું છે...ગમે એ ચાલ્યું આવે છે...બીજલ કંઈક કરીએ જલ્દી..."

*

મને સવારે 6 વાગ્યા પછી હોશ આવ્યો...તો હું પાછો હવેલીમાં પડ્યો હતો....આજુબાજુ ઘેરાયેલો હતો...કોઈ પાણી છાંટતું હતું મને..આજુબાજુ જોયું તો મને થાંભલાથી બાંધેલો હતો..

એક ભાઈ મોટી બાવળની લાકડી લઈને આવ્યો...

"બોલ તે શું કામ પેલી છોકરીને ભગાવી નાખી..."

હું વિચારતો હતો કે હજુ આને ખબર નથી કે એનો સાહેબ ટપકી ગયો છે...સરસ..

હું ચાલક બનતા બોલ્યો"હું કહીશ તો તમને તો નહીં જ કહું...તેજા સાહેબને જ કહીશ...એ મારી અને એમની પર્સનલ વાત છે.."

"સાહેબ તો ક્યાંક જતા રહ્યા છે....રાતના...ખબર નહિ ક્યાંરે આવશે"

"અરે આપણેને શુ કામ ના બોલે...બાંધી દો ઝાડ સાથે ગામ વચ્ચે...ગામવાળા પણ દેખે..."

"પણ કોઈએ આની મદદ કરી તો??"

"આખા ગામની ફાટે છે...કોણ કરશે આની મદદ...કીધું એટલું કરો...તેજો આવતા આવશે...હું બોલાવડાવીશ આના મોઢેથી."

ખબર નહિ કોણ નમૂનો હતો...પણ એના કહેવા પર મને ગામ વચ્ચે ચોરા પર ઝાડ સાથે બાથ ભીડાવી બાંધી દીધો..

બધા ગામવાળા જોવા આવી ગયા હતા..કાજલ પણ હતી એ બધા વચ્ચે...

"હજુ બોલી દે..તે શું કામ આવું કર્યું??તેજો આવી ગયો તો મારી જ નાખશે...હજુ અમે પોચા દિલ વાળા છીએ...કદાચ માફ પણ કરી દઈએ.."

મેં જવાબ ના આપ્યો...તો એને કીધું કે મારો વાંસો છોલી નાખો આનો...લાંબી તો ખબર ના પડી પણ એટલી ખબર જરૂર પડી કે છોલી નાખો..

અને પેલો સોટી સટાસટ વીંઝવા લાગ્યો...મોંઘો જીન્સ નો શર્ટ પહેરેલો...મારી મારીને એને પણ ફાડી નાખ્યો..

ગામલોકોમાંથી અમુક એકદમ દયાની નજરે જોઈ રહ્યા હતા...જ્યારે અમુક કહી રહ્યા હતા કે સાલો આ જ લાયક છે...મગરના મોઢામાં હાથ નાખતો હતો...મારો એને તો...

લોહી નીકળવા લાગ્યા હતા..છતાં પણ હું એકદમ શાંત બેસેલો હતો...રડવું ઘણું હતું...પણ એના કારણ અલગ હતા..સહન કર્યું..બહુ જ...લોહી ઉડીને હવે બહાર લોકો પર લાગતું હતું એ સોટીના કારણે..એટલે પેલા એ હવે બંધ થવાનો આદેશ આપ્યો...

એ મને જોવા આવે એની પહેલા જ મેં આંખો બંધ કરીને બેભાન થવાનું નાટક કર્યું...નાટક તો શું કહેવું મારે..હાલત જ એવી થઈ ગઈ હતી...

"એય દુકાનદાર...મીઠાની બાચકી આપ.."

એના એક હુકમ પરતો પેલો ફટાફટ ભાગીને મીઠાની એક થેલી લઈ આવ્યો...

"હજુ કહું છું બોલી દે...શુ કામ તે એવું કર્યું??છોકરીને કેમ ભગાડી..હું હજુ જવા દઈશ...તેજો નહિ જવા દે...તે મારી જ નાખશે."

હું બેભાન રહેવાનું નાટક કરીને પડ્યો રહ્યો..

"મને ખબર છે તમારા જેવાને સીધા કેમ કરવાના...બેભાન થવાના નાટક જ કરવા છે ને તારે"

એમ કહીને એને મારો ફાટેલો શર્ટ સાવ ફાડીને ફેંકી દીધો...અને મીઠાની બાચકી તોડીને મારા ચિરાયેલી પીઠ પર એને મીઠું રગડયું...અને તરત જ મારી આંખો ખુલી ગઈ...અને કમર એકદમ સીધી થઈ ગઈ...અવાજ મેં અંદર જ દબાવી રાખ્યો..આંખો એકદમ લાલચોળ થઈ ગઈ..

"કેમ નાટકબાજ હવે હોશ આવી ગયા ને..."
એમ બોલીને એને મારા ઘાવોમાં ઊંડે સુધી મીઠું ભરી દીધું...મારી પીઠ એકદમ દાઝી ઉઠી..એટલું ટોર્ચર સહન કરવા કરતાં...મારી જ નાખતા હોય તો એક જ સાથે..

હવે મારી સહન શક્તિ તૂટતી હતી...હવે સાચેમાં બેભાન થવું હતું..સનમ યાદ આવી...બહુ જ યાદ આવી...દરિયાકિનારે જ્યારે બેહાલ થઈને પડયો હતો ત્યારે એનો ખોળો હતો બેભાન થવા માટે...આજે તો એવું કશું જ નહોતું...એટલે હું એમ જ પડી ગયો...આંખોમાંથી આંસુનું ટીપું નીકળી ગયું...એટલે નહિ કે મને બહુ જ કષ્ટ પડ્યું હતું...મેં તો આખી જીંદગી કષ્ટ જ જોયું હતું...આંસુ નીકળ્યું એટલે કારણ કે જો સનમ ભૂલે ચૂકે પણ જો સનમ મને આ હાલતમાં જોઈ જાય તો એને કેટલું દુઃખ પહોંચત..એ દર વખતે મારી અને કોઈ બીજા ની લડાઈમાં વચ્ચે ફસાઈ જ જતી...સોરી યાર..

"અહીંયા જ બાંધીને રાખીશું....ખાવા પણ નહીં મળે તને અને પાણી પીવા પણ નહીં મળે...ગામવાળાઓ જો કોઈએ મદદ પણ કરી...જરાક આની 5 મીટર નજીક પણ આવ્યા તો ઘર સળગાવી દઈશું....જઈએ છીએ..હવે આવશે તો સીધો તેજો જ આવશે..એ પણ તને મારવા...જીવી લે...તું મારી દયાને લાયક નથી...તું તેજો જ્યારે તારું માથું અલગ કરી દેશે ને તું એને જ લાયક છો.."

એમ કહીને એ લોકો તો મને ત્યાં ચોરે બાંધેલો રાખીને જ જતા રહ્યા...મને આછો અવાજ સંભળાતો હતો એ શું બોલ્યો..પણ કશું ખબર ના પડી..હું તો હવે સનમની યાદોમાં જ સરી ગયો...

ગામવાળાઓમાંથી બધા તો જતા રહ્યા મારી હાલત જોઈને...અમુક લોકો ત્યાંથી નીકળતા નીકળતા જોતા જતા હતા.. પણ એક છોકરી પણ મને જોઈને કદાચ મારા કરતાં પણ વધારે દર્દ સહન કરતી હતી....એ વાત એના બંધ ના થતા આંસુ કહી રહ્યા હતા..એ છોકરી હતી કાજલ..

*
જોઈએ છીએ હવે કે સનમ ઉઠે છે ત્યારે એ ક્યાં પહોંચે છે...અને કાર્તિક તો ત્યાં જ પડ્યો છે...જ્યાં બંધાયેલો હતો..સવાલ તો એ છે કે જ્યારે આ લોકોને ખબર પડશે કે તેજો તો ક્યારનો મરેલો પિયુના રૂમમાં પલંગ નીચે પડ્યો છે ...ત્યારે શુ થશે..જોઈએ

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik