ડાયરી - ભાગ - 4 Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - ભાગ - 4

ડાયરી ભાગ – ૪
હા, ક્યારે ચા પીધી, શું નાસ્તો કર્યો. સ્કુલમાં શું કર્યું. સાંજે શું રમી. રાત્રે શું જમી. બધું જ લખવાનું. તું જો આમ લખીશ ને તો તારા અક્ષર એકદમ સરસ થઇ જશે.લખીશ ને ??
હા હા હું આમાં બધું જ લખીશ. આમાં હું રોજ રોજ લખીશ.બહુ બધું લખીશ.
સરસ મજાની ડાયરી ને જોતા પપ્પા રાજેશભાઈને જુએ અને અચાનક નિયતિ એના વ્હાલા પપ્પાને વળગી પડે અને વ્હાલી બકી કરે.
રોજની જેમ સવારે વહેલી ઉઠી આજે નિયતિ જાતે ફટાફટ તૈયાર થઇ ગઈ હતી, પપ્પાને ખબર ન પડે એમ ચુપચાપ રસોડામાં ગઈ અને ચા બનાવવાની તૈયારી કરવા લાગી, સૌથી પહેલા એણે ગેસ ચાલુ કર્યો, અને નાનકડી તપેલી શોધવા લાગી, તપેલી તરત ન મળી અને સામે જ મુકેલા ચા અને ખાંડ નાં ડબ્બા મળી ગયા, ખાંડ નાં ડબ્બા ને ખોલી એણે ચપટીક ખાંડ ખાઈ લીધી.
તપેલી ક્યાં છે ?
ઢીંગલી સાથે રમતી ઢીંગલી જેવી નિયતિ આજે કઈક અલગ જ વિચારમાં બધું કરી રહી હતી, અહી તહી શોધતા એને નાનકડી ચા ની તપેલી ન મળી પણ ધોયેલા વાસણોનાં બાસ્કેટ પર નજર પડી જેમાં સૌથી ઉપર જ ચા ની તપેલી હતી. એ લઈને એણે ગેસ પર મૂકી અને હવે ગેસ લાઈટર શોધવા લાગી..પણ ન મળ્યું આખરે દોડી બ્હાર હોલ માં, બ્હાર ભગવાનનાં નાનકડાં મંદિરમાંથી માચીસ લઇ આવી ત્યાં સુધી તો આખા કિચનમાં ગેસની વાસ આવવા લાગી, પણ નિયતિ એની ધૂનમાં સરસ મજાની ચા બનાવીને આજે પપ્પાને સરપ્રાઈઝ આપવાની હતી. નાનકડી નિયતિને ખબર નહિ કે ગેસ એટલો ફેલાઈ ગયો છે કે એ જો અત્યારે દીવાસળી પેતાવશે તો આખું રસોડું ભડકે બળશે, નિયતિનું ધ્યાન ચા ખાંડ નાં ડબ્બા પર ગયું તો એણે માચીસ અને દીવાસળી નીચે મૂકી તપેલીમાં ચા અને ખાંડ નાખ્યા, દરમ્યાન ગેસ તો રીસાવાનો ચાલુ જ હતો. આખરે એણે દીવાસળી અને માચીસ લઈને દીવાસળીને માચીસ સાથે ઘસવાની કોશિશ કરી એક વારમાં દીવાસળી ન સળગી બીજી વાર એણે કોશિશ કરી ત્યાં..
નિયતિ...
જોરદાર અવાજ આવ્યો અને નિયતિ ગભરાઈ , ગભરાટમાં નિયતિનો હાથ ધ્રુજી ગયો દીવાસળી માચીસને લાગતા રહી ગઈ.
અ શું કરે છે ?
ચા બનાવું છું. તમારા માટે.
મારે ચા નથી પીવી.
તરત જ ગેસ બંધ કર્યો અને નિયતિને બ્હાર લઈ જતા રાજેશે એક્ઝોસ ફેન ચાલુ કર્યો અને સાથે રસોડાની બારી પણ ખોલી જેથી ગેસ બ્હાર નીકળી જાય.
તને કોને કહ્યું ચા બનાવવાનું ? ગેસ ચાલુ કરીને મૂકી દેવાય ? ખબર નથી પડતી એ તો સારું થયું કે હું સમયસર આવી ગયો, આખા ઘરમાં ગેસની વાસ આવે છે. દીવાસળી પેટી ગઈ હોત તો કોણ જાને શું થાત.
પપ્પાનો આવો અવાજ નિયતીએ આજસુધી નહોતો સાંભળ્યો, એ તો પપ્પાને જોયા જ કરતી હતી મોઢા પર એક પણ ભાવ લાવ્યા વિના જ એની આંખો ભરાઈ આવી. અચાનક રાજેશને થયું કે આ હું શું બોલી ગયો, પોતાની જાત ઉપર કંટ્રોલ કરતાં એણે સ્વસ્થ થઈને નિયતિ તરફ જોયું તો નિયતિની જમણી આંખમાંથી એક આંસુનું ટીપું એના ગાલે આવીને બેઠું હતું. પપ્પાએ દીકરી નાં ગાલ પરનું આંસુ લૂછતાં એને વ્હાલથી પોતાની બાહોમાં લઇ લીધી આ વખતે રાજેશની આંખોમાંથી પણ આંસુ સારી પડ્યા. ખુબ જ હૃદય દ્રાવક દ્રશ્ય હતું, ઈશ્વરે નિયતિનાં નસીબમાં જીવન લખ્યું હશે, જેથી એ બચી ગઈ. લગભગ બે મિનીટ સુધી બાપ દીકરી એકબીજાને વળગી રહ્યા. રાજેશે માથું ઉચું કર્યું તો સામે દીવાલ પરથી પત્ની ભારતી પર નજર ગઈ, એની આંખો પણ ભીની લાગી. આખરે ઘરના કામ પરવારી નિયતિને તૈયાર કરી, નાસ્તો કરાવી , સ્કૂલબેગ આપતા ફાઈનલી રાજેશભાઈ રોજની જેમ દીકરી ને લઇ સ્કુલ બસના બસ સ્ટોપ પર આવ્યા. અને રાજેશભાઈ નિયતિને સ્કુલ બસમાં બેસાડી પોતાની ગાડીમાં ઓફિસે પહોચ્યા.
સાહેબ બોસ તમને બોલાવે છે. પ્યુન આવીને સમાચાર આપી ગયો.
મેં આય કામિન સર ?
આવ રાજેશ બેસ.
ઇટ્સ ઓકે સર.
અરે બેસ બેસ. કેમ છે નિયતિ ?
નિયતિ નું નામ સાંભળતા જ મોઢા પર હાસ્ય આવી ગયું. સરસ છે.
રાજેશ પિત્રોડા ની ફાઈલ રેડી નથી થઇ હજુ ?
એ જ કરી રહ્યો છું સર.
આજે પ્લીઝ એની ફાઈલ કમ્પ્લીટ કરીને જજે. આવતી કાલે મારે પિત્રોડાને મળવા જવાનું છે.
ઓકે સર. બીજું કઈ ?
નાં, અને હા નિયતિ ને લઈને આવજે ઘરે વનિતા એને બહુ યાદ કરે છે.
હા હા સર મને ખબર છે બાભીજી સાથે એને ખુબ બને છે. ચોક્કસ હું નિયતિને લઈને આવીશ.
કહેતા રાજેશ એના ટેબલ પર પરત ફર્યો ત્યારે સામે જ પિત્રોડાની ફાઈલ હતી સાથે જ એણે દીવાલ પર ઘડિયાળમાં નજર કરી સાડા ચાર થયા હતા.
માવજી એક સરસ મજાની ચા પિવડાવ ને , પ્યુન ને ચા નો ઓર્ડર કરી પિત્રોડાની ફાઈલ હાથમાં લીધી.
ચા ટેબલ પર પડી પડી ઠંડી થઇ ગઈ અને ઘડિયાળમાં ક્યારે સાડા પાંચ થઇ ગયા ખબર જ ન પડી. રાજેશે તરત જ એના પાડોશી કામિની બેન ને કોલ કર્યો.
હલ્લો કામિની બેન હું રાજેશ.
હા રાજેશ ભાઈ બોલો.
હું અત્યારે ઓફિસમાં ફસાયો છું મને આવતા મોડું થશે અને થોડી વારમાં જ નિયતિ સ્કુલેથી પાછી આવશે.
તમે ચિંતા નહિ કરો હું એને લઇ આવીશ. અને એ મારા ઘરમાં જ હશે તમે આવો ત્યારે નિયતિને અહિયાથી લેતા જજો , અને હા જમવાનું નહિ બનાવતા તમારી અને નિયતિની રસોઈ હું મારા ઘરે કરીશ.
પાડોશીનાં રૂપમાં રાજેશને પ્રભુ મળ્યા હતા.જોત જોતામાં પિત્રોડાની ફાઈલ રેડી થઇ ગઈ , રાજેશે ઓફિસમાં નજર કરી તો એ એકલો અને સામે હતો પ્યુન માવજી.
પત્યું કામ સાહેબ ? માવજીએ પ્રશ્ન કર્યો.
બધા ચાલ્યા ગયા ?
હા સાહેબ, મોટા સાહેબે કહ્યું કે તમારું કામ પૂરું થાય પછી જ હું જાઉં એટલે હું રોકાયો.
ચાલ ચાલ ભાઈ મારે જલ્દી ઘરે પહોચાવાનું છે નિયતિ મારી રાહ જોતી હશે.
ગાડી કામિની બેન નાં ઘર પાસે આવીને ઉભી રહી કે કામિનીબેન અને એમની દીકરી જયશ્રી ઘરની બ્હાર ટેન્શનમાં ઉભા હતા.
શું થયું અવની બેન ?
ક્રમશ :