આવાં પણ હોય Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આવાં પણ હોય

*આવા પણ હોય*. વાર્તા... ૧-૪-૨૦૨૦

આપણે ત્યાં માતા પિતાને પૂજ્ય જ ગણવામાં આવે છે અને એ વાત સત્ય પણ છે પણ અમુક એવા પણ માતા પિતા હોય છે જે પોતાના ક્ષણિક સુખ માટે છોકરાની જિંદગી પણ જોખમમાં નાખવા તૈયાર હોય છે....
અમદાવાદમાં એક જાણીતી સોસાયટીમાં રહેતો એક મધ્યમ વર્ગીય પરિવાર...
પંકજ અને આરતી...
પંકજ બહું ભોળા અને સરલ સ્વભાવના હતા અને એથી બધાં એમનો ફાયદો પણ ઉઠાવતાં...
આરતી એટલે જ ગુસ્સે થતી અને પંકજ ને વાસ્તવિકતા સમજાવવા કોશિશ કરતી...
પણ પંકજ દરેક વખતે દલીલ કરી ને આરતીને ચૂપ કરી દે...
પંકજ અને આરતીને બે સંતાનો હતા..
એક દિકરી મનાલી અને એક દિકરો આશુતોષ...
બન્નેને ભણાવી ગણાવીને પછી પરણાવી દીધા...
આશુતોષ ની પત્ની સંધ્યા...
આશુતોષ અને સંધ્યા ખુબ સમજદાર અને ડાહ્યાં હતાં...
પંકજ નાં માતા પિતા અમદાવાદમાં બીજા એરિયામાં નાનાં દિકરા પ્રશાંત સાથે રહેતાં હતાં.....
પ્રશાંત ની પત્ની મેઘના....
બન્ને પતિ-પત્ની પોતાની દુનિયામાં રહીને જીવવા વાળા હતાં...
જ્યારે પંકજ નાં પિતા ભાનુભાઈ એ પંકજ અને આરતીને ઘરમાં થી પરાણે જુદા કાઢ્યા હતા અને ખાલી હાથે જુદા કાઢ્યા હતા... ઘરમાં થી એક ચમચી પણ નહોતી આપી...
પંકજ નાં માતા કનકબેને પણ મોટા દિકરા અને વહું નો પક્ષ નાં લીધો...
અને બન્ને પતિ-પત્ની એ નાના દીકરા ને જોડે રાખ્યો....
આરતી એ પણ નોકરી કરીને બઘું ઘરમાં વસાવ્યું...
જ્યારે આ બાજુ ભેગા રહેતા પ્રશાંતે નોકરી પણ ના કરી અને પિતા ની મિલ્કત થી જ જીવન જીવી રહ્યા...
કારણકે ભાનુભાઈ એ એ રહેતાં હતાં એ મકાન અને પોતાનું પેન્શન બધું જ પ્રશાંત નાં દિકરા દિપક ને નામ કરી દીધું હતું...
અન્યાય ની રમત રમીને પંકજને ફૂટી કોડી પણ નાં આપી...
ગામડાં નું ઘર અને જમીન પણ દીપક નાં નામે કરી દીધી...
આશુતોષ અને સંધ્યા એક મોટી કંપનીમાં નોકરી કરે છે ..
હવે છોકરાઓ કમાતા થયા એટલે આરતીએ નોકરી છોડી દીધી...
પણ...
પંકજ ને નોકરી ચાલુ હતી...
હવે પંકજ નાં ઘરમાં શાંતિ જોઈને ભાનુભાઈ અને કનકબેને જાળ બિછાવી અને લાગણીઓ થી પંકજ ને ભાવુક કરી દીધો અને એવું ઠસાવ્યુ કે અમારે તો કોઈ કમાનાર નથી તમે તો ત્રણ જણાં કમાવ છો તો કોઈ દિવસ માતા પિતાને કંઈ આપ્યું...
ભાનુભાઈ ને ગુટખા ખાવાની આદત હતી એટલે એમ કહ્યું કે કોઈ દિવસ પાંચસો રૂપિયાની પડીકીઓ લઈ આપી...
પંકજ ભાવુક થઈને કહે સાચી વાત પપ્પા આપની અને પછી દર મહિને પંકજ નો પગાર આવે એટલે પાચસો રૂપિયા ની પડીકીઓ આપી આવે અને કનકબેને માટે દરેક વખતે અલગ અલગ વસ્તુઓ લઈ જાય...
ઘરમાં આરતી આશુતોષ કે સંધ્યા એનો વિરોધ કરતાં નહીં એ વિચારતા હશે મા બાપ જ છે ને પણ...
આ કોરોના વાયરસ ને લઈને બધું જ લોકડાઉન થઈ ગયું...
હવે ભાનુભાઈ ને એમની ઘરમાં રહેલી પડીકીઓ પતી ગઈ...
એમણે પંકજ ને ફોન કર્યો અને કહ્યું કે પડીકીઓ પતી ગઈ છે ગમેએમ કરીને આપી જા....
હવે આરતી, આશુતોષ અને સંધ્યા એ કહ્યું કે આવામાં બહાર નિકળવું કેટલું જોખમકારક છે તમે સમજો...
ત્યાં પ્રશાંત કાકા છે ને એ વ્યવસ્થા કરશે...
પણ
પંકજે તો કોઈ ની વાત કાન પર ધરી જ નહીં અને ...
શાકભાજી લેવાનાં બહાને બહાર નીકળી ને એનાં એક મિત્રને ફોન કર્યો અને એનાં ઘરમાં પડેલી પડીકીઓ લીધી અને જીવનું જોખમ ખેડીને પિતાને આપવા ગયો...
અને આપીને કલાક બેસીને આવ્યો...
આમ આવાં પણ પિતા હોય કે સંતાનોનાં જીવ નહીં પણ પોતાના વ્યસન અને પોતાની સવલતો જોઈએ ....
ભાવના ભટ્ટ અમદાવાદ....