Manjit - 13 books and stories free download online pdf in Gujarati

મંજીત - 13

મંજીત

પાર્ટ : 13


"હાય, હું વિશ્વેશ. મંજીતનો ફ્રેન્ડ." વિશ્વેશે કહ્યું.

સારા તરત પિછાણી ગઈ. એજ લફેંગાબાજા હતો જે બસ્તીમાં મંજીત સાથે લડવા ઉતરી પડ્યો હતો.

"એહ ભાગ રે." સારાએ ગુસ્સામાં અણગમો દાખવ્યો.

"અરે મેડમ. તમે તો ખોટું લગાડી દીધું. હું સોરી કહેવા માટે આવ્યો છું. મંજીતને પૂછી લેજો. અમારી લડાઈ ઝગડા તો થયા કરે. પણ અમે ફ્રેન્ડ બહુ જુના છે મંજીત સાથે.." વિશ્વેશ સારાનાં હાવભાવ જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

સારાને ચીડ ચડી રહી હતી. એક તો મંજીતનું નવું અને બીજું લફંગો પાછળ પડી ગયો હતો.

"ઓહહ ગેટ લોસ્ટ." સારા અકળાઈ.

"એયય ક્યાં હો રહા હૈ..." પ્રચંડ ભારેખમ અવાજ આવતાં વિશ્વેશ પાછળ જોવા લાગ્યો.

ડાર્ક બ્લ્યુ કલરનાં કપડામાં સજ્જ ફૂટ કરતા પણ ઊંચો કદાવર. ભરેલી મૂછો, મોટી આંખો અને દેખાવે શ્યામ. જોતા જાણ થાય કે કોઈ પહેલવાન આદમી છે. ગળામાં આઈકાર્ડ લટકાવીને આદમી અદબથી મોટા ડોળા કાઢીને વિશ્વેશને પૂછ્યું. એમ તો વિશ્વેશ પણ મજબૂત માણસ હતો. પણ કદાવર આદમી એના પર ભારી પડે એવો હતો. અચાનક આવી પડેલા આદમીને જોઈને વિશ્વેશથી ગળે થુંક ઉતરી ગઈ છે. વિશ્વેશ એકદમ ભોળો ચહેરો કરીને કદાવર આદમી તરફ જોવા લાગ્યો.

"કુછ નહીં. જગતભાઈ. હે.હે. ગ્રૂપ કા ફ્રેન્ડ હૈ. ઐસે હી મસ્તી ચલ રહી હૈ." સારાએ અમસ્તું સ્મિત રેલાવતાં કહેવા લાગી. સારા કોલેજની કોઈ પણ ઘટના એના ઘર સુધી જવા દેતી હતી. જગતલાલ એનો બાઉન્સર હતો. ચાહતી હતી કે વાત વધે અને બીજી બધી માહિતી ઉજાગર થઈ જાય.

" હો. વિશ્વેશ. બાય. સી યુ ટુમોરો." મોઢા પર સસ્મિત સાથે સારાએ હાથ હલાવીને વિશ્વેશને બાય કર્યું. વિશ્વેશ અજબ થઈને સારાને જોતો રહ્યો.

"ચલે જગતભાઈ?" સારાએ જગતલાલને પૂછ્યું.

"હં.." જગતલાલ વિશ્વેશને જાણી ગયો હોય તેમ વેદક નજરે જતો જોઈ રહ્યો. વિશ્વેશ ભોળો થઈને ફક્ત સ્માઈલ આપતો રહ્યો. તેઓ બંને જ્યાં સુધી ગયા નહીં ત્યાં સુધી વિશ્વેશ જગા પરથી હાલ્યો નહીં.

" બચ્યો..!!" વિશ્વેશ બબડયો. ત્યાંથી જવા લાગ્યો હતો તો વીર વચ્ચે ભટકાયો.

"ભાય એક બડા ખબર લાયા હું." વીરે કહ્યું.

"અબે અબ બહોત હો ચૂકા. બાદ મેં બતાના. વૉ ચીકની જા ચૂકી હૈ." વિશ્વેશ બાઈક લઈને હવે નીકળવા માગતો હતો. વીર નાસમજની જેમ એના પાછળ દોરવાયો.

♦♦♦♦

રાત સુધી તો સારાની બેચેની વધી ગઈ હતી. મંજીતનો આખો દિવસ ગુસ્સામાં ગયો. એને પોતાના પર ખીજ ચડી રહી હતી કે શું કામ કોલેજમાં મળ્યો સારાને.. કોઈ બીજા સ્થાને સારાને મળતો તો એટલી ઉપાધિ ના થાત. પણ હવે વિચારીને પણ કશું મળવાનું હતું.

સારાને એમ લાગતું હતું કે મંજીત કોલ કરશે. પણ એવું બન્યું નહીં. નિત્યાને પણ પૂછી લેતી કે મંજીતનો કોલ આવે એટલે કહેજે..!! પણ એવું રાત સુધી તો બન્યું નહીં. આખી રાત સારાની પડખા ફેરવવામાં ગઈ.

મંજીતની પણ રાત સારાની જેમ ગઈ. ફક્ત વિચારતો કે સારા કેટલી નાદાન છોકરી છે. પરંતુ એણે એના દિલને મનાવી લીધું હતું કે મોટા પૈસાદારો સાથે વધારે ઘરાબો રાખવાની જરૂરત નથી. કેમ કે એવા લોકો આપણા જેવા ગરીબ માણસો પર જલ્દીથી વિશ્વાસ કરતાં નથી. તેમ પહેલા દિવસે સારાનું આચરણ પણ જોઈ લીધું હતું. સાથે આજે જે કોલેજમાં બન્યું એના માટે પણ મંજીત દુઃખી થઈ ગયો હતો. એને નક્કી કરી લીધું હતું કે મોબાઈલ આપીને એને પોતાની જિમ્મેદારી નિભાવી દીધી. એને પોતાનાં દિલને કહી દીધું કે સારા સાથે હવે લાઈફમાં ક્યારે મળવું પણ નથી.

સતત એક મહિનો વીતી ગયો. ના સારાએ મંજીતનો ફોન દ્વારા સંપર્ક કર્યો. ના મંજીતે..!!

♦♦♦♦

એક દિવસ મંજીત ખેતરની મોકળી જગ્યાએ પોતાના ઘરથી થોડે દૂર કરવતથી લોખંડનો પોકળ ગોળ રોડ કાપી રહ્યો હતો. ગરમીનાં કારણે એને પોતાનો શર્ટ કાઢીને બાજુએ રાખ્યું હતું. નીચે ટૂંકું પેન્ટ પહેર્યું હતું. કામ કરતા ઉઘાડું બદન એક જવાન છોકરીને લલચાવી દે એટલું મોહિત કરનારું દેખાતું હતું. આવું બધું ભારેખમ કામથી એનું શરીર કસાયેલું થઈ ગયું હતું. કામ કરતા એના સીક્સ પેક એબ ઉપર નીચે થઈ રહ્યાં હતાં. એના બાવડાંમાં તેમ પગની પીંડીઓમાં અજીબ મજબૂતાઈ દેખાતી હતી. એનું કસાયેલું માંસલ દેહમાં તાકત નીતરતી જોઈ શકાતી હતી. એના પરસેવાની બૂંદ જમીન પર પડીને માટીમાં સમાઈ જતી હતી.

એક મહિના બાદ સારા મંજીતને મળવા આવી પહોંચી હતી. અબ્દુલ એને ખેતર સુધી મૂકી ગયો હતો. સારા બધું ક્યારની જોઈ રહી હતી. પરંતુ મંજીતનું બિલકુલ ધ્યાન હતું. સારાને એકવાર તો થઈ આવ્યું કે મંજીતને જઈને હગ કરીને આખા દેહને ચૂંમી લે. પરંતુ એની શરમ એને રોકી રહી હતી. એની મર્યાદા એને રોકી રહી હતી. સારા દિલ ખોઈ બેઠી હતી મંજીત પર. પણ મંજીત...!!

અબ્દુલે દૂરથી જોરથી સીટી મારી. મંજીતનું ધ્યાન ભટકાયું. એને દૂર સિટી મારતા અબ્દુલ તરફ નજર કરી. અબ્દુલે એને ઈશારાથી દેખાડ્યું કે સારા ઉભી છે. તરત નજર ફેરવીને એને જોયું તો થોડે અંતરે સારા ઉભી હતી.

સારા મંત્રમુગ્ધ નજરે એકીટશે મંજીતને જોઈ રહી હતી. મંજીતના મોઢામાંથી નીકળી ગયું "સારા" પરંતુ શરમાયો. પોતાનું ઉઘાડું બદનથી. એને ઝડપથી શર્ટ લઈ લીધો.

(વધુ આવતાં અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED