મંજીત - 5 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજીત - 5


મંજીત

ભાગ : ૫

“લૈલા આ ગઈ રે લૈલા.” બુલેટનો ખટખટ કરતો અવાજ એમાં જ એનાથી પણ ઉપર સારા ને સંભળાય એ રીતે મોન્ટી મોટેથી કહી રહ્યો હતો. સાથે જ અબ્દુલને ઈશારો કર્યો કે સારા ને કહે કે હવે બહાર આવી જાય. પરંતુ અબ્દુલનાં કહેવા પહેલા જ સારા દરવાજો ખોલી બહાર આવીને ઊભી થઈ થઈ.

“એહહ મેડમ કયાં..?? હેલિકોપ્ટર કા વેઇટ કર રહી હો ક્યાં? કી યહાં આયેગા ઔર તુજે ઉડા કર લે કર જાયેગા?” મોન્ટીએ ઘાટો કાઢીને કહ્યું.

“હેય મેં ચાહું તો યહાં હેલિકોપ્ટર ક્યાં ઍરોપ્લેન ભી બુલા સકતી હું. પર મેરા મોબાઈલ..!” સારાએ અકડીને કહ્યું.

“અરે મેડમ તમે જે ચાહશે એ થશે. ભગવાન પણ આવી જશે નીચે..!! પણ અત્યારે ટાઈમ ખોટી નહીં કરો. જો એ સ્લેબ દેખાય છે ને એ હું જ તૈયાર કરી રહ્યો છું. આવીને ઘણું કામ કરવાનું છે.” દસ બાય બારની પોતાની ખોલીનો ઉપરના ભાગને આંખના ઈશારાથી દેખાડતા મોન્ટીએ કહ્યું. સારા પણ એની વાતમાં આવી ગઈ હોય તેમ ઉપર જોવા લાગી.

“એહહ બેઠનાં હૈ કી નહીં?? એ અબ્દુલ ઇસકો સમજાના.” પોતાનો ગુસ્સો કન્ટ્રોલ કરતાં મોન્ટી કહી રહ્યો હતો અને સારા પૂતળાની જેમ ઊભી હતી.

“બેન તમને ઘરે જ પહોંચવું છે ને??” અબ્દુલે પૂછ્યું.

“અરે અબ્દુલ હવે તું ક્યાં નીકળ્યો.” મોન્ટી બુલેટ બંધ કરીને ઉતર્યો અને સારા તરફ વળ્યો. નજદીક જતાં પૂછ્યું, “ શું છે ભૂખ લાગી છે? મોબાઈલ માટે ઉભી છે ને?? મળી જશે. મારા બાપાનું આખું ખેતર છે. મારી મા મને હવે હેરાન નહીં કર. ચુપચાપ બેસી જા. જેટલી જલ્દી તું અહિયાંથી નીકળી જશે એટલું તારા મારે સારું રહેશે.” એકધારું હાથ જોડીને બોલ્યો. બધું સાંભળીને સારા બુલેટની બાજુમાં જઈને ઊભી રહી ગઈ. એ ચાવી જ લગાવતો હતો ત્યાં જ બે છોકરા આવીને ઊભા રહી ગયા...એમાનો એક બોલ્યો, “બસ ક્યાં ભાઈ હમેં ભી મોકા દો. સુંને મેં આયા કી તું એક લોનડિયા કો ઉઠા લાયા. તો હમ ભી દેખને પહોંચ ગયે ભાય...” પોતાની વધેલી દાઢી પર હાથ ફેરવતાં ખધું હસતા કહ્યું.

“વીર મેં આ કર બાત કરતાં હું.” એટલું કહીને મોન્ટી બુલેટ પર બેસ્યો અને સારાને ફક્ત એટલું જ કહ્યું, “ બૈઠ.” સારા સ્થિતિની ગંભીરતા જાણી ગઈ હોય તેમ મોન્ટીના પાછળ બેસી ગઈ. કમાલ સારા પણ..!! એક સેંકેન્ડ પહેલા તો વિચારી રહી હતી કે આ વ્યક્તિનાં પાછળ બેસું કે નહીં..!! અને અત્યારે જુઓ સૌથી વિશ્વાસું માણસ મોન્ટી જ લાગી રહ્યો હોય તેમ પાછળ બેસી ગઈ.

“હિસાબ બાકી હૈ ભાઈ અપના..” બીજો છોકરો પણ નજદીક આવતાં કહ્યું. પરંતુ બંને છોકરાની ગંદી નજર સારા પર પડી ચૂકી હતી. એનો તાગ મોન્ટીએ ક્યારનો મેળવી લીધો હતો.

“વિશ્વેશ..!! હું આવીને મળું.” મોન્ટીનાં સ્વરમાં આજીજી હતી.

“નહીં મંજીત..!! હિસાબ તો અત્યારે જ..” વિશ્વેશે મક્કમતાંથી કહ્યું અને ઉમેર્યું, “ હિસાબમાં આ છોકરીને જ્યાં છોડવાનું હોય એ કામ મને સોંપી દે...”

“ભાઈ છોડો ને હવે. ખતમ કરો ને.” અબ્દુલ વચ્ચે પડ્યો.

“અબ્દુલ મીયા વચ્ચે નહીં.” વીરે કીધું.

“નહીં તો..” મોન્ટીએ પૂછ્યું.

“નહીં તો આ છોકરીને જબરજસ્તી ઉઠાવીને લઈ જશું.” વિશ્વેશ બોલ્યો અને તે સાથે જ મોન્ટીનાં મોઢા પર ઉપરાઉપરી બે મુકા મારી દીધા. મોન્ટીનાં મોઢામાંથી સહેજ લોહી નીકળી આવ્યું. સારા બુલેટ પરથી ઉતરી ગઈ તે સાથે જ વીરે એનો હાથ પકડી લીધો. બુલેટ પરથી ઝડપથી ઉતરી મોન્ટીએ વીરને ડાબા પગમાં લાત મારીને ધક્કો માર્યો. વીર ધપ લઈને નીચે પડ્યો. સારા આ બધું જ જોઈને ગભરાઈ ગઈ.

(વધું આવતાં અંકે)