Manjit - 12 books and stories free download online pdf in Gujarati

મંજીત - 12

મંજીત

પાર્ટ : 12

"હા પૂછી જો આખી કોલેજને..આ મંજીત નામના સિનિયરને એટલે જ તો કોલેજમાંથી કાઢી નાંખ્યો છે." અંશ વધુ નજદીક આવતાં કહ્યું.

"એહહ...!! તું મારો કાયમનો દુશ્મન રહ્યો છે. તું નીકળ હવે." સારાએ મંજીતનો હાથ પકડતાં કહ્યું.

"અચ્છા હું તારો દુશ્મન રહ્યો છું ને..!! પણ તારો બગલમાં જે પ્રેમી છે એને જ પૂછી લે એની સચ્ચાઈ..!!" અંશે નાક ફુલવતાં કહ્યું. તે સાથે જ સારાએ મંજીત તરફ જોયું.

"મને જવું છે. હું તને પછી મળું." મંજીતે કહ્યું.

"પણ મંજીત તું એનો જવાબ આપતો જા." સારાએ અવિશ્વાસભરી નજરે કહ્યું.

"જવાબ તને જોઈએ છે મેડમ? કે પછી આ અંશને આપવાનો છે? " પોતાનું ઇન્સલ્ટ બરદાસ્ત કરતાં મંજીતે કહ્યું.

"મંજીત, તું અંશને ઓળખે છે?" સારાએ ચકિત થતાં પૂછ્યું .

"ઓળખું તો આખા કોલેજનાં નકશાને મેડમ..પણ અત્યારે હું જાઉં છું." મંજીત એટલું કહીને આગળ પગલાં ભર્યા.

"મંજીત, તને જવાબ આપીને જવું પડશે." વાત પર વળગી રહેતા સારાએ કહ્યું.

" શું જવાબ મેડમ?? " પાછો ફરતાં મંજીતે પૂછ્યું.

"જે અંશ કહી રહ્યો છે એ વાત સાચી છે કે તું....." સારા કહે એના પહેલા જ મંજીત બોલી ઉઠ્યો," કે હું એક રેપીસ્ટ છું...!!" એટલું કહી મંજીત ત્યાંથી નીકળી ગયો. મંજીતનું માન ઘવાયું હતું. સારા એકલી ઉભી એને જતાં જોઈ રહી. એના ફ્રેન્ડ્સો પાછળ આવીને ઊભા થઈ ગયા. પણ સારાએ એને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં.

"સારા..!!" પાછળથી નિત્યાએ સાંત્વના આપતા ખભા પર હાથ રાખતા કહ્યું. નિત્યા તરફ દ્રષ્ટિ ફેરવીને સારા કશું કહેવા માંગતી હતી. પણ એ મંજીતના પાછળ ઝડપથી જવા લાગી. આખું ગ્રુપ પણ એના પાછળ ચાલવા લાગ્યું.

જતી સારાને અંશે મોકળો રસ્તો કરી આપ્યો અને આછી સ્માઈલ આપી. પણ સારાએ એના તરફ જોયું પણ નહીં. સારા અને એનું આખું ગ્રુપ ગયા બાદ અંશે પોતાના ગ્રુપમાં તાળી આપીને હસ્યો.

સારા કોલેજના રોડ તરફ આવી. મંજીત સુધી પહોંચે ત્યાં તો બુલેટ પર સવાર અબ્દુલ સાથે એ ખડખડ અવાજના ગુંજે એના નજદીકથી પસાર થઈ ગયો.

સારાને બૂમ મારવાનું મન તો થયું પણ એની જીભ જડ થઈ ગઈ હોય તેમ એનાથી બોલાયું નહીં.

"ક્યાં હુવા ભાઈ. જાતે સમય તો દોનો લૈલા મજનું સાથ મેં થે. આને કે ટાઈમ અકેલે અકેલે...!!" ત્યાં જ ઉભા રહીને રાહ જોતા વીરે વિશ્વેશને કહ્યું.

"ઇતના જલ્દી બ્રેકઅપ..!!" વિશ્વેશે ટહાકા સાથે કહ્યું. પછી ગંભીર થતાં કહ્યું," વીર વહા ગયે થે તો ક્યાં હુવા વૉ ગરબડ કી સારી કહાની નિકાલ કે આ.."

ઓર્ડર મળ્યો હોય તેમ વીર બાઈક લઈને લારી તરફનાં રસ્તે નીકળી પડ્યો. અને અહીંયા વિશ્વેશ સારા પર નજર રાખતો રહ્યો.

"સારા જે થયું એ સારું નહીં થયું." નિત્યાએ ગુમસુમ થયેલી સારાને કહ્યું.

"નિત્યા મને મંજીત પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં?" સારાએ સોસ કરતા પૂછ્યું. સારાનું દિલ દિમાગ બંને અત્યારે કામ કરતા બંધ થઈ ગયા હતાં.

નિત્યાએ કશું કહ્યું નહીં.

"નિત્યા મને આ સિનીયર મંજીતની ઈન્ફોર્મેશન કાઢીને આપીશ??" સારાએ શંકાથી કહ્યું.

"ડોન્ટ વરી. એ કામ અમારા પર છોડી દે." સાહિલે કહ્યું.

"સારા તું ઠીક છે ને..!! ક્લાસીસ માટે નીકળવું પડશે." મયૂરે કહ્યું.

"હા હું ઠીક છું. તમે નીકળો. એમ પણ બોડીગાર્ડ આવતો જ હશે." સારાએ બેધ્યાન થઈને કહ્યું.

નિત્યા તેમજ બીજા બધા ફ્રેન્ડો સધિયારો આપી નીકળી ગયા. વિશ્વેશ આ બધાની નજર રાખી રહ્યો હતો. બધાના જવા બાદ એકલી સારાને જોઈને એ ઝડપથી સારા પાસે પહોંચી ગયો.

"હાય બ્યુટીફૂલ." વિશ્વેશે કહ્યું.

સારા વિશ્વેશને જોતી રહી અને એને પહેંચાનવા લાગી.

(વધુ આવતાં અંકે)







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED