મંજીત - 2 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજીત - 2

મંજીત

પાર્ટ:૨

મોન્ટી અને તેનું ફ્રેન્ડ ગ્રુપ સમજી ગયા કે એ માનુની અમારા લીધે જ ડરના મારે ભાગી રહી હતી. મોન્ટીને પણ ત્યારે શું સુજ્યું હશે પણ એ પણ ખેતરમાં ભાગવા લાગ્યો. એને ભાગતા જોતાં એના ફ્રેન્ડો પણ મોન્ટીનાં પાછળ ભાગ્યા. એ નાજુક નમણી માનુનીએ પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો એ ખેતરમાં ભાગી તો ખરી પણ જેમ જેમ અંદર જતી તેમ જાણે છ ફૂટ ઊંચું ઉગેલું ઘાસમાં એ ખોવાઈ રહી હતી. એને દૂર દૂર સુધી ખુલ્લો રસ્તો જડતો જ ન હતો. ગભરાહટનાં કારણે ઉપરથી બપોરનાં એક વાગ્યાનો તડકો અને આ સૂકું ઘાસ અને પાછળ એ છોકરાઓનું ટોળકીનાં વિચારોથી એ ચારે તરફથી ફસાઈ ચુકી હોય તેમ એને ચક્કર આવવા લાગ્યાં. એક કદમ આગળ વધવા જાય ત્યાં જ એ ધડામ ધઈને સુખા ઘાસનાં અવાજો સાથે પડી. મોન્ટી અને એના ગ્રૂપને સુખા ઘાસના સરવરવાનો અવાજ આવતા તેઓ એ દિશા તરફ ગયા. જોયું તો એ છોકરી બેભાન અવસ્થામાં પડી હતી. આખી ટોળકી એની આજુબાજુ જમા થઈ ગઈ.

“બિચારી લડકી.” મોન્ટીના મોઢામાંથી ઉદગાર નીકળી ગયો.

“ક્યાં મોન્ટી ભૈયા હમારે છોકરે લોગોકી જાત ઇતની ખરાબ હૈ ક્યાં? યે લડકીકો ડર કે મારે ઇતના ભાગનાં પડા??” સુમિત જોક મારતો હોય તેવા ટોનમાં કીધું. મોન્ટી સિવાય બીજા બધા ફ્રેન્ડો હસી પડ્યા.

“એ યાદવ ચૂપ રે.” મોન્ટીએ ગુસ્સાથી સુમિત યાદવને કહ્યું.

“અરે બોસ પર અબ કરના ક્યાં હૈ?” જેસુઆએ કાન ખુજાવતાં પૂછ્યું.

“કરના ક્યાં હૈ ? યહાં સે ભાગો. ક્યુકી પુલીસ પીછે આતી હી હોગી.” અબ્દુલે સમજાવતાં કહ્યું.

“નહીં. આને ઉઠાવીને આપના ઘરે લઈ જઈએ.” વિચારતાં મોન્ટી બોલી રહ્યો હતો.

“હા માલ અચ્છા હૈ ભાઈ...!" આદિલે કહ્યું તે સાથે જ મોન્ટીનાં હાથની ઝાપટ ખાઈ લીધી.

“ભાઈ છોડો ના ઇસકો. વૈસે ભી પ્રેમનગર બદનામ હો ચૂકા હૈ. ઉપર સે એક ઔર લડકી કા ઝંઝટ. પુલીસ કા લફડા હોગા ભાય. સોચ લો.” અબ્દુલે છેલ્લો પ્રયત્ન કર્યો સમજાવાનો.

“અરે તમે બધા ચૂપ રહો. બધું હું સંભાળી લઈશ. પહેલા એને આપના ઘરે લઈ જઈએ.” મોન્ટીએ કહ્યું.

બધાએ સહમતી આપી. મોન્ટીએ ઉઠાવા માટે અબ્દુલને ઈશારો કર્યો. તેઓ જેમતેમ ઘાસપુસ માંથી નીકળી ખુલ્લા મેદાનમાં આવ્યાં ત્યાંથી તેઓની ઝૂંપડપટ્ટી સાફ દેખાઈ રહી હતી અને બધાએ હાશકારો અનુભવ્યો. તેઓ પહોંચ્યા ઘરે પણ ત્યાં જ, “ એય, મેલ્યા કુતર્યાં..!! કરન..!! કુઢે ગેલોસ હોતો?? હાની હે કાય?? કિસકો લાયે રે તુમલોગ?” કરન વિચારેની મા એ ઘાટેથી બૂમ મારતાં કહ્યું. એની માં બૂમ મારીને જતા રહ્યાં અને ગાળી આપીને બબડ્યા પણ ખરા..!!

“આલો રે આ..યી.” ગભરાતા કરને કીધું અને ‘હું જાઉં છું’ એમ ઈશારામાં કહીને એ ઘરે જતો રહ્યો. એવાં બીજા બધા જ ફ્રેન્ડો પોતપોતાનાં ઘરવાળાનાં ડરથી કોઈને કોઈ બહાનું બતાવીને મોન્ટી પાસેથી છટકી ગયા. ઘોંઘાટ જણાતા મહોલ્લાની બારીઓ ખોલાઈ અને કેટલાક ઝાંખવા લાગ્યાં. તો કોઈ નીચે જમા થઈ ગયા. પણ બધા ચુપચાપ જોઈને નીકળી ગયા. બારીઓ બંધ થઈ ગઈ. કેમ કે મોન્ટીના રોજના જ નવા નવા કારનામા જોઈને મોહલ્લાનાં લોકો પણ તંગ આવી ગયા હતાં. મોન્ટીના ઘરે અત્યારે કોઈ હતું નહીં. ફેમિલીનાં નામે એક મા હતી જે બીજાના ઘરે જઈને કચરાપોતા કરતી અને બાપ હતો તો બેવડો જુગારી..!!

“અબ્દુલ દરવાજાની કડી ખોલ..જલ્દી.” મોન્ટીએ કહ્યું. કેમ કે હવે મોન્ટીએ એકલાએ જ બે હાથેથી એ છોકરીને ઊંચકી હતી. અબ્દુલે દરવાજો ખોલ્યો અને એ અંદર પેઠો.

“ક્યાં જાય છે?” અબ્દુલે પૂછ્યું.

“ઉપર” મોન્ટીએ કહ્યું.

“કેમ?” અબ્દુલે શંકાસ્પદ સ્વરે પૂછ્યું.

“અરે લાઈટ નથી. પાવર કટ કરી ગયા છે. લાઈટ બીલ નથી ભર્યું એટલે..” એટલું કહીને મોન્ટી અકળાયો અને ફરી કહ્યું, “ઉપર લઈ જઈશ તો એને હવા મળશે. તું પાણી લઈને આવ !!” એટલું કહીને મોન્ટીએ એ છોકરીને પોતાના ખભા પર નાંખી અને આગાસી પર જઈ એક ખાટલા પર સુવડાવી. અબ્દુલ પાણીની બોટલ લઈને આવ્યો. એના પર પાણી છાટ્યું પણ કોઈ અસર નહીં. અબ્દુલ એક પ્લાસ્ટિકની ચેર પર જઈ ગોઠવાયો. પરસેવાથી રેબઝેબ બંનેએ તે જ બોટલથી પાણી પીધું. પણ એ છોકરીને હજું પણ હોશ આવ્યો ન હતો.

“શું કરીએ ? ડોકટર બોલાવીએ?” મોન્ટીએ પૂછ્યું. ત્યાં જ એ છોકરીને હોશ આવ્યો. એ પિંજરામાંથી છુટેલી સિહંણીની જેમ ડોળા કાઢીને ઝડપથી ઉઠીને ભાગવા લાગી.

(વધુ આવતાં અંકે)