Manjit - 8 books and stories free download online pdf in Gujarati

મંજીત - 8

મંજીત

પાર્ટ :૮પરંતુ સારાએ ઝડપથી રોડ ક્રોસ કરી લીધો હતો. એ દોડતી આવી અને મોન્ટીને સીધી વળગી જ પડી, " થેંક્સ..!!"


"થેંક્સ..!! અરે મેડમ અભી જાન ચલી જાતી થી. થેંક્સ કહેને કે લીયે જીંદા ભી નહીં રહેતે." મોન્ટીનું સાંભળતા જ સારા અળગી થઈ.


"અરે હું તારો કોઈ પોતાનો થોડી છું જે એટલું ચીપકવાનું બને..!!" મોન્ટીએ સારા તરફ જોતાં કહ્યું.


"પોતાનું જેવું તો કોઈ મળ્યું નથી. પણ તમે મને ફ્રેન્ડ બનાવી શકો?" સારાએ સામે હાથ લંબાવતા કહ્યું.


મોન્ટી થોડો શરમાયો," શું મેડમ તમે પણ." એ થોડો મલકાયો," મહેલોકી રહેનેવાલી છોકરીકો મુહલ્લો કે છોકરે કે સાથ ફ્રેન્ડશિપ કરના હૈ??"


" હા. મારો કોઈ જ સારો દોસ્ત નથી. તારો મોબાઈલ નંબર મળશે?" સારાએ નમ્રતાથી કહ્યું.


"નંબર ફીલાલ યાદ નહીં. ઔર ફોન ઘર પર ભૂલ ગયા."


"ઠીક છે. મારો નંબર લઈ લો. ઓહ હું તો ભૂલી જ ગઈ મારો મોબાઈલ ત્યાં જ ખેતરમાં આસપાસ પડ્યો હશે." કપાળે ટપલી મારતાં સારાએ કહ્યું.


"એ મળી જશે." મોન્ટીએ કહ્યું.


"વેઇટ હું મારી એક ખાસ ફ્રેન્ડનો ફોન નંબર આપું. નિત્યા નામ છે. " સારાએ પોતાનાં બૂકમાંથી એક પેજ પર નંબર લખી પેજ ફાડીને આપી દીધું.


મોન્ટીએ પેજને ઘડી કરીને પેન્ટના ખિસ્સામાં મૂકી દીધું.


"ઓકે હું અત્યારે જાવ છું. કોઈ જોઈ લેશે તો તારું આવી બનશે. ફોન કરજે. " સારા એ કહ્યું.


"ઓકે સારા મેડમ" મોન્ટીએ બુલેટ પર બેસતાં કહ્યું.


"અરે તારું નામ મોન્ટી? ત્યાં બીજા બધા મંજીત કહેતા હતાં..??" સારાએ યાદ કરીને કહ્યું.


"મેડમ આપકો જો અચ્છા સચા લગે વૉ બોલના." મોન્ટીએ કહ્યું.


"મંજીત...!!" સારાને મંજીત નામ સાથે પ્રેમ થઈ ગયો હોય એવી અદાથી કહ્યું.


સારા બાય કહીને રોડ ધ્યાનપૂર્વક ક્રોસ કરીને જતી રહી. સારા જ્યાં સુધી દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી મોન્ટી ઉર્ફ મંજીત બુલેટ પર બેસી રહ્યો. એના પછી રફતારથી બુલેટ ભગાવીને એ સીધો પ્રેમનગર ગલીમાં પહોંચી ગયો. એને પોતાની ખોલીના બાજુમાં બુલેટ પાર્ક કરી. અને સીધો ખેતરમાં જવા માટે પગલાં જ માણતો હતો ત્યાં તો એના ખોલીનો દરવાજો ખુલ્લો જોતા ભાસ થયો કે એની 'આઈ' આવી ચૂકી હશે. એ અંદર પહોંચ્યો અને બૂમ મારી," કાય ગં આઈ આજ લવકર આલીસ કા?"


પણ કોઈ દેખાયું નહીં. એને ફાળ પડી કિચનનાં વાસણો એમતેમ પડેલા જોઈને..!!


"કોણ છે"?? મંજીતે સંભાળીને બૂમ મારી.


ત્યાં તો પાછળથી એના ખબા પર કોઈ ચડી બેઠું.


મંજીતે એને હાથમાં પકડી સામે લાવવાની કોશિશ કરી. જોયું તો ક્રિસ્ટી હતી.


"શું મજાક છે આ??" મંજીતે ગુસ્સાથી કહ્યું.


ક્રિસ્ટીએ કોલર પકડતાં કહ્યું, "ક્યાં ગયેલો હતો?"


"હું ક્યાં પણ જાઉં. તું જા અહીંયાંથી??" મંજીતે અકળાઈને કહ્યું.


" તારા પાછળ બેઠી હતી એ છમકછલ્લો કોણ હતી??" ક્રિસ્ટી એવી જ કોલર પકડીને ગુસ્સાથી બોલી રહી હતી.


" એ કોઈ પણ હોય. તું જબાન સંભાળીને બોલ." ઝાટકો આપીને મંજીતે પોતાનાથી અળગી કરી અને વાસણ ઊંચકીને ગોઠવવા લાગ્યો. મંજીતના હાથમાંથી વાસણ લઈને ફરી ફેંકતા ક્રિસ્ટીએ કહ્યું,"તું જ્યાં સુધી જવાબ નહીં આપે હું ત્યાં સુધી સીધી રીતે જઈશ નહીં."


"તારી બકવાસ બંધ કર અને જા તું...!!" મંજીતની ખોપડી હવે ફૂલ ગરમ થવા આવી.


"નહિ જાઉં. તું મને એ કહે કે એ છોકરી હતી કોણ??" ચિચિયારી મારતા ક્રિસ્ટીએ પૂછ્યું.


"અરે તું પાગલ થઈ છે કે?" મંજીતે કંટાળતા કહ્યું.


"હા પાગલ જ છું." ક્રિસ્ટીએ માથું ધુણાવતાં કહ્યું. પણ મંજીત એનો તમાશો જોવા ઉભો રહ્યો નહિ. તે બહાર જવા લાગ્યો તે સાથે જ પૂરી તાકતથી એનો હાથ પકડી પોતાના સામે મંજીત ને કરી દીધો,"હું તારી ગર્લફ્રેંડ છું સમજ્યો ને એ પૂરો મોહલ્લો જાણે છે." મંજીતનું જડબું દબાવતાં ક્રિસ્ટી કહેવા લાગી.


(વધુ આવતાં અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED