બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 11 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 11

મેડમે ત્રણેયના પાસ જોયા અને ત્યાંથી પોતાની સીટ તરફ જવા લાગ્યા. તેમને જતા જોઈ સંજય મજાક કરતા બોલ્યો, “ઓકે કંટીન્યુ.” એ સાંભળી વિજય તેની સામે ગુસ્સાની નજરથી જોઈ રહ્યો અને થોડીવાર પછી નિશા સાથે વાત કરતા બોલ્યો,

“એટલે લકી મારી પાસે જૂઠું બોલે છે?”

“પણ મેં કદી તમને લકીના કહેવા પર બ્લોક કર્યા જ નથી.”

“ઠીક છે. તો તે તારી મરજીથી મને ઘણી વખત બ્લોક કર્યો છે ને?”

“તમને લકીએ કીધુને કે મેં તમને તેના કહેવા પર બ્લોક કર્યા હતા?”

“હા તો?”

“બસ હવે લકી સાથે કદી વાત જ નથી કરવી. શું જરૂર હતી તમારી પાસે જૂઠું બોલવાની?”

“અત્યાર સુધી મેં તારાથી કંઈપણ છુપાવ્યું છે? મારે ઘરે આપણી રિલેશનશીપ વિશે વાત કરવી હતી ત્યારે પણ તારી પરમિશન લીધી હતી. તે હા પાડી પછી જ ઘરે વાત કરી. તારી પ્રાઈવસી જેટલી તારા માટે ઈમ્પોર્ટન્ટ છે તેનાથી વધારે મારા માટે ઈમ્પોર્ટન્ટ છે. હું દુનિયાને બતાવવા તને પ્રેમ નથી કરતો. મને ગમે છે એટલે કરું છુ. નથી રહી શકતો એટલે તારી પાસે આવું છુ. મેં તને પહેલા જ કીધું હતુ કે નિશુ મને તારી આદત પડી ગઈ છે.”

“સોરી પણ હવે બસ.”

“હવે તારે આ બધું છુપાઈને કરવાની કોઈ જરૂર નથી. આજથી હું તને બધી જ પરમિશન આપું છું. તારે જે કરવું હોય એ કરજે. તુ મારી બને કે ન બને હું તો તારો જ છું અને તારો જ રહેવાનો છું. તારે લકી સાથે વાત કરવી હોય તો વાત કરજે. તેની સાથે ફરવા જવું હોય તો ફરવા જજે.”

“હું હજી સુધી તેની સાથે ક્યાંય નથી ગઈ. ઓકે?”

“નિશુ. તુ કદી મારા ચહેરા પરની ઉદાસી જોઈ ન શકી? કદી મારા આંસુઓ તને દેખાયા નહી? એક કામ કરજે હવે વોટ્સેપમાં મારી સાથે વાત ન કરતી.” વિજયની આંખોમાં આંસુઓ હતા અને તે બારીની બહાર જોઈ રહ્યો હતો.

“વોટ્સેપ હવે કદી ઓન થવાનું જ નથી.”

“એ જે હોય તે. હવે... હવે મારે તને કંઈ પૂછવું જ નથી. દર વખતે ખોટો તો હું જ સાબિત થાવ છું.”

“કેમ નહી પૂછો? કેમ કંઈ નથી પૂછવું? શું હું તમારી નથી?”

“એ મને નથી ખબર પણ હું તારો છું.”

“હું પણ તમારી જ છું અને તમારી જ રહેવાની છું. ઓકે?”

“મને નીકભાઈએ કીધું હતુ કે તે મારી રિલેશનશિપમાં મદદ નહી કરે પણ લકીને કરશે. કારણ કે લકીએ પોતાના દમ પર તને મેળવી છે. તેનામાં ત્રેવડ છે લડવાની. તો મારી ભૂલ એ કે મેં તને નીકભાઈ દ્વારા મેળવી. ગમે તે રીતે તને મેળવી પણ મારી ફીલિંગ્સ સાચી છે નિશુ. હું સવારમાં તારો ચહેરો જોવા જામનગર આવું છું એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને?”

“ના એવું કંઈ નથી.”

“નિશુ... મારી દુનિયા હવે નથી રહી. હું હવે એકદમ એકલો થઇ ગયો છું. સતત વિચાર આવ્યા કરે છે કે કંઇક કરી નાખું પણ જ્યારે પણ મરવાનું વિચારું છું ત્યારે તારો ચહેરો સામે આવી જાય છે. તને કરેલો પ્રોમિસ યાદ આવી જાય છે અને ત્યારે હું આત્મહત્યાનો વિચાર મનમાંથી કાઢી નાખું છું. સાચું કહું તો મને હવે જીવવામાં કોઈ રસ નથી બસ તારા લીધે ટકી રહ્યો છું. જીવવાનું એક જ રીઝન છે એ બસ તુ છે. આજે પણ એ ઘડિયાળ મારા હાથમાં જ હોય છે જે તે મને ફ્રેન્ડશિપ ડેના દિવસે આપી હતી. એવો એકપણ દિવસ નથી ગયો જ્યારે આ ઘડિયાળ મારા હાથમાં ન હોય. નિશુ માત્ર તુ જ નહિ તારી આપેલી વસ્તુ પણ મારા માટે ઈમ્પોર્ટન્ટ છે. જો હું વિજય હોત તો મને અત્યારે જે થઇ રહ્યું છે તેનાથી કોઈ ફર્ક ન પડ્યો હોત પણ હવે હું વિજય નથી રહ્યો. દીકો બની ગયો છું અને દીકાને ફર્ક પડે છે.”

“તમે કેમ આમ બોલો છો?”

“નિશુ હવે સહન નથી થતુ મારાથી. નથી હિંમત મારામાં આ બધું સહન કરવાની. રડવા માંગું છું તો રડી નથી શકતો એટલો વિક થઇ ગયો છું. આજથી મેં નક્કી કરી લીધું છે કે તને ગમે એ જ હું કરીશ. તુ કહે વાત કરવી છે તો વાત કરીશ નહિતર નહી કરું.”

“મેં એમ નથી કીધું કે હું કહું ત્યારે જ વાત કરજો.”

“ના નિશુ હવે એમ જ કરવું પડશે. પહેલા જરૂર ન હતી પણ હવે જરૂરી લાગે છે કે તુ જે કહે એ જ કરુ. મારી ઈચ્છાઓ જાય તેલ લેવા. બસ હવે તને ગમે એ જ કરવું છે. કારણ કે હવે તને ગુમાવવાના ચાન્સ વધી ગયા છે. પહેલા ક્યારેક જ લાગતુ હતુ કે તુ દૂર થઇ જઈશ પણ હવે લાગે છે કે એ દિવસો ખૂબ નજીક છે. નિશુ મેં કદી સપનામાં પણ ન હતુ વિચાર્યું કે મારી લાઇફમાં પણ આવું થશે કે હું જેને પ્રેમ કરતો હોઈશ એ વ્યક્તિ મારા હોવા છતાં બીજાને તેની લાઈફમાં એન્ટ્રી આપશે પણ તે આપી દીધી. એનો અર્થ એ છે કે હું તને ખુશ નથી રાખી શકતો. નિશુ પ્લીઝ સાચું હોય એ રીઝન આપને.”

“એવું કંઈ નથી. મેં ક્યારે કીધું કે તમે મને ખુશ નથી રાખતા?”

“ઠીક છે. હું હવે તને કંઈ નહિ પૂછું. તારી પર્શનલ લાઈફ છે. હું પૂછવાવાળો કોણ?”

“ઠીક છે. તો તમે પણ સાંભળી લો કે આજ મારી લાઈફનો છેલ્લો દિવસ છે.”

“છેલ્લો દિવસ, છેલ્લો દિવસ ન બોલ. એ સાંભળી મને ગુસ્સો આવે છે.”

“પણ તમે એવી વાત કરો તો હું શું કરું?”

“તારે તો ઉતાવળ જ હોય છે મરવાની. જો વધારે મને ગુસ્સો અપાવીશ તો હું સાચે જ કંઇક કરી નાખીશ. મને મજબૂર ન કર.”

“પ્લીઝ એમ ન બોલો.”

“યાદ રાખજે હું હવામાં વાત કરવાવાળો માણસ નથી.”

“પ્લીઝ.”

“બસ હવે એક જ વાત યાદ રાખજે તુ કહીશ એ જ થશે. જ્યારે પણ તને મારી કોઈ બાબત ન ગમે ત્યારે મને કહી દેજે. બધું મનમાં ન રાખતી અને તારે જે કરવું હોય એ મને જાણ કરીને કરજે. કોઈ બીજો મને વાત કરે એ મને જરા પણ પસંદ નથી. યાદ રાખજે હું તારો છું અને તારો જ રહીશ અને તુ મારી લાઇફમાં છેલ્લી વ્યક્તિ છે. તારા પછી બીજા કોઈ માટે મારા દિલમાં કોઈ જગ્યા નથી.”

“મારી લાઈફમાં પણ તમે છેલ્લા જ છો. સોમવાર સુધી હું વાત નહિ કરી શકું કેમ કે ઘરે બધા હશે અને મહેમાન પણ આવવાના છે તો કોઈ પ્રોબ્લેમ નથી ને?”

“ના ના તારી ઈચ્છા થાય ત્યારે જ વાત કરજે. તુ હવે આઝાદ છે. બસ એટલુ ન ભૂલતી કે હું તારો છું અને તારો જ રહીશ.”

નિશાના ગામમાં જવા માટેના રસ્તા પરનું સ્ટોપ આવ્યું એટલે નિશા વિજય પાસેથી ઉભી થઇ બસમાંથી નીચે ઉતરી ગઈ. નિશા ગઈ એટલે વિજયે રેકોર્ડીંગ ઓફ કરી નાખ્યું. મેડમ પાસ જોઇને ગયા ત્યારથી વિજયે નિશાનો હાથ પોતાના હાથમાં રાખેલો હતો. વિજય નિશાનો હાથ તેના હાથમાં રાખીને તેની સાથે વાતો કરી શકે એ માટે તે હંમેશાં શનિવારની રાહ જોતો. નિશાના હાથમાં હાથ રાખી વાત કરવાના પળોને વિજય તેના જીવનના સૌથી ખાસ પળો ગણતો. હવે સમય બદલાયો હતો. જે શનિવારથી વિજયની લાઇફમાં ખુશીઓ શરૂ થઇ હતી, જે શનિવાર માટે તે હંમેશાં રાહ જોતો, આજ એવા જ એક શનિવારે વિજયે કડવી યાદો લીધી હતી.

બીજા દિવસે વિજયે નિશા સાથે થયેલી વાતોનું રેકોર્ડીંગ લકીને મોકલ્યું. જેમાં નિશા સ્પષ્ટ શબ્દોમાં કહી રહી હતી કે તે લકીને છોડી દેશે અને તેના સાથે કોઈ સંબંધ નહિ રાખે. રેકોર્ડીંગ સાંભળી કલાક પછી વિજયને લકીનો કોલ આવ્યો. વિજયે કોલમાં લકી સાથે વાત કરી તો તેને જાણ થઇ કે લકી ખૂબ ઉદાસ થઇ ગયો હતો. તે કહી રહ્યો હતો,

“ભાઈ. મેં તમારું રેકોર્ડીંગ સાંભળ્યું. સાચું કહું તો અડધું સાંભળ્યું ત્યાં જ મારું મન ભરાઈ ગયું. આગળ સાંભળવાની હવે મારામાં હિંમત નથી. બસ જે જાણવું હતુ એ જાણી લીધું. યાર હવે પસ્તાવો થાય છે કે મેં એવી વ્યક્તિ સાથે પ્રેમ કર્યો કે જેના માટે પ્રેમ તો બસ મજાક છે. તારી સાથે રિલેશનશિપમાં હતી તો મને હા કેમ પાડી? યાર મેં તેને ત્યારે જ પૂછ્યું હતુ કે તેને હવે તારી સાથે કોઈ સંબંધ નથી ને? તો તેણે મને કીધું હતુ કે તમારું બ્રેકઅપ થઇ ગયુ છે. ઠીક છે ભાઈ. કદાચ એ મારા નસીબમાં જ ન હતી. બંને ખુશ રહેજો.”

લકીની વાત સાંભળી વિજયને ખાતરી થઇ ગઈ કે રેકોર્ડીંગ સાંભળી લકીનું દિલ તૂટી ગયું છે અને હવે તે નિશાની નજીક નહી આવે. વિજય ખુશ થઇ ગયો હતો. તેણે ઘણા દિવસ પછી મનમાં શાંતિનો અનુભવ કર્યો હતો. વિજય ઘણો ખુશ હતો પણ હજી તેના મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યુ હતુ. અત્યાર સુધી વિજય પાસે નિશાની સારી યાદો જ હતી પણ હવે તેની પાસે નિશાની થોડી કડવી યાદો પણ આવી ગઈ હતી. વિજયે નક્કી કર્યું કે તે બધું જ ભૂલી જશે. તે એમ જ માનશે કે તેની લાઈફમાં આવું કંઈ બન્યું જ નથી. તે ભૂલી જશે કે કોઈ લકી આવ્યો હતો તેની લાઇફમાં. તે હવે નિશા સાથે નવી શરુઆત કરશે…

To be continued…..